વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સંલગ્ન સંસ્થાઓ

સંલગ્ન સંસ્થાઓ વિશેની માહિતી

ડેવલપમેન્ટ સપોર્ટ ગ્રુપ - ડિ-સેગ


ડિ-સેગ

ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ)એ રાજ્ય સરકારે પ્રસ્થાપિત કરેલ સવાયત્ત સંસ્થા છે. જેની સોસાયટીઝ રજિસ્ટ્રેશન અધિનિયમ, 1860 અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 નીચે નોંધણી થયેલી છે. ડિ-સેગનો હેતુ મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ (વનબંધુ કલ્યાણ યોજના)નો સફળ અમલ કરવાનો છે. આ મહત્વકાંક્ષી કાર્યક્રમ માટે પ્રાયોજનાઓ શોધવાની, સમયસર નાણાભંડોળની ફાળવણીની અને અમલ કરનાર ભાગીદાર સંસ્થા શોધી કાઢવાની મહત્ત્વપૂર્ણ કામગીરી ડિ-સેગ બજાવે છે. ઉપરાંત ડિ-સેગ આદિજાતિ સમુદાયઓ અને કાર્યક્રમોના અમલમાં સહયોગ આપીને ડિ-સેગ સમર્થનકારી ભૂમિકા પણ નિભાવે છે.

ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ રહેણાકીય શૈક્ષણિક સંસ્થાઓ – GSTDREIS


GSTDREIS

ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ રહેણાકીય શૈક્ષણિક સંસ્થાઓની મંડળી (GSTDREIS) અથવા એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ્સ (EMRS) સોસાયટીની રચના વર્ષ 2000માં એક સ્વાયત્ત સંસ્થા તરીકે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગે કરી હતી. તેનો ઉદ્દેશ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાયુક્ત શાળાઓની સ્થાપના, નિભાવ, નિયંત્રણ અને વ્યવસ્થાપનનો હતો. તેથી તે વિદ્યાર્થીઓ રાજ્યના અન્ય સામાન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ બની રહે.

વધુ માહિતી માટે ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગુજરાત રાજ્ય

ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ – GTDC


GTDC

ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની રચના ઓક્ટોબર 1972માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની અનુસૂચિત જનજાતિની વસતિના સામાજિક-આર્થિક સ્તરના વિકાસ સંબંધિત જે કંઈ કાર્યક્રમો હોય તે હાથ ધરવાનો હતો. આ ઉપરાંત, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ડેરી વિકાસ કાર્યક્રમ, કૃષિ વિકાસ કાર્યક્રમ, ખેત ઉત્પાદનો માટે બજાર પ્રવૃત્તિ, અને તેનો સંગ્રહ, નાના પાયાપરના ઉદ્યોગો, આવાસોનું બાંધકામ અને અન્ય કોઈપણ આર્થિક ક્રાયક્રમો જે આદિજાતિ વસતિના કલ્યાણ માટે હોય તે હાથ ધરવાનો ઉપક્રમ છે.

આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર – TRTI


TRTI

આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદની સ્થાપના 1962માં થઈ. આ કેન્દ્ર રાજ્યની આદિવાસી જનજાતિઓના વિવિધ આર્થિક વિકાસ કાર્યક્રમો સંબંધિત સંશોધન અને મૂલ્યાંકન અભ્યાસો હાથ ધરે છે તેમજ માનવી પ્રજાતીય તેમજ સાંસ્કૃતિક બાબતોને લગતા અભ્યાસ પણ હાથ ધરે છે. ઉપરાંત તે બિન સરકારી સંસ્થાઓના તેમજ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ માટેનાઓરીએન્ટેશન / તાલીમ કાર્યક્રમો હાથ ધરે છે.

3.01886792453
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top