অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો

વનબંધુ કલ્યાણ યોજના ગુજરાતના સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના તાલુકાઓમાં અનુસૂચિત જનજાતિના લોકોની આવક બે ગણી કરવાની નેમ રાખે છે. તે યોજનાના ભાગરૂપે ગુજરાત સરકારે વિવિધ ખાનગી ભાગીદારો, બિન સરકારી સંગઠનો અને કૌશલ્ય તાલીમ ક્ષેત્રમાં આવી પરિણામલક્ષી પ્રાયોજના માટે હાથ મિલાવ્યા છે. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગનો ઈરાદો ઉચ્ચ કક્ષાની ‘સ્ટેટ ઓફ આર્ટ’ જેવાં નમૂનારૂપ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો (VTCs) અગ્રણી ભાગીદાર સંસ્થાઓની સાથે રહીને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી શરૂ કરવાનો છે. આને માટે સુરચિ જાહેર ખાનગી ભાગીદારી (PPP) નીતિ ઘડી કાઢવામાં આવી. આ નીતિને માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીલીઝંડી આપીને ગુજરાતમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી (PSPs) માં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો શરૂ કરવા નક્કી કર્યું છે.

જાહેર ખાનગી ભાગીદારી એ એક ક્રાંતિકારી વિભાવના છે. આ તક એટલી સરસ છે કે જતી કરી શકાય નહિ. ગુજરાતની પૂર્વ પટ્ટીના ૪૩ તાલુકાઓમાં હજી સુધી ખાનગી ક્ષેત્રએ ચંચુપાત કર્યો નથી. ભારતે જુદા જુદા ક્ષેત્રોમાં સારી લાયકાત, ધરાવતી વ્યાવસાયિક પેદા કરવામાં સારી સિધ્ધિ દેખાય છે, પરંતુ અર્ધકૌશલ્ય ધરાવતા હોંશિયાર કારીગરોની ઉપલબ્ધિ અને ક્ષમતા બંને ઘણા ઓછાં છે. હાલની ઔદ્યોગિક તાલીમી સંસ્થાઓ(ITI) આ ખાઈ પૂરી શક્યાં નથી જે લાયકાત ધરાવતા વ્યાવસાયિકો અને તાલીમ બધ્ધ લોકોની ભરતી વખતે જણાઈ આવ્યું છે. આ બાબત ધ્યાનમાં લઈને એક અસરકારક ઉપાય તરીકે (PPP) (જાહેર ખાનગી ભાગીદારી) મોડેલ આગળ આવ્યું છે. PPP માં રાજ્ય સરકાર અને ખાનગીક્ષેત્રના ભાગીદારો સાથે કરાર કરવામાં આવે છે. જેમાં ખાનગી ક્ષેત્રના ભાગીદારો વ્યાવસાયિક તાલીમ સંસ્થામાં આદિવાસી યુવકોને ગુજરાત સરકારના PPP આધારિત મોડેલ ઉપર વ્યાવસાયિક તાલીમ આપે છે. મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમના અમલ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી અંગેનો તારીખ ૧૦મી એપ્રિલ ૨૦૦૭ ના રોજ જારી કરવામાં આવેલ છે.

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોના વ્યવસ્થાપનમાં ખાનગી ક્ષેત્રની સામેલગીરી ધ્યાનમાં રાખીને અન્ય સરકારી ઠરાવની એનએસએ-૧૦૦૮ તા. ૨૧-૮-૨૦૦૮ ના રોજ જારી કરવામાં આવેલ છે.

વહીવટી સીડી

પીપીપી નીતિ (PPP POLICY)

ગુજરાતના અનુસૂચિત જનજાતિના યુવકોને રોજગારી મેળવવામાં ક્ષમતા પ્રાપ્ત થાય, તેઓ કૌશલ્યપૂર્ણ બને એ હેતુથી તદ્દન નવતર અને આશાસ્પદ પ્રાયોજના – વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો PPP મોડેલ નીચે જાહેર - ખાનગી ભાગીદારીના ધોરણે તા. ૨૦-૬-૨૦૦૮ થી અમલમાં આવી છે. આ પ્રાયોજના અન્વયે તાલીમી પ્રવૃતિઓ એ પ્રકારે ગોઠવવામાં આવી છે કે જેથી આજુબાજુના ઉદ્યોગોના સક્રિય સહયોગ વડે આધુનિક ઉદ્યોગો માટે અનુરૂપ એવી રોજગારલક્ષી તાલીમ ઉપલબ્ધ કરી શકાય.

ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિ

જે દિવસે તા. ૨૧-૬-૨૦૦૮ ના સરકારી ઠરાવ ક્રમાંક એનએસએ/૧૦૦૮/ ૭૬૩/૭૬૩/બ અંતર્ગત જાહેર ખાનગી ભાગીદારી નીતિ અમલમાં આવી તે જ દિવસે ઉચ્ચ સત્તા ધરાવતી એક સમિતિની નિમણૂંક પણ કરવામાં આવી, જે નવાં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોમાં આવેલી દરખાસ્તોને મંજૂરી આપી શકે તેમજ હાલમાં ચાલતાં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોના નીતિ વિષયક મુદ્દાઓ હલ કરી શકે. આ ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રી છે અને તેના સભ્યો તરીકે નાણા, રોજગાર અને તાલીમ, આદિજાતિ વિકાસ વગેરે વિભાગોના ખાતાના વડાઓ છે. આ ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિની બેઠક નિયમિત અથવા જ્યારે જરૂર જણાય ત્યારે નાણાકીય વરસમાં બે કે ત્રણ વખત મળે છે.

રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિ

તા.૧૩-૯-૨૦૧૦ ના રોજ એક વધારાની સમિતિની નિમણૂંક કરવાનું જરૂરી બન્યુ, જે વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોમાં ઉપસ્થિત થતા સમાંતર મુદ્દાઓની બાબતે નિર્ણય લઈ શકે. જેમકે, અભ્યાસક્રમની મંજૂરી, તાલીમી બેચ વધારવી / ઘટાડવી, નવાં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોની દરખાસ્તો પર ટીકા - ટિપ્પણી કરીને યોગ્ય તે ભલામણ કરવી અથવા ટેકનિકલ પ્રકારના હોય તેવા અન્ય મુદ્દાઓ વગેરે. આથી વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોનો ટેકનિકલ બાબતે બહેતર નિર્ણય લેવા સારુ રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિ સચિવશ્રી, આદિજાતિ વિકાસ વિભાગના અધ્યક્ષસ્થાને બનાવીને તેમાં રાજ્યના વિવિધ બે ભાગોમાંથી તજજ્ઞોને સામેલ કરવામાં આવ્યા.

ક્રમિક પ્રગતિ

ઓલ ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડ્રાઈવીંગ ટ્રેનિંગ એન્ડ ટેકનિકલ રિસર્ચ

આ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રની પ્રાયોજનાનું વ્યવસ્થાપન મારુતિ સુઝુકી ઈન્ડિયા હસ્તક છે. આ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રની પ્રથમ પ્રાયોજના છે, જેનો પ્રારંભ વર્ષ ૨૦૦૭ માં થયો હતો. ત્યારે જો જાહેર-ખાનગી ભાગીદારી નીતિ અમલમાં આવી પણ ન હતી. આ સંસ્થા - AGITTR ની તાલીમી પ્રવૃતિઓ ૨૦૦૯ થી ચાલે છે. હાલ આ સંસ્થામાં હળવાં મોટર વાહનો ચલાવવાની તાલીમ અપાઈ રહી છે.

વાઘલધારા ટ્રસ્ટ

તારીખ ૨૪-૯-૨૦૦૮ થી ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિ અસ્તિત્વમાં આવ્યા બાદ સૌ પ્રથમ આ સમિતિએ વાઘલધારા ટ્રસ્ટની પ્રાયોજનાને મંજૂરી આપી હતી. વલસાડ જિલ્લાના વાઘલધારા ખાતે ૧૯૬૮ માં બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર સંસ્થા છે. તે વલસાડ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સક્રિય કામગીરી કરી રહેલ છે. વાઘલધારા ટ્રસ્ટે વાઘલધારા ગામ, જેમાં આદિજાતિ વિકાસ પેટા યોજના અંતર્ગત ૭ આદિવાસી ગ્રામીણ પોકેટો સમાવિષ્ટ છે તેમાં બહુક્ષેત્રીય વ્યાવસાયિક તાલીમ આપવા માટે ઉત્સાહ દાખવતી દરખાસ્ત રજૂ કરી હતી. તેણે આ બહુક્ષેત્રીય વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર માટે પોતાની ૪.૫ એકર જમીન પણ ફાળવી છે. આ કેન્દ્રમાં ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથે તેમજ અદ્યતન મશીનરી અને સાધન સરંજામ સાથે તાલીમ શરૂ કરાઈ છે. હાલ નીચેના જુદા જુદા ૧૬ વ્યવસાયોમાં ૩૦૦ આદિવાસી યુવકોને તાલીમ અપાઈ રહી છે.

  • કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
  • સિવિલ ડ્રાફટસ મેન
  • ઈલેક્ટ્રીશીયન
  • રેફ્રીજરેશન અને એરકંડિશનીંગ મિકેનિઝમ
  • વેલ્ડર
  • પ્લમ્બર
  • ટર્નર
  • ફીટર
  • કમ્પ્યુટર અને ટેલિ ઓપરેટર
  • સિવિલ સાઈટ સુપરવાઈઝર
  • રેફ્રિજરેશન અને એરકંડિશન ટેક્નિશીયન
  • ઈલેક્ટ્રીકલ હાઉસ વાયરીંગ
  • વેલ્ડર ટેક્નિશીયન
  • ટીગ એન્ડ મિગ વેલ્ડર
  • સી એન સી ટર્નિંગ ઓપરેટર
  • પ્લમ્બર (૫ મહિના)
  • બાર બેન્ડર (સળિયા વાળવાની તાલીમ)
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • સીએનસી મશીનીસ્ટ

સેવા રૂરલ

તા.૨૫-૫-૨૦૦૯ ના દિવસે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ પી.પી.પી. નીતિ અંતર્ગત, લગભગ ૩૦ વર્ષથી આદિવાસી વિસ્તારમાં કાર્યરત વ્યાવસાયિક તાલીમ કેન્દ્રના વિસ્તરણ માટે મંજૂરી આપી. સેવા રૂરલ એક સ્વૈચ્છિક વિકાસલક્ષી સંગઠન છે જે દક્ષિણ ગુજરાતના ઝઘડિયા ખાતે ૧૯૮૦ થી મુખ્યત્વે આરોગ્ય અને વિકાસલક્ષી પ્રવૃતિઓમાં કાર્યરત છે. આ પ્રવૃતિઓનો પ્રારંભ ભારત અને યુ.એસ.એ. માં શિક્ષણ અને અનુભવ લઈ ચૂકેલા તબીબી વ્યાવસાયિકોના ઉત્સાહી યુવા - વ્યાવસાયિકોએ કર્યો હતો અને સ્વામિવિવેકાનંદ અને મહાત્મા ગાંધીના આદર્શો અને વિચારોના આધાર પર તેઓએ સમાજકાર્ય શરૂ કર્યુ હતુ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે કાર્યરત સેવા રૂરલના વ્યવસ્થાપન હેઠળના વ્યાવસાયિક તાલીમ કેન્દ્રમાં નીચેના ૧૨ જુદા જુદા વ્યવસાયોની તાલીમ અપાય છે.

  • ટર્નર
  • ફીટર / વેલ્ડર
  • ઈલેક્ટ્રીશીયન સહ મોટર રિવાઈન્ડર
  • એનવિરોનમેન્ટ સહ કેમિકલ પ્લાન્ટ ઓપરેટર
  • મશીનીસ્ટ
  • પ્રિન્ટીંગ
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ
  • નર્સિંગ આસિસ્ટન્ટ
  • વિઝન ટેકનિશીયન
  • કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ

શ્રોફ ફાઉન્ડેશન, ટ્રસ્ટ

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રમાં તા.૧૩-૯-૨૦૧૦ ના રોજ એક નવો સીમાસ્થંભ રચાયો. ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી આપી. શ્રોફ પરિવાર ગુજરાતનો એક જાણીતો ઉદ્યોગ અને વ્યાપાર ધંધો કરતો પરિવાર છે અને તેમણે એક પુણ્યકાર્ય પ્રવૃતિ તરીકે શ્રોફ ફાઉન્ડેશનની રચના ૧૯૮૦ માં કરી છે. ૧૯૮૭ થી આ ફાઉન્ડેશને વિકાસલક્ષી પ્રવૃતિઓ હાથ ધરી છે. આ ફાઉન્ડેશન આરોગ્ય, શિક્ષણ, કૃષિ વિકાસ, બાગબાની, પશુપાલન વ્યવસ્થાપન, પાણી અને સ્વચ્છતા, ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, કુદરતી સંસાધન વ્યવસ્થાપન, પીવાના શુધ્ધ પાણીની પ્રાયોજના, આપત્તિ વ્યવસ્થાપન, દારિદ્રય દરમિયાનગીરી દ્વારા પ્રોત્સાહક અને સમર્થન કરી સેવાઓ ઉપલબ્ધ કરી રહેલ છે. તેને મંજૂર કરાયેલ પ્રાયોજનાનું નામ VIVEC - વિવેક - છે. તેનું પરિસર SFT કલાલી પાસે આવેલું છે જ્યાં હાલ ૧૧ જેટલા વ્યાવસાયિક અભ્યાસક્રમો ચાલે છે. SFT માં મંજૂર કરાયેલ તાલીમવર્ગો આ પ્રમાણે છે :

  • વેલ્ડીંગ ટેકનીશીયન
  • ટીગ એન્ડ મીગ વેલ્ડર
  • ઈલેક્ટ્રીકલ હાઉસ વાયરીંગ
  • ઈન્ડસ્ટ્રીઅલ સીવણ મશીન ઓપરેટર
  • બેડ સાઈડ આસિસ્ટન્ટ (દર્દીની સેવા માટે)
  • સીએનસી લેથ ઓપરેટર
  • બીપીઓ એક્ઝીક્યુટીવ
  • કડિયાકામ
  • DTP ઓપરેટર
  • બેઝિક કોમ્પ્યુટર અને MS ઓફિસ
  • ઈગ્લીંશ
  • વ્યક્તિત્વ વિકાસ
  • સીએનસી લેથ ઓપરેટર
  • મિલીંગ ઓપરેટર
  • સીએનસી મિલીંગ ઓપરેટર
  • કેમિકલ પ્લાન્ટ ઓપરેટર
  • પ્લમ્બર
  • છૂટક વેચાણનું કાર્ય
  • ફેબ્રિકેટર
  • લેથ ઓપરેટર
  • મેઈન્ટેનન્સ મિકેનિક - કેમિકલ પ્લાન્ટ
  • સ્કેફફોલ્ડર (પાલખી બાંધનાર)
  • ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રીશિયન
  • લઘુ સિંચાઈ વ્યવસ્થા (કૃષિ)

મુનિ સેવા આશ્રમ

મુનિ સેવા આશ્રમ એ ૧૯૫૦ ના મુંબઈ પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર ચેરિટેબલ સંસ્થા છે. તેની સ્થાપના વડોદરા જિલ્લાના ગોરજ ગામે સંકલિત સામુહિક વિકાસ અને કલ્યાણલક્ષી કાર્યક્રમો માટે કરવામાં આવી હતી. આ સંસ્થાને તા. ૨૮-૧૦-૨૦૧૦ ના રોજ ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિ દ્વારા વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર ચાલુ કરવા માટે મંજૂરી આપવામાં આવી. મુનિ સેવા આશ્રમ સંસ્થા હાલ આરોગ્ય સંભાળ, શિક્ષણ, કુટુંબ સલાહ કેન્દ્ર અને તાલીમ ક્ષેત્રે કાર્યરત છે. મુનિસેવા આશ્રમ અંતર્ગત એક સેવાભાવી હોસ્પિટલ કાર્યરત છે. જે સામાન્ય કે ગંભીર બીમારીઓનો ઈલાજ કરે છે. મુનિસેવા આશ્રમ સંસ્થા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત હોવાથી તેણે જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ આણવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. હાલ ભાડાના મકાનમાં ૬ વ્યાવસાયિક તાલીમ વર્ગો ચાલે છે. મંજૂર કરાયેલ અભ્યાસક્રમનાં નામ નીચે પ્રમાણે છે. :

  • લેબ ટેકનિશીયન
  • લેબ આસિસ્ટન્ટ
  • ઓપરેશન થિયેટર ટેકનિશીયન
  • ડાયાલિસીસ ટેકનિશીયન
  • બેડ સાઈડ આસિસ્ટન્ટ (દરદીની સેવા માટે)
  • CSSD આસિસ્ટન્ટ
  • BPO ડૉમેસ્ટીક
  • વ્યક્તિત્વ વિકાસ
  • બેઝિક કોમ્પ્યુટર અને MS ઓફિસ
  • ઈંગ્લીશ
  • મિડ વાઈફ આસિસ્ટન્ટ
  • રસીકરણ આસિસ્ટન્ટ
  • ડ્રેસર
  • ફાર્મસી આસિસ્ટન્ટ
  • મેડિકલ રેકર્ડ ટેકનિશીયન
  • સૉલર હીટર / કુકર સિસ્ટમ ટેકનિશીયન
  • સૉલર લાઈટ સિસ્ટમ ટેકનિશીયન
  • ટ્રેક્ટર રિપેરીંગ અને ઓવર હોલીંગ
  • રિપેર, મેઈનટેનન્સ અને ફિલ્ડ ઓપરેટર હાર્વેસ્ટીંગ / પ્રોસેસીંગ ઈકવીપમેન્ટ
  • માળીકામ
  • હાર્વેસ્ટીંગ/પ્રોસેસીંગ ઈક્વીપમેન્ટ
  • પ્લમ્બર
  • ડૉમેસ્ટિક બીપીઓ

અતુલ ગ્રામ વિકાસ ફંડ

એ જ તારીખ ૨૮-૧૦-૨૦૧૦ ના દિવસે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ અતુલ ગ્રામવિકાસ ભંડોળ (ARDF) એ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે માન્યતા આમ અતુલ ગ્રામવિકાસ ફંડની સ્થાપના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના અતુલ ખાતે તેના પૂર્વ અધ્યક્ષ શ્રી સિધ્ધાર્થ કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા અતુલ પરિસરના તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સંકલિત ગ્રામ કલ્યાણલક્ષી કાર્યક્રમો શરૂ કરવા માટે કરવામાં આવી હતી. અતુલ દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક અને મુંબઈથી ૨૦૦ કિ.મી. ઉત્તરે વસેલું છે. અતુલ ગ્રામવિકાસ ભંડોળે તેના પ્રારંભથી જ આરોગ્ય સંભાળ, શિક્ષણ, આવાસ, કૃષિ અને વ્યાવસાયિક તાલીમ જેવી સમાજકલ્યાણલક્ષી પ્રવૃતિઓ ચલાવી રહેલ છે. આ ઉપરાંત અતુલ ગ્રામવિકાસ ભંડોળ સંસ્થા સરકારી અને બિનસરકારી ગ્રામીણ વિકાસ પ્રવૃતિઓ ચલાવવા માટે ચેનલરૂપ કામગીરી પણ બજાવે છે. હાલ તેના પરિસરમાં ૬ અભ્યાસક્રમો ચાલુ છે. અતુલને મંજૂર કરવામાં આવેલ તાલીમ અભ્યાસક્રમોની યાદી નીચે પ્રમાણે છે.

  • ઈન્ડસ્ટ્રીઅલ સિવિલ મશીન ઓપરેટર
  • ડેટા-એન્ટ્રી ઓપરેટર / ટેલિ
  • કડિયાકામ
  • પ્લમ્બર
  • વેલ્ડિંગ ટેકનિશીયન
  • બાર બેન્ડર (સળિયા વાળવાનું કામ) અને સ્ટીલ ગોઠવણી
  • બેડ સાઈડ આસિસ્ટન્ટ (દરદીની સેવા માટે)
  • ઈલેક્ટ્રીશીયન
  • વ્યક્તિત્વ વિકાસ
  • બેઝિક કોમ્પ્યુટર અને એમએસ ઓફિસ
  • ઈગ્લીશ
  • કેમિકલ પ્લાન્ટ ઓપરેટર (પ્રોસેસ એટેન્ડન્ટ)
  • કેમિકલ પ્લાન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ ઓપરેટર
  • હાર્ડવેર મેઈન્ટેનન્સ અને નેટવર્કિંગ
  • મોબાઈલ રિપેરીંગ
  • શટરીંગ, સુથારી કામ અને સ્કેફફોલ્ડર (પાલખી બાંધવા)

ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ

ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ તા.૨૩-૧૦-૨૦૧૦ ના દિવસે ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જે રાષ્ટ્રીય કક્ષાએ, નહિ નફો - નહિ નુકસાન ધોરણે કામ કરતી અને ભારત સરકાર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ (DFID) યુ.કે. દ્વારા પુરસ્કૃત સંસ્થા છે તેને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર શરૂ કરી મંજૂરી આપી. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સંસ્થા દેશના મધ્યભાગના આદિવાસી વિસ્તારોમાં વિશેષતઃ વરસાદની અછતવાળા વિસ્તારોમાં ગરીબ લોકો માટેના સાતત્ય પૂર્ણ આજીવિકા વિકાસ કાર્યક્રમ ૧૯૯૨ થી કાર્યરત છે. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટનો અભિગમ આજીવિકા વિકાસ કાર્યક્રમ માટે સર્વ સમાવેશક અને સંકલિત છે અને તેથી તેણે આદિવાસી આજીવિકા નિર્માણ ક્ષેત્રે તમામ મુદ્દાઓમાં ક્ષમતાઓનું નિર્માણ કર્યું છે. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, હિમાચલ પ્રદેશમાં કાર્યરત છે. જે મુખ્ય ક્ષેત્રોમાં ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ કાર્ય કરે છે. તેમાં કૌશલ્ય નિર્માણ, સામાજિક અને સંસ્થાકીય વિકાસ, જમીન અને પાણી સંરક્ષણ, જળ સંસાધન વિકાસ, કૃષિ વિકાસ, વનીકરણ, પશુપાલન અને ઉછેર, મોસમી સ્થળાંતર અને ભાગીદારીયુક્ત સંશોધન મુખ્ય છે. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રમાં રાખી ભાડાના મકાનમાં હાલ ૬ અભ્યાસક્રમો ચાલે છે. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ નીચેના અભ્યાસક્રમો હાથ ધરશે :

  • કડિયાકામ
  • સળિયાવાળવાનું (બાર બેન્ડર) અને સ્ટીલની ગોઠવણી
  • પ્લમ્બરનું કામ, અદ્યતન પ્લમ્બર કામ
  • સામાન્ય કાર્યના સુપરવાઈઝર
  • વ્યકિતત્વ વિકાસ
  • બેઝિક કોમ્પ્યુટર અને MS ઓફિસ
  • ઈગ્લિંશ
  • રસ્તાની સપાટી સરખી કરવી
  • સુથારીકામ - મિસ્ત્રીકામ
  • રંગકામ
  • ટાઈલ્સ અને આરસ / પથ્થર ફીટીંગ કામ
  • સ્કેફફોલ્ડિંગ / પાલખી બાંધવો અને ફોર્મ વર્ક ટેક્નિશીયન

GIZ IS

ડી-સેગ સંસ્થાએ ટેકનિકલ સલાહ સૂચન માટે તેમજ સંકલિત આદિવાસી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ચાલતા વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોને સહયોગ પૂરો પાડવા માટે GIZ IS સંસ્થા નક્કી કરી છે. GIZ IS એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેની માલિકી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની સરકારની છે. ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી GIZ IS અસરકારક અને કાર્યદક્ષ વ્યાવસાયિક તાલીમ માટે અને તાલીમી વ્યવસ્થા માટે આવશ્યક એવી તમામ શ્રેણીની તજજ્ઞતા ઉપલબ્ધ કરાવી રહેલ છે.

GIZ IS સંસ્થાએ "ટેકનિકલ સહાય અને સમર્થક સહાય" ઉપલબ્ધ કરવા માટેની (TASS) દરખાસ્ત જુલાઈ ૨૦૦૯ માં રજૂ કરીને ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના યુવકોને તાલીમ આપવા માટે વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો સ્થાપવામાં સહાયભૂત થવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.

૨૦૦૯ ના ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન તા. ૧૩/૧/૨૦૦૯ ના દિવસે GIZ IS ની આ દરખાસ્તને અનુમતિ આપવામાં આવી.

રાજ્ય કક્ષાની ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ GIZ IS ની આ દરખાસ્તને અનુમતિ આપવામાં આવી. રાજ્યકક્ષાની ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ GIZ IS ની આ દરખાસ્તને તા. ૨૧ ડિસેમ્બર ૨૦૦૯ ની બેઠકમાં બહાલી આપી. આ પ્રાયોજનાની મંજૂરીની વિગતો તે બેઠકની કાર્યવાહિની નોંધમાં જોઈ શકાશે.

ડી-સેગ એ પ્રાયોજનાની સૈધ્ધાંતિક મંજૂરીનો પત્ર નં. વીકેવાય/૨૦૦૯/૫૮૨/ ડી-સેગ/(II) તા. ૮-૨-૨૦૧૦ ના રોજ રવાના કર્યો.

GIZ IS નીચેનાં ક્ષેત્રોમાં સહયોગ ઉપલબ્ધ કરશે :

  • કામદાર બજાર વિશ્લેષણ અને કૌશલ્ય આવશ્યકતા દર્શક માટે ક્ષમતા નિર્માણ
  • વિભાવનાત્મક માળખાની રચના
  • અભ્યાસક્રમ વિકસાવવો
  • અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, શિક્ષણ આપવા માટેની અને શીખવા માટેની શૈક્ષણિક સાહિત્ય સામગ્રીનો વિકાસ
  • તજજ્ઞ સંસ્થાઓ સાથે ક્ષમતા નિર્માણ અને તાલીમ આપનારાઓ માટેની તાલીમનું નેટવર્કિંગ
  • પ્રાયોજનાની સમીક્ષા અને મૂલ્યાંકન
  • ફોલોઅપ, સહાય ઉપલબ્ધ કરવી, અસરોનું વિશ્લેષણ
  • સાતત્યપૂર્ણતાનું ઓપવર્ક કાર્ય અને સફળતા માટેનો માર્ગ કંડારવો
  • કારકિર્દીનું કાઉન્સેલીંગ અને માર્ગદર્શનની પદ્ધતિ
  • પ્લેસમેન્ટ આસિસ્ટન્ટ વ્યવસ્થાનું પ્રસ્થાપન
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તાલીમી સંસ્થાઓ સાથે નેટવર્કિંગ
  • માર્કેટ અને પબ્લિક રિલેશન(જાહેર સંપર્ક) માર્ગદર્શન
  • દરેક વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર અને માનવસંસાધન મેન્યુઅલ તૈયાર કરવું
  • વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોની પ્રાયોના વગેરે માટેની વેબસાઈટ બનાવવી

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate