કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના હેતુ આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. યોજનાની પાત્રતા: ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ. આવક મર્યાદા નથી. બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ૮ લાખ. સેવા ક્ષેત્ર માટે મહત્તમ ૮ લાખ. વેપાર ક્ષેત્ર માટે મહત્તમ૮ લાખ. ધિરાણની રકમ ઉપર સહાયના દર આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે. વિસ્તાર જનરલ કેટેગરી અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ ગ્રામ્ય ૨૫% ૪૦% શહેરી ૨૦% ૩૦% સહાયની મહત્તમ મર્યાદા: ક્રમ ક્ષેત્ર સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં) ૧ ઉદ્યોગ ૧,૨૫,૦૦૦ ૨ સેવા ૧,૦૦,૦૦૦ ૩ વેપાર જનરલ કેટેગરી શહેરી ૬૦,૦૦૦ ગ્રામ્ય ૭૫,૦૦૦ રીઝર્વ કેટેગરી શહેરી/ ગ્રામ્ય ૮૦,૦૦૦ નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ૧,૨૫,૦૦૦/- રહેશે. વધુ માહિતી વધુ માહિતી માટે આપની નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેનું અરજી ફોર્મ શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેની માર્ગદર્શક પ્રોજેકટ પ્રોફાઇલ્સ અ.નં. વિભાગ પ્રોફાઇલનું નામ સંખ્યા ૧ વિભાગ-૧ એન્જીનીયરીંગ ઉઘોગ ૫૩ ૨ વિભાગ-૨ કેમીકલ અને સૌદર્યપ્રસાધન ઉઘોગ ૪૨ ૩ વિભાગ-૩ ટેક્ષટાઈલ ઉઘોગ ૩૨ ૪ વિભાગ-૪ પેપર પ્રીન્ટીંગ અને સ્ટેશનરી ઉઘોગ ૧૨ ૫ વિભાગ-૫ ખેતપેદાશ આધારિત ઉઘોગ ૧૦ ૬ વિભાગ-૬ પ્લાસ્ટીક ઉઘોગ ૨૨ ૭ વિભાગ-૭ ખાઘ પદાર્થ ઉઘોગ ૧૮ ૮ વિભાગ-૮ હસ્તકલા ઉઘોગ ૧૮ ૯ વિભાગ-૯ જંગલ પેદાશ આધારિત ઉઘોગ ૧૭ ૧૦ વિભાગ-૧૦ ખનીજ આધારિત ઉઘોગ ૯ ૧૧ વિભાગ-૧૧ ડેરી ઉઘોગ ૫ ૧૨ વિભાગ-૧૨ ગ્લાસ અને સીરામીક ઉઘોગ ૬ ૧૩ વિભાગ-૧૩ ઈલેકટ્રીકલ્સ/ઈલેકટ્રોનીકસ ઉઘોગ ૧૮ ૧૪ વિભાગ-૧૪ ચર્મોદ્યોગ ૬ ૧૫ વિભાગ-૧૫ અન્ય ઉઘોગ ૨૩ ૧૬ વિભાગ-૧૬ સેવા પ્રકારના વ્યવસાય ૫૧ ૧૭ વિભાગ-૧૭ વેપાર પ્રકારના ધંધાઓ ૫૩ કુલઃ- ૩૯૫ શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ માટે અહીં ક્લીક કરો શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ માટે અહીં ક્લીક કરો સ્ત્રોત: કુટીર અને ગ્રામ ઉદ્યોગ