অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હાજરી પૂરવા માટેની બાયોમેટ્રીક પદ્ધતિ

હાજરી પૂરવા માટેની બાયોમેટ્રીક પદ્ધતિ

  • વિહંગાવલોકન : આદિજાતિ વિકાસ વિભાગ નીચે ચાલતી શાળાઓમાં બાયોમેટ્રિક વ્યવસ્થા અને કોમ્પ્યુટરની મદદથી શિક્ષણ આપવાની વ્યવસ્થાનો ઉદ્દેશ હાજરી પૂરવાની વ્યવસ્થા ઓટોમેટિક બનાવવાનો અને શાળાઓને કોમ્પ્યુટરની મદદથી શિક્ષણના વિષયો ભણાવવામાં સહાયરૂપ બનવાનો છે.
  • ઉદ્દેશ : વિદ્યાર્થીઓની નિયમિતતામાં ઉમેરો કરવો અને ગેરહાજર રહેવાનું કારણ ઘટાડવું.
  • ભાગીદાર સંસ્થા : આદિજાતિ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગ (પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન) એચસીએલ, ઈન્ફોસિસ્ટમ લિમિટેડ (અમલીકરણ સંસ્થા) અને IL & FSETS (પ્રોજેક્ટ વ્યવસ્થાપન સંસ્થા)
  • ભૌગોલિક ભૂમિભાગ : રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ :શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો
  • યોજનાથી થતા લાભ : શિક્ષકો, વિદ્યાર્થીઓ, છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની હાજરી નોંધણી માટેની વ્યવસ્થામાં પારદર્શિતા અને અસરકારકતા આવશે અને શૈક્ષણિક સોફટવેરના માધ્યમથી વિદ્યાર્થીઓ માટેની ઈ-લર્નિંગ સુવિધા વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયી નીવડશે.
  • મુખ્ય સિધ્ધિ : ૭૧૩૧ સંસ્થાઓની અને તેમાં અભ્યાસ કરતી ૯,૫૩,૯૩૬ વિદ્યાર્થીઓની અને ૨૮,૬૯૮ શિક્ષકો તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓની નોંધણી થઈ છે.

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate