ખાસ કેન્દ્રીય સહાયની ફાળવણી માટેનાં ધારાધોરણો
આદિવાસી પેટા યોજના (TSP) (સંકલિત આદિવાસી વિકાસ કાર્યક્રમ (ITDP), MADA પોકેટ્સ અને ક્લસ્ટર્સ અને આદિમજૂથોની વ્યાપક રણનીતિ હેઠળના કાર્યક્રમો માટેના ફાળાની ખાસ કેન્દ્રીય સહાય (SCD) ની કુલ જોગવાઈમાંથી ગણતરી કરી ખાસ કેન્દ્રીય સહાયની ૧૦ ટકા રકમ છૂટાછવાયા વસતા આદિવાસીઓ માટે અલગ રાખી, બાકીની ૯૦ ટકા રકમમાંથી, ઉપરના કાર્યક્રમો અંતર્ગત અનુસૂચિત જનજાતિના જેટલા લોકોને આવરી લેવાયા હોય તેના પ્રમાણમાં કરવામાં આવે છે. આ કાર્યક્રમને અંતર્ગત ખાસ કેન્દ્રીય સહાયની આંતરરાજ્ય ફાળવણી નીચે પ્રમાણે કરવામાં આવે છે.
સંકલિત આદિવાસી વિકાસ કાર્યક્રમ (ITDP) : ITDP માટે ખાસ કેન્દ્રીય સહાયની ફાળવણી માટે રાજ્યોને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યાં છે. આ પૈકી આ પ્રકારનાં રાજ્ય એવાં રાજ્ય છે જ્યાં મોટા વિસ્તારમાં આદિવાસી લોકો વસે છે. જેમકે, :-
'બ' પ્રકારનાં રાજ્યો એવાં રાજ્યો છે, જ્યાં છૂટા છવાયા વિસ્તારમાં આદિવાસીઓ વસે છે તેમજ કેટલાક વિસ્તારોમાં આદિવાસીઓની સધન વસતિ પણ છે, જેમકે,
‘ક’ પ્રકારનાં રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં આદિવાસીઓની મોટાભાગની વસતિ છૂટાછવાયા વિસ્તારોમાં આદિવાસીઓની સઘન વસતિ છે જેમકે, :
આદિવાસી પેટા યોજના માટે ખાસ કેન્દ્રીય સહાયની કુલ રકમ ઉપરના ત્રણ પ્રકારનાં રાજ્યો માટે તે રાજ્યોમાં રહેતી કુલ આદિવાસી વસતિના પ્રમાણમાં ફાળવવામાં આવે છે.
'અ' પ્રકારનાં રાજ્યોને ભંડોળની ફાળવણી કરવા માટેનાં ત્રણ ધારાધોરણો છે. જેમકે,
રાજ્યના માથાદીઠ ચોખ્ખા ઘરેલુ ઉત્પાદનના આધાર પર વ્યસ્ત પ્રમાણમાં ૨૦%, જેમાં આદિજાતિ પેટા યોજના વિસ્તારની અંદર આદિજાતિ વસતિની બાબતને ધ્યાનમાં લઈ તેને યોગ્ય વજનભાર અપાય છે.
'બ' કે 'ક' પ્રકારનાં રાજ્યો માટે વ્યકિતગત રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશનો વ્યકિતગત હિસ્સો બે માપદંડોને આધારે નક્કી કરવામાં આવે છે. એક તો, આદિજાતિ પેટા યોજના વિસ્તારમાં અનુસૂચિત જનજાતિની વસતિને આધારે ૭૦% અને બીજું, જે, તે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના માથાદીઠ ચોખ્ખા ઘરેલુ ઉત્પાદનના આધાર પર વ્યસ્ત પ્રમાણમાં ૩૦% જેમાં આદિજાતિ પેટા યોજના વિસ્તારની અંદર આદિજાતિ વસતિની બાબતને ધ્યાનમાં લઈ તેને યોગ્ય વજનભાર અપાય છે.
MADA (Modified Area Development Approach) પોકેટ્સ, જેમાં આ આદિવાસીઓની ઘનિષ્ઠ વસતિ આવેલી હોય તેમજ આદિવાસીઓનાં ક્લસ્ટરમાં અને છૂટાછવાયા વસતા આદિવાસીઓના સંદર્ભમાં, ખાસ કેન્દ્રીય સહાયની ફાળવણી કરતી વખતે MADA વિસ્તારોમાં, ક્લસ્ટરોમાં અને છૂટાછવાયા આદિવાસીઓની વસતિમાં કુલ ફાળવણીની ૭૦% રકમ અનુસૂચિત જનજાતિની વસતિના આધાર પર અને ૩૦% જે-તે વિસ્તાર / પોકેટ / ક્લસ્ટર / તે જે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ હોય તે રાજ્ય કે પ્રદેશના સરેરાશ માથાદીઠ ચોખ્ખા ઘરેલુ ઉત્પાદનના આધાર પર વ્યસ્ત પ્રમાણમાં ફાળવવામાં આવે છે, પરંતુ જે તે પોકેટ / ક્લસ્ટર કે છૂટાછવાયા વિસ્તારમાં અનુસૂચિત જનજાતિની વસતિની બાબતને ધ્યાનમાં લઈ તેને યોગ્ય વજનભાર અપાય છે.
સ્ત્રોત: આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020