આસામ, મેઘાલય,ત્રિપુરા, અને મિઝોરમના રાજયો સિવાય અન્ય કોઈપણ રાજયમાં અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિઓના વહીવટ સંબંધિત જોગવાઈઓ બમધારણની કલમ 244(1) માં તેમજ બંધારણની પાંચમી અનુસૂચિમાં આપવામાં આવેલ છે.
બંધારણની પાંચમી અનુસૂચિમાં સંસદ દ્વારા ફેરફાર કરી શકાય છે. આ અનુસૂચિત ફકરા 7 દ્વારા તે અનસૂચિની જોગવાઈઓમાં ઉમેરો, સુધારો, પાંછું ખેંચવું વગેરે દ્વારા કોઈપણ ફેરફાર કરવાની સત્તા સંસદને આપવામાં આવી છે.
દેશના અન્ય વિસ્તારો કરતાં આ અનુસૂચિત વિસ્તારોની અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે તે વિસ્તારોમાં દેશમાં મૂળ વતનીઓ વસે છે, જેઓ સામાજિક અને આર્થિક રીતે પછાત છે અને તેમની સ્થિતિમાં સુધારો લાવવા માટે વિશિષ્ટ પ્રકારના પ્રયાસો કરવાનું જરૂરી છે. તેથી, રાજ્યમાં સમગ્રપણે જે વહીવહીતંત્ર સામાન્યતઃ કાર્યરત છે તેનું વિસ્તરણ અનુસૂચિત વિસ્તારો માટે કરવામાં આવ્યું નથી અને આ વિસ્તારો માટે કેન્દ્ર સરકારે કંઈક વધારે મોટી જવાબદારી સ્વીકારી છે.
રાજ્યની વહીવટી સત્તા તે રાજ્યમાં રહેલા અનુસૂચિત વિસ્તારોને લાગુ પડે છે. રાજ્યપાલ દર વરસે અથવા રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યારે અનુસૂચિત વિસ્તારોના વહીવટ સંબંધિત અહેવાલ રાષ્ટ્રપતિને મોકલે છે. આ વિસ્તારોના વહીવટ સંબંધે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સૂચના આપી શકે છે.
રાષ્ટ્રપતિ હુકમ જારી કરીને કોઈપણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે આવા વિસ્તારો બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં આવેલા છે.
સ્ત્રોત: આદિજાતિ વિકાસ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020