વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઈર્ષા અદેખાઈ

આ લેખમાં ઈર્ષા અદેખાઈ એ જીવનને કંગાળ બને છે તેની માહિતી આપેલ છે

ઈર્ષા અદેખાઈ એ જીવનને કંગાળ બનાવીને ખોખલી કરી નાખશે.

ભૌગોલીક સ્થાનો માં જેમ ઉધય લાકડાને કોરી ખાય છે તેમ માણસ ને ઈર્ષાઅદેખાઈ કોરીને ખોખલી બનાવી દે છે. આજે આ જગતનો માનવી વિવિધ પ્રકારની મુસીબતો વચ્ચે જીવન ગુજારી રહયો હોય છે  જો એ મુસીબતો માંથી મુકત નહી થાય ત્યાં સુધી તેના જીવન ના સરળ માર્ગમાં કાંટા પથરાયેલા રહેશે કાંટા વચ્ચે જીવન જીવનારો માણસ હંમેશા સતત કંટાળેલો રહેતો હોય છે.

આજે માનવી જગત માં જે કંઈ પેદા કરીને સુખ પ્રાપ્ત કરે છે એ સાચુ સુખ નથી સાચુ સુખ પ્રાપ્ત કરવા માટે હંમેશા આપણી આંખમાં કચરા ની જેમ ખુંચતી ખરાબ તત્વો હોય છે જે આપણે આપણા સગા4 સબંધી4મીત્ર4 કે કોઈ પણ ના સારા કાર્યો કે તેણે કરેલી પ્રગતિ જોઈ સકતા નથી4 તેની પડતી  નુકશાન કે દુર્ગણો જોવા માટે આતુરતા પુર્વક રાહ જોઈને બેઠા હોઈએ છીએ.

જો આ જગતના માનવીએ તેના જીવનને ધન્ય બનાવવંું હોય તો સગા, સબંધી,મીત્ર, કે કોઈપણ ને કોઈ સફળતા મળે કે ના મળે તઓના વખાણ જરૂર કરો, બીજાના વખાણ એ જ કરી શકે છે જેના દિલમાં બીજા જીવો ના વિકાસ બાબતે ઈર્ષા ના થતી હોય  ઈર્ષા કરવાથી આપણે જીવન માં જેટલુ પુણ્ય કમાયા છીએ તે તમામ બળીને ભસ્મ થઈ જાય છે, કોઈ માણસ તેની સારી વિચાર સરણી કે આવડત થી કોઈપણ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધતાં હોય તો આપણે જરાય સળગી ને ખાખ થઈ જવાની જરૂર નથી.

કોઈ પણ માણસ ગમે તેટલું કરે તે તેને ભગવાને આપેલી અનહદ શકિત થી કરે છે તે કયાં તમારી પાસે હાથ લાંબો કરીને ઉભો રહે છે  જો તમે તેને પછાડી શકતા હોય તો હરીફાય કરીને પછાડી શકો છો પણ તેને પરેશાન કરવાની કયાં વાત આવે છે તેને કરેલી પ્રગતિ માં આપણે કયાં સળગવાની જરૂર પડે છે આપણે પણ આપણને ભગવાને આપેલી શકિતી નો ઉપયોગ કરીને આગળ વધવાના પ્રયત્નો કરવા જોઈએ  ઈર્ષા કરવાની જરૂર નથી.

ઈર્ષા કરનારો માણસ કદી આગળ વધી શકતો નથી કે તે તેના તમામ પરીવારને પણ પાછળ ધકેલવામાં સહભાગી બને છે તે તેના બાળકો ના ભવિસ્ય પર પણ ખોટી અસર પડતી હોય છે. તે માણસ હંમેશા તેના સગા  સબંધી મીત્ર  કે કોઈપણ સારૂ કામ કરે એટલે તેઓની કાપતી કરવામાં જ વ્યસ્ત રહેવાથી પોતાનું પણ સારૂ કાર્ય કરી શકતો નથી  અને તે ઈર્ષાણુ વ્યકતિ પોતાનું પવિત્ર, મુલ્યવાન જીવન ના અતિ મુલ્યવાન સમય ને બરબાદ કરી નાખતો હોય છે.

જીવન માં આગળ વધવું હોય તો હંમેશા કોઈ ની પ્રગતિ જોઈને ઈર્ષા કરીને બળી જવાને બદલે તેના કાર્યમાં સાથ સહકાર આપવો જોઈએ જેથી તેનું જોશ વધશે અને તેના કાર્યમાં આગળ વધી શકે છે જેનાથી તમોને પણ ભવિસ્યમાં લાભદાયી સાબીત થઈ શકસે. જો આપણે તેની ઈર્ષા કરતા રહેશો તો તે તો આગળ પહોંવાનો જ છે અને પહોંચ છે જ પણ ઈર્ષા કરનારો વ્યકતિ ત્યાં ને ત્યાં જ રહેશે તો જીવન માં હંમેશા ઈર્ષાઅદેખાઈ કરવાને બદલે આપણા સગા, સબંધી,મીત્ર, કે કોઈ પણ ના હંમેશા વખાણ કરવા જોઈએ તો જ તમે તમારા જીવનને લાભદાયી બનાવી શકસો.

જગત માં એક સૌથી મોટી ખોટ વર્તાઈ રહી છે જે છે સારા માણસો ની ખોટ જેમાં નવા સારા માણસો પેદા થતા નથી અને જે સારા માણસો છે એમને આપણે સહકાર આપવાને બદલે તેમની ઈર્ષા જ કર્યા કરીએ છીએ, જો તમે સારા માણસોના કરેલા કાર્યો ની કદર કરશો તો તે કદરદાની ને કારણે ખુબ જ ખુશ થશે જેથી તેમને સારા કાર્યો કરવાનું મન બે ગણુ નહી પણ ચાર ગણું જોશ વધશે.જો તમે તેની ઈર્ષા કરશો તો તે સારા કાર્યો કરનારી વ્યકતિ હેરાન પરેશાન થઈ જશે. તેના પર જાતજાત ના આરોપો લગાડવામાં માં આવશે બીચારો સારા કાર્ય કરતાં કરતાં ચાર ગણા ને બદલે તુટી ને અસ્તવ્યસ્ત થઈ જશે. સારા કાર્ય કરતાં કરતાં બીચારો હાથ ગસીને કયાંક દુર ભાગી જશે, તો સારા માણસો છે એમના કાર્ય માં ઈર્ષા કરીને અડચણ ઉભી મત કરો, સારા માણસોની ખોટ છે અને એમાંય તમે ઓંહે પડી જશો તો બીચારો દુનીયા છોડવાને મજબુર થઈ જશે તો હવે થી ઈર્ષા તરફ ધ્યાન મત આપો.

આપણે આપણા સગા, સબંધી મીત્ર  કે કોઈ પણ ના સારા કાર્યોના વખાણ નથી કરી શકયા, માણસ ઈર્ષાના કારણે બીજાના અહિત માં ખુબ જ રાજી થતાં હોય છે.જો ત્યાં એમનું ચાલે તો બધું જ રમડભમડ ને રસાતાળ કરી નાખે  આવા અદેખાઈ ભરેલા લોકો જયાં જુઓ ત્યાં શાંતિ નું માહોલ બગાડી નાંખતા હોય છે. તેમજ તેઓ જયાં જાઓ ત્યાં લડાઈ ઝગડા કંકાશ ઉત્પન્ન કરતા હોય છે.આવા લોકો મહોલ્લા  ગામ  સમાજ માં કોઈ સારૂ કાર્ય થતું હોય કે થવાનું હોય તો બધું બગાડ કરવાની જ રાહ જોતો હોય છે પણ શું કરે હંમેશા સારા માણસો ની જ જીત થાય છે.

લેખ: બિહારી હારૂનખાન મહેમુદખાન    મેપડા

2.91176470588
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top