অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વર્ષ ૨૦૧૬-૧૭માં વિકાસ કાર્યક્રમો

વન બંધુ કલ્યાણ યોજના ૨૦૦૭ થી ૨૦૧૨ના પ્રથમ તબકકામાં આદિજાતિઓના વિકાસના મળેલ પરિણામો ધ્યાને લઇ બીજા તબક્કાના પાંચ વર્ષ માટે રૂ. ૪૦,૦૦૦ કરોડની જોગવાઇ પુરી પાડવા રાજય સરકાર સંકલ્પoાદધ છે. તે સામે વિકાસની અનેકવિધ સફળતા હાંસલ કરવા રૂ. ૪૨,૦૦૦ કરોડ જેટલી માતબર રકમની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ફાળવણી કરી છે. માનનીય મુખ્યમંત્રીના પ્રેરક અને ગતિશીલ નેતૃત્વ હેઠળ રાજયના આદિવાસીઓને અનેકવિધ લાભો આપીને વિકાસ તરફ સતત ગતીશીલ રાખવા વર્ષ ૨૦૧૬-૧૭ માટે રૂ.૧૦૨૬૮ કરોડ જેટલી રકમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ફાળવણી કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકાતી યોજનાઓ માટે વર્ષ ૨૦૧૬૧૭ના બજેટ પેકી કુલ રૂા.૧૬૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. ન્યુ ગુજરાત પેટન માટે રૂl.૪૧૯ કરોડ ની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રયાસ આદિજાતિના વિકાસને ગતિશીલ બનાવશે.

આદિજાતિ કુટુંબોને રોજગાર :

આદિજાતિના કુંટુબોની આવક બમણી કરવા માટે રોજગારલક્ષી કાર્યક્રમો માટે રૂ. ૭૯૫૨૫.૦૦ લાખ ની જોગવાઇ.

 • ગતિશીલ ગુજરાત હેઠળ રવાવલંબન કાર્યક્રમ દ્વારા રાજયની ૧૦ હજાર આદિવાસી બહેનોને પશુપાલન વ્યવસાય માટે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ સહાય આપી રવનિભર બનાવવા લક્ષ્યાંકના હેતુથી આ વખતના બજેટમાં રૂ|.૩૨૪૦.૦૦ લાખ ફાળવવામાં આવ્યા છે.
 • આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજની પરંપરાગત હસ્તકલાએ એક વૈકલ્પિક રોજગારી તરીકે પ્રોત્સાહીત કરી શકાય તે માટે રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજની હસ્તકલાને સંરક્ષણની સાથે સાથે યોગય તાલીમ, જરૂરી સાધન સામગ્રી, બજાર વ્યવસ્થા અને સંગ્રહની સુવિધાઓ મળી રહે, તે માટે ખાસ યોજના હેઠળ જોગવાઇ રૂ|. ૨૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • પીપીપી મોડેલ પર આધારીત CIPET સંચાલિત વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, ધરમપુર, જિ.વલસાડ ખાતે અંદાજે ૧૦,૦૦૦ યુવાનોને તાલીમ મળી રહે તે માટે તાલીમ કેન્દ્રના મકાન બાંધકામ માટે રૂ|. ૯૬૦.૦૦ લાખની જોગવાઇ કરેલ છે. પીપીપી મોડેલ પર આધારીત મુનિ સેવા આશ્રમ દ્વારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, ગોરજ, તા.વાઘોડિયા, જિ.વડોદરા ખાતે અંદાજે ૫૦૦૦ યુવાનોને તાલીમ મળી રહે તે માટે તાલીમ કેન્દ્રના મકાન બાંધકામ માટે રૂ.૨૧૪.૦૦ લાખની જોગવાઇ કરેલ છે. આમ કુલ રૂા. ૧૧૭૪.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ ખેડૂતો દ્વારા લેવામાં આવતા પાકો પૈકી વેલાવાળા પાકો જેમાં ખાસ કરીને શાકભાજીના પાકોનું સવિશેષ વાવેતર થાય છે. તેના ઉત્પાદન અને ગુણવત્તા માટેના મૂલ્યવર્ધન હેતુસર આદિજાતિના ખેડૂતોને વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સાધન સહાય આપવાથી આજીવિકામાં વધારો કરવાની યોજના માટે રૂ।. ૫૦૦.૦૦ લાખની જોગવાઇ કરેલ છે..
 • રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ઇકો-ટુરીઝમ સેન્ટર વિકાસાવવામાં આવી રહ્યા છે. આ ઇકો-ટુરીઝમ સેન્ટરો એવા સ્થાનિક તથા આાંતર રાટ્રિય પર્યટકોને આકર્ષિત કરશે કે જે આાંતરિયાળ આદિજાતિ વિસ્તારોના પ્રાકૃતિક સેોદર્યને જાણવા અને માણવા માટે આવતા પ્રવાસીઓને ઇકો-ટુરીઝમ સેન્ટર પરથી આદિજાતિ કલાકૃતિઓ અને કોશલ્ય પ્રદર્શીત કરવાની તથા આર્થિક ઉપાર્જન કરવા વેચાણ કેન્દ્રો ઉભા કરી તેના ધ્વારા રોજગારી ઉભી કરવા માટે રૂ. ૬૦.૦૦ લાખની જોગવાઇ કરેલ છે. ઇકો ટુરીઝમ સેન્ટર પર ૮ થી ૧૦ સ્ટોલ ઉભા કરવાની યોજના છે.
 • આદિજાતિ વિસ્તારોમાં નાહરી કેન્દ્ર સ્થાપવાની સાથે ગ્રાહકોને પરંપરાગત આદિજાતિ વાનગીઓ અને ગૃહ ઉત્પાદિત અથાણાં, પાપડ વિગેરેના વેચાણ માટે નાહરી કેન્દ્રો સ્થાપવામાં થનાર વાંસકામ, ફનચર, વાસણો, ફ્રીઝ, વોટર કુલર, બાથરૂમ વિગેરે સુવિધાઓ વિકસાવવા થનાર ખર્ચ થકી આદિજાતિ બહેનો માટે આજીવિકાની તકો વધારાવા તથા તેમના સશક્તિકરણના ઉદ્દેશથી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં નાહરી કેન્દ્રો સ્થાપવા માટે રૂ|.૫૦.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કલાકૃતિ વેચાણ મેળાની આ યોજના કે જેમા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા કલાકારો તેમજ જુદી જુદી હસ્તકલાની કૃતિઓ બનાવતા આદિજાતિ કલાકારોને પોતાની કલા પ્રદર્શીત કરવા તેમજ પોતાની કૃતિઓનું વેચાણ કરવા સાથેસાથે સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ તેમજ પરંપરાઓની જાળવણી થાય તે માટે વડોદરા, સુરત જેવા શહેરોમાં રોટેશનના ધોરણે દર વર્ષે મેળાઓ યોજવા માટે રૂ. ૨૫.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારમાં ઉત્પાદન થતી અને લાંબા સમય સુધી સચવાતી જુદી જુદી આયુર્વેદીક ઔષધિનું આદિજાતિ મહિલાઓ દ્વારા ઔષધિય સ્વરૂપમાં પેકીંગ થાય અને ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન મળે અને મહિલાઓને એક કાયમી આવકનો સ્ત્રોત મળે તે હેતુ માટે તાલીમ આપી કાચો માલ અને ખેત ઉત્પાદન માટે કીટ અને માર્ગદર્શન પુરા પાડવાની યોજના માટે રૂ.૫૦.૦૦ લાખની જોગવાઇ
 • વર્મી કમ્પોસ્ટ (અળસિયાના ખાતર) યોજના હેઠળ આદિજાતિના કુંટુંબો આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકે તે માટે જિલ્લા વન અધિકારીશ્રી મારફતે તાલીમ અને સહાય માટે રૂ।. ૫૦.૦૦ લાખની જોગવાઇ.
 • આ રાજય સરકારે જંગલની જમીનો મળ્યા પછી તેઓ અથaામ ખેતી કરી સારી રીતે જીવન નિવાહ કરી શકે તે માટે જમીન સમથળ કરવા, સિંચાઇ કામો કરવા, કૃષિ વિષયક સહાય આપવા માટે એફ.આર.એ.ના લાભાર્થીઓને ચાલુ વર્ષે ૨૦૧૬-૧૭ માટે રૂ|. ૧૦૦૦.૦૦ લાખની જોગવાઈ કરી છે.
 • અનુ. જનજાતિના બી.પી.એલ. તેમજ એફ.આર.એ.ના જમીન ધરાવતા ખેડુતોને ઓર્ગેનિક વેજીટેબલ ફાર્મીંગ, ગ્રેડીંગ અને પેકેજીંગની તાલીમ અને માર્ગદશન માટે સહાય આપવા અંગે રૂ।. ર૦.૦૦ લાખની જોગવાઇ.
 • પાક કૃષિ વ્યવસ્થા માટે આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળના ૨૦૮ તાલુકામાં આદિજાતિ ખેડૂતો માટે સબ મિશન ઓન એગ્રીકલ્ચર મીકેનાઇઝેશન યોજના અમલ કરવા માટે રૂ|.૩૭૦.૦૦ લાખની જોગવાઇ.
 • ભૂમિ અને જળ સંરક્ષણ માટે આદિજાતિ વિસ્તારના પછાત તાલુકાઓમાં આદિજાતિના ખેડૂતો માટેની સંકલિત વિકાસ યોજનાનો અમલ કરવા માટે રૂ|. ૧૧૦૦.૦૦ લાખની જોગવાઈ
 • સામાજિક વનીકરણ હેઠળ સ્વસહાય જુથોને વર્મી કમ્પોસ્ટ દ્વારા જેવિક ખાતર બનાવવા માટે નાણાંકીય સહાય આપવા માટે રૂ।. ૪૦૦.૦૦ લાખની જોગવાઇ
 • કારીગરો તાલીમ યોજના હેઠળ આદિજાતિના લોકોને તાલીમ માટે રૂ|. ૧૬૮૯૪ ૪૦ લાખની જોગવાઇ.
 • મોડ્યુલર એમ્પલોયેબલ સ્કીલ ડેવલપમેન્ટ યોજના હેઠળ રૂા. ૩૬૪:૫૮ લાખની જોગવાઇ દ્વારા સ્કીલ ડેવલપમેનન્ટની કામગીરી થશે.
 • શ્રમિકો અને સ્થળાંતરિત મજુરોના ક્લયાણ માટેની જોગવાઇ રૂા.૭૩૭.૦૦ લાખ તાલિમબદ્ધ આદિજાતિ યુવાવર્ગના નિમણિ માટે રૂ. ૬૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • ગ્રામિણ રોજગાર કાર્યક્રમ મિશન-મંગલમ હેઠળ રૂ|. ૬૦૦.૦૦ લાખની જોગવાઇ
 • રાષ્ટ્રિયગ્રામિણ રોજગાર બાહેધરી યોજના હેઠળ રૂ|. ૨૦૧૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • આાજિવિકા માટે રૂ।. ૯૨૮.૨૦ લાખની જોગવાઇ.
 • વ્યક્તિગત કારીગરોને જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ રાષ્ટ્રીય બેંકો મારફત નાણાકિય સબસીડિ માટે રૂ|. વ૩૨૦.૦૦ લાખની જોગવાઇ.
 • હેન્ડલુમ, હાથશાળા, હ્યુસ્તકલા, ખાદી અને ગ્રામોદ્યોગ તથા કુટિર ઉદ્યોગની યોજનાકીય સહાય માટે રૂ|. ૧૩૦૨.૪૦ લાખની જોગવાઇ
 • આદિજાતિ ખેડુતો માટે કૃષિ વિપયક સહાય માટે રૂ. ૩૫૮૭.ર9 લાખની સહાયની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારમાં બાગાયતી વિકાસ કાર્યક્રમોની યોજના માટે રૂ. ૨૬૦૦.૦૦ લાખની જોગવાઇ.

ગુણવત્તાયુક્ત શિક્ષણ :

આદિજાતી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭માં રૂા. ૧૨૮૬૧૯.૦૦ લાખની જોગવાઇ કરેલ છે.

 • મુખ્ય મંત્રીશ્રીના ૧૦ મુદ્દાના કાર્યક્રમમાં એક અગત્યનો મુદ્દો ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મુકવામાં આવેલ છે. આદિજાતિ યુવક/યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે આદિજાતિ યુનિવર્સીટી શરૂ કરવા માટે રૂ|. ૨૦૦.૦૦ લાખની જોગવાઇ
 • માન્યતા પ્રાપ્ત ૧૦૦ જેટલી આશ્રમશાળાઓને સ્માર્ટ આશ્રમશાળા તરીકે વિકાસવા માટે શાળા દીઠ રૂ.૭.૫૦ મુજબ રૂા.૭૫૦.૦૦ લાખની જોગવાઇ.
 • રાજય સરકાર દવારા જુદા જુદા સ્થળોએ કોલેજ કક્ષાના સરકારી છાત્રાલય કાર્યરત છે. જ્યારે અમુક વિસ્તારમાં આ સુવિધા નથી, તો આદિજાતિની વિદ્યાર્થીનીઓને આ સગવડ મળી રહે તે માટે મહેસાણા, ઇડર, વાઘોડીયા, લુણાવાડા, ઝાલોદ, ઉચ્છલ, વાલોડ, બોડેલી, વાંસદા અને મોટા પોટા ખાતે કોલેજ કક્ષાના નવા ૧૦(દસ) સરકારી કન્યા છાત્રાલયો શરૂ કરવા માટે રૂ|.૩૧૩.૨૦ લાખની જોગવાઇ
 • સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દવારા એસ.સી./એસ.ટી. અને બક્ષીપચના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ પાંચ યુનિવર્સિટીના દરેક સ્થળે ૨૦૦૦ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓની ક્ષમતા ધરાવતાં તથા આણંદ ખાતે ૫૦૦ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓની ક્ષમતા મળી કુલ ૨૦૫૦૦ વિદ્યાર્થીઓ માટે સમરસ છાત્રાલય મકાનનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થનાર હોઇ જેમાં વિધાથીં/વિધાથીનીયનોને રહેવા-જમવાની સગવડ મળી રહે તે માટે તથા સમરસ છાત્રાલયોના વહીવટ તથા ભોજન અને અન્ય ખર્ચ માટે રૂ. ૧૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત ૮૫ જેટલી ઇ.એમ.આર.એસ., યોલ.એલ.જી.આર.એસ. તથા મોડેલ શાળાઓમાં વિધાથીરનો પુસ્તકો દ્વારા સામાન્ય જ્ઞાન મેળવી શકે તે માટે લાયબ્રેરીની સુવિધા અદ્યતન કરવા તેમજ ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૫૯.૦૦ લાખની જોગવાઇ
 • ૧૫ (પંદર) આાદશ નિવાસી શાળાઓ નસવાડી, અંકલેશ્વર, ઝઘડીયા, નેત્રગ , સોનગઢ, વ્યારા, ઉકાઇ, લીમખેડા, અમીરગઢ, પાવીજેતપુર, છોટાઉદેપુર, (ક) વાંસદા, ઉંમરપાડા, રાજપીપળા અને નોગામા ખાતે ધોરણ-૧૦ના ક્રમિક વગ વિકાસ માટે રૂ।. ૧૪૫.૬૩ લાખની જોગવાઇ. ૫ (પાંય ) અનાદશ નિવાસી શાળાઓ છોટાઉદેપુર (ક), અમીરગઢ, ખેડબ્રહ્મા, સાગાબરા, ઉંમરપાડા (કુમાર) ખાતે ધોરણ-૧૨ના ક્રમિક વર્ગ વિકાસ માટે જોગવાઇ રૂ|.૩૬.૦૦ લાખ આામ ૨૦ (વીસ) આાદશ નિવાસી શાળાઓમાં ક્રમિક વગ વિકાસ માટે રૂ|. ૧૮૧.૬૩ લાખની જોગવાઇ.
 • ૨ (બે) આદર્શ નિવાસી શાળાઓ નસવાડી (કુમાર) અને અમીરગઢ (કન્યા) ખાતે પ્રાથના હોલ, હોસ્ટેલ બ્લોક, કીચન ડાઇનિંગ હોલ , સાયનસ લેબ અને શાળાના અન્ય મરામતના કામ માટે રૂ|. 99૬.૮૦ લાખની જોગવાઈ. આાદશ નિવાસી શાળા, (કુમાર) નેત્રગ, જિ. ભરૂચ ખાતે કમ્પાઉન્ડ વોલના કલરકામ, તાર ફેન્સીંગ, પેવર બ્લોક તેમજ આર.સી.સી.ના એપ્રોચ રોડ બનાવવા માટે જોગવાઇ રૂા. ૧૬૪.૦૦ લાખ. આાદશ નિવાસી શાળા (કુમાર) ઉકાઇ,તા.વ્યારા, જિ.તાપી ખાતે મકાનના પ્રથમ માળ પર વિજ્ઞાન પ્રયોગ શાળા, લાયબ્રેરી રૂમો બનાવવા માટે રૂ|. ૯૧.૧૯ લાખની જોગવાઇ તથા ડેડીયાપાડા ખાતે હોસ્ટેલ બિલ્ડીંગ રીપેરીંગ/રીનોવેશન માટે રૂ|. વપ૦.૮૦ લાખની જોગવાઇ. આામ પ (પાંચ) આાદશ નિવાસી શાળાઓના બાંધકામ સુવિધાઓ માટે રૂ. ૧૧૮૩.૭૯ લાખની જોગવાઇ.
 • નમદા જિલ્લાના રાજપીપળા ખાતે રપ૦ ની માન્ય સંખ્યા ધરાવતા હાલ ભાડાના મકાનમાં કાર્યરત સરકારી કન્યા છાત્રાલયના મકાન બાંધકામ માટે અદાજીત રૂા. ૧ર૦૦.૦૦ લાખના ૩૩% મુજબ રૂા. ર૭૫.૦૦ લાખની જોગવાઇ. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ૫૦ ની માન્ય સંખ્યા ધરાવતા હાલ ભાડાના મકાનમાં કાર્યરત સરકારી કન્યા ડ્રાય હોસ્ટેલના મકાન બાંધકામ માટે અંદાજીત રૂા. ૧૨૦૦.૦૦ લાખના ૩૩% મુજબ રૂા. ૧૮૭.૨૮ લાખની જોગવાઇ. આામ ર (બે) સરકારી છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ. ૪૬૨.૨૮ લાખની જોગવાઈ.
 • ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ, વાઘોડીયા-૨, શામળાજી-વ તેમજ ધરમપુર એમ ૩(ત્રણ) શાળાઓ તથા એલ.એલ.જી.આર.એસ. બાબરઘાટ અને ઝાલોદ તથા દાંતા આામ ૬ (છ) શાળાના મકાન બાંધકામ માટે રૂ|.૩૬૬૫.૧૨ લાખની જોગવાઇ.
 • આદિજાતિ સંશોધન અને તાલીમ કેન્દ્ર માટે આધુનિક રીસર્ચની સુવિધાઓ, અદ્યતન તાલીમ કેન્દ્ર, સંપૂર્ણ સુવિધા સાથેનું વહીવટી સંકુલ, રહેવા માટેનું છાત્રાલય વિગેરેની સુવિધાઓ સાથેના કોમ્પલેક્ષના બાંધકામ માટે ટોકન રૂ|. ૧૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • સ્વૈચ્છિક સંસ્થાનો સંચાલિત ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે કાર્યરત આશ્રમશાળાઓમાં ધોરણ-૮નો વગ શરૂ કરવા આપેલ મંજુરી અંતગત કુલ૪૨૭ આશ્રમશાળાઓમાં વર્ગી દીઠ-વ વિદ્યાસહાયક મુજબ કુલ ૪૨૭ - વિધાસહાયકો માટે રૂ. ૧૨૨.૪૦ લાખની જોગવાઇ.
 • અનુ.જનજાતિની ગ્રાન્ટ ઇન એઇડ ર૮(અઠાવીસ) આશ્રમશાળાઓ (૧૮)/ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી શાળાઓ (૧૦)માં ધોરણ-૧૦/ ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ના ક્રમિક વગ વિકાસ માટે રૂ|.૧૩૭.૦૪ લાખની જોગવાઇ.
 • કોલેજ સંલગન છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિધાથરિનોને હાલમાં માસિક રૂા. ૧૦૦૦.૦૦ લેખે કુડબીલ સહાય યુકવવામાં આવે છે. હાલમાં માન મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ કુડબીલના દરો રૂા. ૧૨૦૦/નિયત કરવામાં આવેલ હોઇ એક સમાન ધોરણે કુડબીલ સહાય યુકવાય તે માટે હાલના દર રૂ|. ૧૦૦૦.૦૦ માં રૂ|. ૨૦૦.૦૦ નો વધારો કરીને રૂ. ૧૨૦૦.૦૦ કરવા માટે રૂ।. ૧૮૦.૦૦ લાખની જોગવાઇ.
 • આર.ટી.ઈ. એક્ટ અંતગત ખાનગી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓના ૨૫ ટકા વિધ્યાર્થીઓની ફી પરત ચુકવણી કરવા રૂા. ૬૪૪.૦૦ લાખની વિશેષ જોગવાઇ.
 • ૨૦ નવી સરકારી માધ્યમિક શાળાઓ શરુ કરવા માટે રૂ|. ૧૦૫.૦૦ લાખની જોગવાઇ.
 • પ્રાથમિક શાળાઓમાં માળખાકીય સુવિધા તથા વર્ગખંડોના બાંધકામ માટે રૂ|. ૧૦૮૧૨.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ બાળકોના શિક્ષણનો પાયો મજબૂત બને તે હેતુથી પ્રાથમિક શિક્ષણ માટે ૩૪૫૦૦ લાખની જોગવાઈ
 • અનુ.જનજાતિના બાળકોને સારી ગુણવત્તાવાળું માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે રૂ|. ૧૩૮૧૩.૦૦ લાખ , યુનિવર્સિટી અને ઉરચ શિક્ષણ યોગ્ય રીતે મળે તે માટે રૂ|. ૪૩૭૧.૦૦ લાખની બજેટ જોગવાઈ.
 • અનુ.જનજાતિના બાળકો ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ લઇ સ્વયં ધંધો/ઉધોગ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારે રૂ. ૪૦૦૦.૦૦ લાખની વર્ષ ૧૬-૧૭ ના બજેટમાં જોગવાઈ કરી છે.

આર્થિક વિકાસને વેગવંતો કરવો :

રાજયના આદિવાસીઓ માટે આશીવાદરૂપ એવી અને વિકેન્દ્રીત આયોજનને

 • વરેલી ન્યુ ગુજરાત પેટન માટે રૂ. ૪૧૯૦૦.૦૦ લાખ જેટલી મહત્તમ રકમની જોગવાઇ કરેલ છે.
 • આદિવાસીઓમાં પણ અતિ પછાત કહી શકાય તેવી કાથોડી , કોલધા, કોટવાળીયા, સીદ્દી, પઢાર જેવી આદિમજૂથ, હળપતિ અને બોર્ડર એરીયાના ૪૩૫ ગામો માટે છ પાયાની સુવિધાઓ પુરી પાડવા માટે આ બજેટમાં રૂ|. ૫૯૯૨.૦૦ લાખની વિશેષ નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.
 • માનનીય મુખ્યમંત્રીના પ્રેરક માર્ગદર્શન હેઠળ આદિજાતિ વિસ્તારોમા પરંપરાગત હાટ બજારની વ્યવસ્થાને સુદૃઢ કરવા અને હાટ બજારમાં વેચાણ અને ખરીદી માટે આવતાં આદિજાતિ બંધુઓને વિશેષ સુવિધા પૂરી પાડવા બજેટમાં હાટ બજારો ઉભા કરવા રૂ|. ૮૨૦.૦૦ લાખની રકમની જોગવાઈ કરી આદિજાતિ સંસ્કૃતિનું સંવર્ધન જાળવી રાખી બજાર વ્યવસ્થા ઉભી કરવાનો ગતિશીલ પ્રયાસ કરેલ છે.
 • રાજ્યમાં માળખાકીય સુવિધા હેઠળ સ્માર્ટ વિલેજની યોજનાનો અમલ કરવા માટે રૂ|. ૬૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ, બલ્ક મિલ્ક કુલર અને દૂધઘર માટે સહાય આપવા માટે રૂ|. ૭૬૧.૦૦ લાખની જોગવાઇ.
 • ખાંડ સહકારી મંડળીઓને વ્યાજ રાહત આપવા માટે રૂ. ૫૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોડ “સંતનગરી” ના પ્રોજેક્ટ હેઠળ બાંધકામ કરવા માટે રૂ।. ૧૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • વન વિસ્તાર નજીક રહેતાં લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરતા ગ્રામીણ લોકોને એલ.પી.જી. જોડાણ તથા કીટ માટેની સહાય માટે રૂ|. પ૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • હરીયાળુ ગામ યોજના અંતગત શાળાઓમાં વૃક્ષ જાગૃતિ કાર્યક્રમ અને કીચન ગાર્ડનની યોજના માટે રૂ|.૩૨૫.૦૦ની જોગવાઈ.
 • ગુજરાત વન વિકાસ કાર્યક્રમ હેઠળ સહાભાગી વન વ્યવસ્થા યોજના માટે રૂ|. ૯૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • ગામની વરતીના ધોરણે અલગ ટાઇપ ડીઝાઇન મુજબ પંચાયત ઘર અને તલાટી-કમ-મંત્રી નિવાસ બનાવવા માટે રૂ|. ૧૬૬૬.૦૦ લાખની જોગવાઇ.
 • આદીવાસી અતિરીયાળ વનવિસ્તારમાં આવેલ રોડ અને મકાનના બાંધકામ અપગ્રેડેશન અને રીપેરીંગના કામો માટે રૂ|. ૫૯૯.૦૦ લાખની જોગવાઇ.
 • ડાંગ જિલ્લામાં રસ્તા, કોઝવે અને નાળાઓના આધુનિકરણ અને નવા બાંધકામ કરવા ખાસ વિસ્તાર વિકાસ કાર્યક્રમ અતિગતિ રૂ|. ૩પ૦.૦૦ લાખની જોગવાઇ.
 • ગ્રામીણ અને રવછતા કાર્યક્રમ માટે રૂ।. ૧૪૩૭૧.૦૦ લાખની જોગવાઇ આમ આદમી વિમા યોજના રૂ|. ૧૪૪.૦૦ લાખની જોગવાઈ ઘટક કક્ષા એજન્સી ને સંગીન બનાવવા માટે રૂ|. ૬૮૬૦.૦૦ લાખની જોગવાઇ માળખાકીય સુવિધા માટે રૂ. ૧૦૮૨૫.૦૦ લાખની જોગવાઇ પ્રધાનમંત્રી વોટરસેડ કમ્પોનન્ટ યોજના માટે રૂ|.૩૫૧૪.૦૦ લાખની જોગવાઇ
 • ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માટે રૂ. ૧૦૦૦.૦૦ લાખની જોગવાઇ

સૌના માટે આરોગ્ય

આદિજાતિ વિસ્તારમાં આરોગ્યની સેવાઓના વિસ્તરણ અને સુદ્રઢીકરણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતગત રૂા. લ૫૯૯૦.૦૦ લાખની જોગવાઇ કરેલ છે.

 • પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ થાય અને તેઓના આરોગ્યમાં સુધારો થાય અને આદિવાસી બાળકોને પૂરક પોષણ મળી રહે તે હેતુથી તા.મેઘરજ, જિ. અરવલ્લી તેમજ તાકુકરમુંડા, જિ.તાપી એમ કુલ-ર તાલુકાનો વર્ષ-૨૦૧૬૧૭માં દૂધ સંજીવની યોજનામાં સમાવેશ કરવા માટે જોગવાઇ રૂ. ૫૦૦.૦૦ લાખ તેમજ નાંદોદ, તિકલવાડા, ચીખલી, ભિલોડા, સોનગઢ, વ્યારા, વાલોડ, દાહોદ, ગરબાડા, દેવગઢબારીયા, ધાનપુર, કડાણા, માંડવી, મહુવા, બારડોલી, પારડી, નસવાડી અને પાવી-જેતપુર એમ કુલ-રવ તાલુકાઓમાં વર્ષ-૨૦૧૬-૧૭માં દૂધ સંજીવની યોજનામાં સમાવેશ કરવા માટે જોગવાઇ રૂ|. ૮૪૦૦.૦૦ લાખ . જેનાથી પ્રાથમિક શાળાના અંદાજે ૧૧ લાખ જેટલા બાળકોને લાભ મળનાર છે.
 • ગુણવત્તાસભર સેવાઓ પુરી પાડવા હોસ્પિટલો ખાતે સુવિધા તથા માનવ સંશાધન પુરા પાડવા માટે રૂ. ૪૫૦.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારોમાં ૮ નવા સામુહિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરવા રૂ|. ૨૦૦.૦૦ લાખની જોગવાઈ.
 • આદિજાતિ વિસ્તારમાં ૧૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરવા રૂ|. ૧૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીયુટ (E.M.R.I.) ૧૦૮ ને એમ્બલ્યુલન્સ સેવાઓ માટે રીપ્લેસમેન્ટથી નવી ૩૦ એમ્બલ્યુલન્સ પુરી પાડવા માટે રૂ|. ૪૫૦.૦૦ લાખની જોગવાઈ.
 • સરકારી અને જીએમઇઆરએસ હોસ્પિટલો ખાતે મેમોગ્રાફી અને લીથોટ્રીપ્સી અને સરકારી મેડીકલ કોલેજો અને હોસ્પિટલોને સાધન-સામગ્રી પૂરી પાડવા માટે રૂ|. ૧૦૩૨.૦૦ લાખની જોગવાઇ.
  • રાજયમાં બાળમુત્યુદર ધટાડવા અતિગંભીર કુપોપિત (SAM) બાળકોને થેરાપ્યુટીક કોમલીમેન્ટરી ફુડ (TCF) આપવા માટે રૂા. ૧૭૬.૦૦ લાખની જોગવાઇ.
  • દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આાંગણવાળીના બાળકો સગભા અને ઘાત્રીમાતાને દુધ આપવા માટે રૂા. પ૫૧૩.૦૦ લાખની જોગવાઇ.
  • નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટ, ૨૦૧૩ હેઠળ રાજ્યમાં સસ્તા દરે અનાજ આપવા માટે રૂ|. ૭ર૦૯.૦૦ લાખની જોગવાઇ.
  • આદિવાસી વિસ્તારમાં ૧૦૮ની સેવાઓને વધુ સુદ્રઢ કરવા માટે વનસંજીવની યોજના માટે રૂ|. ૧૦૦.૦૦ લાખની જોગવાઈ.
  • આદિજાતિ વિસ્તારમાં આયુર્વેદિક દવાખાના શરૂ કરવા તથા સેવાઓના વિસ્તરણ માટે રૂ|.૩૪૫૬.૪૧ લાખની જોગવાઇ.
  • રમાદિજાતિના દર્દીઓને મફત તબીબી સારવાર માટે રૂ|. ૧૬૪૦.૦૦ લાખની જોગવાઇ.
  • દાહોદ ખાતે ફિઝીયોથેરાપી કોલેજની સ્થાપાના માટે રૂ|. ૨૨૮.૦૦ લાખની જોગવાઇ.
  • આયોડિન યુક્ત મીઠુ પુરુ પાડવા માટે રૂ|.૩૦૦.૦૦ લાખની જોગવાઇ અન્ન સલામતી માટે રૂ|.૩૨૦૯.૦૦ લાખની જોગવાઈ મધ્યાહન ભોજન અંતગત રૂ|.૧૭૦૦૮.૦૦ લાખની જોગવાઇ
  • સંકલિત બાળવિકાસ યોજના માટે રૂ|. ૩૩૦૮૯.૦૦ લાખની જોગવાઇ
  • પ્રા.શાળામાં અભ્યાસ કરતી અનુ.જનજાતિઓની કન્યા માટે રૂ. ૭૨૦૦.૦૦ લાખની જોગવાઈ
  • રાજયનાં અનાદિજાતી વિસ્તારમાં સિકલ સેલ એનિમિયાના ઈલાજ માટે રૂ|. ૭૦૦.૦૦ લાખની જોગવાઇ.

આવાસ

વનબંધુ કલ્યાણ યોજના અંતગતિ આગામી વર્ષમાં આદિજાતીના કુટુંબોને રહેઠાણની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે આવાસ યોજનાઓ માટે રૂl.૩૦૮૫૩.૮૬ લાખની જોગવાઇ કરેલ છે.

 • હળપતિ ગૃહ નિમણિ, વ્યક્તિગત સહાય યોજના વગેરે હેઠળ ૨૦ કે તેથી વધુ વર્ષ પહેલાં બંધાયેલા હળપતિ લાભાર્થીઓના આવાસો કે જે ખુબજ જુના તેમજ જર્જરીત થઇ ગયેલ હોઇ તેવા હળપતિ લાભાર્થીઓને પુનઃ હળપતિ ગૃહ નિમણિ યોજના હેઠળ સરકાર દ્વારા નિયત થયેલ પાત્રતા ધરાવતા લાભાર્થીને આવાસ દીઠ રૂ|. ૭૦,૦૦૦.૦૦ લેખે રમંદાજે ૧૦૦૦ લાભાર્થી માટે રૂ. ૭૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિના કુટુંબો માટે વ્યક્તિગત આવાસ યોજના હેઠળ રૂા. ૧૯૪૬.૦૦ લાખની જોગવાઇ.
 • હાઉસીંગ ફોર અનોલ-પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં રમાવાસ સહાય માટે રૂ|. ૨૩૨૦ લાખની જોગવાઈ.
 • વનબંધુ કલ્યાણ યોજના અંતગત ગ્રામ્ય વિસ્તારમાં વસતા આદિજાતિઓ માટે આવાસન સુવિધા પુરી પાડવા માટે સરદાર પટેલ આવાસ યોજના અંતગત રૂ|. ૭૦૦૦.૦૦ લાખ તથા ઇદિરા અનાવાસ યોજના અંતગત રૂ|. ૧૨૨૭૧.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
 • શહેરી વિસ્તારોમાં વસતા આદિજાતિના લોકોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ઓછી આવક ધરાવતા કુટુંબો માટે આવાસ નિમણિ માટે રૂ|. ૧૯૯૫.૦૦ લાખની જોગવાઇ, રાજીવ ગાંધી આવાસ યોજના અંતગત રૂ. ૨૧૪૨.૦૦ લાખ, સહુના માટે આવાસ યોજના અંતગત રૂા. ૨૩૨૦,૦૦ લાખની જોગવાઇ.

શુધ્ધ પીવાનું પાણી :

 • આદિજાતિ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધાઓના વિસ્તરણ અને સુદ્રઢીકરણ માટે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ આગામી વર્ષમાં રૂ. ૫૮૫૮૫.૦૦ લાખની જોગવાઇ કરેલ છે.
 • u વનબંધુ યોજનાના અમલ પહેલાં ગુજરાતમાં માત્ર ૩.૯ ટકા લોકો જ નળથી પીવાનું પાણી મેળવી શકતા હતા. આજે વનબંધુ યોજનાના કારણે અત્યારે પ૪ ટકા લોકોને નળથી પીવાનું શુધ્ધ પાણી ઘેર ઘેર મળે છે. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદી બહેન પટેલ સાહેબે આદિવાસી બહેનોની પીવાના પાણીની સમસ્યાને ખૂબ સારી રીતે સમજી શકયા છે અને એટલા માટે જ આ યોજના હેઠળ ભરવાના ૧૦ ટકા લોકફાળાની રકમ ન ભરી શકે તેવા સંજોગોમાં પીવાના પાણીથી રમાવા ગામો વચિત ન રહે તેની આ સરકારે ચિંતા કરીને રમાવો લોકફાળો ભરવા માટે રૂ|. ૫૯૨.૦૦ લાખની વિશેપ જોગવાઇ કરેલ છે.
 • દાહોદ તથા છોટાઉદેપુર જિલ્લાના ૩૪૩ ગામોની ૧૦ લાખની વસતીને આવરી લેતી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂ|.૧૫૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • L ઉકાઇ ડેમ આધારીત ડેડીયાપાડા અને સાગબારાના ૨૦૨ ગામોની ૩ લાખ વસ્તીને આવરી લેતી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂા. ૧૦૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • વલસાડ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના ૧૫૧ ગામોની ૪.૫ લાખની વરતીનો સમાવેશ કરી લેતી ચાર જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂ|. ૧૦૦૦૦.૦૦ લાખની જોગવાઇ.

સિંચાઇની સુવિધા :

આદિજાતિ વિસ્તારમાં સિંચાઇની સવલતો વધારવા માટે વનબંધુ કલ્યાણ યોજના અંતગત રૂ।. ૯૨૯૦૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

 • આદિજાતિ વિસ્તારમાં ડુંગરાળ જમીનના કારણે સિંચાઇના અભાવે આદિજાતિના ખેડૂતો શિયાળું પાક (રવી પાક)નું ઉત્પાદન કરી શકતા નથી. જેથી આદિજાતિ વિસ્તારોમાં ચેકડેમ-સહ-ઉદવહન સિંચાઇ યોજના થકી વધારાનો એક પાક લઇ આજીવિકામાં વધારો થશે તથા પશુઓ માટે ઘાસચારો પણ મેળવી શકે તે માટે જોગવાઇ રૂ|. ૮૦૦.૦૦ લાખ. ચેકડેમ સહ ઉદવહન સિંચાઇ યોજનાથી અંદાજે ૧૦ હેકટર અને એફ.આર.એ.ના લાભાર્થીઓ માટે રમોછામાં ઓછામાં પ હેકટર આવરી લેવાનાર છે.
 • પરંપરાગત સિંચાઇ સુવિધા આદિજાતિ વિસ્તારમાં પરંપરાગત સિંચાઇ માટેની પધ્ધતિઓ માટે સહાય આપવા માટે રૂ|. ૨૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • મહિસાગર અને દાહોદ જિલ્લાના કડાણા જળાશય આધારિત લીફટ ઇરીગેશન પ્રોજેક્ટ તેમજ પાનમ જળાશયના છેવાડાના કમાન્ડ વિસ્તાર માટે નમદા કેનાલ આધારિત પાઇપલાઇન કામગીરી માટે રૂ|. ૧૯૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • વાલીયા , ઝગડીયા અને માંગરોળ (વાડી વિસ્તાર)ના આદિજાતિ વિસ્તાર આમટે કરજણ જળાશય આધારિત નવી ઉદવહન સિંચાઇ યોજના માટે રૂ|. ૧૦૦૦૦.૦૦ લાખની જોગવાઇ. આદિજાતિ વિસ્તારમાં ટ્યુબવેલો તથા નદી/કેનાલ આધારિત લીફ્ટ ઇરીગેશન યોજનાનો માટે રૂ|. ૧૦૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • ઉકાઈ, દમણગંગા અને અન્ય મધ્યમ સિંચાઇ યોજનાના હયાત કેનાલ માળખાની સુધારણા અને સુદ્રઢીકરણ માટે રૂ. ૮૨૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • ઉકાઇ જળાશયના કાકરાપાર કમાન્ડમાં ૩૦ હજાર હેકટરની સિંચાઇ ક્ષમતા વધારવા માટે રૂ।. ૬૨૦૦.૦૦ લાખની જોગવાઇ.
  • તાપી-કરજણ પાઇપલાઇનની મોજણી અને સંશોધનની કામગીરી પૂર્ણ કરી યોજના શરૂ કરવા માટે રૂ|. પવ૦૦.૦૦ લાખની જોગવાઇ.
  • ઉકાઇથી ગોધરા સુધીની નવી પાઇપલાઇન માટે રૂ. ૪૫૦૦.૦૦ લાખની જોગવાઇ.
  • સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન યોજના અંતગત નહેરોની સુધારણા માટે રૂ|. ૧૮૦૦.૦૦ લાખની જોગવાઇ.
  • ઉકાઇ-પૂણ હાઇ લેવલ કેનાલના માઇનોરના કામો માટે રૂ।. ૯૦૦.૦૦ લાખની જોગવાઇ.
  • રાજ્યના ઉત્તર-પૂર્વ વિસ્તારના આદિવાસી કે જ્યાં અનિયમિત વરસાદને ધ્યાનમાં રાખી સિંચાઇ સુવિધાની ક્ષમતાને વધારવા માટે રાજ્યના ૪૯ તાલુકાઓમાં સિંચાઇ સુવિધા માટેના પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધરેલ છે. મધ્યમ અને નાની સિંચાઇ યોજનાઓના અમલ માટે સિંચાઇ ઉદવહન થકી ૪૬વ૧ હેકટર સિંચાઇ શક્તિના આયોજન માટે રૂ।. ૧૦૩.૦૦ લાખની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ સુવિધા વિકસાવવા માટે રૂ|. ૩૫૦૦.૦૦ લાખની જોગવાઈ.

સૌનામાટે વિજળી :

 • આદિજાતિ વિસ્તારમાં વિજળીની સાવત્રિીક સુવિધાઓના વિકાસ માટે રૂ. ૪૯૨૭૪.૦૦ લાખની જોગવાઇ.
 • ગરીબ આદિવાસી પરીવારોને ઘરઘથ્થુ જોડાણ આપવા માટે રૂ. ૩પ૦.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારમાં કુવા અને પંપોના વિજળીકરણના ફાળા માટે રૂ|.૩૨૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારમાં પેટા મથકોના બાંધકામ અને પ્રવહન લાઇન નાખવા રૂ|. ૧૬૦૦૦.૦૦ લાખની જોગવાઈ.
 • ગ્રામ્ય વિજળીકરણ માટે રૂ|. વ૧૭૦.૦૦ લાખની જોગવાઇ.
 • નવી અને નવીનીકરણ ઉર્જાના સ્રોત માટે રૂ|. ૧૪૪.૦૦ લાખની જોગવાઈ.

આદિજાતિ વિસ્તારમાં બારમાસી રસ્તાઓ:

આદિજાતિ વિસ્તાર માં બારમાસી રસ્તાની સુવિધા સુદ્રઢ કરવા અને વિસ્તાર માટે રૂ. ૧૦૯૫૦૩.૦૦ લાખની જોગવાઇ

 • આદિજાતિ  વિસ્તારના રપ૦થી ચમોછી વસતીનાં ગામ કે પરાને ડામરના પાકા રસ્તાથી જોડવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૬૨૪૫.૦૦ લાખની જોગવાઇ.
 • સાત વર્ષથી રીસ ડ્રેસીંગ કરવામાં આવેલ ન હોઇ તેવા જિલ્લાને અને ગામોને જોડતા રસ્તાના રીસ ડ્રેસીંગ માટે રૂ|. રo૯૦.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારોમાં વન વિસ્તારમાંથી પસાર થતા જુદા જુદા રસ્તાના બાંધકામ તથા સુદ્રઢિકરણ માટેની રૂા. ૭૩૪૮.૦૦ લાખની જોગવાઇ.
 • પંચાયત હસ્તકના રસ્તાઓના બાંધકામ મજબુતિકરણ અને મરામત અને સુધારણા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સાથે રૂ. ૪૮૭૪.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારમાં જિલ્લાઓને જોડતા તથા પંચાયત હસ્તકના માગોંને પહોળા કરવા માટે રૂ|. પ૩૬૮૦.૦૦ લાખની જોગવાઈ.
 • આદિજાતિ વિસ્તારમાં ગામોને પ્રથમવાર જોડતા માગોંને કાચાથી મેટલ તથા મેટલથી ડામરમાં તબદીલ કરવા માટે રૂ|. ૧૯૧૪.૦૦ લાખની જોગવાઈ.
 • આદિજાતિ વિસ્તારના ગામોને પ્રથમવાર જોડતા પાકા માગોં અને પંચાયત હસ્તકના માગોં પર ખુટતા નાળા, પુલનાકામો, કોઝવે તથા સી.ડી. વકરો માટે રૂ|.૩૫૦૯.૦૦ લાખની જોગવાઇ.
 • શૈક્ષણીક સંસ્થાઓ જેવી કે શાળા-કોલેજો વગેરેને જોડતા પ્રવેશ માર્ગોનું બાંધકામ અને સુધારણા કરવા માટે રૂ।. ૧૦૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • આદિજાતિ વિસ્તારમાં આયોજન બહારના રસ્તાઓના સમતલ બનાવા તથા સુધારણા માટે રૂા. ૯૫૦૦.૦૦ લાખની જોગવાઇ.
 • ડાંગ જિલ્લામાં આહવા,વઘઇ અને સાપુતારા માર્ગની સુધારણા અને મજબુતીકરણ માટે રૂા.૨૬૧૪.૦૦ લાખની જોગવાઇ.

શહેરી વિકાસ :

 • આદિજાતિ વિસ્તારમાં સમાવિષ્ટ શહેરોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતગત રૂ. ૪૬૩૯૮.૭૩ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે
 • રાજયની મહાનગરપાલિકારમો માં “મુખ્યમંત્રી શહેરી સડક યોજના” અમલમાં મુકવા માટે રૂ. ૬૭૭૫.૦૦ લાખની જોગવાઇ.
 • રાજ્યની નગરપાલિકાઓ માં “મુખ્યમંત્રી શહેરી સડક યોજના” અમલમાં મુકવા માટે રૂ।. ૨૦૨૫.૦૦ લાખની જોગવાઇ.
 • નગરપાલિકાઓને સ્વર્ણિમ સિદ્ધિના લક્ષયાંકો અને નમૂનારૂપ શહેરો બનાવવા માટે તથા નગરપાલિકાઓ ને સહાયક અનુદાન માટે રૂા. ૩૩૭૧૪.૦૦ લાખની જોગવાઇ.
 • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરી વિકાસ સત્તામંડળોને સહાયક અનુદાન હેઠળ રૂા. ૧૪૦૫.૦૦ લાખની જોગવાઇ
 • શહેરી સર્વાંગી પરિવર્તન  અને નવીનીકરણ માટે આટલમીશન હેઠળ નગરપલિકા અને મહાનગરપાલિકાઓને સહાયક અનુદાન હેઠળ રૂ|. ૨૦૦૦.૦૦ લાખની જોગવાઇ
 • હો હોસલા તો રાસ્તો બહોંત હે, વિકાસ કી મંજીલો સફર કે, બસ આપકા થોડા સા સાથ ચાહીએ, કુછ કદમો તક

2016માં (ડી-સેગ) દ્વારા પ્રકાશિત ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ)

સ્ત્રોત :ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate