હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / જાંજવાના જળ સમાન શિક્ષણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જાંજવાના જળ સમાન શિક્ષણ

ગ્રામ્ય સ્તરની વાસ્તવિક્તા.. મજબુરી તેમજ સમજદારી વચ્ચે જજુમતી જીંદગી.......

આજે સંસ્થાકીય કામ માટે ફીલ્ડ મા જવાનુ થયુ ત્યાં જઇ પંચાયતના લોકો તેમજ ગામના આગેવાનો સાથે મીટીંગ કરી ત્યારબાદ મે ગામમા લોકસંપર્ક કરવાનુ વિચાર્યુ તો ઍક 10-11 વર્ષનો છોકરો શાકભાજીની લારી સાથે જોવા મળ્યો અને મે તેને મળવાનુ વિચાર્યુ અને તે ઍક કેબિન પાસે ઍક જાડ નીચે ઉભો અને ત્યાં માટલા માંથી તેમણે 2 ગ્લાસ પાણી પીધુ,તેના શર્ટ વડે પરસેવો સાફ કર્યો, અને સમય બપોરના 11:45 આસપાસ હતો અને તેની લારી મા જે શાકભાજી હતુ તે તેમના ભાઇના સહકારથી બાજુની કેબિનમા મુકવા લાગ્યા અને મને થયુ કે હવે તે જમવા માટે જશે પણ ઍવુ ન બન્યુ તેમણે દુકાન માંથી બરફ નુ મશીન કાઢ્યુ અને વજન્દાર મશીન બંને ભાઇઓ ઍ ખુબ કાળજી પુર્વક મહા મહેનતે લારીમા ચડાવ્યુ મે તેને તેનુ નામ પુછ્યુ તો સન્ની નામ જાણવા મળ્યુ તે 5મા ધોરણમા અભ્યાસ કરતો હતો અને તેમના માતા પિતા મજુરી કરવા ગયા છે તેમ તેણે જણાવ્યુ સવારે ચા સાથે થોડુ ખાય અને શાક વેચવા નિકળી જઇઍ અને બપોર ના સમયમા બરફ વેચવા નિકળી જઇઍ છીઍ રાત્રે મારી બા આવી ને બનાવે ત્યારે જમી લઇઍ...તેમની પાસે યુનિફોર્મ ન હોવાથી સાહેબ તેને સ્કુલમા બેસવા દેતા નથી.

સામાન્ય રીતે બાળકની આ ઉંમર તોફાન કરવાની,રમવાની મોજ શોખ કરવાની અને ભણવાની હોય પણ તેમાંથી ઍક પણ બાબત આમની સાથે જોડાયેલ નથી.અને આપણે વિકસીત ભારત ની વાત કરીઍ છીઍ.

જોઇઍ નવિ વિચારધારા,નવુ નેત્રુત્વ,નવિ બંને સરકાર આ બાળકને કેટલો ન્યાય આપી શકે છે...............પાર્થ જોષી-96244 09394 parthjoshi789@yahoo.in

2.86206896552
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top