অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંસ્કૃતિ અને ઉત્સવ

ભાંગુરિયા

મહિનો: માર્ચ

સ્થળ : કવાંટ - છોટાઉદેપુર, વડોદરા

વર્ણન : આ તહેવારની ઉજવણી હોળી પૂર્વે રાઠવા જનજાતિ દ્રારા કરવામાં આવે છે. મુખ્યત્વે આ સંગીતમય ઢબે થતી ઉજવણી છે. જેમાં રાઠવા જાતિનાં પુરુષો અને સ્ત્રીઓ ગામના મધ્યભાગમાં રંગીન વસ્ત્રો પહેરીને, હાથમાં સંગીતનાં સાધનો લઈને નાચતાં-કૂદતાં ગીતો ગાય છે.

ઘેરનો મેળો

મહિનો : માર્ચ

સ્થળ : ક્વાંટ - છોટાઉદેપુર, રૂમાડિયા વડોદરા

વર્ણન : આ તહેવારની ઉજવણી રાઠવા જાતિના લોકો દ્રારા હોળીના બીજા દિવસે (ધુળેટીના દિવસે) કરવામાં આવે છે. રાઠવા જાતિના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રંગનો આ તહેવાર ઉજવે છે.

ચૂલનો મેળો

મહિનો : માર્ચ

સ્થળ : કવાંટ - છોટાઉદેપુર, વડોદરા

વર્ણન : આ તહેવાર હોળી - ધૂળેટી પછીના દિવસે ઉજવાય છે. રાઠવા જાતિના લોકો આ દિવસે પ્રગટાવેલા અગ્નિ ઉપર ખુલ્લા પગે ચાલે છે. આ ખૂબ રસપ્રદ અને ધ્યાનાકર્ષક મેળો છે.

ગોળ - ગધેડાનો મેળો

મહિનો : માર્ચ

સ્થળ : દાહોદ, દાહોદ જિલ્લો

વર્ણન : આ વિસ્તારના ભીલ જાતિના યુવક-યુવતીઓ માટે આ જાણે કે જીવનસાથી પસંદ કરવા માટેનો ઉત્તેજનાપૂર્ણ ઉત્સવ છે.

ગોળ-ઘોડીનો મેળો

મહિનો: માર્ચ

સ્થળ : વાંસકુઈ / મહુવા, સુરત

વર્ણન : આ મેળામાં હળપતિ, કુંકણા અને ગામિત જાતિના લોકો ત્યાં ભરાતા સાપ્તાહિક હાટમાં પૂજા માટેનાં ઉપયોગી માટીનાં વાસણો ખરીદવા એકત્ર થાય છે.

ચિત્ર - વિચિત્રનો મેળો

મહિનો :માર્ચ, હોળી પછી એક પખવાડિયામાં

સ્થળ :ગુણભાખરી, સાબરકાંઠા

વર્ણન : રાજ્યમાં યોજાતો આ આદિવાસી લોકોનો એક ખૂબ મોટો મેળો છે. જેમાં આ વિસ્તારના ભીલ અને ગરાસિયા જનજાતિના લોકો ભાગ લે છે. અહીં સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીના સંગમ પાસે એક વિશાળ મંદિર આવેલું છે. આ મેળો આ જનજાતિના પૂર્વજોને યાદ કરી તેમની પૂજા કરવા માટે યોજાય છે. આ આદિવાસી સમુદાયમાં સ્ત્રી-પુરૂષો રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરી ઢોલના નાદે નૃત્ય કરે છે.

અખાત્રીજનો મેળો

મહિનો : માર્ચ

સ્થળ : અંબાજી, બનાસકાંઠા

વર્ણન : ભીલ ગરાસિયા જાતિ દ્વારા ઉજવાય છે. સ્ત્રીઓ માથે ઘાસમાંથી ગૂંથેલી ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરૂષો ઢોલના નાદે તેમને સાથ આપે છે.

ડાંગ દરબાર

મહિનો : માર્ચ - હોળીના થોડાક દિવસ પહેલાં

સ્થળ : આહવા - ડાંગ

વર્ણન : આ ડાંગ દરબાર ભરવાની શરૂઆત તો બ્રિટીશ અમલ દરમિયાન થયેલી, જેમાં આજુબાજુના દરબારો કે રજવાડાઓના રાજવીઓનો દરબાર ભરાતો. આઝાદી પછી આ તહેવારની ઉજવણી ચાલુ રખાઈ છે અને ડાંગના માજી રાજવીઓના વારસદારો તથા જિલ્લાના આદિવાસી લોકો તેમાં ઉત્સાહથી ભાગ લે છે. જિલ્લા કલેક્ટર આ દરબારના પ્રમુખસ્થાને હોય છે. ઉજવણી માટે જિલ્લાના દૂર-દૂરના આદિવાસીઓ આવે છે અને નૃત્ય - સંગીત સાથે ઉજવણીનો માહોલ રચાય છે.

દશેરાનો મેળો

મહિનો : ઓક્ટોબર

સ્થળ : છોટાઉદેપુર, વડોદરા

વર્ણન : આ ઉત્સવ અહીંની રાઠવા જાતિના લોકો ઉજવે છે. રંગીન વસ્ત્રો અને દાગીના પહેરેલાં પુરુષો અને સ્ત્રીઓ જુદાં જુદાં જૂથમાં નૃત્યનો આનંદ માણે છે.

નાગધરાનો મેળો

મહિનો : નવેમ્બર

સ્થળ : શામળાજી, સાબરકાંઠા

વર્ણન : ગુજરાતના ભીલ કે ગરાસિયા જાતિના લોકો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો મોટા સમૂહમાં ભેગા થાય છે અને પૂજા / પ્રાર્થના કરે છે.

સ્ત્રોત :આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate