অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગવર્નન્સ

ગામ : ફરિયાદકા

સરપંચ તરીકે ટકી રહેવા માટેનો સંઘર્ષ તેમના શબ્દોમાં ફરિયાદકા ગામમાં ૧૯૯૭ ના ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ચુંટણી માં સરપંચની બેઠક અનુસુચીત જાતિના સી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી હતી.ગામનું ભલુ કરવાના આશયથી મેં પણ ચુંટણી માં ઝંપલાવવાનુ નકકી કર્યુ.મારો ભારે બહુમતીથી વિજય પણ થયો સરપંચ પદ મળતા જ મેં ગામલોકોની સુખાકારી માટે કામે લાગી જવાનુ નકકી કર્યુ પણ વર્ષોથી ગામડાઓમાં પરંપરાગત રીતે ચાલતા જ્ઞાતીવાદ અને ઉંચનીચનાં ભેદભાવનો ભોગ મારે બનવુ પડયુ.ગ્રામ પંચાયતના સરપંચની પહેલી બેઠક મળી ત્યારે મને હડધુત કરવામાં આવી હું સરપંચ પદનો ચાર્જ ન લઇ શકુ તેવા પ્રયાસો કરવામાં આવ્યા.
પરંતુ આ બધાથી હારી થાકીને બેસી જવાના બદલે મેં ગામ વિકાસના કામો કરાવા માંડયા માજી સરપંચ કે જે હાલમાં પંચાયતના સભ્ય છે.તેમણે છેલ્લા દસ વર્ષમાં નથી કર્યા તેવા કામ મેં કરવા માંડયા જોતજોતામાં તો મેં પાત્રીસ લાખ રૂપિયાના ગ્રામવિકાસના કામો કર્યા ગામલોકોની પાયાની સમસ્યાઓ દુર કરી અને ગામમાં સમૃધ્ધી લાવી પરંતુ આ બધુ થયુ એટલે મારા વિરોધીઓના પેટમાં તેલ રેડાયુ તેમણે કોઇપણ ભોગે મને નચી પાડવાનાં,બદનામ કરવાના અને હેરાન કરવાનાં પેંતરા રચ્યા. હું સરપંચ તરીકે ચુંટાઇ તે અગાઉ જે હોદે્રદારો હતા તેમણે ઇરાદાપુર્વક આંખમીંચામણી કરી ગામમાં મોટા પ્રમાણમાં દબાણો કરવા દીધેલ.મેં જ્યારે આવા દબાણ દુર કરવા માટે કાર્યવાહી કરી ત્યારે તેમાં રોડા નાખવા માંડયા,મારા કુટુંબી સભ્ય પર પણ હુમલો કરીને ડરાવવાનો પ્રયાસ કર્યો.આ બધાથી હું પાછી ના પાડી એટલે કે સરપંચ અને તેમના કેટલાક મળતીયા પંચાયત સભ્યોએ કોઇપણ જાતના પુરાવા કે કારણ વગર મારા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકી.જેમાં મારા વિરૂધ્ધ જુઠા આક્ષેપો કરેલા જેવા કે, ગામમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર દબાણોનાં રાફડા ફાટી નીકળ્યા છે.અને તેને દુર કરવામાં સરપંચ તરીકે હું નિષ્ફળ ગઇ છુ.મારા દિકરાના નામે જે પ્લોટ છે તે ગેરકાયદેસર દબાણ દ્વારા છે.
મારા વિરૂધ્ધ આ પ્રકારે ખોટા આક્ષેપો કરીને તેમણે અવિશ્વાસની નોટીસ આપી.આની સામે મેં તાલુકા વિકાસ અધિકારી ને અરજી આપી.તેમાં જણાવ્યુ કેય અવિશ્વાસની દરખાસ્તમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા અને બદ ઇરાદાથી કરવામાં આવ્યા છે.તેમા. જણાવ્યુ છે કે ગામમાં ખોટા દબાણો દુર કરવામાં હું નિષ્ફળ ગઇ છુ.પરંતુ જુના સરપંચાન સમયમાં થયેલા આ દબાણો સામે મેં ઘણા વખતથી નોટીસો આપેલી છે.બીજુ કે મારા કોઇ સંતાને કોઇપણ પ્રકારનુ ગેરકાયદેસર દબાણ કરેલુ નથી.ગેરકાયદેસર નળ કનેકશન લેનાર લોકોને પણ નોટીસો આપેલી છે.અને ગામના વહીવટમાં ભ્રષ્ટાચારની વાત કરે છે.પરંતુ પંચાયતનું બજેટ નહિવત છે.અને તમામ નાણાકીય વહીવટ તો તલાટી કમ મંાી કરતા હોય છે.એટલે આ બાબતમાં પણ કાંઇ ગેરરીતી થઇ હોવાની વાત સાચી નથી વધુમાં એ પણ જણાવ્યુ કે પંચાયતમા સરપંચ સહિત ૮ વ્યકિતઓ છે.એટલે ચાર જ પંચાયત સભ્યોની સહિવાળી આ દરખાસ્તમાં બહુમતિ થતી નથી.
મેં આ રીતે મારી સચ્ચાઇની વાત જણાવી અને સાથે સાથે આ પ્રકારે મને હેરાન કરવાની કોશીશ કરનાર લોકોને પણ ઝપટમાં લેતા જણાવ્યુ કે મને વિકાસના કામોમાં હાલકી,હાડમારી,કે મુશ્કેલી ઉભી થાય તથા અધિકારી પર તરાપ પડે અને તે કાયમી ધોરણે છીનવાઇ જાય કે મેન માનસિક અને સામાજીક ધોરણે નુકશાન થાય તે રીતે ગેરકાયદેસર કૃત્યો કરનાર સામે પગલા લેવા જોઇએ સાથે ફરીયાદકા ગ્રામપંચાયતના સરપંચ તરીકે કોઇ ફરજ બજાવવામાં અટકાયત,હરકત,કે રૂકાવટ કોઇ કરે નહિ તેવા પગલા લેવા માટે પણ અરજીમાં જણાવ્યુ.આ અરજી ની એક નકલ મેં જીલ્લા વિકાસ અધિકારી ને તથા બીજી નકલ સચિવશ્રી ગાંધીનગર મોકલી આપી.
આ અરજીને કારણે સત્તાવાળાઓનું આ બાબત પર ધ્યાન ખેંચાયુ તેમણે તપાસ કરી અને મને અવિશ્વાસની કાર્યવાહી વિરૂધ્ધ કોર્ટમાંથી સ્ટે મળ્યો.હાલ સરપંચ તરીકેના કોટા પર છુ.અને આવા કોઇપણ દબાણ,ધમકી કે પ્રપંચને વશ નહિ થાઉ તે વાત પણ નકકી છે.કારણ કે મેં નેમ લીધી કે હાઇકોર્ટમાં જવાનુ થશે તો પણ જઇશ પરંતુ મારી સાચી નીતી અને ગામના વિકાસ બાબતે નમતુ નહિ મુકુ.

ગામ : વાવડી

ઘોઘા પ્રોજેકટ અંર્તગતનુ વાવડી(તણસા) ગામ લોકભાગીદારીવાળી આ યોજનામાં ગામના પ્રતિનીધીઓની પાણી સમીતીની રચના કરવામાં આવે છે.એ મુજબ આ ગામની પાણી કમીટીમાં ભાગુબેન પંડયા સભ્ય તરીકે અને બાદમાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત બન્યા.અને એ સંદર્ભે તેઓ ઉત્થાન સંસ્થા સાથે સંપર્કમાં આવ્યા.
ઉત્થાન સંસ્થા દ્રવારા એકસપોઝરનું અયોજન થયેલ.ગામલોકો અન્ય સ્થળે થયેલ કામગીરીઓ કેવી રીતે થઇ છે.શા માટે થઇ છે.વિગેરે મુદ્રાઓની જાતમાહિતી મેળવીને એ વિશે સમજતા થાય તેમજ એકબીજા સાથેના સંપર્કથી તેમની સુશુપ્ત શકિતઓ ખીલે એવા ઉદે્રશ સાથે થતી એકસપોઝરમાં ભાગુબેન આવેલ.તેઓને મહિલા બચત મંડળના લાભની વાત ઘણી ગમી.ગામમાં આવીને સામાજીક—આર્થિક નબળા બહેનોને વિગતે વાતો કરી અને ઉત્થાન સંસ્થાના કાર્યકર સાથે ચર્ચાઓ બાદ સિધ્ધી મહિલા બચત મંડળની શરૂઆત થઇ.
બચત મંડળથી ઘણા લાભ થાય છે એવુ દરેક બહેનો સમજતા થયા છે.હિરા કામની મજુરીના ડખા,વહેવાર સાચવવા,અનાજ લેવા કે દવા લેવા નાણા મળી શકે છે.ગરિબો માટે મંડળની એકબીજાને મદદ કરી શકાય છે,દિવામાં દિવેલ પુરે તેવો લાભ થાય,કોઇ પાસે પૈસા માંગી ન શકાય પણ અહીં આપણા પૈસા હોવાથી સંકોચ વગર લઇ શકીએએવુ માનતા થયા છે.
ભાગુબેનને મંડળથી થયેલો લાભ ઘણો વિશિષ્ટ છે.મંડળની શરૂઆત બાદ ચાર માસ માત્ર બચતની પ્રવૃતિ કરી ત્યાર બાદ ભાગુબેને ૫૦૦રૂ.ધીરાણ લીધુ એમનો વિચાર હતો કે અષાઢ માસમાં વ્રતો આવે છે,તો દિકરીઓને ખરીદી મળી રહે તે માટે કટલેરીનો ધંધો કરવો.આ ધંધા માટે ૫૦૦રૂ. જ્ેવા ઘરમાં હતા તેમાં મંડળમાથી ઉપાડ કરીને હજાર રૂપીયાનો માલ સામાન લઇ આવ્યા,આ ધંધો કરવો.આ ધંધા માટે ૫૦૦રૂ. જ્ેવુ ઘરમાં હતા.તેમાં મંડળમાંથી ઉપાડ કરીને હજાર રુપીયાનો માલ સામાન લઇ આવ્યા.આ ધંધો ધીમે ધીમે વિકસતા હાલ ચાર હજાર રૂપીયાનો માલસામાન છે.અને મંડળના નીયમ મુજબ ત્રણ માસમાં ધીરાણ પરત પણ કરી દીધુ. હાલ ગામના બહેનો વસ્તુ માટે ભાગુબેન પાસે જાય છે.

મહિલા સરપંચ બહેનની કેસસ્ટડી

ભાવનગર જીલ્લના ફરીયાદકા ગામના મહિાલ સરપંચશ્રી કમળાબેન મકવાણા ની વાણી તેમના જ શબ્દોમાં
અમારા ગામમાં જ્યારે ચુંટણી આવી ત્યારે સરપંચની જગ્યા મહિલાઓ માટે અનામત હોવાનુ જાહેર થયુ કમળાબેને પોતે હરિજન વર્ગના છે.હરિજન વાસના લોકો બધા કહેવા લાગ્યા કે કમળાબેન થોડુ ઘણુ ભણેલા છે.લખના વાંચતા આવડે છે.અને બહાર નીકળી બોલી શકે તેવા છ.માટે તે સરપંચ તરીકે ઉભા રહી શકે છે.આમ અંદરો અંદર આવી બધી ચર્ચા થવા લાગી.ગામની અંદર જુદી—જુદી જ્ઞાતીના લોકો છે.ગામમાં બે પક્ષ છે.પણ તેમની જ્ઞાતીમાં પણ બે પક્ષ છે.તે ચુંટણી માં ઉભા રહયા ત્યારે તેમની સામે તેમના જ કુટુંબના બહેન તેમની હરીફ ઉભા રહયા હતા પરંતુ કમળાબેન સરપંચ તરીકે ચુંટાઇ આવ્યા.
સરપંચ બન્યા તેઓ પોતાની કોઠાસુઝથી ગામના કાર્યમાં રસ લેતા લાગ્યા.જેવા કે પીવાના પાણીની તંગી હોવાથી ટેન્ડર ચાલુ કરાવ્યા હતા.ગામનાં સીસ રોડ બનાવ્યો,તેમજ વિધવા સહાય યોજના ફોર્મ પણ ભરાવ્યા હતા,અને સહાય પણ મળી છે.આમ ગામના વિકાસ કાર્યો માટે ગ્રાંન્ટ લેવા માટે તાલુકા પંચાયત પણ અવારનવાર આવે છે.આમ આ કાર્યો કરત તેઓને ઘણી મુશ્કેલી નડી છે.તેમને સરપંચ પદેથી હટાવવા માટે તેમના ગામના ઉચ્ચ વર્ગના લોકો દરબાર,રબારી,વગેરે એ તેમના પર ખોટા આક્ષેપો કરતા હતા.પાણીની પાઇપલાઇન આવી ગઇ છે.છતા સરપંચ પાણી ની પાઇપલાઇન નખાવતા નથી.કારણકે તેઓ એક દલિત સમાજમાંથી આવે છે.અને એ સરપંચ તરીકે ફરજ બજાવે તેવુ ઉચ્ચ વર્ગના લોકોને પસંદ ન હતુ.
ત્યારબાદ હરિજનની જ જ્ઞાતીના એક બહેન પર તેમના જ કુટુંબના એક ભાઇએ બળાત્કાર કયો હતો ત્યારે પણ કમળાબેને એક સરપંચ તરીકે ન્યાયી ફરજ બજાવી હતી,તે બહેનની સાથે રહીને પોલીસ સ્ટેશને એફ.આઇ.આર.નોંધાવી અને કેસ કર્યો હતો અને આશ્વાસન રૂપે બહેન ને હતુ કે ત્યારે પણ જરૂર પડે ત્યારે હું તારી પડખે જ છુ.

ગામ : ભોજપરા

પ્રકાશબા ગોહિલ: અમારા ગામમાં જ્યારે ચુંટણી આવી ત્યારે સરપંચની જગ્યા મહિલાઓ માટે અનામત હોવનુ જાહેર થયું ગામમાં મારો વેપરા ચાલતો અને ગામલોકો મને પચ્ચીસ વર્ષથી ઓળખે એટલે તેમણે વિચાર્યુ કેય હું જો સરપંચ થાઉ તો ગામના વિકાસના કામો સારી રીતે કરી શકીશ મેં ગામના વડીલોને વિશ્વાસ માં લીધા મેં તેમને કહયુ કેય તમારો સાથ સહકાર મળે તો સરપંચ થાઉ અને હું સરપંચ થાઉ પછી કોઇએ મારા કામમાં દખલ ના કરવી.
મારી વાત સાથે ગામના સૌ કોઇ સહમત થયા તે પછી હું નિયમીત રીતે પંચાયતની ઓફીસમાં જતી અને મને યોગ્ય લાગે તે રીતે ગામના વિકાસના કામ કરતી.મેં નિયમ બનાવેલો કે કાયદા પ્રમાણે કામ કરવું એમાં કોઇ બીજાને કામ સોંપવાના બદલે જાતે જ કામ કરવું એવુ નહિ કે હું સરપંચ થાઉ એટલે મારા ઘરવાળા,દિયર કે સસરા પોતાની મેળે કામ કરવા લાગે.
અમારા ગામમાં પાણીની બહુ આપદા પડતી હતી ગામના બૈરા માણહ ને ઠેઠ વાડીએ પાણી ભરાવા જવુ પડતુ.આ માટે હું કલેકટરને મળી.અને મારા ગામ માટે બારે માસ મીઠા પાણીના ટેન્કર પુરા પાડવાની રજુઆત કરી.પરંતુ કલેટરે કહી દીધુ કે આ મારા હાથની વાત નથી.મેં તરતજ તેને રોકડુ પરખાવ્યુ કે તમારાથી ભલે આ કામ ના થાય પણ હવે મારી સરપંચ તરીકેની તાકાત જુઓ.
ગાંધીનગર જઇને હું પાણી પુરવઠા મંાીને મળી તરતજ અમારા ગામમાં કાયમી ધોરણે બંધ થઇ ગયા તરતજ મેં અમારા ગામમાં રસ્તા રોકો આંદોલન કર્યુ.ફરીવાર પાણીની વ્યવસ્થા પુરી પાડતા ટેન્કરો શરૂ થઇ ગયા.
અમારા ગામમાં અગાઉના બે વચકા અને રકલીફોના કારણે નાળુ બાંધવાનું કામ બંધ રહયુ.પણ હું સરપંચ બની ગામમાં રોડ બનાવવા માટે સાત વરસમાં બે વાર ગ્રાંન્ટ આવી હતી.પણ રોડ ના અને ગ્રાંન્ટ પાછી જતી રહે એટલા માટે મેં આ ગ્રાંન્ટ મેળવી અને રોડ બનાવી દીધો.
અમારૂ ગામ ગોકુળ ગ્રામ યોજનામાં આવ્યુ કે ગામની ૪૬ વિધવાઓને વિધવા પેન્શન અપાવ્યુ.અને જેમના ઘરમાં કોઇ કમાનાર ન હતુ તેવા ૩ બૈરાઓને ૧૦,૦૦૦ રૂ. અપવ્યા.બે બૈરાને આજીવન પેન્શન પણ અપાવ્યુ.એક બહેનનાં પતિ મરી ગયા ત્યારે સમાજ કલ્યાણ ખાતામાંથી ૨૪,૦૦૦રૂ.અપાવ્યા.એક બહેનને ફકત ાણ દિકરીઓ જ હતી એટલે તેમને ટેકો રહે તે માટે આંગણવાડી અપાવી.
એક દિવસ અમારા ગામમાં સતત ાણ દિવસથી વીજળી નહી અને જનરેટર બળી ગયુ છે.એવુ કહેવામાં આવે.હું તો તરત જી.ઇ.બી.ની ઓફીસે ગઇ અને ત્યાંના સાહેબને કહયુ કે સાહબિ તમે ગાડી લઇને આવો અને અમારા ગામમાં જેટલા વીજળીનાં થાંભલા છે તે ઉઠાવી લ્યો.અમારે કાંઇ તમારી લાઇટની જરૂર નથી.આ સાંભળીને સાહેબે અમારી ગાડીની સાથે જ મજુરોને એક ખટારામાં મોકલ્યા.અને તરત જ વીજળી ચાલુ થઇ ગઇ.
અમારુ ગામ દરબારોનું અને હું પણ દરબાર એટલે કોઇ ખટપટ ના કરે અને છતા કોઇ ચણભણ કરે તો હું પહોંચી વળુ એવી છુ.૧૫ મી.ઓગષ્ટે ધ્વજ વંદન સમયે હું ખુરશીમાં બેઠી ત્યારે ગામના એક વડીલ કહે કે પુરૂષો નીચે બેસે અને તમે ખુરશીમાં બેસો છો.મે તેમને રોકડુ પરખાવ્યુ કે આ તો સતાની ખુરશી નથી ક કોઇ વિરોધ કરે અરે રાષ્ટ્રપતિ પણ તેનો વિરોધ ન કરી શકે તો પછી તમે કેવી રીતે કરી શકો.મારા કામમાં ભુલ હોય તો વિરોધ કરો બાકી હું સરપંચ છુ એટલે તો બેસવાની જ છુ.
આ સાંભળીને એક કાકા કહેવા લાગ્યા કે તારા આવ્યા પછી ગામમાં વિકાસના કામ નથી થતા મેં તેમને કીધુ કે છેલ્લા પચાસ વર્ષથી તમે પુરૂષો સરપંચ થત હતા છતા ગામનો ઉધ્ધાર નથી કરી શકયા આજ અમારો વારો આવ્યો છે.એટલે તમને ખુંચે છે.પણ તમારા કરતા વધુ કામ કરીએ છીએ.આજ સુધી આ ગામમાં છેલ્લા સતર વર્ષથી નથી થયા તેવા કામ હું કરી શકી છુ.આજ સુધી કોઇ જવાહર યોજના સિવાય બીજી કોઇ ગ્રાંન્ટ જ નવપરાતીઅને મારાઆવ્યા પછી ધારાસભ્ય,સંસદસભ્ય,કેન્દ્રસરકાર,વડાપ્રધાન અને શિક્ષણખાતાની ગ્રાંન્ટ ગામમાં લાવી છુ.અને ગામના વિકાસના કામો કર્યા છે.

ગામ : નેસવડ

ઘોઘા જુથ પાણી પુરવઠા અને સ્વછતા કાર્યક્રમમાં બહેનોની સક્રિયતા :ભાવનગર જિલ્લાન ઘોઘા,તળાજા,અને ભાવનગર તાલુકામાં ઘોઘા જુથ પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમ કુલ ૭૯ ગામો માં ચાલે છે.જેમાં ઉત્થાન,મેધાવી,અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, આમ ાણ સંસ્થા આ યોજના નું કામ કરે છે.જેમાં નું એક ગામ નેસવડમાં છેલ્લા બે વર્ષથી ઘોઘા જુથ પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમ ચાલે છે.જેમાં છેલ્લા ૬ માસથી આ યોજનાનું કામ પંચાયતને સોંપવામાં આવેલ છે.જેમાં સ્ટેન્ડ પોસ્ટ અવેડા,સ્નાનઘાટ અને કામ પંચાયતને સોંપવામાં આવેલ છે.જ્યારે આ ગામમાં આ પ્રોજેકટનું કામ ચાલુ હતુ ત્યારે એવુ બન્યુ કે સ્ત્રી.(૫૦,૦૦૦) લીટરની ટાંકીનું કામ ચાલુ કરવામાં આવ્યુ ત્યારે એવુ બન્યુ કે ત્યાં બહેનો પણ કામ કરતા હતા જ્યાં ટાંકીનું નીચેનુ કોંકી્રટ ભરવામા આવતુ હતુ ત્યારે કોન્ટ્રાકટરે સળીયામાં ફેરબદલી કરી નાખેલ જેમ કે ફરતા સળીયાનું માપ રાખવામા આવેલ જેમા. કોન્ટ્રાકટરના મજુર દ્રવારા સળીયાનુ નીશાન ભાર દઇને નીચુ કરી દીધુ ત્યારે એક બહેનનુ. ધ્યાન પડી ગયુ કે આમાં કંઇક આડા—અવળુ થયુ છે.ત્યારે તેને બધા બહેનોને અને પંચાયતનાં સભ્યને બોલાવીને વાત કરેલ અને જોયુ તો ખરેખર આવુ જ હતુ કે એકથી બે સળીયા ઉંચા રહી ગયા હતા અને બીજા સળીયાનુ નિશાન ફરી ગયુ હતુ.આ જોયા પછી કોન્ટ્રાકટરને વાત કરી અને પાણી પુરવઠામાંથી આવેલ સભ્યને વાાત કરેલ અન સળીયાનું નિશાન સરખુ કરાવ્યુ અને ત્યારે તેમા ૧૨ થેલી સિમેન્ટ નો માલ વધારે સમાઇ ગયો કોન્ટ્રાકટરનું એવુ હતુ કે માલ ઓછો સમાય અને તેમને ફાયદો થાય.આમ બહેનો એે કામ કરતી વખતે સક્રિયતા બતાવી અને કામ સારૂ થાય તેમાં ભાગીદારી બતાવી.આમ આ ઘોઘા જુથ પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમમા. બહેનોએ સારી એવી ભાગીદારી ભજવી.

ગામ : નેસવડ

બીજ સુદ મહિલા બચત મંડળ દ્રવારા બનવવામાં આવેલ સેન્દ્રિય ખાતરનો
ઘોઘા તાલુકાનાં નેસવડ ગામે ઘોઘા જુથ પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમ ચાલે છે.આ યોજનામાંથી સેનિદ્રય ખાતર બનાવવા માટે નો ખર્ચ આપવામાં આવશે.એવુ નકકી થયુ અને સેનિદ્રય ખાતર બનાવવા માટે નેસવડ ગામના મહિલા બચત મંડળ સાથે મીટીંગ રાખવામાં અવેલ અને સેન્દ્રિય ખાતર કઇ રીતે બનાવવુ તેમાં કઇ રીતેની પ્રોસેસ છે તે બધુ બહેનોને સમજાવવામાં આવ્યુ જેમ કે ૭૫ળ્ રૂ યોજના તરફથી લોન મળશે અને ૨૫ળ્ ખર્ચ મંડળે ભોગવવાનો રહેશે.તેવી વાત કરવામાં આવેલ અને સેન્દ્રિય ખાતરથી કેવા કેવા ફાયદાઓ થશે તે પણ સમજાવવામાં આવ્યુ ત્યારે અમુક બહેનો તૈયાર થયા અને અમુક બહેનોએ કીધુ કે અમારે ઘરે પુછવુ પડશે.ત્યાર બાદ બીજા દિવસે જવાબ આપવાનુ કહયુ આ મંડળમાં કુલ ૨૪ બહેનો છે.અને સેન્દ્રિય ખાતર બનાવવા માટે ૧૯ બહેનો તૈયાર થયા અને દિવસે સેન્દ્રિય ખાતર બનવવા માટેની તાલીમ આપવાનુ નકકી કરવામા આવ્યુ.આ તાલીમ આગાખાન સંસ્થા સાયલા દ્રવારા આપવામાં આવેલ જેમાંથી દિનેશભાઇ અને ગોહાભાઇએ તાલીમ આપવામાં આવેલ.કારણકે સાયલા સંસ્થા ના ગામડાઓમાં આવુ ખાતર બનાવવાનો અનુભવ છે.તેથી તેમને તાલીમ આપવા માટે બોલાવવામાં આવેલ ત્યારે નેસવડમાંથી પાંચ બહેનો તાલીમ માં અવેલ,આ તાલીમ એ રીતે અપવામાં આવેલ કે સેન્દ્રિય ખાતરમાં એરંડાનો ખોળ,અને છાંણીયુ ખાતર વગેરે ઉપયોગ કરવામાં અવે છે.તેવુ સમજાવવામાં આવ્યુ.અને કઇ રીતે બનાવવુ તે બધુ સમજાવવામાં આવ્યુ આ તાલીમમાં બહેનોએ એવુ નકકી કર્યુ કે અમારે ૨૦૦ થેલી સેન્દ્રિય ખાતર બનાવવુ છે તેવુ નકકી થયુ ત્યાર બાદ તેના બીજા દિવસે બહેનો એ સેન્દ્રિય ખાતર કઇ જગ્યાએ બનાવવુ તે જગ્યા નકકી કરેલ.અને આ જગ્યા દિનેશભાઇએ જોઇ અન કિધુ કે જગ્યા બરાબર છે.અને તમે ખોદવાનુ કામ ચાલુ કરી દો અને તે દિવસે ખાડો કેટલા માપનો બનાવવો તે નકકી કરવામાં આવ્યુ.અને માપ લંબાઇ ૭ફુટ,પહોળાઇ ૨૦ફુટ,અને ઉંડાઇ ૩.૫ફુટ નું માપ આપવામાં આવ્યુ અને બહેનો દ્રવારા ખાડો ખોદવામાં આવ્યો જ્યારે ખાડો ખોદાઇ ગયો ત્યારે એક ગામમાંથી વ્યકિતએ એવુ કિધુ કે આ ખાડો અહીં નહી પણ બીજી જગ્યાએ ખોદો,એવુ કહેવામાં આવ્યુ અને તાત્કાલીક બીજી જગ્યા ગોતીને ખાડો ખોદવામાં આવ્યો,એક બાજુ મટીરીયલ્સ કઇ જગ્યાએથી લાવવુ,કેવી રીતે લાવવુ તેની તૈયારીઓ ચાલતી હતી અને ત્યાર બાદ જુદી—જુદી જગ્યાએથી સંસ્થાનાં સભ્યો જઇને એરંડાનો ખોળ,લીમડાનો ખોળ,તમાકુનો ભુકો,મરઘાની ચરક મંગાવીને જે—જે જગ્યાએ ખાતર બનાવવાનુ હતુ ત્યાં સામાન પહોંચાડવામાં આવ્યો અને એક દિવસ નકકી કરીને ખાડો પુરવામાં આવ્યો આ ખાડો કઇ રીતે પુરવો તે ઉત્થાન સંસ્થાના સભ્યો ત્યાં હાજર રહીને માર્ગદર્શન આપવામાં આવ્યુ જેમાં પ્રથમ ખાડમાં પાણી છાંટવામાં આવ્યુ ત્યાર બાદ ઘાસ પાથરવામાં આવ્યુ અને તેના ઉપર છાણીયુ ખાતર પાંચમાં ભાગનું નાખવામાં આવ્યુ, ત્યાર બાદ મરઘાની ચરક, ત્યાર બાદ એરંડાનો ખોળ,ત્યાર બાદ તમાકુનો ભુકો અને લીમડાનો ખોળ આમ પાંચ ભાગો કરીને પાંચ થરમાં નાખવામાં આવ્યુ.જેમ જેમ થર કરત ગયા તેમ તેમ પાણીનો છંટકાવ કરવાનો આ ખાડો પુરતા દોઢ ટેન્કર પાણી નાખવામાં આવ્યુ,આ કામ કરતી વખતે બહેનોએ સારો રસ દાખવ્યો અને ૧૭ બહેનો એ ખાડો પુરવા નું કામ પુરુ કર્યુ.ત્યાર બાદ ૨૨ દિવસે ફરી વખત ૧૫ હેલ જેવુ પાણી નાખવામાં આવ્યુ.ફેરવવાનો હેતુ એકે ખાતર તૈયાર કરવાનુ નકકી થયુ કારણકે વરસાદ વહેલો હતો અને જો મોડુ થશે તો ખાતર પલળશે તેન કારણે તાત્કાલીક નકકી કર્યુ કે થેલીઓ ભરાય જાય તો સારુ અને જ્યારે ખાતર માટેની થેલીઓ મંગાવવામાં અવેલ તો થેલીઓ આપવામાં મોડુ થયુ અને વરસાાદ આવવા જેવુ લાગ્યુ અને બહેનો ને પણ ચીંતા થઇ કે જલ્દી થઇ જાય તો સારુ.અને થેલીઓ જેવી પહોંચી તેવુ જ ખાતર ની થેલીઓ ભરવાનું કામ ચાલુ થયુ અને જે દિવસે ખાતરની થેલીઓ ભરવાનું શરૂ કર્યુ તેજ દિવસે વરસાદ થયો અને બહેનો અને સંસ્થાનાં સભ્યો હેરાન થયા બહેનો એ તો પણ હિંમત હરી નહિ.અને કામ ચાલુ રાખ્યુ અને જો વરસાદ આવે તો બધુ ઢાંકી દેવું પડે છે

ગામ : નેસવડ

છેલ્લા બે વર્ષ થી વોટરશેડ પ્રોજેકટ અંતર્ગત કાર્યરત છે જે માર્ગદર્શન હેઠળ ગામમાં સંગઠનો ધ્વારા લોકભાગીદારી થી યોજના ચાલી રહી છે જેમાં જળ,જમીન,જંગલ.જન,જાનવર ના મુદદે લઇ કાર્યરત છે જેમા જન માણસ ગામની દરેક કાસ્ટ ના લોકોને આવરી લેવા માં આવ્યા છે જેના નાના સંગઠનો બનાવવામાં આવ્યા છે આ સંગઠનો ભાઇઓ બહેનો પણ બનાવેલ છે જેને માર્ગદર્શન સશકત બનાવવા માટે જાગ્રુતી કાર્યક્રમો તાલીમો મિટિંગો પ્રેરણા પ્રવાસ જેવા કાર્યક્રમ કરવામા આવેલ છે અને આ સંગઠનો માં વોટરશેડ કમિટી બનાવવા માં આવી છે આ કમિટી માં ભાઇઓ બહેનો પણ છે જે દર મહિના ની નકકી કરેલ તારીખ મુજબ બોલાવવા માં આવેછે અને આ કમિટી ની મિટિગમાં બહેનો પણ સમયસર આવે છે અને મંજુર થયેલ કામ અને કરવાના કામનું લિસ્ટ બનાવવા માં આવે છે અને સ્વ સહાય જુથો જે બહેનો ના બનાવેલ છે આ જુથોને માર્ગદર્શન તાલીમો મિટિગો અને પ્રેરણાપ્રવાસ ધ્વારા મહિલાઓને સશકિતકરણ કરવામાં આવે છે આ સ્વ સહાય જુથ ના બહેનો પોતાના મંડળની નકકી થયેલ તારીખે મિટિગ કરીને નકકી કર્યા મુજબ કમિટિ ની મિટિગ માં રજુ કરે છે સ્વ સહાય જુથ ના બહેનો સાત દિવસ ની ફુડ પ્રોસસીંગ ની તાલીમ આપવામાં આવી આ તાલીમ આપવા પાછળ નો ખાસ ઉદેશ એ હતો કે પોતાના વિસ્તાર માં શાકભાજી માંથી અલગ અલગ પેદાશો ઉભી કરી બહેનો રોજગારી મેળવતા થાય આ ઉદેશ ને ધ્યાન મા રાખી બહેનો ને તાલીમ આપવામાં અવી આ તાલીમ લીધા પછી આ પ્રવુતિ હાથ ધરવા માં આવી વોટરશેડ કમિટિ માં બહેનો નિયમિત જાય છે

સ્ત્રોત: ઉત્થાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate