હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ખારા પાણીનો મીઠો ઉકેલ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખારા પાણીનો મીઠો ઉકેલ

ખારા પાણીનો મીઠો ઉકેલ

અમારું ગામ દરિયાકિનારે વસેલું છે. એક એવી વાયકા છે કે પહેલાંના સમયમાં અમારા ગામના દરિયાકિનારે પણ વીરડા ખોદવાથી મીઠું પાણી મળી રહેતું. બસ આ ઉપરથી અમારા ગામનું નામ મીઠી વીરડી પડયું હતું.
એક નજર અમારા ગામના ભૂતકાળ તરફ : અમારા ગામ મીઠી વીરડીમાં પરિસ્થિતિ એવી ઊભી થઇ કે મીઠા પાણી માટે મીઠી વીરડીં મેળવવી દોહ્યલી બની ગઇ.ગામ દરિયાકિનારે વસેલું હોવાથી દરિયાનું પાણી જમીન ઉપર ધસી આવે અને જે સ્થળે ભેંસુવડી નદી દરિયાને મળે છે ત્યાં ભરતીના સમયમાં દરિયાનું પાણી ઘૂસી જતાં નદીનું મીઠું પાણી પણ ખારું થઇ જતું.
આ રહી અમારી સફળતાની ગુરુચાવી : પીવાના મીઠા પાણી માટે બહેનોએ છેક જસપરા અને ખદડપર ગામની વાડીઓ સુધી લાંબા થવું પડતું. ગામના આગેવાનો પાણીની આવી મુશ્કેલી કેમ કરી ટાળવી ? તે વિચારતા હતાં. થોડા સમય પહેલાં દરિયાના પાણીને નદીના પાણીમાં ભળતું અટકાવવા માટેના એક અખતરારૂપે કરવા અમે નદીના નાળા પાસે એક પાળો બાંધ્યો, એમાં મીઠું પાણી રોકાતાં પાસેની વાડીઓને પાણી મળતું થયું આથીે અમે દરિયાકિનારે ભરતીના પાણીને રોકવા ચેકડેમ બાંધવાનું નકકી કર્યુ. ગામની પાણી સમિતિએ આ ભરતીના પાણીને રોકવા માટેના ચેકડેમનું કામ હાથ પર લીધું. બાંધકામનેા કુલ ખર્ચ રૂ.૧૪ લાખ જેટલો અંદાજવામાં આવ્યો. જેમાંથી રૂ.૫૦,૦૦૦ જેટલો લોકફાળો એકઠો મળ્યો અને બાકીની રકમના બદલામાં ગામ લોકોએ શ્રમદાન કર્યું. અમે જ્યારે ચેકડેમનો પાયો નાખ્યો ત્યારે જેનાર લોકો કહેતા કે અહીંયાં ચેકડેમ થાય જ નહીં, પણ અમને અમારી ઉપર વિશ્વાસ હતો. દરિયાનું ખારું પાણી કાઢવા રાત઼ દિવસ બે એન્જીન ચાલુ રાખ્યાં. આગળ મોટો ખાડો કર્યો અને એ ખાડામાં ખારું પાણી જમા થઇ ગયું અને ખાડાની પાછળ અમે કામ શરૂ કર્યુ. દરિયાની બિલકુલ પાસે એક બોરીબંધ કર્યો જેથી ભરતીનું જેર ઓછું થાય અને ખારું પાણી આગળ આવતું અટકે. આ રીતે ૭૬ મીટર લાંબા અને ૮ મીટર પહોળા ચેકડેમનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું .લોકફાળો આપવામાં જે કોઇ આનાકાની કરે તો સમજવતાં કે ભગવાનની આરતી માટે પાંચસો રૂપિયા આપો છો તો પાણી માટે પચાસ રૂપિયા નહીં આપો? તમારા બાળકની આવતી કાલ સુધરે એ માટે તમારે આ પૈસા આપવાના છે.આમ, મકકમ મનોબળ અને હિંમતથી મીઠી વીરડી ગામે મહેરામણને નાથ્યો.
પાણીદાર ભવિષ્ય તરફ : ચેકડેમના સારા ફળ આજે અમારું ગામ ભોગવતું થયું છે. આ કાર્યક્રમથી ગામમાં લોકભાગીદારીયુકત વિકાસની શરૂઆત થઇ જેના પરિણામરૂપે ગામલોકોએ પોતાની જતે દરેક ઘરમાં ભૂગર્ભ ટાંકીઓ બનાવી અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરી અને ગામના તળાવને પણ ઊંડું કરવામાં આવ્યું છે. ચેકડેમને કારણે ગામમાં દરિયાનું પાણી આવતાં અટકયું છે. આના કારણે ગામના અને વાડી વિસ્તારના અન્ય પાણીના સોતોના સ્તર ઊંંચા આવ્યાં છે અને પાણીની ગુણવત્તા પણ સુધરી છે. મીઠી વીરડી ગામે આત્મસૂઝ અને મકકમ મનોબળથી પાણીની તકલીફને દૂર કરવા ખુદ મહેરામણને પાછો વાળ્યો.
'અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો તે ઉકિતને અમારા ગામે ખરેખર સાર્થક કરી બતાવી બતાવ્યું છે. પાણી પુરવઠા યોજનાનું આયોજન અમે કર્યુ તો એનાં સંચાલન, મરામત અને નિભાવની જવાબદારી પણ અમારી જ હોય ને ? એટલા માટે જ ગામની પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવ માટે ફાળો એકઠો કરવામાં આવ્યો અને તકેદારી રાખવામાં આવી કે ગામની દરેક વ્યકિત તેમાં યોગદાન આપે જેથી માલિકીપણાની ભાવના પેદા થાય. ત્યારબાદ ગામલોકો દ્વારા આ રકમ પાણી સમિતિના ખાતામાં જમા કરાવેલ.
અમારો લોકફાળો : પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવ માટે રૂ.૭૪૦૫૮ નો લોકફાળો ગામ લોકો દ્વારા પાણી સમિતિના ખાતામાં જમા કરાવેલ છે. જે લગભગ સો ટકા જેટલો છે. આ માટે ઘરદીઠ વાર્ષિક રૂ.૧૫૦ ઉઘરાવવામાં આવે છે. આ યોજનાનો કુલ ખર્ચ : આ યોજનાનો કુલ ખર્ચ રૂ.૮૦૧૬૫૨૧ છે જેમાં અમારો ફાળો રૂ.૪૫૨૯૯૫ છે.
સૌજન્ય : વાસ્મો

સંકલન ટીમઃ પી.એલ.સી.વોટસેન

 

2.88461538462
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top