હોમ પેજ / સમાજ કલ્યાણ / આદિજાતી કલ્યાણ / આદિવાસી સલાહકાર સમિતિ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આદિવાસી સલાહકાર સમિતિ

આદિવાસી સલાહકાર સમિતિ વિશેની માહિતી

સરકારના પ્રાયોજનામાં સહયોગની સત્તા અને પ્રમાણ પ્રાયોજના અનુસાર ઓછા કે વધતા રહેશે. પરંતુ સામાન્યતઃ પ્રત્યેક પ્રાયોજનાની અંદર સહાયની રકમ પ્રાયોજનામાં જોડાયેલ ગરીબી રેખા નીચેના પ્રત્યેક આદિવાસી પરિવાર દીઠ રૂ. ૩૦,૦૦૦ની મર્યાદામાં રહેશે. પ્રાયોજના માટેનો સરકારી સહયોગ, સરકારના આદિજાતિ વિકાસ વિભાગ મારફતે ઉપલબ્ધ કરાશે. આ વિભાગ પોતાની આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP) ના પ્રવાહિત ભંડોળ તેમજ અન્ય વિભાગોના ભંડોળની ગોઠવણ કરશે. આ ઉપરાંત, સરકાર પ્રાયોજના સંદર્ભિત માળખાકીય વિકાસ જેમકે રસ્તાનું બાંધકામ અને સુદ્રઢીકરણ/ મજબૂતીકરણ, વીજ અને પાણી પુરવઠો, બ્રોડ બેન્ડ જોડાણ વ્યવસ્થા વગેરે માટે પણ સહાય ચૂકવશે. આ કાર્યક્રમ પરિણામલક્ષી છે. તેથી રાજ્ય સરકાર ભાગ લેનાર ગરીબી રેખા નીચે જીવતા દરેક વ્યક્તિગત પરિવાર મારફતે આ કાર્યક્રમનું સુનિયંત્રણ કરશે.

ખેત-આધારિત પ્રવૃતિઓ માટે સરકારી સહાય

ખેત આધારિત પ્રાયોજનાઓ માટે રાજ્ય સરકાર ઉત્પાદન થાય તે કક્ષા સુધી પોતાનો સહયોગ ઉપલબ્ધ કરશે તેમજ નાગરિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ માટે પણ સહાય કરશે. જે જુદા જુદા ક્ષેત્રોમાં આ પ્રકારે સરકારી સહયોગ ઉપલબ્ધ કરાશે તેમાં નીચેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે:

 • પ્રાયોજનાની સંભવિતતાઓએ અભ્યાસ અને પ્રાયોજના વિકાસ
 • લાભાર્થીઓની પસંદગી અને તાલીમ
 • જમીન વિકાસ
 • લાભાર્થીઓ માટે આપૂર્તિ સહયોગ
 • વિસ્તરણ સેવાઓ
 • સિંચાઈ
 • પાક લીધા પછીનું વ્યવસ્થાપન
 • ધિરાણ માટેની વ્યવસ્થા
 • માળખાકીય વિકાસ
 • વીમો અને જોખમ આવરણ
 • સંશોધન અને વિકાસ (R & D) માટે સહયોગ
સ્ત્રોત: આદિજાતિ વિકાસ
3.03571428571
જીગ્નેશ રામસીંગ damor Mar 24, 2020 01:20 PM

આદિવાસીએ દાહોદ નું મુળભુત અંગ છ આ સમિતિ દવારા વિકાશ થસે આવી આશા રાખુંછું

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top