অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો (VTC)

વનબંધુ કલ્યાણ યોનજાનો ઉદ્દેશ ગુજરાતમાં સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજનાના તાલુકાઓમાં અનુસૂચિત જનજાતિનાં પરિવારોની આવક બેગણી કરવાનો છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યની આદિવાસી વિકાસ વિભાગ જુદી જુદી ખાનગી સંસ્થાઓ, બિનસરકારી સંગઠનો અને સરકારી તંત્રો સાથે હાથ મિલાવીને પશુપાલન, કૃષિ વૈવિધ્યકરણ, યોજના અને કૌશલ્ય તાલીમ જેવી બાબતો જેવી પરિણામલક્ષી પ્રાયોજનાઓનો અમલ શરૂ કરેલ છે.

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો (પીપીપી મોડ્યુલ)

વનબંધુ કલ્યાણ યોનજાનો ઉદ્દેશ ગુજરાતમાં સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજનાના તાલુકાઓમાં અનુસૂચિત જનજાતિનાં પરિવારોની આવક બેગણી કરવાનો છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યની આદિવાસી વિકાસ વિભાગ જુદી જુદી ખાનગી સંસ્થાઓ, બિનસરકારી સંગઠનો અને સરકારી તંત્રો સાથે હાથ મિલાવીને પશુપાલન, કૃષિ વૈવિધ્યકરણ, યોજના અને કૌશલ્ય તાલીમ જેવી બાબતો જેવી પરિણામલક્ષી પ્રાયોજનાઓનો અમલ શરૂ કરેલ છે. ઉપરાંત, આદિવાસી વિકાસ વિભાગ ઉત્કૃષ્ટ કક્ષા મા નમુનારૂપ વ્યાવસાવિક તાલીમ કેન્દ્રો શરૂ કરવા ઈચ્છે છે. જેમાં અગ્રણી ખાનગી સંસ્થાઓની ભાગીદારીથી આ કાર્યક્રમ હાથ ધરવા માગે છે. આ માટે સુવ્યાખ્યાયિત જાહેર-ખાનગી-ભાગીદારી (PPP) બનાવવામાં આવી હતી. આ જાતિને અનુ-સરીને મુખ્યમંત્રીશ્રીએ ખાનગીક્ષેત્રના ભાગીદારીથી વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો મંજૂર કાર્યક્રમ કર્યા હતો.

ખાનગી-જાહેર ભાગીદારી એ એક ક્રાન્તિકારી વિભાવના છે. વળી આ એક એવી તક છે જે ગુમાવવા જેવી નથી. આદિવાસી વિસ્તારના ગુજરાતની પૂર્વ પટ્ટીએ આવેલા 43 તાલુકાઓમાં હજી ખાનગી ક્ષેત્રનો પગપેસારો થયો નથી. જુદા જુદા ક્ષેત્રોમાં આમ તો ઉચ્ચ લાયકાત ધરાવતા વ્યાવસાયિકો તૈયાર કરવામાં ભારત અગ્રેસર રહ્યું છે. તોય અર્ધકુશળ કે સારી કુશળતા ધરાવતી વ્યક્તિઓની અછત તો છે જ. હાલમાં વિદ્યમાન કુશળ લાયકાત ધરાવતા વ્યાવસાયિકોની ઉણપ નિવારી શકાઇ નથી. આ બાબતને ધ્યાનમાં લઈને જ પીપીપી મોડેલ (જાહેર ખાનગી ભાગીદારી મોડ્યુલ) એક અસરકારક ઉપાય તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. ગુજરાત સરકારના ખાનગી-જાહેર ભાગીદારીયુક્ત એટલે રાજ્ય સરકાર અને ખાનગી ભાગીદાર સંસ્થા વચ્ચે એક કરાર કરવામાં આવે છે. અને તેમાં ખાનગી ક્ષેત્રના ઉપલબ્ધિકાર વ્યાવસાયિક તાલીમ કેન્દ્રમાં આદિવાસી યુવકોને વ્યાવસાયિક તાલીમ ઉપલબ્ધ કરે છે. મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમનાં અમલ માટે ખાનગીક્ષેત્રની ભાગીદારી મેળવવા સંબંધિત સરકારી ઠરાવ નં. બીકેવાય-102007-244(1) તા. 10મી એપ્રિલ, 2007ના રોજ કરવામાં આવેલ છે.

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોમાં ખાનગી ક્ષેત્રને સાંકળવાની બાબતને ધ્યાનમાં રાખીને તા. 21-08-2008નો સરકારી ઠરાવ નં. એનએસએ-1008-743-GG પણ જારી કરવામાં આવેલ છે.

વહીવટીતંત્ર વ્યવસ્થા

ખાનગી-જાહેર ભાગીદારી (PPP)નીતિ

ગુજરાતના અનુસૂચિત જનજાતિના યુવકને રોજગારીનો યોગ્ય અને કૌશલ્યપૂર્ણ બનાવવાના હેતુથી એક તદ્દન નવતર અને આશાવાદી પ્રાયોજના-જેને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે તનો પ્રારંભ 21-06-2008થી PPP નીતિ અંતર્ગત ખાનગી-જાહેર ભાગીદારી યોજના દ્વારા થયો. આ પ્રાયોજનામાં યોજનાકીય અને તાલીમી પ્રવૃત્તિનું ઘડતર ચોક્કસ પ્રગતિશીલ ઉદ્યોગલક્ષી અને રોજગારલક્ષી તાલીમ આજુ બાજુના ઉદ્યોગોના સક્રિય સહયોગથી કરવામાં આવ્યું.

ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિ (HPC)

તે જ દિવસે એટલે કે તા. 21-06-2008ના દિવસે સરકારી ઠરાવ નં. એનએસએ/1008/763/G દ્વારા નવા વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો મંજૂર કરવા માટે તેમજ હાલમાં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો મંજૂર કરવા માટે તેમજ હાલનાં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોના નીતિ-વિષયક પ્રશ્નો બાબતે નિર્ણય લેવા માટે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિની રચના કરવામાં આવી. આ ઉચ્ચસત્તા ધરાવતી સમિતિના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રી છે જ્યારે નાણા, શ્રમ અને રોજગાર તથા આદિવાસી કલ્યાણ વિભાગના વડાઓ તેના સભ્યો છે. અને ઉચ્ચસત્તા ઘરાતી સમિતિ પોતાની બેઠક નિયમિત રીતે દર છ મહીને યોજે છે તેમજ જરૂરિયાત આધારિત બેઠક ઓછામાં ઓછું વર્ષમાં ત્રણ વાર યોજે છે.

રાજ્યકક્ષાની ટેક્નિકલ સમિતિ

તા. 13-09-2010ના રોજ એક નવી સમિતિની પણ જરૂર જણાઈ જે વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર સંબંધિત ઉપસ્થિત થતા સમાંતર મુદ્દાઓ ઉપર નિર્ણય લઈ શકે. જેમ કે વ્યાવસાયિક તાલીમ માટેના અભ્યાસ કેન્દ્રોની મંજૂરીં તેવા અભ્યાસ કેન્દ્રોમાં વધારે બેચની સંખ્યા વધારવી, તેવા વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો શરૂ કરવાં, દરખાસ્ત આવે તેના ઉપર ટીકા-ટિપ્પણ કરી ભલામણ કરવી અથવા અન્ય ટેક્નિકલ પ્રકારના કોઈ પણ મુદ્દાઓ ટૂંકમાં, વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોના વિશેષતઃ ટેક્નિકલ પ્રકારના મુદ્દાઓ ઉપર બેહતર નિર્ણય કરી શકાય તે માટે ગુજરાતના અન્ય વહીવટી વિભાગોના તજજ્ઞ સભ્યોને સમાવતી રાજ્ય કક્ષાની ટેક્નિકલ સમિતિ બનાવવાની જરૂર જણાતાં તે સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ સ્થાને આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ રહેશે.

ક્રમશઃ પ્રગતિ

ઓલ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રાઈવીંગ ટ્રેનીંગ એન્ડ ટેકનિકલ રિસર્ચ

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રની મોટર ટ્રાઈવીંગની તાલીમ આપવાની આ પ્રાયોજનાનું વ્યવસ્થાપન મારૂતિ-સુઝુકી ઈન્ડિયા લિ.કરે છે. આ નવતર યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ આ સૌ પ્રથમ વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર છે. ખાનગી જાહેર ભાગીદારી નીતિ અમલી બની તે પહેલા જ 2007માં આ પ્રાયોજના મંજૂર થઈ અને વર્ષ 2009 થી ઓલ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રાઈવીંગ ટ્રેનીંગ એન ટેક્નિકલ રિસર્ચની તાલીમ પણ શરૂ થઈ. હાલ તો લાઈટ મોટર ડ્રાઈવીંગની તાલીમ આપવામાં આવે છે. અને આ સંસ્થા AGDTTR એ ૭૯૩૭ આદિવાસી યુવકોને તાલીમ આપી છે અને ૬૩૦૯ ઉમેદવારોને જુદીજુદી પ્રતિષ્ઠિત કંપનીઓ, સંસ્થાઓ અને ઉદ્યોગોમાં નોકરી મળી છે.

વાઘધરા ટ્રસ્ટ :

ઉચ્ચ સત્તા ધરાવતી સંસ્થાની રચના થયા પછી તેમણે સૌપ્રથમ તા. 24-08-2008ના દિવસે જે પ્રાયોજનાને મંજરી આપી જે સંસ્થાને પ્રાયોજના ચલાવવા મંજૂરી આપી. તે સંસ્થા હતી વાઘલધારા ટ્રસ્ટ તે વાઘલધારા ટ્રસ્ટ વાઘલધારા રજી. વલસાડ ખાતે આવેલું છે. તે જાહેર સેવાભાવી સંસ્થા છે. અને પબ્લિક ટ્રસ્ટ હેઠળ વર્ષ 1968માં નોંધાયેલી સંસ્થા છે. વલસાડ જિલ્લામાં આ સંસ્થા શિક્ષણક્ષેત્રે ખૂબ સક્રિય રીતે કાર્યરત છે. આ સંસ્થાએ બહુલક્ષી વ્યવસાયિક તાલીમ કેન્દ્ર ગામ વાઘલધારા જિલ્લા વલસાડ ખાતે શરૂ કરવાની દરમાફક કરવા ખૂબ જહેમત લીધી હતી. આ વાઘલધારા ગામ આદિજાતિ વિકાસ યોજનાના 7 પોકેટમાં સમાવિષ્ટ છે. ત્યાં વ્યવસાયિક તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે વીવીકેએમ એ પોતાની 4.5 એકર જમીન ફાળવી આપી છે. આ કેન્દ્ર ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથે કાર્યરત થઈ ચુક્યુ છે, જેમાં અદ્યતન મશીનરી અને સાધન સરંજામ છે. હાલ વીવીકએમ ખાતે કુલ 17 અભ્યાસક્રમો શરૂ થઈ ચુક્યા છે. અને તેમા ૨૨૭૭ આદિવાસી યુવકોને તાલીમ અપાઈ છે. જે પૈકી ૧૯૯૮ યુવકોને તો પ્રતિષ્ઠિત ઉદ્યોગો અને સંસ્થાઓમાં સારા વેતન સાથેની રોજગારી મળતી થઈ ગઈ છે. તેમાં ચાલતા અભ્યાસક્રમોની યાદી આ પ્રમાણે છે.

  • કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
  • ડ્રાફ્ટ્સમેન (સિવિલ)
  • ઈલેક્ટ્રિશીયન
  • રેફ્રિજરેશન અને એર-કન્ડિશનીંગના મિકેનિક
  • વેલ્ડર
  • પ્લમ્બર
  • ટર્નર
  • ફીટર
  • કોમ્પ્યુટર અને ટેલી ઓપરેટર
  • સિવિલ સાઈટ સુપરવાઈઝર
  • રેફ્રિજરેશન અને એર-કન્ડિશનીંગ ટેક્નિશીયન
  • ઈલેક્ટ્રીકલ હાઉસ વાયરીંગ
  • વેલ્ડર ટેક્નિશીયન
  • ટીંગ અને મીંગ વેલ્ડર
  • સીએનસી ટર્નિંગ ઓપરેટર
  • પ્લમ્બર (છ મહિનાનો અભ્યાસક્રમ)
  • બાર વેલ્ડર (લોખંડના સળીયા વાળવા)
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • સીએનસી મશીનીસ્ટ

'સેવા' રૂરલ :

તા. 25-05-2009ના દિવસે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ પીપીપી નીતિ અંર્તગત 'સેવા' રૂરલ ખાતે છેલ્લા 30 વરસથી ચાલતા વ્યાવસાયિક તાલીમ કેન્દ્રના વિસ્તરણમાં મંજૂરી આપી. 'સેવા' રૂરલ એ એક સ્વૈચ્છિક વિકાસલક્ષી સંસ્થા છે. જે 1980 થી દક્ષિણ ગુજરાત ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર ઝઘડિયા ખાતે આરોગ્ય અને આરોગ્યલક્ષી સેવાઓ આપતી સંસ્થા છે. આ પ્રવૃત્તિઓની શરૂઆત ભારત અને પરદેશમાં તબીબી ક્ષેત્રે શિક્ષણ અને અનુભવ લઈ આવેલા યુવાન વ્યવસાવિકોના એક જૂથે સ્વામિ વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના વિચારો અને આદર્શો પર કરી હતી. ઝઘડિયા (જિ. ભરૂચ)માં ચાલતા આ વ્યવસાયિક તાલિમ કેન્દ્રમાં 12 જુદા જુદા વ્યવસાયોની તાલીમ અપાય છે. તાજેતરમા 'સેવા' રૂરલ એ ૯૭૬ આદિવાસી યુવકોને તાલીમ આપી છે. જે પૈકી ૭૧૦ ઉમેદવારોને વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને ઉદ્યોગોમાં નોકરી મળી છે. ઝઘડિયામાં 'સેવા' રૂરલ દ્વારા ચાલતા અભ્યાસક્રમો આ પ્રમાણે છે.

  • ટર્નર
  • ઈલેક્ટ્રિશીયન સહ મોટર રીવાઈન્ડર
  • એન્વીરોનમેન્ટ સહ કેમિકલ પ્લાન્ટ ઓપરેટર
  • મશીનિસ્ટ
  • પ્રિન્ટીંગ (મુદ્રણ કાર્ય)
  • ફિટર વેલ્ડર
  • ઓફિસ સહાયક
  • પ્રયોગશાળા સહાયક
  • નર્સિંગ સહાયક
  • દૃષ્ટિ સંબંધિત ટેક્નિશીયન
  • કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ

શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ :

તા. 13-09-2010ના દિવસે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર મંજૂરી કરતાં વ્યવસાયિક તાલીમ કેન્દ્ર ક્ષેત્રે એક નવો સીમાસ્તંભ રચાયો શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના ગુજરાતના ખ્યાતનામ ઔદ્યોગિક અને વ્યવસાયિક પરિવારે 1980માં એક સેવાભાવી સંસ્થા તરીકે કરી હતી. 1987માં આ સંસ્થાએ વિકાસલક્ષી પ્રવૃત્તિ પણ કરવાનું ચાલું કર્યું. આ ટ્રસ્ટ આરોગ્ય, શિક્ષણ, કૃષિ વિકાસ, બાગબાની, પશુપાલન વ્યવસ્થાપન, પાણી અને સ્વચ્છતા, ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વર્ધન, મહિલા સશક્તિકરણ, બાલ વિકાસ, પ્રાકૃતિક સંશાધનોનો વહીવટ, પીવાના શુદ્ધ પાણીનો કાર્યક્રમ આપત્તિ વ્યવસ્થાપન, ઘરકામના બોજને હળવો કરવો અને આજીવિકાની સલામતી જેવા બહુવિધ ક્ષેત્રો પણ દરમિયાનગીરી માધ્યમથી સમર્થનકારી સેવાઓ ઉપલબ્ધ કરી શકે છે. શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટના વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું નામ 'વિવેક' રાખવામાં આવ્યું છે. શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટે વડેદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પાલડી ગામે તાલીમ શરૂ કરીને વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે દસ અભ્યાસક્રમ શરૂ કર્યા છે. શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટને નીચેના તાલીમ અભ્યાસક્રમો મંજૂર કરવામાં આવેલ છે. અને ટ્રસ્ટે તાજેતરમાં ૨૦૫૬ આદિવાસી યુવકોને તાલીમ આપેલી. જે પૈકી ૧૬૩૨ યુવકોને પ્રતિષ્ઠિત ઉદ્યોગો અને સંસ્થાઓમાં સારી નોકરી મળી છે.

શ્રોફ ફાઉન્ડેશનને મંજૂર થયેલા અભ્યાસક્રમો

  • વેલ્ડિંગ ટેક્નિશીયન
  • ટીગ અને મીગ વેલ્ડર
  • ઈલેક્ટ્રીકલ હાઉસ વાયરીંગ
  • ઔદ્યોગિક સિવણ મશીન ઓપરેટર
  • બેડ-સાઈટ આસિસ્ટન્ટ (બીમાર વ્યક્તિની સાર સંભાળ માટે)
  • સીએનસી લેથ ઓપરેટર
  • બીપીઓ એક્ઝીક્યુટીવ
  • કડિયાકામ
  • ડીટીપી ઓપરેટર
  • પાયાનું કોમ્પ્યુટર અને એમ.એસ.ઓફિસ
  • ઈગ્લિશ
  • વ્યક્તિત્વ વિકાસ
  • સીએનસી લેથ ઓપરેટર
  • મિલીંગ ઓપરેટર
  • સીએનસી મિલીંગ ઓપરેટર
  • કેમિકલ પ્લાન્ટ ઓપરેટર
  • પ્લમ્બર
  • છૂટક વેપાર
  • ફેબ્રિકેટર તરીકેનું કાર્ય
  • લેથ ઓપરેટર
  • મેઈન્ટેનન્સ સિમેન્ટ – કેમિકલ પ્લાન્ટ
  • સ્કેફ ફોલ્ડર (પાલક બાંધવા)
  • ઔદ્યોગિક ઈલેક્ટ્રીશીયન
  • લઘુ સિંચાઈ વ્યવસ્થા (કૃષિ)

મુનિસેવા આશ્રમ :

મુનિસેવા આશ્રમ એ મુબંઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, 1950 હેઠળ નોંધાયેલ સેવાભાવી ટ્રસ્ટ છે. જે વડોદરા જિલ્લાના ગોરજ નામના ગામે આવેલું છે. સંકલિત સામુદાયિક કલ્યાણ કાર્યક્રમો માટે સ્થપાયેલી આ સંસ્થા ઉચ્ચ સત્તા ધરાવતી સંસ્થાએ તારીખ 28-10-2010ના દિવસે વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર શરૂ કરવા મંજૂરી આપી. મુનિસેવા આશ્રમ સંસ્થા હાલ આરોગ્ય સંભાળ, શિક્ષણ, કુટંબ સલાહ કેન્દ્રો અને તબીબી હોસ્પિટલ ચલાવે છે જેમાં ગંભીર કે સામાન્ય દરદીઓનો ઈલાજ થાય છે. આ સંસ્થા ગામના આંતરિયાળ વિસ્તારમાં આવેલી હોવાથી તેને ગ્રામીણ વિસ્તારોના આરોગ્યક્ષેત્ર જાગૃતિ પેદા કરવાનું વધુ સુલભ બન્યું છે. હાલ મુનિસેવા આશ્રમ દ્વારા ભાડાના મકાનમાં 8 અભ્યાસક્રમ ચાલે છે. અને તેણે ૮૩૭ આદિવાસી યુવકોને તાલીમ આપી છે, જે પૈકી ૭૪૬ ઉમેદવારોને વિવિધ પ્રતિષ્ઠિત ઉદ્યોગો અને સંસ્થાઓમાં નોકરી મળી છે. ઉચ્ચ કક્ષાની સત્તા ધરાવતી સમિતિએ મુનિસેવા આશ્રમને મંજૂર કરેલા અભ્યાસક્રમો નીચે પ્રમાણે છે.

  • લેબ ટક્નિશીયન
  • લેબ આસિસ્ટન્ટ
  • ઓપરેશન થિએટર (OT) ટેક્નિશીયન
  • ડાયાલિસીસ ટેક્નિશીયન
  • બેડ સાઈડ આસિસ્ટન્ટ (બીમાર વ્યક્તિની સારસંભાળ અર્થે)
  • CSSD આસિસ્ટન્ટ
  • BPO – ઘરગથ્થુ
  • વ્યક્તિત્વ વિકાસ
  • બેઝિક કોમ્પ્યુટર અને એમ.એસ.ઓફિસ
  • ઈંગ્લિશ ભાષા
  • મિડ-વાઈફરી (પ્રસૂતિના કેસો) આસિસ્ટન્ટ
  • રસીરકણ આસિસ્ટન્ટ
  • ડ્રેસર (પાટા-પિંડી માટે)
  • ફાર્મસી આસિસ્ટન્ટ
  • મેડિકલ રેકર્ડ ટેક્નિશીયન
  • આરોગ્ય સંભાળ માટેના બહુહેતુક વર્કર
  • સોલર હોટ વોટર ઈંસ્ટોલર અને સેવા ઉપલબ્ધ કામ
  • સોલર લાઈટ સિસ્ટમ ટેક્નિશીયન
  • સોલર હીટર-કુકર સિસ્ટમ ટેક્નિશીયન
  • ટ્રેક્ટર રિપેરીંગ ને ઓવર હોલીંગ
  • ખેતી માટે હાર્વેસિંગ/પ્રોસેસીંગ સાધનોની મરામત / નિભાવ અને ક્ષેત્રીય સંચાલન
  • માપન
  • પ્લમ્બર
  • ઘરેલુ બીપીઓ

અતુલ ગ્રામીણ વિકાસ ફંડ :

તા. 28-10-2010ના દિવસે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ અતુલ ગ્રામીણ વિકાસ ભંડોળને વલસાડ જિલ્લાની ધરમપુર ખાતે વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર શરૂ કરવા મંજૂરી આપી. અતુલ ગ્રામીણ વિકાસ ફંડની સ્થાપના 1978માં અતુલ પાસે ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં કરવામાં આવી હતી. તે સમયે અતુલના અધ્યક્ષસ્થાને શ્રી સિદ્ધાર્થ કસ્તુરભાઈ લાલભાઈ હતા. આ સંસ્થા નો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં સંકલિત વિકાસ કાર્યક્રમો કરીને ગરીબોને અને જરૂરિયાતમંદ લોકોને સંકલિત ગ્રામ વિકાસ સેવાઓ ઉબલબ્ધ કરવાનો હતો. અતુલ વલસાડ જિલ્લામાં, વલસાડથી નજીકનાં સ્થાને અને મુબઈથી ઉત્તરમાં 200 કિ.મિ. દૂર આવેલું છે. તેની સ્થાપના કાળથી જ અતુલ ગ્રામીણ વિકાસ ફંડ આરોગ્ય સંભાળ, શિક્ષણ, આવાસ, કૃષિ અને વ્યાવસાયિક તાલીમ જેવાં ક્ષેત્રે વલસાડ જિલ્લામાં સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓ હાથ ધરતું આવ્યું છે. આ ઉપરાંત અતુલ ગ્રામીણ વિકાસ ફંડ એ સરકારી કે બિનસરકારી સંસ્થાઓની ગ્રામ વિકાસલક્ષી પ્રવૃત્તિઓના અમલમાં માધ્યમ તરીકે પણ કાર્યરત છે. અતુલને મંજૂર કરવામાં આવેલ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રમાં હાલ છ અભ્યાસસીઓ ભાડાના મકાનમાં ચાલે છે અને તેણે ૨૦૭૬ આદિવાસી યુવકોને તાલીમ આપી છે જે પૈકી ૧૮૩૦ ઉમેદવારોને પ્રતિષ્ઠિત ઉદ્યોગો કે સંસ્થાઓમાં નોકરી મળી ગઈ છે. સંસ્થાને નીચેના અભ્યાસક્રમો માટે મંજૂરી આપવામાં આવી છે.

  • ઔદ્યોગિક સિવણ મશીન ઓપરેટર
  • ડેટાએન્ટ્રી ઓપરેટર – ટેલી
  • કડિયાકામ
  • પ્લમ્બર
  • વેલ્ડીંગ ટેક્નિશીયન
  • બાર બેન્ડર (લોખંડના સળિયા વાળવા) અને સ્ટીલ ફિક્સર
  • બેડ સાઈડ આસિસ્ટન્ટ (દરદીની સારસંભાળ માટે)
  • ઈલેક્ટ્રિશીયન
  • વ્યક્તિત્વ વિકાસ
  • બેઝિક કોમ્પ્યુટર અને એમ.એસ.ઓફિસ
  • ઈંગ્લીશ ભાષા
  • કેમિકલ પ્લાન્ટ ઓપરેટર (પ્રોસેસ એટેન્ડન્ટ)
  • કેમિકલ પ્લાન્ટ મેઈન્ટેનન્સ
  • કેમિકલ પ્લાન ઈન્સ્ટ્રુમેન્ટ એટેન્ડન્ટ
  • હાર્ડવેર મેઈન્ટેનન્સ અને નેટવર્કિંગ
  • મોબાઈલ રીપેરિંગ
  • શટરીંગ મિસ્ત્રી અને પાલખ બાંધનાર (સ્કેફફોલ્ડર)

ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ (GVT):

ઉચ્ચ કક્ષાની સત્તાઓ ધરાવતી સમિતિએ તા. 23-10-2010ના દિવસે વધુ એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર ગ્રામીણ વિકાસને ટ્રસ્ટને મંજૂર કર્યું. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ એક રાષ્ટ્રીય કક્ષાની નહિ-નફો, નહિ નુક્સાન કરતી સંસ્થા છે, જેને ભારત સરકારની કૃષક ભારતી કો.ઓપરેટીવ લિમિટેડ (KRIBHCO) એ તેમજ ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (DFID) યુકે એ પુરસ્ફત કરેલ છે. ગ્રામીણ વિકસા ટ્રસ્ટ દેશના મધ્ય વિસ્તારના વરસાદની અછતવાળા આદિવાસી વિસ્તારમાં ગરીબો માટે સાતત્યપૂર્ણ આજીવિકા વિકાસ માટે કાર્ય કરે છે. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જે પ્રકારે સાતત્યપૂર્ણ આજીવિકા વિકાસ માટે કાર્ય કરે છે તે પ્રાકરની દરમિયાનગીરી 1992 થી ચાલુ છે. આ માટે તે સંકલિત અને સર્વાંગી અભિગમથી આજીવિકા વિકાસનું કાર્ય કરે છે અને તે કાર્ય દરમિયાન આ સંસ્થાએ આદિવાસીઓ આજીવિકા સંબંધિત તાલીમ મુદ્દાઓમાં સક્ષમતા અને તજ્જ્ઞા પ્રાપ્ત કરી લીધા છે. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જે પ્રદેશોમાં કાર્ય કરે છે તેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને હિમાલય પ્રદેશનો સમાવેશ થાય છે. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જે કાર્યક્ષેત્રોમા કાર્ય કરે છે તેમાં કૌશલ્ય વિકાસ, સામાજિક અને સંસ્થાકીય વિકાસ, જમીન અને જળ સંવર્ધન, જલસ્ત્રોત વ્યવસ્થાપન, કૃષિ વિકાસ, વનીકરણ, પશુપાલન, મોસમી હેરફેર કરવાની પ્રક્રિયાનો અંત અને ભાગીદારી યુક્ત સંશોધન વગેરેનો સમાવેશ થાય છે. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રમાં હાલ છ અભ્યાસક્રમો ભાડાના મકાનમાં ચાલુ કરી દેવાયા છે. હવે, ગ્રામ વિકાસ ટ્રસ્ટ નીચેની યાદીમાં જણાવેલ અભ્યાસક્રમનો ચલાવશે. ગ્રામીણ વિકાસ સંસ્થાએ ૯૩૬ આદિવાસી યુવકોને તાલીમ આપી છે જે પૈકી ૭૦૨ ઉમેદવારોને જુદા જુદા ઔદ્યોગિક સ્થાનોએ કે વ્યાવસાયિક સંસ્થાઓમાં નોકરી મળી ગઈ છે. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સંસ્થાને મંજૂર થયેલા અભ્યાસક્રમો નીચે પ્રમાણે છે.

  • કડિયાકામ
  • લોખંડના સળિયા વાળવા અને સ્ટીલ ફિક્સર
  • પ્લમ્બર, એડવાન્સ પ્લમ્બર
  • સામાન્ય કાર્યની દેખરેખ
  • વ્યક્તિત્વ વિકાસ
  • બેઝિક કોમ્પ્યુટર અને એમ.એસ.ઓફિસ
  • ઈગ્લીંશ ભાષા
  • રસ્તાઓને સમતલ બનાવવાનું કામ
  • સુથારી કામ
  • રંગવાનું કામ – રંગરેજ
  • ટાઈલ્સ અને માર્બલ ફીટીંગનું કામ
  • પાલખ બાંધવાનું અને ફોર્મવકે ટેક્નિશીયન

સિપેટ સેંન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક એંજિનીરિંગ અને ટેક્નોલૉજી :

૧૦ મી હાઈ પાવર્ડ કમિટી સિપેટ દ્વારા વર્ષ ૨૦૧0 માં વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરની સેંન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક એંજિનીરિંગ અને ટેક્નોલૉજી, ધરમપુર ,જી-વલસાડ ની મંજૂરી આપવામાં આવેલ હતી. પ્રોજેકટ નો સમયગાળો ૧૦ વર્ષ મંજૂર થયેલ છે.પ્રોજેકટ ના સમયગાળા દરમ્યાન ૯૦૦૦ તાલીમાર્થી ને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખવામા આવેલ છે. સિપેટ સંસ્થા ભારત સરકાર અંતગત કાર્યરત સંસ્થા છે. ભારત સરકારની કેમીકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ્સ વિભાગ હેઠળ પ્લાસ્ટીક એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (સીપેટ) સેન્ટ્રલ સંસ્થા,દ્વારા પ્લાસ્ટીક એન્જિનિયરીંગ અને વિવિધ એન્જિનિયરીંગ ક્ષેત્ર અંગેની ઉચ્ચ ગણવત્તાયુક્ત રોજગારલક્ષી તાલીમ આપીને તેઓને પગભર કરવાનો આ યોજનાનો હેતુ છે..પ્રોજેકટ નું અમલીકરણ પ્રાયોજના વહીવટદાર વલસાડ દ્વારા કરવામાં આવે છે. હાલ સિપેટ દ્વારા ભાડા ના મકાન માં વર્ષ ૨૦૧૫ થી તાલીમ કાર્યક્ર્મ ધરમપુર ખાતે શરૂ કરેલ છે.સિપેટ દ્વારા હાલ ૨૦૫ તાલીમાર્થી ને તાલીમ આપવામાં આવે છે.

નીચે મુજબ ના કોર્ષ હાલ કાર્યરત છે :

  • પ્લાસ્ટિક એંજિનીરિંગ અને પ્રોડક્ટ મેન્યુફેકરિંગ ટેક્નોલૉજી;
  • ઓપરેટટ ટ્રેનીંગ ઓન ઈંજેક્સ્ન મોલ્ડિંગ પ્રોસેસ
  • ઓપરેટટ ટ્રેનીંગ ઓન એક્ષ્તૃશન ટેક્નિક
  • ડિજાઇન યુઝિંગ કેડ/કેમ સૉફ્ટવેર
  • સીએનસી મિલિંગ ઓપરેટર
  • સિએનેસી લેથ ઓપરેટર

બિઝનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગ (વ્યાવસાયિક કામ બહારથી કરાવવું) છોટાઉદેપુર ખાતે

બિઝનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગ (BPO) પ્રાયોજના શ્રોફ ફાઉન્ડેસન ટ્રસ્ટ દ્વારા અમલમાં હતી. તે યેજનાનો વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો માટેની મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતા વાળી 14મી ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ સ્વીકાર કર્યો. શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ એક નોંધાયેલી બિનસરકારી સંસ્થા છે. અને હવે છોટાઉદેપુરનો સ્વતંત્ર જિલ્લો બનેલા અગાઉના વડોદરા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોની પ્રાયોજના હાલ છોટાઉદેપુરના ભાડાના મકાનમાં કાર્યરત છે. તાજેતરમાં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં BPO એ ૫૮૪ આદિવાસી યુવકોને તાલીમ આપી છે તથા તે પૈકી ૫૧૨ ને રોજગારી મળેલ છે. હાલમાં તે BPO એટલે કે બિઝનેશ પ્રોસેસીંગ આઉટ સોર્સીંગનો અભ્યાસક્રમ ચલાવે છે.હાલ પ્રોજેકટ નો સમયગાળો 18મી ગવરનિંગ બોડી દ્વારા બીપીઓ પ્રોજેકટ નો સમયગાળો 3 વર્ષ માટે વધારો કરેલ છે.

GIZ IS :

ડિ.સેગએ GIZISની ટેક્નિકલ સહાય સંકલિત આદિવાસી વિકાસ પ્રાયોજન વિસ્તારોમાં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો માટે સહયોગ પૂરો પાડવા માટે પસંદગી કરી છે. GIZIS એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેની માલિકી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની સરકારની છે. છેલ્લા 30 વર્ષ કરતાં પણ લાંબી સમયગાળાથી GIZIS વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા અસરકારક અને કાર્યદક્ષ રીતે વિકસે તેને માટે જરૂરી એવી તજ્જ્ઞતાની સંપૂર્ણ શ્રેણીને વણી લેતી સેવા આપે છે. પરામર્શન સેવા (Consultancy services) પૂરી પાડી રહી છે.

GIZIS સંસ્થાએ TASS – ટેક્નિકલ સહાય અને સમર્થનકારી સેવાઓ ઉપલબ્ધ કરવા સંબંધિત પ્રાયોજના જુલાઈ 2009માં રજૂ કરીને ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના યુવકો માટે વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો સ્થાપવામાં સહાયક બનાવાનો વિચાર રજૂ કર્યો હતો.

GIZIS સાથે આ સંબંધિત સંમતિ કરાર તા. 13-10-2009ના દિવસે વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર પરિષદ સહાયે કરવામાં આવ્યો.

રાજ્યકક્ષાની ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિએ આ પ્રાયોજનાની દરખાસ્તને તેમની તા. 21મી ડિસેમ્બરે યોજાયેલી બેઠકમાં બહાલી આપી. પ્રાયોજનાની મંજૂરી સંબંધિત વિગતો જાણવા માટે ઉકત બેઠકની કાર્યવાહીની નોંધ જોવી જરૂરી છે.

ડિ.સેગ એ તેમના તા. 08-02-20120ના પત્ર નં. વીકેવાય2009/STR/ડિ.સેગ/(II) થી પ્રાયોજનાને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હોવાની જાણ કરી.

GIZIS નીચેના ક્ષેત્રોમાં સહયોગ ઉપલબ્ધ કરે છે.

  • શ્રમબજારના પૃથ્થકરણ અને આવશ્યક કૌશલ્યની ઓળખ માટે ક્ષમતા નિર્માણ
  • વિભાવનાત્મક માળખાની રચના
  • અભ્યાક્રમો વિકસાવવા
  • અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં શિક્ષણ આપવા માટેની તેમજ શીખવા માટેની અભ્યાસ સામગ્રી વિકસાવવી
  • પ્રાયોજનાની સમીક્ષા અને મૂલ્યાંકન
  • ફોલોઅપ-માર્ગદર્શન સહાય અને અસરોનુ વિશ્લેષણ
  • સાતત્યપૂર્ણતાનું ઓપકાર્ય અને સફળતા માટેની કેડી કંડારવી
  • કારકીર્દી પરામર્શન અને માર્ગદર્શનની પદ્ધતિ
  • નોકરીમાં પ્રસ્થાપન માટેની સહાય વ્યવસ્થા
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે તાલીમ આપતી સંસ્થાઓ સાથે જોડાણ
  • બજાર વ્યવસ્થા અને જાહેર સંપર્ક સંબંધિત માર્ગદર્શન
  • દરેક વ્યાવસાયિક માર્ગદર્શન કેન્દ્ર માટે માનવ સંસાધન સંહિતા (HR Manual) ની રચના
  • વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો ઇત્યાદિ માટેની વેબસાઈટ તૈયાર કરવી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate