હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / સારા વિચારોનુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવીએ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સારા વિચારોનુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવીએ

સારા વિચારોનુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવીએ

આજે આપણે જોઈએ છીએ કે દરેક માણસ જાત જે કંઈક કરે છે તે મગજ થી વિચારીને કરતો હોય છે, તેને શુ સારૂ કરવુ કે શુ ખોટુ કરવુ તે એક વિચારવાની શક્તિ મોથી પ્રગટ થાય છે, કોઈ પણ બાબતે વિચાર કરીએતેના સાથે રહીને તેના અનુલક્શી કાર્ય કરવામો મહત્તવવ્તા ધરાવીએ છીએ. જેમો કેટલાક લોકોનુ માનવુ એવુ છે કે વિચાર નુ કંઈ મહત્વ હોતુ નથી પણ કાર્ય નુ મહત્વ હોય છે કેમકે કોઈ પણ પ્રકાર ની સફળતાનુ પરીણામ વિચાર કરવાથી કરવાથી નહી પણ કાર્ય કરવાથી સફળ થાય છે કેમકે વિચાર કરીએ અને કામ ના કરીએ તો કંઈ કામ નુ નથી પણ વિચાર કરીને તેમની સાથે સંકળાઈને કામ કરતા રહેવુ જોઈએ તોજ યોગ્ય સફળતા મળી શકે છે બીજી તરફ જોઈએ તો કોઈ કાર્ય કરવાથી સફળતા મળે છે તે વાત તદ્દ્ન ખોટી અને બનાવટી છે કેમ કે કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત હંમેશા વિચાર કરવાથી થાય છે, સારો વિચારએ મજબુત ઈમાર નો પાયો છે  જેથી ગમે તે વિચાર પહેલો મગજ મો પ્રગટ થાય છે પછી જ તે વિચાર યોગ્ય આયોજનો કરીને કાર્ય કરવા તરફ આગળ વધતુ હોય છે.

 

આજના યુવાનો મો ત્રીજા ભાગના યુવાનો નકારાત્મક વિચારો કરતા હોય છે, જેનાથી તેમના જીવન પર ખરાબ અસર પડવાની સંભાવના રહેતી હોય છે જેથી દરેક જીવે નકારત્મક વિચાર કરવાને બદલે હકારાત્મક , ઉચ્ચ, આશાવાદી, અને સર્જનાત્મક વિચાર કરવા જોઈએ જેથી તે યુવાન સાચા અને સારા માર્ગે જવામો સફળતા હાસીલ કરી શકે છે આપણા મનમો કદિયે ખોટા વિચાર ના આવવા જોઈએ જેમકે ‘‘હુ ખોટો માણસ છુ’’ ‘‘હુ બદ નસીબ છુ’’ આવા નકારત્મક વિચારો આપણા મનમો ભુલે-ચુકે પણ ના આવવા જોઈએ તેની દરેક યુવાને આ જીવન દરમીયાન તકેદારી રાખવાની જરૂર છે આવા ખરાબ વિચારો મગજમો સંગ્રહી રાખવા એ ખુબ જ નુકશાન કારક છે. મનમો ઉત્પન્ન થયેલ ખોટો વિચાર કોઈક વાર આપણા હાથે ખોટુ પગલુ ભરવામો પણ મદદરૂપ થાય છે જેથી જીવન મો આગળ વધવુ હોય અને આનંદ સાથે જીવન ગુજારવુ હોય તો આપણા મગજ મો હકારત્મક વિચારો જ કરવા જોઈએ, ખરાબ વિચારો કરવા થી આપણે આપણા જીવન મો બુરાઈ ને પ્રવેશવા મો મદદરૂપ થતા હોયએ છીએ, જેમકે જુગાર, દારૂ, વ્યસન વગેરે જેવી અનેક પ્રકારની ખરાબ સોબત તરફ ધકેલાય જતા હોય છે જેથી આવા યુવાનો બરબાદ થઈ જતા હોય છે. ખરાબ વિચાર કરવાથી આપણે વિનાશ ને નોતરૂ આપીએ છીએ એમ માની ખરાબ વિચાર કરતો અટકી જવુ જોઈએ અને સારી વિચાર ધારા પ્રગટકરવાના પ્રયત્નો કરવા જોઈએ.

દરેક માણસ જાત નુ નસીબ કઈક ભગવાન લખીને આપતો નથી પણ નસીબ ની ડાયરી જાતે જ લખવી પડતી હોય છે આપણુ નસીબ બદલવાની કે ચમકાવવાની સત્તા આપણા હાથમો છે, આપણે આપણુ નસીબ બદલવા માટે કોઈના પાસે નસીબની ભીખ માંગવાની જરૂર નથી પણ જો સારા વિચારોની હારમાળા તમારી પાસે હોવા જોઈએ તે જરૂરી છે તો આપણે આપણા વિચારો પર કાબુ મેળવશો તો જ યોગ્ય રીતે સફળતા પ્રાપ્ત કરી શકીશુ.

જે માનવીના મન પર ખરાબ વિચારોનુ વંટોળ વચ્ચે વિટાઈ જાય છે ત્યારે તે કઈ સારુ કરી શકવાને લાયક રહેતો જ નથી, તેના માનસીક પર સંતુલન અસર થાય છે. જેથી માનવી કે આવા વંટોળ આવે ત્યારે તેનો સામનો કરવા  તૈયારી રાખવી જોઈએ તે માટે સતત સારા પ્રકાર ના વિચાર કરીને જીવન ઘડતર માટે ના પ્રયત્નો કરવા જોઈએ.

જીવન મો હંમેશા આળસ થી ભરેલા કે નકારત્મક વિચાર આપણા મગજ મો પ્રવેશી જશે તો આવા પ્રકારના એક ની સાથે અનેક પ્રકાર ખરાબ વિચારો નો અડ્ડો જમાઈ જશે પછી કાયમી આવા નકારાત્મક વિચારો કરવાથી આપણા મગજ ને નશો થઈ જશે, જેથી આપણા સાથી મીત્રો-સ્નેહીજનો આપણાથી નફરત કરીને દુર થવા લાગશે જેથી આપણે આપણા મનમો કદી પણ ખરાબ પ્રકારના વિચારો પ્રવેશવા દેવા જોઈએ નહી આવા વિચારો થી દુર રહેવા માટે હકારત્મક વિચારો ઉત્પન્ન થાય તેવા પુસ્તકો ગ્રંથો નુ વોચન કરવુ જોઈએ, સારા મીત્રો, માતા પિતા, ગુરૂ જી ની સોબતમો રહેવુ જોઈએ, તો જ આપણા માનસ મો સારા વિચારો ઉતપન્ન થશે તોજ આપણે આપણા નસીબ ની ડાયરી લખવા મો સફળતા પ્રાપ્ત કરી શકીશુ.

 

વિચારો હંમેશા ઈર્શા, અદેખાઈ, ચોરી, જુઠ, ક્રોધ, સ્વાર્થ, નુકશાન, માંદગી,દુ:ખ, અસફળતા, ભય વગેરે હાનીકારક નકારત્મક વિચારો કરવાને બદલે પ્રેમ,સફળતા, નિર્ભયતા, સુખ, શાંતિ,સાહસ, લોક પ્રિયતા, સત્ય અંગેના સર્વોત્તમ સર્જનાત્મક, હકારાત્મક વિચારો ને આપણા મનમો સ્થાન આપવુ જોઈએ, સારા વિચારો એ સુખ ની ચાવી છે.

આપણા જીવન દરમિયાન કયારેય પણ કોઈ ખરાબ વિચાર આવે તો સમજી લેવુ જોઈએ કે તે આપણી કોઈ નીસ્ફળતા થવાની સંભાવના છે. જો કોઈ ખરાબ કે સારો વિચાર આવે તો તુરંતજ આપણા વડીલો, સબંધી, માતા-પિતા, ગુરૂ જી ને તે વિચાર બાબતે રજુ કરવુ જોઈએ,જો કોઈ વિચાર આપણે આપણે આપણા મનમો દબાવીને છુપાવેલો રાખશો તો તેનાથી કોઈ સફળાતા પ્રાપ્ત થશે નહી, આપણા મન મો આવેલો વિચાર દબાવેલો રાખશો તો તેનાથી આપણી માનસીક તબીયત પર અસર વર્તાશે જેથી આપણા ભવિસ્યને નુકશાન થવાની સંભાવના રહેશે.

 

મીત્રો આપણે ઉચ્ચા ક્ક્શાએ પહોચવાની તમન્ના હોય તો ટુંકા વિચારોને આપણા મગજ મો કદાપી સ્થાન આપશો નહી તેમજ આપણે પોતે મહાન, સ્રેશઠ, વ્યક્તિત્વ ધરાવીએ છીએ તેમ પોતાની જાતને ઓછી કિમતમો ઓંકશો નહી, આપણે પોતાની જાતને અશક્ત, દુર્બળ, નિમ્ન કક્શા ની માનશો નહી જો આવા નકારાત્મક વિચાર કરશો તો કદિયે ઉચ્ચ કક્શા સુધી પહોંચીશકતા નથી જેથી તમામ બાબતો મો પોતાની જાત ને સ્રેશઠ, મહાન તેમજ ઉત્તમ માનશો તેમજ પોતાના માટે ઉત્તમ વસ્તુઓની આશા રાખો, જીવન મો કદાપી એવુ ના વિચારો કે જે તમને નિમ્ન સ્તર સુધી ખેચી જાય.

હંમેશા એવુ વિચારો કે અમો નાના ગરીબ પરિવાર મોથી જન્મીને મહાન કામ કરી દેશ અને સમાજ ના હિતાર્થે જીવન જીવી શકીએ એવા હકારાત્મક વિચાર સરણી મગજ મો ઉત્તપન્ન થવી જોઈએ.

જીવન મો હંમેશા નાકારત્મક વિચાર કરશો નહી જે તમો ને બરબાદી તરફ ધકેલી શકે છે જેનાથી તમોને ખુબજ મોટુ નુકશાન થવાની સંભાવના રહેશે જેથી હંમેશા હકારાત્મક અને સારૂ વિચાર કરશો જે એક નહી પણ અનેક લોકોને લાભદાઈ થાય, સારા વિચાર કરનાર વ્યકતિ હંમેશા મહાન સ્થાન પ્રાપ્ત કરી શકે છે.

સ્ત્રોત:- હારૂનખાન બિહારી

3.18181818182
આહિર ચંદ્રેશ Mar 27, 2016 02:01 PM

નમસ્તે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top