હોમ પેજ / સમાજ કલ્યાણ / આદિજાતી કલ્યાણ / વનબંધુ કલ્યાણ યોજના
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વનબંધુ કલ્યાણ યોજના

વનબંધુ કલ્યાણ યોજના વિશેની માહિતી

આદિવાસી વિસ્તારોમાં સતતપણે રહી જતી ઘટ (gap)ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે પોતાના અભિગમમાં અદભૂત પરિવર્તન આણ્યું અને પ્રાપ્તિ / સિદ્ધિ ઉપર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કર્યું.

આદિવાસી વિકાસ સંબંધિત પ્રવર્તમાંયન અભિગમની સમીક્ષા કરવાનું અને વધુ કેન્દ્રવર્તી વ્યૂહરચના અમલમાં મૂકવાનું નક્કી કર્યું.

એવો કાર્યક્રમ જે મોટા ભાગની આદિવાસી પેટા યોજનાના મોટા ભાગના કાર્યક્રમો સાથે ગાઢ સુસંકલન સાધે અને જેવાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવામાં આવે જેનું કેન્દ્રવર્તી ધ્યાન ચોક્કસ બાબતો ઉપર જ હોય તેવો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો.

જેમાં ચોક્કસ કેન્દ્રવર્તી ધ્યાન રખાયું છે તેવા ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં જેમ કે, :

 • આદિવાસી પરિવારો માટે ગુણકક્ષાયુક્ત અને સાતત્યપૂર્ણ રોજગારી
 • ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને માળખાકીય સુવિધાઓમાં જે ઉણપ રહેલ છે તે પૂરી કરવી.
 • શિક્ષણની ગુણવત્તામાં સુધારો
 • આદિવાસી વિસ્તારોમાં જીવનકક્ષામાં સુધારો.

આમ વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ થયો :

૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૭ ના દિવસે ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે દસ મુદ્દાના કાર્યક્રમનો પ્રારંભ કર્યોં. આ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિસ્તારોને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવાનો ઉદ્દેશ છે, જે તે સંકલિત આદિજાતિ વિકાસ કાર્યક્રમના તાલુકાઓ અને ગુજરાતના અન્ય વિસ્તારો વચ્ચે રહેલું અંતર મિટાવવા માટે તે વિસ્તારોને સહાયક બનવાનો અભિગમ છે. વનબંધુ કલ્યાણ યોજના નીચે અગિયારમી પંચવર્ષિય યોજનાના ગાળા માટે દરમિયાનગીરીનાં દસ કેન્દ્રવર્તી ક્ષેત્રો નીચે પ્રમાણે હતાં:

 • પાંચ લાખ કુંટુંબો માટે રોજગારલક્ષી કાર્યક્રમ શરૂ કરવો.
 • શિક્ષણની ગુણવત્તા અને ઉચ્ચ શિક્ષણ ઉપર ભાર
 • આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ વેગવંતો બનાવવો
 • સૌને માટે આરોગ્ય
 • સૌને માટે આવાસ
 • પીવાનું શુદ્ધ પાણી
 • સિંચાઈ
 • વીજળીકરણની સાર્વત્રિક ઉપલબ્ધતા
 • બારમાસી રસ્તાઓ
 • શહેરી વિકાસ

અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટેની નીતિઓમાં આ મોટા પરિવર્તનની જાહેરાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ૧૧મી પંચવર્ષીય યોજના દરમિયાન રૂપિયા 15000 કરોડની અભૂતપૂર્વ ફાળવણીની પણ ખાતરી આપી. વનબંધુ કલ્યાણ યોજનાનો પાયો સમન્યાયની વિભાવનાના પર રચાયો છે અને તેમાં ભૂ-ભૌગોલિક રીતે નોખા પડી ગયેલા અનુસૂચિત જનજાતિના લોકો, આદિમ જૂથો અને મહિલાઓની વિશેષ જરૂરિયાતો માટે ઉકેલ સૂચવાયા છે. વળી રાજ્ય સરકારે બારમી પંચવર્ષીય યોજના (2012-17) માટે રૂપિયા 40,000 કરોડ જેવી માતબર રકમની નાણાકીય જોગવાઈ કરી છે.

વનબંધુ કલ્યાણ યોજનાનો અમલ કરવા વિભાગો/ખાતાઓ માટે દસ મુદ્દાના કાર્યક્રમનું વિશેષ વિવરણ કરવામાં આવ્યું છે અને અગિયારમી પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન તેઓ નિયત નકશાને અનુસરશે એવી તેમની પાસે અપેક્ષા રખાઈ છે. વનબંધુ કલ્યાણ યોજના નીચે આદિવાસી વિકાસના નવા અભિગમની વિશેષ લાક્ષણિકતા એ છે કે તેમાં સરકાર માત્ર કુલ ખર્ચ અને કુલ આવરી લેવાયેલ લાભાર્થીઓની સંખ્યાના સુનિયંત્રણને બદલે હવે ચીલો ચાતરીને તેઓ અમુક ચોક્કસ પ્રાપ્તિઓ કે સિદ્ધિઓ (outcomes) ઉપર ભાર મૂકશે અ તેમાંય વિશેષ ઝોક તો આદિવાસી વિસ્તારોમાં ઉપલબ્ધ કરાતી આપૂર્તિઓ (inputs)ની ગુણવત્તા સુધારવા પર અને અધિકાર આધારિત અભિગમ પર રહેશે.

રોજગારીની તકો

દૃષ્ટિદર્શન : તમામ આદિવાસી પરિવારોની આવક બે ગણી કરવી અને તેમાંય વિશેષ ઝોક સ્થળાંતર કરતા પરિવારો તેમજ વિશેષ પરિસ્થિતિનો ભોગ બનેલાં આદિમજાતિ જૂથો પર રહેશે.

વ્યૂહરચના

 • કૃષિક્ષેત્રે વધુ ઉત્પાદન હાંસલ કરી વધુ રોજગારીનું નિર્માણ.
 • પશુપાલન અને દૂધ ઉદ્યોગ આધાર પરની વિશેષ પ્રવૃત્તિઓ
 • આદિવાસી યુવકો માટે ગુણવત્તાયુક્ત કૌશલ્ય તાલીમ
 • આધુનિક, વૈજ્ઞાનિક અને ટેક્નિકલ સુવિધાઓનો વિકાસ કરી તેને આદિવાસી યુવકો સાથે જોડવું જેથી તેમની આજીવિકાની તકોમાં ઉમેરો થાય.
 • પરિવારની મુખ્ય વ્યક્તિ મહિલા હોય તે પસંદગીપાત્ર

શિક્ષણ અને ઉચ્ચકક્ષાના શિક્ષણમાં ગુણવત્તા ઉપર ઝોક

દૃષ્ટિદર્શન : પાત્રતા ધરાવતા દરેક આદિવાસી બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણ ઉપર ઝોક

વ્યૂહરચના

 • તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખોલવી
 • પસંદ કરેલા ૧૦૦૦ આદિવાસી વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં પ્રવેશ મળે અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે આયોજન કરવું અને આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ પુલનું નિર્માણ કરવું.
 • આદિવાસી તાલુકામાં નવોદય કે એકલવ્ય પ્રકારની નિવાસી શાળાઓ અને તેમને શહેરની શ્રેષ્ઠ શાળાઓ જેવી ગુણવત્તા સભર બનાવવી.
 • કોલેજના વિદ્યાર્થીઓ માટે વધુ ૧૦૦છાત્રાલયોની સ્થાપના કરવી અને દૂરદૂરના તેમજ હજી બાકી રહી ગયેલા તાલુકાઓમાં વિનયન, વિજ્ઞાન અને વાણિજય કોલેજોની સ્થાપના.
 • ઈજનેરી અને તબીબી શિક્ષણ આપતી કોલેજો સહિત પોલિટેક્નિક, નર્સીંગ કોલેજો અને આઈટીઆઈ જેવી ઉત્કૃષ્ટ શિક્ષણ આપતાં વિદ્યા ધામોની સ્થાપના.

આર્થિક વિકાસ

દૃષ્ટિદર્શન : સ્થળાંતર કરતાં આદિવાસી પરિવારો તેમજ વિશેષ પ્રકારે પરિસ્થિતિનો ભોગ બનતાં આદિમ જાતિનાં જૂથના પરિવારો સહિત તમામ આદિવાસી પરિવારોની આવક બેગણી કરવી અને માર્ગો તથા વીજળીનાં જોડાણ જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરીને ગામડાઓમાં આર્થિક વિકાસ માટે સગવડ કરવી.

વ્યૂહરચના

 • નિયત કરેલ આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે કલસ્ટર આધારિત અભિગમ અને બજારો સાથે જોડાણ માટે પ્રત્યેક આદિવાસી તાલુકાઓ વાર્ષિક રૂપિયા ૧કરોડની ફાળવણી
 • દૂર-સુદૂરના અનુસૂચિત જનજાતિના વિસ્તારોને નજીકનાં આર્થિક ક્ષેત્રો સાથે જોડવા માટે માર્ગો, પાણી પુરવઠો, સિંચાઈ અને સતત વિદ્યુત પુરવઠો, જેલ માળખાકીય સુવિધા તમામ આદિવાસી વિસ્તારોમાં ઉપલબ્ધ કરવી.
 • સ્થાનિક કુદરતી સંશાધનમાંથી અનુસૂચિત જનજાતિનાં પરિવારને ઊઁચું વળતર મળી હે તે માટે મૂલ્યવર્ધન.

આરોગ્ય

દૃષ્ટિદર્શન : આરોગ્યપ્રદ જીવન માટે આવશ્યક સુવિધાઓ માટેની સગવડ વિકસાવવા દ્વારા તમામ આદિવાસી કુટુંબોને આર્થિક-સામાજિક વિકાસ.

વ્યૂહરચના

 • અનુસૂચિત જનજાતિના તમામ પરિવારો માટે ચિરંજીવી યોજનાના લાભ
 • અનુસૂચિત જનજાતિનાં તમામ પરિવારોને માટે વાર્ષિક આરોગ્ય-ચિકિત્સા કાર્યક્રમ
 • હ્રદયની બીમારીમાં ઓપરેશન કરાવવું પણ હોય તેવા ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આર્થિક સહાય.
 • સીકલસેલ એનિમીયા અને લેપ્ટોસ્પીરિયસિસ જવા ચેપી રોગો દૂર કરવા માટે ખાસ ઝુંબેશ.
 • સગર્ભા સ્ત્રીએ અને ધાત્રી માતાઓ તેમજ છ વરસ સુધીમાં બલકોમાં કુપોષણ દૂર કરવા માટે યોજનાઓનો અસરકારક અમલ

આવાસ

દૃષ્ટિદર્શન : દરેક આદિવાસી પરિવારો, જેવાં વિશેષ પરિસ્થિતિનો ભોગ બની શકે તેવાં આદિમ જૂથનાં પરિવારો પણ સમાવિષ્ટ છે, તેમને માટે જીવનની ભોતિક ગુણવત્તા સુધારવી.

વ્યૂહરચના

 • અનુસૂચિત જનજાતિનાં તમામ પરિવારો માટે પાંચ વરસની અંદર આવાસ.
 • પીવાનું શુદ્ધ પાણી
 • દૃષ્ટિદર્શન : પીવાના શુદ્ધ પાણીની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ ગરીબી જેવી સમસ્યાઓ હલ કરવા માટે તમામ આદિવાસી કુટુંબોને પીવાના શુદ્ધ પાણી સુધીની પહોંચ વિસ્તારવી.
 • વ્યૂહરચના
 • આવતાં પાંચ વરસની અંદર અનુસૂચિત જનજાતિના તમામ પરિવારોને શુદ્ધ, નિશ્ચિત અને પૂરતું પીવાનું પાણી મળતું થાય
 • ઓછામાં ઓછા 25% અનુસૂચિત જાતિના વસતિને પાઈપલાઈન દ્વારા પાણી પૂરુ પાડવું.

સિંચાઈ

દૃષ્ટિદર્શન : તમામ આદિવાસી પરિવારો માટે સિંચાઈયુક્ત ખેતા અને આધુનિક ખેત પદ્ધથિની સુવિધા વિકાસવાને તેમને કૃષિમાંથી નિશ્ચિત આવક ઉપલબ્ધ કરાવવી.

વ્યૂહરચના

 • જૂથ સિંચાઈ યોજના ઉપર ઝોક
 • વોટરસેડનાં આધાર પર જળ સંચય રાખવાનું નિર્માણ
 • આદિવાસી વિસ્તારોમાં વધુ સંખ્યામાં બંધપાળા (ચેકડેમ)
 • ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય અને ટેક્નિકલ સહાય
 • બંધના ઉપરવાસના વિસ્તોરમાં પીવાના પાણીની સહસિંચાઈ યોજનાઓ હાથ ધરવી.
 • નવા મધ્યમ કક્ષાની અને લધુ સિંચાઈ યોજનાઓ ઘડવી.
 • વૈજ્ઞાનિક ઢબે પાણીના વપરાશ અને જળ વ્યવસ્થાપન ઉપર ઝોક

સર્વાંગિક વીજળીકરણ

દૃષ્ટિદર્શન : અનુસૂચિત જનજાતિનાં તમામ પરિવારો અને ગામો માટે જીવનકક્ષામાં સુધાર લાવવા તેમજ આર્થિક વિકાસના હેતુથી સાર્વત્રિક વીજળીકરણ સુનિશ્ચિત કરવું.

વ્યૂહરચના

 • હજી સુધી જે ગામમાં (હેમ્લેટ્સ)ને આવરી લીધાં નહિ તેમા વિદ્યુત જોડાણ
 • દૂર-સુદૂરના અને છૂટાં છવાયાં ગામો માટે સૂર્ય-ઊર્જા મારફતે વૈકલ્પિક ગોઠવણ
 • ગરીબીરેખા નીચે જીવતાં તમામ પરિવારોને નિઃશુલ્ક વિદ્યુત જોડાણ

તમામ ઋતુઓમાં કામ લાગી શકે તેવા માર્ગો

દૃષ્ટિદર્શન : આદિવાસી વિસ્તારોમાં મૂડી નિર્માણ કરવું અને તમામ આદિજાતિ પરિવારોની જીવન કક્ષામાં સુધાર લાવવો.

વ્યૂહરચના

 • આદિવાસી વિસ્તરોની અંદર માર્ગોની ગુણવત્તામાં સુધારો
 • 250 થી ઓછી વસતિ ધરાવતાં તમામ ઝુમખાઓ (હેમ્લેટ્સ)ને માર્ગવ્યવસ્થાથી જોડવા
 • આદિવાસી વિસ્તારોના ત્યારના માર્ગોની મરામત માટે ખાસ ઝુંબેશ

શહેરી વિકાસ

દૃષ્ટિદર્શન : તમામ આદિવાસી પરિવારોની આવકમાં ઉમેરો થાય તે હેતુથી આદિવાસી નગરોને આર્થિક વૃદ્ધિનાં કેન્દ્રો (ગ્રોથ એન્જિન) તરીકે વિકસાવવાં.

વ્યૂહરચના

વિકાસ માટેની રણનીતિમાં નીચેનાનો સમાવેશ થાય છે :

 • પૂરતી નાણાની જોગવાઈ
 • મુખ્યમંત્રીના કાર્યક્રમોનો અમલ મિશન પદ્ધતિથી અને તેનાં લક્ષ્યો સમયબદ્ધ
 • પ્રાપ્તિ/સિદ્ધિલક્ષી આયોજન
 • ક્ષમતા નિર્માણ મારફતે લોકોની ભાગીદારી
 • સંકલિત આદિજાતિ વિકાસ કાર્યક્રમની વિતરણ પ્રક્રિયાનું જિલ્લા કક્ષાએ સુદૃઢિકરણ
 • તજજ્ઞો અને વ્યાવસાયિકોની સામેલગીરી
 • ગ્રામવિકાસ માટેની કાર્યયોજના સ્થાનિક સમુદાયો જ તજજ્ઞોની સાથે રહી તૈયાર કરે
 • પરિવાર કક્ષાએ કાર્યક્રમોની અસરનું મૂલ્યાંકન સ્વતંત્ર ત્રાહિત ત્રીજા પક્ષ દ્વારા

વર્ષ ૨૦૧૬-૧૭માં વિકાસ કાર્યક્રમો

વિગતો જોવા માટે અહીં ક્લીક કરો : વનબંધુ કલ્યાણ યોજના વ્યૂહરચનાઓ

2.96296296296
કટારા અશોક ભાઈ ચીમન ભાઈ May 28, 2020 11:55 AM

અમને કાઈ ફાયદો નથી મલયો હજી સરકાર તરફથી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top