વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહત્વની સિધ્ધિઓ

અનુસૂચિત જાતિ કલ્યાણ મહત્વની સિધ્ધિઓ વિશેની જાણકારી આપેલ છે

વર્ષ ૨૦૧3-૧૪ ના વર્ષની મહત્વની સિધ્ધિઓ

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓની નાણાકીય જોગવાઇઓને મુખ્યત્વે બે સદરોમાં વહેંચવામાં આવેલ છે. જેમાં આયોજન અને આયોજન બહાર (સી.એસ.પી) યોજનાઓ હેઠળ અલગ અલગ યોજનાવાર જોગવાઇઓ કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાન આયોજન હેઠળ અનુસૂચિત જાતિઓ માટે રૂ!.૫૦૦૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ સામે રૂ!. ૪૬૭૬૪.૫૦ લાખનો ખર્ચ થયેલ છે. જે બજેટ જોગવાઇની સામે ૯૩.૫૩ ટકા ખર્ચ થયેલ છે. આયોજન બહાર રૂ!. ૧૧૦૫૦.૯૪ લાખની જોગવાઇ સામે રૂ!. ૧૧૩૯૮.૨૩લાખનો ખર્ચ થયેલ છે. જે જોગવાઇ સામે ૧૦૩.૧૪ ટકા ખર્ચ થયેલ છે. આમ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની યોજનાઓમાં કુલ રૂ!.૬૧૦૫૦.૯૪ લાખની બજેટ જોગવાઇ સામે કુલ રૂ!. ૫૮૧૬૨.૭૩ લાખનો ખર્ચ થયેલ છે. જે કુલ જોગવાઇ સામે ૯૫.૨૭ ટકા જેટલો ખર્ચ થયેલ છે

યોજનાવાર મેળવેલ સિધ્ધિઓ (આયોજન/આયોજન બહાર/કેન્દ્ર પુરસ્કૃત)

 • પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૨૩૭૦૦૨ વિઘાર્થીઓને લાભ આપી રૂ!. ૬૭૭.૪૮ લાખનો ખર્ચ થયેલ છે.(BCK- 2 + 71)
 • અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને પૂર્વ એસ. એસ. સી. શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૩૨૭૧૭૦ વિઘાર્થીઓને રૂ!. ૬૦૯૯.૨૭ લાખની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલ છે. (BCK- 4 Plan + CSP)
 • પોષ્ટ એસ. એસ. સી. ની રાજ્ય શિષ્યવૃત્તિની યોજના હેઠળ ૭૮૦૦ વિઘાર્થીઓને રૂ!. ૩૯૬.૯૧ લાખનો ખર્ચ કરીને લાભ આપવામાં આવેલ છે. (BCK- 5 )
 • સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ-૮ માં ભણતી અનુસૂચિત જાતિની ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની વિધાર્થીનીઓને રૂ!. ૪૫૯.૯૮ લાખનો ખર્ચ કરીને ૧૭૯૪૧ વિધાર્થીનીઓને સાયકલનો લાભ આપવામાં આવેલ છે. (BCK- 6)
 • ભારત સરકારની પોષ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હેઠળ ૧૧૧૧૮૧ વિઘાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવેલ છે. જેમાં રૂ!. ૧૧૧૧૯.૬૫ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. (BCK- 6.1 plan+CSP)
 • ફુડબીલ યોજના હેઠળ ૧૫૭૧ વિઘાર્થીઓને લાભ આપી રૂ!. ૯૨.૮૫ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. (BCK- 10)
 • પાયલોટ તાલીમ યોજના માટે રૂ!. ૧૩૫.૦૦ લાખનો ખર્ચ કરીને ૭ વિધાર્થીને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવેલ છે. (BCK- 14)
 • અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા ૭૦ બાળકોને રૂ!. ૭૦૦.૦૦ લાખનો ખર્ચ કરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં મોકલવામાં આવેલ છે. (BCK- 15)
 • બે જોડી કપડાની યોજના હેઠળ ૨૨૩૧૦૩ વિઘાર્થીઓને રૂ!. ૬૬૯.૪૧ લાખનો ખર્ચ કરીને લાભ આપવામાં આવેલ છે. (BCK- 16)
 • અતિ પછાત જાતિઓના ૧૦૦૫૨૪ વિઘાર્થીઓને રૂ!. ૭૨૫.૭૪ લાખનો ખર્ચ કરીને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલ છે. (BCK- 17+17A)
 • માનવ ગરિમા યોજના હેઠળ ૧૬૦૦૦ વ્યક્તિઓને રૂ!. ૭૯૦.૫૧ લાખની સહાય ચૂકવવામાં આવેલ છે. (BCK- 31+NP- 31)
 • વકીલ અને ડૉકટરોને લોન / સહાય માટે ૫ વકીલો અને ૨ ડૉક્ટરો તથા ૧૫૨૯ ટ્રેઈનીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે કુલ રૂ!. ૮૯.૪૫ લાખની લોન / સહાય ચૂકવવામાં આવેલ છે. (BCK- 32+A+B+C)
 • શહેરી વિસ્તારના નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ / દુકાન ખરીદવા નાણાંકીય સહાય / લોન આપવાની યોજના હેઠળ ૧૧ લાભાર્થીઓને રૂ!. ૪.૧૭ લાખનો ખર્ચ કરી લોન / સહાય આપવામાં આવેલ છે. (BCK- 43+43A+73+73A)
 • કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈધકીય સહાય (ગરીબી નિવારણ કાર્યક્રમ) યોજના હેઠળ ૪૯૪૯ દર્દીઓ માટે રૂ!. ૧૮૧.૬૯ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. (BCK- 47+74)
 • વ્યક્તિગત ધોરણે મકાન સહાય આપવાની યોજના હેઠળ ૧૯૯૫ મકાનોના બાંધકામ માટે રૂ!.૭૪૧.૩૧ લાખની સહાય મંજુર કરવામાં (BCK - 50)
 • શહેરી વિસ્તારોમાં વ્યક્તિગત ધોરણે મકાન સહાય આપવાની યોજના હેઠળ વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાન ખર્ચ થયેલ નથી. (BCK- 51)
 • અતિપછાત જાતિઓને (વાલ્મિકી, હાડી, નાડિયા, સેનવા, તુરી, ગરો બ્રાહ્મણ, વણકર સાધુ, દલિત બાવા, તુરી બારોટ, તીરગર/તીરબંદા, થોરી અને માતંગ) મકાન સહાય પેટે રૂ!. ૧૯૭.૪૩ લાખનો ખર્ચ કરીને ૭૪૨ મકાનો ના બાંધકામ માટે સહાય આપેલ છે. (BCK- 52)
 • આંતર જ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ ૫૨૦ યુગલોને રૂ!. ૨૬૦.૨૦ લાખનો ખર્ચ કરીને પ્રોત્સાહન સહાય આપવામાં આવેલ છે. (BCK- 54)
 • કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ ૪૨૫૯ કન્યાઓને રૂ!.૪૨૫.૯૫ લાખનો ખર્ચ કરીને સહાય આપવામાં આવેલ છે. (BCK- 55)
 • સાત ફેરા સમુહ લગ્ન યોજના હેઠળ ૪૪૨ લાભાર્થીઓને રૂ!. ૬૨.૯૪ લાખનો ખર્ચ કરીને સહાય આપવામાં આવેલ છે. (BCK- 57)
 • અત્યાચાર અધિનિયમ યોજના હેઠળ અત્યાચારના બનાવોમાં ૧૧૨૨ વ્યક્તિઓને રૂ!. ૩૨૭.૧૫ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. (પરિશિષ્‍ટ-૧૦)
 • અત્યાચારનો ભોગ બનનાર અનુસૂચિત જાતિની વ્યક્તિઓના પુનઃ સ્થાપન માટેની રાજ્ય આકસ્મિક યોજના હેઠળ ૭ વ્યક્તિઓના પુનઃ સ્થાપન માટે રૂ!. ૦.૧૨ લાખની સહાય આપવામાં આવેલ છે.
સ્ત્રોત: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
3.015625
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top