অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાણાકીય ફાળવણી

નવીન ગુજરાત પેટર્ન - સત્તાની સોંપણી / વિકેન્દ્રીકરણ

કોઈપણ કાર્યક્રમના તૃણમૂલ કક્ષાએ સફળ, અસરકારક પરિણામલક્ષી અમલ માટે નાણાકીય સત્તાઓને વાસ્તવિક રીતે નીચલી કક્ષાએ સોંપવામાં આવે એ ચાવીરૂપ બાબત છે. વિકાસ કાર્યક્રમોના ઘડતર, આયોજન અને અમલમાં સ્થાનિક જનજાતિઓને સામેલ કરવાની સક્રિય વિચારણા વરસોથી ચાલતી હતી. આમાંથી જ ઉદૃભવ થયો આદિજાતિઓના વિકાસ માટેની નવીન ગુજરાત પેટર્નનો, જેનાથી સમગ્ર આદિજાતિ વિકાસ યોજનાઓના આયોજન અને અમલમાં ક્રાન્તિ આવી.

આ પેટર્ન નીચે આદિજાતિ પેટા યોજનાનું લગભગ પ% ભંડોળ આદિવાસી જિલ્લાઓને તેમની વસતિ / વિસ્તારના પ્રમાણ અનુસાર ફાળવવામાં આવે છે અને જિલ્લાઓને તે ભંડોળનો ઉપયોગ પોતાની પસંદગીના કાર્યો / પ્રાયોજનાઓ પરત્વે કરવાની પૂરી સ્વતંત્રતા છે. ગુજરાત પેટર્નની શરૂઆત તો સરકાર દ્વારા ૧૯૯૭ માં કરવામાં આવી હતી અને આદિજાતિ વિકાસ પેટા યોજનાના ભંડોળ પૈકી રૂ. ૨૦૦ કરોડ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક વિવેકાધીન ભંડોળ તરીકે ફાળવવામાં આવ્યા હતા.

આદિજાતિ વસતિની જરૂરિયાત આધારિત અગ્રતાઓને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવામાં તેમજ તેમના જીવનની ગુણકક્ષા સુધારવામાં ગુજરાત પેટર્ન સફળ પુરવાર થયેલ છે. છેલ્લાં કેટલાંક વરસોમાં માર્ગો, પુલ, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, જમીન અને જલ સંરક્ષણ, વીજળીકરણ જેવા ક્ષેત્રીય કાર્યક્રમો અંતર્ગત જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે. લોકોની જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે માળખાકીય વિકાસને અગ્રતા આપવામાં આવી છે.

ગુજરાત પેટર્ન નીચે વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન નાણાકીય ફાળવણી વધીને રૂ. ૩૮૨ કરોડ થઈ. ગુજરાત પેટર્ન નીચેની કેટલીક અગત્યની યોજનાઓમાં નાણાકીય સહિતની પ્રાયોજનાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ, તબીબી વિષયમાં પ્રવેશ માટેની પરીક્ષાનું પ્રશિક્ષણ, સમરસ હોસ્ટેલ, વિદ્યાર્થીનીઓને સાયકલની ઉપલબ્ધિ, ટેકનિકલ કે વ્યાવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિની યોજના વગેરેનો સમાવેશ થાય છે.


નાણાકીય જોગવાઈ

વનબંધુ કલ્યાણ યોજનાની પહેલને પરિણામે આદિજાતિ વિકાસ પેટા યોજના અંતર્ગત નાણાકીય ફાળવણી જે દસમી પંચવર્ષીય યોજના (૨૦૦૨-૨૦૦૭) દરમિયાન રૂપિયા ૫૬૪૦ કરોડ હતી તે વધીને અગિયારમી પંચવર્ષીય યોજના (૨૦૦૭-૧૨) માટે રૂપિયા ૧૫૦૦૦ કરોડ થઈ અને તે સામેનું ખર્ચ રૂપિયા ૧૭,૨૦૦ કરોડ રૂપિયા થયું. આનાથી પ્રેરાઈને રાજ્ય સરકારે બારમી પંચવર્ષીય યોજના (૨૦૧૨-૨૦૧૭) માટે મહત્વકાંક્ષી કહી શકાય તેવી રૂ. ૪૦,૦૦૦ કરોડની માતબર ફાળવણી કરી.

છેલ્લાં ત્રણ વરસ (૨૦૧૧-૧૨ થી ૨૦૧૩-૧૪) દરમિયાન, કુલ નાણાકીય ફાળવણી રૂ. ૧૮,૬૯૨.૧૨ કરોડ હતી, જેની સામે તે સમયગાળાનું ખર્ચ ૯૪.૮૮% એટલે કે રૂપિયા ૧૭,૭૩૪.૮૨ કરોડ રૂપિયા થયું હતું.

વર્ષ ૨૦૧૧-૧૨ માટે નાણાકીય ફાળવણી રૂ. ૫૧૨૯.૫૧ કરોડ હતી, જેની સામે આદિવાસી વિકાસ કાર્યક્રમો અને પ્રવૃતિઓ અંતર્ગતનું ખર્ચ રૂ. ૪૮૭૫.૭૧ કરોડ હતુ. તે પછીના વર્ષે ૨૦૧૨-૨૦૧૩ માં આ ફાળવણીમાં ૩૩.૫૬% નો વધારો થયો. આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના રાજ્ય પ્રવાહ, ગુજરાત પેટર્ન અને હાર્દરૂપ (ન્યુક્લિઅસ) બજેટ સહિતની આદિજાતિ વિસ્તાર પેટા યોજનાની ૨૦૧૩-૧૪ ની ફાળવણી રૂ. ૭૧૦૨.૮૫ કરોડની હતી અને આદિજાતિ પેટા યોજનાની સુધારેલી ફાળવણી રૂ. ૬૭૧૧.૭૮ કરોડ હતી.

વર્ષ ૨૦૧૪-૧૫ માં નાણાકીય ફાળવણીમાં ૩૪.૬૭% નો વધારો થતાં ફાળવણીની રકમ રૂ. ૯૦૩૮.૫૪ કરોડ થઈ.

આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના વાર્ષિક વિકાસ કાર્યક્રમમાં ગુજરાત સરકારે વ્યૂહરચના, અભિગમ અને ઉદ્દેશો પરત્વે જે દ્રષ્ટિબિંદુ અભિવ્યક્ત કર્યું છે તે, સામાન્ય રાજ્ય યોજનાના માળખામાં ભારત સરકારે આદિજાતિ પેટા યોજના માટે જે નીતિ નક્કી કરી છે તેને અનુરૂપ જ છે.

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate