આર્થિક વિકાસ માટે નીચેના હેતુસર ખાસ કેન્દ્રીય સહાય ફાળવવામાં આવે છે :
- ITDP - સંકલિત આદિવાસી વિકાસ યોજનાના વિસ્તારો, જેમાં કુલ વસતિની ૫૦ ટકા કરતાં વધુ વસતિ અનુસૂચિત જનજાતિની હોય, તે વિસ્તારોને
- MADA - Modified Area Development Approach સુધારેલ વિસ્તાર વિકાસ અભિગમ પોકેટસમાં જે પોકેટસમાં ૧૦૦૦૦ થી વધુ વસતિ હોય અને તે પૈકી અનુસૂચિત જનજાતિની વસતિ ૫૦ ટકા કરતાં વધુ હોય તે પોકેટસને
- ક્લસ્ટરોની અંદર પણ, જે ક્લસ્ટરની કુલ વસતિ ૫૦૦૦ કે તેથી વધુ હોય અને તેમાં અનુસૂચિત જનજાતિની વસતિ ૫૦% કરતાં વધુ હોય તેવાં ક્લસ્ટરને
- આદિમજૂથો - અનુસૂચિત જનજાતિઓમાં પણ એવી જાતિઓ જે સાવ એકાંકી અવસ્થામાં રહેતી હોય, જેની વસતિનો દર અત્યંત નીચો હોય, જ્યાં ખેતી પણ સાવ પ્રાગ્ કૃષિ ટેકનોલોજી અનુસાર પુરાણી ઢબથી કરાતી હોય, અને જ્યાં સાક્ષરતા દર પણ અત્યંત નીચો હોય. (અત્યાર સુધીમાં ભારતમાં આવાં ૭૫ આદિમજાતિ જૂથો શોધી કઢાયાં છે)
- ઉપરના 'અ', 'બ', 'ક' અને 'ડ' સિવાયની સ્થળાંતરિત આદિજાતિ વસતિ
- માર્જીનમની લોન કાર્યક્રમ માટે રાજ્યોમાં આવેલાં ટ્રાયબલ ફાયનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશનને સહાય
- વિશેષ પ્રાયોજનાઓ - અમુક ખાસ વિશેષ પ્રાયોજનાઓની દરખાસ્તો પણ પ્રાપ્ત થાય છે અને મંજૂરી અપાય છે.
પ્રક્રિયા કે કાર્યપધ્ધતિને લાગે વળગે છે ત્યાં માર્ગદર્શિકા નીચે પ્રમાણે સૂચવે છે :-
- રાજ્ય સરકારો કે કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાસ કેન્દ્રીય સહાયની ફાળવણી સંકલિત આદિવાસી વિકાસ યોજના (ITDP) ને કરવી તેમજ ખાસ કેન્દ્રીય સહાય યોજનો કોઈપણ હિસ્સો રાજ્ય કક્ષાએ કોઈપણ વિભાગ કે ખાતાને ફાળવવો નહિ. જો અમલીકરણ કરતા ખાતા કે સંસ્થાને નાણા ભંડોળની ફાળવણીની તબદીલી કરવી જરૂરી બને તો તે કાર્યવાહી ITDP કક્ષાએ જ થવી જોઈએ. ITDP અમલીકરણ કરતી સંસ્થા / વિભાગ / ખાતાના, લાગતા વળગતા અધિકારીને તે ફાળવણી તબદીલ કરશે.
- ITDP એ પંચવર્ષીય / વાર્ષિક યોજના સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈને બનાવવાં જોઈએ. બિન-આયોજન પ્રકારની કોઈ પ્રવૃતિ માટે ખાસ કેન્દ્રીય સહાયમાંથી ખર્ચ કરી શકાશે નહિ.
- બંધારણીય જોગવાઈઓની પરિપૂર્તિ અર્થે જે જે યોજનાઓ માટે ખાસ કેન્દ્રીય સહાયનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવે તેનો સ્પષ્ટ ઉલ્લેખ રાજ્યની વાર્ષિક આદિવાસી પેટા યોજનામાં કરવો જોઈએ અને ભારત સરકારની વહીવટી મંજૂરી પણ મેળવી લેવી જોઈએ. અલબત્ત, પ્રત્યેક કેસ દીઠ આવી નાણાકીય મંજૂરી મેળવવાનું આવશ્યક નથી.
- સામાન્યતઃ ખાસ કેન્દ્રીય સહાયની રાજ્યોને ફાળવણી ત્રણ હપ્તામાં કરવામાં આવતી હોય છે અને સહાયની જેટલી રકમ ઉપલબ્ધ કરવાની થતી હોય તે ત્રીજા ત્રિ-માસને અંતે ફાળવી દેવાતી હોય છે. આ ફાળવણી રાજ્યો દ્વારા મેળવેલ સિધ્ધિને તેમજ અગાઉ ફાળવેલ ભંડોળમાં ઉપયોગિતા પ્રમાણપત્રને આધારે ફાળવવામાં આવે છે.
સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.