આજના વિકાસશીલ વિશ્વ અને વિકશીત ભારતના વિકાસ માટે ઉર્જાની જરુરીયાત અનિવાર્ય છે.પરંતુ તે ઉર્જા સલામત.સસ્તીઅને સ્વચ્છ હોય.આજદિન સુધીમાં આપણા દેશ પવન.,પાણીઅને ખનિજતેલમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવી રહી છે,જે દેશની ૮૪ ટકા ઉર્જાછે,જયારે ૩ ટકા ઉર્જાઅણુથી આપણા દેશમાં ઉત્પન્ન થઇ રહી છે.
સંભવીત મીઠીવીરડી અણુઉર્જા પ્રોજેકટ ગુજરાતના ભાવનગર જિલ્લા મથકથી ૪૦ કિ,મી દુર તળાજામાં જે વિશ્વપ્રસિધ્ધ અલંગ શીપબ્રેકિંગ ની બોર્ડરથી ૩ કિ.મી ની ત્રિજ્યામાં પુર્વ ભાગમાં મીઠીવીરડી— જસપરા ગામ આવેલ છે. ત્યાં ૬૦૦૦ મેગાવોટ અણુઉર્જા પ્લાન્ટ સ્થાપવાની ગતિવિધીઓ વર્ષ ૨૦૦૬ થઇ છે, તો અલંગનું એશીયા ખંડમાં નામ છે. અને દરરોજ ૨૦ થી ૨૫ હજાર થી વધારે લોકોને રોજીરોટી આપે છે. અને કરોડોમાં સરકારને હુંડીયામણ કમાય ને આપે છે.તેમજ ખેતી માટે પણ સૌરાષ્ટ્ર ની ઉત્તમ અને ફળદ્રુપ જમીન આવેલી છે. અને શેત્રુજીના કમાન્ડ એરિયા નિચે આવેલો વિસ્તાર છે.જેથી ઉત્તમ પ્રકારની બાગાયત અને ખેતી પાકો થઇ રહયા છે. જે સૌરાષ્ટ ની પ્રખ્યાત કેસર કેરી ખુબજ સારી ગુણવત્તા વાળી ઉત્પન્ન થઇ રહી છે. તેમજ ચીકુ, નાળીયેરી,ખારેક,કાજુ અને ચંદન જેવી પ્રસિધ્ધ ખેતી થઇ રહીછે.અને તેમાય બાજુના ગામ સૌસીયાની કેસર કેરીએ ગુજરાત અને દેશ દુનિયામાં નામના મેળવી છે.અને મોટી માંગ થઇ રહી છે. તેમજ શેત્રુજી ઇરિગેશનના કારણે ભરપુર પાણી હોવાથી આ વિસ્તારમાં મગફળી,બાજરી.ડુંગળી.ઘઉં,અને શાકભાજીની ઉત્તમ પ્રકારની ખેતી સાથે મબલખ ઉત્પાદન આપે છે.અને સાથો સાથ કુદરતી સંપત્તીની વાત કરીએ ત્યારે તેના સમૂદ્રમાં ભરતી આવે ત્યારે કાઠા સુધી દરિયાનું ખારુ પાણી આવે છે.અને ઓટના સમયમાં દરિયાના તટમાં વિરડા કરવામાં આવે ત્યારે મીઠુ પાણી મળે છે. એના ઉપરથીજ આ ગામનું નામ મીઠીવીરડી પડયુ છે,આ ગામમાં મુખ્યત્વે દરબાર,કોળી ખરક પટેલ,અને માલધારીઓ વસે છે,અને તેનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે.તેમજ અલંગ માંથી રોજીરોટી કમાય છ
આજના વિકસીત ભારતમાં વીજળીની જરુરીયાત દિન પ્રતિદિન વધતી જાય છે. અને આજની ઉત્પન્ન થતી વિજળી કોલસા અને નૈસર્ગિક વાયુ થી પેદા થઇ રહી છે.અને આવતા દશ વર્ષમાં વીજળીની માંગ બમણી અને વીસ વર્ષમાં ચાર ગણી થનાર છે.જેથી આપણા દેશમાં ઉપલબ્ધ કોલસો અને નૈસર્ગિક વાયુનો થોડા દાયકામાં અંત આવી જશે અને તે સમયે ઉર્જાની મોટી કટોકટી સર્જાશે માટે આપણે અણુઉર્જાના નિમાર્ણ પાછળ વળવું પડશે.કારણ કે અણુઇંધણ કોલસાની તુલનામાં વીસલાખ વોટ અધિક ઉર્જા નિર્માણ કરે છે. દા.ત. એક કિલો કોલસામાંથી ઉર્જા પેદા થાય છે. તેટલી ઉર્જા અડધાગ્રામ યુરેનિયમમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે.
અણુઉર્જા સસ્તી છે.
પ્રદુષણ રહીત છે.કાર્બન ડાયોકસાઇડ રહીત છે.
ઇંધણની માત્રા ઘણી ઓછી જોઇએ છે.
સ્થાનિક લોકોને લાંબા સમય સુધી રોજગારી મળે છે.
ઘન કચરો ખુબજ ઓછો થાઇ છે.અને તેમાંથી પરામણું બોંબ બનાવી શકાય છે.
થર્મલ પાવર કરતા ખુબજ ઓછી જમીન સંપાદન થાય છે.અને રિયેકટરની આુજ—બાજુ ની જમીન ને બાદ કરતા બીજી જમીનમાં કોર્પોરેટ ફાર્મિંગ કરીને સ્થાનિક લોકોને અસરગ્રસ્ત લોકોને લાભ મળે છે.
અણુપ્લાન્ટ ઉર્જા ઉપરાંત શિક્ષણ,આરોગ્ય.રસ્તાઓ,પીવાનું પાણી તેમજ સ્થાનિક લોકોની જરુરિયાત મુજબના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે.
ટેમ્પરેશન મેન્ટેશન માટે ની કામગીરી કરી પર્યાવરણ સુધારે છે.
અણુઉર્જા સસ્તી નથી સ્વચ્છ નથી,અને સલામત નથી તેમજ જે જમીન સંપાદન થવાનીછે. તે સૌરાષ્ટ્ર વિસ્તારની મોટામાં મોટી ઇરિગેશન ની સુવિધા વાળી અને સારી ફળદ્રુપ તેમજ બહુપાકો અને ઉત્તમ પ્રકારની બાગાયત ધરાવતી જમીન નું સંપાદન થાય એ રાષ્ટ્રના અન્નસુરક્ષાના કાયદા વિરુધ્ધ છે.તેમજ આ વિસ્તારની જીવાદોરી સમાન ખેતી અને પશુપાલન ના ધંધાને છિનવી લેતી યોજના હોવાથી સ્થાનિક લોકોનો ઉગ્ર વિરોધ છે.
આંતર રાષ્ટ્રીય કરાર મુજબ ૧૫ કિ.મી.પ્રતિબંધીત વિસ્તાર રાખવો પડે છે.અને ૧૦ કિ.મી માં દશ હજાર કરતા ઓછી અને વિસ્થાપીત વસ્તી હોવી જોઇએ તેમજ તે વિસ્તારમાં કોઇ મોટા ઉધોગો ન હોવા જોઇએ.
આ પ્રોજેકટની ૧૫ કિ.મી.ની ત્રિજ્યામાં૧.૫૩.૩૦૫ હજાર લોકોના વસવાટ કરતા કાયમી ગામો આવેલા છે.અને બે કિ.મી માં એશિયા ખંડનો સૌથી મોટો અંલગ જહાંજ વાડો આવેલ છે. જે કાયદાની વિરૂધ્ધ છે.
આ વિસ્તારના લોકો ખેતી અને પશુપાલન ના ધંધા ઉપર નિર્ભર છે. બાકીના પશુપાલન અને અંલંગની મજુરી અને નાના મોટા ધંધા ઉપર નિર્ભર છે.
અસર પામતા લોકોમાં શિક્ષણનું પ્રમાણ ખુબજ ઓછુ છે.જેથી સંભવીત પ્રોજેકટમાં આ લોકોને કામગીરી નહી મળે અને બેરોજગારી અને વિસ્થાપીતનું પ્રમાણ વધે જેથી સામાજીક,આર્થિક,અને રાજકિય શોષણ નો ભોગ બનવું પડે.
બીજા યુનિટના અનુભવ અને વિજ્ઞાનિકોના મંતવ્યો ઉપરથી જાણવા મળેલ કે સ્થાનિક વિસ્તારમાં કિરણોત્સર્ગની અસરોના કારણે લોકો રોગીષ્ટ બને ભાવી પેઢી વિકલાંગ અને નપુસંક બને તેવો ભય છે.
જયાં અણુ મથકોની સ્થાપના થઇ છે. તેમાં સ્થાનિલોકોને કોન્ટ્રાક બેઇઝ ઉપર નોકરીપર લીધા અને કામપુર્ણ થતા કોન્ટ્રાક રિન્યુ કરવામાં આવેલ નથી.અને બેરોજગાર બની વિસ્થાપીત થયા છે.
કુદરતી આફત વખતે રિયેકટરને નુકશાન થવાથી મોટી જાન હાનિ થઇ શકે છે. અને આજુ બાજુ નો વિસ્તાર બીન ઉપયોગી બને છે.જે વર્ષો સુધી બીન ઉપયોગી અને પ્રતિબંધ રહે છે. અને સજીવ સૂષ્ટ્રીનો નાશ થઇ શકે છે.
કોને શું લાગ્યુ ?.સ્થાનિક સંસ્થા અને લોકો
સૌ પ્રથમ મીડીયા અને અન્ય માધ્યમોથી માહિતી મળેલ કે ભાવનગર જિલ્લાના મીૂઠીવીરડી જસપરા ગામ ૬૦૦૦ મેગા વોટ ઉર્જા માટે અણુઉર્જા પ્લાન્ટ અમેરીકા સરકારની ભાગીદારી થી શરુ કરી આ વિસ્તારની કાયા પલટ કરવાની પ્રેસનોટ વાંચતા ઉત્થાન સંસ્થા,ગાંધીસમૂતિ,લોકવિધાલય વેડછી ના સહયોગથી જસપરા ગામે સંયુકત ગ્રામસભા બોલાવી વિપરીત અસરો વિશે ખાસ જાણકારી આપવામાં આવેલ અને સ્થાનિક લોકોને જમીન ન આપવા માટે મકકમ બનાવ્યા અને કાયમી આંદોલન માટે ગ્રામ બચાવ કમીટીની રચના કરવામાં આવેલ.
તા.૨૮ ઓગષ્ટ—૭ ના રક્ષાબંધનના દિવસે સંભવીત અણુમથકમાં સંપાદન થતી જમીનની રક્ષા માટે રાખડી બાંધી જમીનની રક્ષા કાર્યક્રમ કરેી મીડીયા દ્રારા પકાશિત કરેલ
અણુ ઉર્જા સસ્તી ,સ્વચ્છ,અને સલામત નથી તે અંગેનો વર્કશોપ ગુજરાત વિધાપીઠ અમદાવાદમાં ગોઠવેલ જેમા ૧૦૫ સ્થાનિક લોકો જોડાયા.
જસપરા— મીઠીવીરડી ના આજુ બાજુ ૧૭ ગામો ના સરપંચ,તા પંચાયત સદસ્ય,જી,પં,સદસ્ય,ના લેટરપેડ ઉપર અણુઉર્જાના વિરોધમાટે ઠરાવ કરીને કલેકટરશ્રી,મુખ્યમંત્રી,વડાપ્રધાન,ઉર્જાપ્રધાન સંસદસભ્ય.ધારાસભ્ય.ને મોકલેલ
તા.૨૬ એપ્રિલ ૧૦ ના રોજ મીઠીવીરડી મુકામે અણુઉર્જાના વિરોધ માટે રાષ્ટ્રીય કક્ષાનું લોકસંમેલનમાં વિસ્તારના ૫૦૦૦ થી૬૦૦૦ લોકો જોડાયા.
તા.૧૮.૫.૧૦ ના રોજ જસપરા.મીટીવીરડી.ખદરપર.માંડવા.સાસીયા ગામના ખેડુતોએ આ પોજેકટ માટે જમીન નહીં આપવા સાગંદનામાં તૈયાર કર્યા અને ૧૨૦ ભાઇઓ બહેનો જોડાયને કલેકટરશ્રીને આવેદન સ્વરુપે આપેલ
તા.૧૧ જુન—૧૦ ના રોજ સોઇલ ટેસ્ટીંગ માટે ગુજરાત પાવર કોર્પોરેશન કંપની વાળા ૬૦ જેટલી પોલીસના બંધોબસ્ત સાથે આવતા આજુ બાજુના ૪૦૦૦ લોકોને જાર્ગત કરીને અહિંસક વિરોધ કરાવી સોઇલ ટેસ્ટીંગ અટકાવેલ
અણુઉર્જામાં અસર પામતા ૫ ગામોમાં અણુઉર્જા વિરોધી ભીતસુત્રો,પોષ્ટરો.બેનરો અને પત્રીકાઓ નો વહેચણી કરાવી વિરોધ પ્રદર્શન કરેલ
તા.૮ ઓગ—૧૦ ના રોજ સ્થાનિક લોકો પોતાના ખર્ચે મહારાષ્ટ્રના તારાપુર અણુમથકની મુલાકાત અને અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધેલ અને અનુભવ અને ચર્ચાઓ કરવામાં આવેલ
તા ૧૦ ડિસે.૧૦ ના રોજ ભાવનગર શહેરમાં સ્થાનિક લોકો દ્રારા મોતીબાગ ટાઉનહોલ થી ઘોઘાગેટ દિવાનપરા.હાઇકોર્ટ રોડ પર રેલી સ્વરુપે ફરી અણુઉર્જાનો વિરોધ પ્રદર્શન કરેલ.
તા ૨૧ ફેબ્રુ—૧૧ ના રોજ જમીન બચાવ માટે જિલ્લા લેવેલ એક ખેડુત સંમેલન બોલાવી અને સીટીમાં રેલી સ્વરુપે ફરી કલેકટર ઓફિસે આવી જમીન ન આપવા આવેદન પત્ર આપવામાં આવેલ
તા ૨૬ ફેબ્રુના રોજ કલેકટર ઓફિસે અન.પી.સી.એલ કલેકટરશ્રી.રેવન્યુ અધિકારીઓ.અને ગામ આગેવાનો સાથે બેઠક બોલાવતા ગામ લોકો પાસે એકી અવાજે બોલાવ્યુ કે અમારે કોઇ પણ ભોગે જમીન આપવી નથી અને જાન દેગે જમીન નહીં તેવા સુત્રો સાથે વિરોધ વ્યકત કરાવી બેઠકનો બહીષ્કાર કરયો
તા.૩ ઓગષ્ટ થી ૫ ઓગષ્ટ ના રોજ જમીન સંપાદનના કાયદા સુધારા માટે અને અણુ ઉર્જાના વિરોધ માટે દિલ્હી જંતર મંતરના ધરણા કાર્યક્રમમાં ગામના ૩૭ લોકો જોડાયા અને પર્યાવરણ,ગ્રામવિકાસ.મંત્રીશ્રી અને પ્લાનિંગ કમીશ્નના ઉપાધ્યક્ષ શ્રી મોન્ટુસીંગ અહલુવાલીયાને મળી અણુઉર્જા બંધ રાખવા આવેદપત્ર આપેલ અને રુબરુ વાર્તાલાપ કરેલ
અણુઉર્જાના વિરોધ માટે ભાવનગર અને સ્થાનિક વેવલે પત્રકાર પરીષદ બોલાવી મીડીયા દ્રારા વિરોધ પ્રદર્શન કરેલ.
સસ્તી નથી— કારણ કે કરોડો રુપિયાનું રોકાણ થાય છે. અને પાંચ વર્ષે કાર્યરત થાય છે.અને તેનું આયુષ્ય ૫૦ વર્ષ જ છે. પછીથી બંધ કરવુ પડે છે.માટે સસ્તી નથી
સલામત નથી કુદરતી કે માનવ સર્જીત આફતો વખતે નુકશાન કે કોઇ ફોલ્ટ ઉભો થાય ત્યારે ભયાનક બને છે. અને લાખો લોકો અને સજીવ સૂષ્ટીનો ભોગ લેવાય છે.અને હજારો વર્ષ આ વિસ્તાર પ્રતિબંધિત અને બિન ઉપયોગી રહે છે.દા.ત.ચેર્નોબીલ, જાપન ફુકુસિમા વગેરે
વિજ્ઞાનિકો ના તારણ અને અનુભવ મુજબ સ્વચ્છ નથી કારણ કે કિરણોત્સર્ગ ની અસરના કારણે લોકો રોગીષ્ટ બને છે. અને ભાવી પેઢીને અસર કરે છે.અને નપુસંકતા પેદા થાય છે.એટલા માટે જ પાવર કોર્પોરેશન પોતાની વસાહત અણુ મથકથી ૧૨ કિલો મીટર જેવી દુર રાખે છે.
અણુઉર્જા માટે યુરેનિયમ જમીનમાંથી મળે છે. અને તેના ખોદકામથી રેડિયો ધર્મ પેદા થાય છે.જે સજીવ સૂષ્ટી માટે ખતરા રુપ છે. અને એક ટન માટીમાંથી ૧ થી ૩ ગ્રામ જ યુરેનિયમ મળે છે.જેથી મોટા પ્રમાણમાં જમીનનું ખનન થાય છે.
અણુઉર્જા સસ્તી અને સ્વચ્છ છે.કારણ કે આજના લિગ્નાઇટ પ્રોજેકટથી હજારો એકર જમીન નાશ પામે છે.અને ૧ કિલો કોલસામાંથી ૩ કિલો ભાર કાર્બન ઉત્પન્ન થાય છે.અને પર્યાવરણ ને મોટુ નુકશાન કરે છે.અને જમીનનું કુદરતી બંધારણ તુટવાથી સમૂદ્રનું પાણી આગળ આવે છે. અને ભુગર્ભ જળને બગાડે છે.જે ખેત ઉત્પાદન અને રાજ્યની સંપત્તીને મોટુ નુકશાન કરે છે.
આજની અને આવતી કાલની વિજ જરુરીયાત ને પહોચી વળવા કુદરતી સોત ખાલી થઇ રહયા છે. માટે ફરજીયાત અણુઉર્જા અપનાવવી પડશે.
આજના આધુનિયુગમાં અણુપ્લાન્ટમાં સેફટી ખુબજ વધારી દિધીછે.માટે મુશકેલી નથી.
સ્થાનિક શિક્ષીત લોકોને સારીએવી રોજગારી મળે અને ખેડુત માલધારીઓને કોર્પોરેટ ફામીંગથી મોટો ફાઇદો થવાનો
આજના આંતકવાદના યુગમાં આ અણુપ્લાન્ટો આંતકવાદના કબજામાં આવ્યા અથવા હુમલો કરે ત્યારે તે વિસ્તારની શું પરીસ્થિતી થશે ?
આજના ટોચના વિજ્ઞાનિકો અને ખ્યાતનામ રાષ્ટ્રપતિ અબદુલ કલામ જેવા પણ સ્વીકારે છે. કે વર્તમાન અને ભવિષ્યની ઉર્જા પ્રાપ્તી માટે જરુરી છે.
સંઘર્ષનું મુળ અને ઉદ્રભવ-દેખીતો સંઘર્ષ
સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬ ના ઓકટોબરમાં મીડીયા દ્રારા જાણવા મળેલ કે ભાવનગર જિલ્લાના મીઠીવીરડી ગામે ૬૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન માટે અણુમથક અમેરીકા ની કંપનીની ભાગીદારી થી સ્થાપવાનું છે.તેવી માહીતી મળેલ ત્યારબાદ સ્થાનીક સંસ્થાઓ અને લોકોએ સાથે મળી તે બાબતે વિરોધ કર્યાો અને ઘણા આવેદનપત્રો આપવામાં આવ્યા.
આજે આ ગામના દરેક ભાઇઓ બહેનો નું એક જ સુત્ર છે કે જાન દેંગે જમીન નહીં અને જયારે જમીન સંપાદનના મુદ્રે આગામી કલેકટરશ્રી,ડી.ડી.ઓ.અને પ્રાંતઅધિકારી આવ્યા અને ગ્રામસભા કરી તો એકજ સુર આવ્યો કે અમારા ગામમાં આ અણુમથક ના જોઇએ અને સ્પષ્ટ જણાવી દિધુ કે કોઇ પણ ભોગે અમે જમીન આપવા તૈયાર નથી તેવૂ કલેકટરશ્રી ને મોઢે પરખાવવામાં આવ્યુ અને જમીન અને અણુપ્લાન્ટ સિવાયની વાત કરવા જણાવેલ
સંઘર્ષના પાસાં નો ઇતિહાસ
ઇતિહાસની રીતે જોવા જઇએ તો આ ગામોનું અસ્તીત્વ હજારો વર્ષથી છે. એક લોકવાયકા પ્રમાણે અહીં પાંડવો મહાભારતના યુધ્ધ પછી માનવ સંવહોના પાપના પ્રાયક્ષિત માટે નિકળેલ ત્યારે પણ તેવો મીઠીવીરડી ગામમાં રોકાયેલા અને શિવલીંગની સ્થાપના કરવામાં આવેલ અને આ વિસ્તાર કુદરતી સંસાધનોથી એટલો ફળદ્રુપ છે કે ભરતી વખતે કાઠાસૂધી દરિયાનું ખારુ પાણી આવે છે.અને ઓટના સમયમાં દરિયાના તટમાં વિરડા કરવામાં આવે ત્યારે મીઠુપાણી મળેછે એટલેજ આ ગામનું નામ મીઠીવીરડી પડયુ છે. આટલો આ સમૂધ્ધ અને ફળદુપ એરીયાછે તેની કુદરત સાક્ષી પુરે છે.
ભુમિકા સ્થાનિક લોકો
અણુ ઉર્જા અટકાવવા માટે ઉત્થાન સંસ્થાની ભુમિકા ખાસતો સ્થાનિક લોકોમાં જાગૂતિ લાવવાની રહીછે.અને તેના માટે આપણા વિસ્તારના સાંઇન્ટીસ અને વિજ્ઞાનિકો તેમજ સ્થાનિક રાજયકક્ષાના અને રાષ્ટ્રકક્ષાના આંદોલનકારીઓ ને આમંત્રીત કરીને રાજય અને રાષ્ટલેવલના સંમેલનો ,પદયાત્રાઓ,ધરણાઓ,આવેદનપત્રો અને વિનંતી પત્રો જેતે સબંધકરતાને મોકલેલ તેમજ આ આંદોલનમાં લોકભારતી નિયામક અને વિજ્ઞાનિક અરુણભાઇ દવે,વેડછી ના સુરેન્દ્રભાઇ ગાડેકર,રાષ્ટકક્ષાના આંદોનકારી બનવારીલાલ શર્મા,સર્વોદય મંડળના ચુનિકાકા,સ્થાનિક પ્રસન્નવદન મહેતા અને સનતભાઇમહેતા વગેરેના પ્રમુખ સ્થાને કાર્યક્રમો થયેલ અને ગામના ૩૭ લોકોના પ્રતિનિધી સાથે દિલ્હી જંતર મંતર જમીન સંપાદનના કાયદામાં ફેરફાર અને અણુઉર્જામાં અમારી બહુપાક આપતી ફળદુપ જમીન ન આપવા ધરણા કાર્યક્રમમાં જોડાયેલ અને કેન્દ્રના ગ્રામવિકાસમંત્રી, પર્યાવરણ મીનીસ્ટર સાથે રુબરુ ચર્ચા કરી વિરોધ દર્શાવેલ અને આવેદન આપવામાં આવેલ અને આ દિલ્હી જવા આવવાનો ખર્ચ સ્થાનિક લોકોએ ઉપાડવામાં આવેલ.
તેમજ આ ગામોમાં પણ બે થી ચાર પોલીટીકસ પાર્ટી છે તો પણ આ મુદ્રે એક વિચાર શરણી ઉપર આવી કાયમી આજીવીકા ની જમીન બચાવવા લોકો એક મંૃચ ઉપર આવી આજ દિન સુધી આંદોલન ચલાવી રહયાછે.
સત્તા
આજે કેન્દ્રમાં કોગ્રેસ અને રાજ્યમાં ભાજપ સરકાર બેઠી છે.ત્યારે કેન્દ સંસદમાં અણુઉર્જા ખરડો લાવે છે.અને ભાજપની પાછલા બારણાની મિલીભગત થી ખરડો પસાર થાય છે.અને આપણા દેશમાં પરદેશી કંપનીની ભાગીદારી થી જુદા જુદા રાજયોમાં જુદા જુદા દેશની કંપનીઓ ની ભાગીદારી થી અણુઉર્જા પ્રોજેકટ સ્થાપવાના કરારો આપણા દેશના સત્તાધારીઓ કરી રહયા છે.ત્યારે ગુજરાત સરકાર પણ મીઠીવીરડીમાં અણુપ્રોજેકટ સ્થાપવા માટે જમીન સંપાદનથી લઇને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા કંપનીની તરફેણ કરી રહેલ છે.વર્ષ ૨૦૧૦ ના નૂતનવર્ષના કાર્યક્રમમાં ગુજરાત સરકાર ના પ્રભારીમંત્રી અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ ને મિડીયાવાળા એ અણુઉર્જા વિશે પ્રશ્ન કરતા ધડ કરતો જવાબ આપેલ કે મીઠીવીરડીમાં અણુપ્રોજેકટ થવાનો છે અને થશે જ અને તેથીજ રાજય સરકાર જમીન માપણી અને સોઇલ ટેસ્ટીગ માટે રાજયનો નિગમોને ઓર્ડર કરીને સ્થળ ઉપર બળ પ્રયોગ પણ કરાવે છે.તેમજ કલેકટર અને ડી.ડી.ઓ ને ગામમાં મોકલી ગ્રામ સભા કરાવી તેના દ્રારા જુદા જુદા પ્રલોભનો ની જાહેરાત કરાવે છે.તેમજ લોકો સાથે ખોટા વાર્તલાપ અને જણાવેલ સમય કરતા વહૈલી સવારે સરકાર સોઇલ ટેસ્ટીંગ માટે ગામમાં પ્રવેશી જાય છે.અને પોલીસથી બળપ્રયોગ કરાવેલ ત્યારે સ્થાનિક ગામોના અને આજુ બાજુના ગામોના ૪૦૦૦ લોકો એકઠા થયા અને અહિંચક આંદોલન કરીને ને સરકારી તંત્રને હંફાવ્યુ અને જમીનના ટેસ્ટીંગ કર્યા વગર વિલા મોઢે તંત્રને ભાગવુ પડયુ.અને ત્યારે સાબીત થાય છે કે લોકો મકકમતા થી લડે તો અધિકારના મૂદ્રે જરુર જીત થાય છે.
પરીણામ
લોકો અને સ્વેછિક સંસ્થા વર્ષ ૨૦૦૬ થી અણુઉર્જાનો અને જમીન સંપાદન નો વિરોધ કરી રહેલછે.તેની સામે સરકાર અને કંપની વાળા ઘણા દબાણો કરી રહયા છે. તો પણ ઉત્થાન અને અનય સંસ્થાના સહયોગથી લોકોમાં આત્મવિશ્વાસ ઉભો કર્યો છે.જેથી આજદિન સુધી સરકાર કે ન્યુકિલયર પાવર કોર્પોરેશન વાળા ગામમાં પ્રવેશી શકયા નથી
પરંતુ તેવો આજુ બાજુના ગામોમાં આરોગ્ય કેમ્પ અને શાળામાં સુવિધાના નામે સાધનો આપી વિકાસની વાતો ડરતા ડરતા કરી રહયાછે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/2/2019