સલામત માતૃત્વ માટે સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રાજસ્થાનમાં જનની સુરક્ષા યોજના (જેએસવાય) શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનમાં સરકારી સંસ્થામાં બાળકને જન્મ આપનારી તમામ માતાઓને રૂ. 1,400ની રકમ આપવામાં આવે છે અને માતાને હૉસ્પિટલ લાવવાનો પરિવહન ખર્ચ પણ ભરપાઈ કરવામાં આવે છે. જેએસવાયનો નાણાકીય લાભ મેળવવા માટે એએનએમમાં મહિલાની નોંધણી થયેલી હોય એ જરૂરી છે.
ઉપરાંત, તેના મમતા કાર્ડમાં અથવા તો મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ (માતા અને શિશુ સુરક્ષા કાર્ડ)માં કરેલી નોંધ અનુસાર તેણે નિર્દિષ્ટ રસી લેવી અને મેડિકલ ચેક-અપ કરાવવું જરૂરી છે. દવાઓ અને જુદી-જુદી તબીબી તપાસના મોટો ખર્ચ બચે, અન્ય આકસ્મિક ખર્ચ ઘટે, સંસ્થા સુધી પહોંચવાનો પરિવહન ખર્ચ પૂરો પાડવામાં આવે, માતા માટે સિઝેરિયન દ્વારા પ્રસૂતિ સહિતની તમામ સારવાર, દવાઓ અને તપાસ નિઃશુલ્ક થાય તેમ જ બાળકને પણ (એક મહિનાનું થાય તે દરમિયાન માંદું પડે અથવા તો અન્ય કોઈ બીમારી લાગુ પડે તો) વિના મૂલ્યે સુવિધા પૂરી પાડવાના હેતુથી જનની-શિશુ સુરક્ષા યોજના (જેએસએસવાય) શરૂ કરવામાં આવી હતી. માતા અને શિશુની પૂરતી કાળજી માટે પ્રસૂતિ બાદ સંસ્થામાં રોકાવાના મહત્ત્વ પર ભાર મૂકવા માટે કલેવા યોજના શરૂ કરવામાં આવી હતી, જે હેઠળ સામાન્ય પ્રસૂતિ બાદ માતાને બે દિવસ સુધી ખોરાક પૂરો પાડવામાં આવે છે અને સિઝેરિયન દ્વારા પ્રસૂતિના કિસ્સામાં માતાને સાત દિવસ સુધી ખોરાક પૂરો પાડવામાં આવે છે.
રાજસ્થાનમાં શુભલક્ષ્મી યોજનાનો ઉદ્દેશ્ય પુત્રી-જન્મને પ્રોત્સાહિત કરવાનો છે. પુત્રી જન્મ થતાં માતાને રૂ. 2,100ની રકમ આપવામાં આવે છે. વળી, જો બાળકને બધી જ રસીઓ મૂકાવી હોય અને તેને છ મહિના સુધી સ્તનપાન કરાવવામાં આવ્યું હોય, તો વધુ રૂ. 2,100 ચૂકવવામાં આવે છે. ઉપરાંત, જ્યારે તે બાળકી પાંચ વર્ષની ઉંમર પછી શાળામાં પ્રવેશ મેળવે, ત્યારે તેને રૂ. 3,100ની રકમ આપવામાં આવે છે.
જેએસવાયના લાભ મેળવવામાં ગ્રામીણ લોકોએ વેઠવી પડતી સમસ્યાઓ સમજવાના પ્રયાસરૂપે બાડમેર જિલ્લાના બાલોત્રા તાલુકાનાં ત્રણ ગામોની ગરીબી રેખા નીચે જીવતી, અનુસૂચિત જાતિની અને અનુસૂચિત જનજાતિની ગર્ભવતી મહિલાઓ સાથે તેમ જ છેલ્લા એક વર્ષમાં બાળકને જન્મ આપનારી, એમ કુલ મળીને 98 મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગયા વર્ષે (એપ્રિલ 2013 અને માર્ચ 2014 દરમિયાન) 75 શિશુ-જન્મ થયાં, તેમાંથી 64 શિશુ-જન્મ સંસ્થાકીય હતાં, જે કુલ પ્રસૂતિઓની 85 ટકા ટકાવારી સૂચવે છે. જોકે, આ પૈકીની 23 ટકા, અથવા તો 15 મહિલાઓ વિવિધ કારણોસર જેએસવાય હેઠળના નાણાકીય લાભ મેળવી શકી નહોતી. કેટલાંક કારણો સંસ્થાકીય છે, જ્યારે અન્ય કેટલાંક કારણો આપણા સમાજમાં મહિલાઓના દરજ્જાનું પ્રતિબિંબ પાડે છે. ત્રણ પ્રસૂતિ જિલ્લા હૉસ્પિટલમાં, આઠ પ્રસૂતિ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં, ત્રણ પ્રસૂતિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને એક પ્રસૂતિ પેટા-કેન્દ્રમાં થઈ હતી. આ 15 કેસની વિગતો અહીં કોઠા નં.1માં આપવામાં આવી છે.
માતાનું નામઃ લીલા ચંદ્રારામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત પ્રસૂતિ - ઉમેદ હૉસ્પિટલ, જોધપુર
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ રૂ. 12,000ની દવાઓ મંગાવવી પડી હતી. બૅન્ક એકાઉન્ટ ખોલાવવા માટે મહિલા પાસે ઓળખનો પુરાવો માંગવામાં આવ્યો હતો, પરંતુ તેમની પાસે તે ન હોવાથી બૅંકમાં ખાતું ખૂલી શક્યું નહોતું તથા જેએસવાય અને શુભલક્ષ્મી ચેકની સમય-મર્યાદા પૂરી થઈ ગઈ હતી.
માતાનું નામઃ ઉગમોદેવી સુરતારામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત, પ્રસૂતિ - ઉમેદ હૉસ્પિટલ, જોધપુર
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃઉગમોદેવીએ પ્રિ-મેચ્યોર શિશુને જન્મ આપ્યો હતો અને તેમની પાસે મમતા કાર્ડ ન હોવાથી તેમને જેએસવાયનો લાભ મળ્યો ન હતો.
પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં સામુદાયિક અને પારિવારિક સ્તરે જૂથ ચર્ચાઓ યોજીને 'ઉન્નતિ' જોધપૂરના પ્રોગ્રામ ઑફિસર શ્રી દિલીપ બિદાવત અને ચીફ ઑપરેટિંગ ઑફિસર સુશ્રી સ્વપ્ની શાહ દ્વારા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં સામુદાયિક અને પારિવારિક સ્તરે જૂથ ચર્ચાઓ યોજીને 'ઉન્નતિ' જોધપૂરના પ્રોગ્રામ ઑફિસર શ્રી દિલીપ બિદાવત અને ચીફ ઑપરેટિંગ ઑફિસર સુશ્રી સ્વપ્ની શાહ દ્વારા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.
માતાનું નામઃ મીરા કેવલરામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત પ્રસૂતિ - સામુહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી), કલ્યાણપુર
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ તેઓ ઓળખનો પુરાવો રજૂ ન કરી શક્યાં, તેથી તેમને ચેક આપવામાં ન આવ્યો. આધાર કાર્ડ મેળવ્યા બાદ તેઓ ફરીથી સીએચસી ગયાં, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે ત્રણ મહિનાની સમય મર્યાદા પૂરી થઈ ચૂકી હોવાથી હવે તેમને ચેક મળી શકે નહીં.
માતાનું નામઃ કૌશલ્યા અર્જુનરામ, માંડલી સીએચસી, કલ્યાણપુર
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃઓળખના પુરાવાના અભાવે તેઓ સમયસર બૅન્કમાં ખાતું ન ખોલાવી શક્યાં, જેથી ચેકની સમય- મર્યાદા પૂરી થઈ ગઈ.
માતાનું નામઃ ગુડકી પુરખારામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત સીએચસી, શેરગઢ
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃમાતા પાસે મમતા કાર્ડ ન હોવાથી તેમને કહેવામાં આવ્યું કે તેમને જેએસવાયનો લાભ મળી શકશે નહીં. માતાના જણાવ્યા મુજબ ડૉક્ટરે શુભલક્ષ્મી માટેનો ચેક લખ્યો ખરો, પરંતુ તે માતાને આપ્યો નહીં અને કહ્યું કે સૌપ્રથમ તેમણે બૅન્ક એકાઉન્ટ ખોલાવવું પડશે. ત્યાર બાદ માતાએ સંપર્ક સાધ્યો નહીં.
માતાનું નામઃ જાતુદેવી ભરતારામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત, માંડલી ગ્રામ પંચાયતનું પેટા-કેન્દ્ર
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ ઓળખના પુરાવાના અભાવે જાતુદેવી સમયસર બૅન્કમાં ખાતું ન ખોલાવી શક્યાં, જેના કારણે ચેકની સમય-મર્યાદા પૂરી થઈ ગઈ.
માતાનું નામઃ અચલો બાલારામ, કહારડી, ખાનોડા ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી), પાચપાદ્રા
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃચેકની સમય-મર્યાદા પૂરી થઈ ગઈ હતી. મમતા કાર્ડમાં થયેલી નોંધણી પ્રમાણે ચેક આસંકીના નામે તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યારે ચૂંટણી ઓળખ-કાર્ડમાંં તેનું નામ અચલો નોંધવામાં આવ્યું હતું.
માતાનું નામઃ મધુ ચંપારામ, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત પીએચસી, પાચપાદ્રા
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃનોર્મલ ડિલીવરી બાદ મધુબહેનને ત્રણ દિવસ સુધી પીએચસીમાં રાખવામાં આવ્યાં હતાં. તેમને કહેવામાં આવ્યું કે આગામી દિવસે તેમને રજા આપવામાં આવશે અને તે જ વખતે જેએસવાય અને શુભલક્ષ્મી માટેનો ચેક પણ આપવામાં આવશે. મધુબહેનનો પરિવાર ડૉક્ટર પાસેથી રજા લીધા વિના તેમને ઘરે લઈ આવ્યો. હૉસ્પિટલમાં રોકાણ દરમિયાન મધુબહેનને કલેવા યોજના હેઠળ સૂચિત કર્યા પ્રમાણેનું ભોજન પણ આપવામાં નહોતું આવ્યું.
માતાનું નામઃ કાબુદેવી ગણપતરામ, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત સીએચસી, પાટોડી
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ તેમને પહેલાં બૅન્કમાં ખાતું ખોલાવવાનું અને ત્યાર બાદ ચેક લેવા માટે આવવા જણાવાયું હતું. ઓળખના પુરાવાના અભાવે કાબુદેવી બૅન્કમાં ખાતું ખોલાવી શક્યાં ન હતાં. તેમણે આધાર કાર્ડ મેળવ્યું અને તેમની ઓળખની ખરાઈ કરતો પત્ર પણ સરપંચ પાસેથી મેળવ્યો. પતિ-પત્ની બંને નિરક્ષર છે, તેથી તેમણે અરજી ફોર્મ મેળવ્યું અને અન્ય કોઈ વ્યક્તિ પાસે તે ભરાવડાવ્યું, જેણે ફોર્મ ભરવા બદલ તેમની પાસેથી રૂ. 20 વસૂલ્યા. ફોર્મ ભરવામાં તે વ્યક્તિએ ગફલત કરતાં બૅન્ક મેનેજરે ખાતું ખોલવાનો ઇન્કાર કર્યો. બૅન્ક મેનેજરનું વર્તન પણ તોછડું હતું. આ અનુભવથી દંપતી નિરાશ થઈ ગયું અને તેમણે કોઈ પણ અધિકાર કે લાભ મેળવવાની આશા છોડી દીધી.
માતાનું નામઃ ધાપુદેવી બિરદારામ, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત સીએચસી, પાટોડી
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ ધાપુદેવીએ મે, 2014માં શિશુને જન્મ આપ્યો, પણ યોજના હેઠળનો ચેક તેમને આજદિન સુધી મળ્યો નથી. દસ્તાવેજીકરણ કરી આપવા બદલ, ચાર્જ તરીકે તેમની પાસેથી રૂ. 500ની માગણી કરવામાં આવી હતી.
માતાનું નામઃ ચામી ઇબ્રાહિમ ખાન, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત સીએચસી, પાટોડી
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ મમતા કાર્ડમાં નામ સામી લખવામાં આવ્યું હતું, જ્યારે ઓળખ-કાર્ડ અને બૅંકના ખાતામાં તેમનું નામ ચામી હતું. તેમને ચેક મળ્યો, પરંતુ તે બૅન્કમાં જમા ન કરાવી શક્યાં.
માતાનું નામઃ સરીફન, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત સીએચસી, પટોડી
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ જેએસવાય અને શુભલક્ષ્મીના ચેક મળ્યા ખરા, પરંતુ ઓળખના પુરાવાના અભાવે બૅન્ક એકાઉન્ટ ખોલાવી શક્યાં નહીં.
માતાનું નામઃ હવા ચતુરારામ, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત જોધપુર
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ હવા એનીમિયાનો શિકાર હતી તેથી તેણે પાંચ દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. દવાઓ, ગ્લુકોઝ અને સારવાર પાછળ પરિવારે રૂ. 10,000નો ખર્ચ કર્યો હતો. હવાને બૅન્ક એકાઉન્ટ ખોલાવવા અને ત્યાર બાદ જેએસવાય તથા શુભલક્ષ્મીનો ચેક લેવા આવવા જણાવાયું હતું. ત્યાર બાદ તેઓ ચેક લેવા ગયાં નહીં.
માતાનું નામઃ જામુ પ્રકાશ, પાબુપુરા રોવા ખુર્દ, થુમ્બલી ગ્રામ પંચાયત પીએચસી, માંડલી
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ જેએસવાય અને શુભલક્ષ્મીનો રૂ. 4,000નો ચેક મેળવ્યો, પરંતુ આધાર કાર્ડ કે વોટર કાર્ડ ન હોવાથી તેઓ બૅન્ક એકાઉન્ટ ન ખોલાવી શક્યાં. ત્યાર બાદ બૅન્ક મેનેજરના કહેવાથી તેમણે ગ્રામ પંચાયત દ્વારા સ્ટેમ્પ પેપર પર આપવામાં આવેલી બાંયધરી સુપરત કરી, પણ તે સ્વીકારવામાં આવી નહીં.
માતાનું નામઃ સરિતા રાજુરામ, પાબુપુરા રોવા ખુર્દ, થુમ્બલી ગ્રામ પંચાયત સીએચસી, બાલેસર
સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ ફોટા સાથેના ઓળખપત્રના અભાવે જેએસવાય અને શુભલક્ષ્મી માટેનો ચેક જારી કરવામાં આવ્યો નહીં. તેમને પહેલાં બૅન્ક એકાઉન્ટ ખોલાવીને ત્યાર પછી ચેક લેવા માટે આવવા જણાવાયું. ચાર દિવસ બાદ શિશુનું મોત નીપજ્યું અને તેઓ ત્યાર પછી ચેક લેવા માટે ગયાં નહીં.
કોઠા નં.1ની વિગતોને જોતાં, લાભથી વંચિત રહેવા પાછળનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાયઃ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020