આદિવાસી વિસ્તારોમાં હાટ બજાર
સ્થાનિક ગ્રામીણ સાપ્તાહિક બજાર, જેને લોકભાષામાં ‘હાટ’ કહેવાય છે તે ગ્રામીણ પ્રજાને પ્રોત્સાહિત કરે છે. અને તેઓની કૃષિ પેદાશો, શાકભાજી તેમજ આનુસંગિક ચીજવસ્તુઓ ઉપરાંત હસ્તકલાની ચીજો વેચવા માટે ચીજવસ્તુઓ ઉપરાંત હસ્તકલાની ચીજો વેચવા માટે ચીજવસ્તુઓ ઉપરાંત હસ્તકલાની ચીજો વેચવા માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરી આપે છે. આદિવાસી હાટ બજાર પણ તેવા જ હાટ છે. ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં આવા લગભગ ૧૮૨ સાપ્તાહિક હાટ ભરાય છે. દરેક આદિવાસી તાલુકાનો એવો કોઈ ચોક્કસ સાપ્તાહિક દિવસ અનુસૂચિત જનજાતિ સમુદાય માટે નક્કી જ હોય છે જ્યારે આ હાટ ભરાય છે. અહીં સ્થાનિક રીતે પેદા થતી કૃષિ પેદાશો, શાકભાજી, મસાલા, ગૌણ જંગલ પેદાશો, જંગલી ફળફળાદિ, મધ, કપડાં, પાલતુ પક્ષીઓ, ઈંડા, પશુઓ, માછલી વેગેરેનું વેચાણ વાજબી ભાવથી થાય છે. આ ભાવ અન્ય બજારોની સરખામણીમાં નીચા હોય છે.
નબળી આર્થિક પરિસ્થિતિને કારણે આદિવાસી લોકોને દુકાન, શેડ, છત્ર સહિતનાં પાકાં કાયમી બાંધકામ પોષાય નહિ તેથી તેઓ ખુલ્લાં જ પોતાની વેચાણ વ્યવસ્થા ગોઠવે છે. ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં અમુક સ્થળોએ અદ્યતન સુવિધાઓ જેવી કે માથે શેડ સાથેનો પ્લેટફોર્મ, પાર્કિંગ, ટોઈલેટની સુવિધા, વીજ-સુવિધા, પીવાના પાણીની સગવડ, સલામતી વ્યવસ્થા વગેરે માટેનાં અદ્યતન હાય બજાર વિકસાવવાનું આયોજન કર્યું છે. આનાથી સ્થાનિક લોકોને ત્યાંથી ચીજવસ્તુઓ ખરીદવાનું સુલભ બનશે અને તે હાટ બજારમાં વધુ મોટી સંખ્યામાં આદિવાસી લોકોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે વધુ વિશાળ જગા અને સુવિધાઓ પ્રાપ્ત થશે.
પ્રથમ તબક્કે આવાં ૧૨ (બાર) હાટ બજાર ક્રમશઃ વિકસાવવામાં આવશે. આવું પ્રત્યેક હાટ બજાર લગભગ રૂપિયા બે કરોડમાં બંધાશે. વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રાયોગિક ધોરણે આવાં બે હાટ બજાર તાપી અને સુરત જિલ્લા માટે મંજૂર કરવામાં આવેલ છે. ત્યાં આધુનિક સુવિધાઓનું બાંધકામ ચાલુ છે. આવાં વધુ દસ હાટ બજાર વર્ષ ૨૦૧૫-૧૬ માં હાથ પર લેવાશે.
સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020