હોમ પેજ / પ્રભાવક વાર્તાઓ / ડૉ નિકુલ પટેલ -વિકાસપીડીયાની ઉપયોગીતા
વહેંચો

ડૉ નિકુલ પટેલ -વિકાસપીડીયાની ઉપયોગીતા

ડૉ નિકુલ પટેલવિકાસપીડીયાની ઉપયોગીતા વિષે જણાવે છે

ખરેખર તો મને જાણ જ ન હતી, પણ મારા કોઇ આર્ટિકલ ને કોઇ લેખકે કોપી-પેસ્ટ કરીને વિકાસપીડીયા પર પોસ્ટ કરેલ અને વિકાસપિડીયા ટીમને તે ધ્યાન પર આવ્યું એટલે તેમણે મને શોધીને સંપર્ક કરીને વિકાસપીડીયા સંદર્ભે માહિતી આપી અને વધુ ને વધુ આર્ટિકલ પોસ્ટ કરવા માટે પ્રોત્સાહન પણ આપ્યું અને તેના માટે ખૂબ જ અસારો સહકાર આપ્યો. મને આ ટીમ સાથે કામ કરવાની ખૂબ મજા આવી.

વિકાસપીડીયા પર માહિતી જે મૂકવામાં આવે છે તે ખૂબ જ સરસ છે, હું સમયાંતરે ચેક કરતો હોઊં છું, પણ અત્યાર સુધી મને જરૂર પડી નથી.

ગુજરાતી ભાષામાં દરેક વિષયને લગતી પૂરતી માહિતી અને તેના પર સતત નઝર રાખીને તેને પ્રમાણભૂત(authentic) રાખવાનો પ્રયાસ એ મને ખૂબ ગમ્યો.

ચોક્ક્સ, મારા વિષયને લગતી – આયુર્વેદ અને આરોગ્યને લગતી માહિતીથી લોકોને સ્વાસ્થ્ય અંગે ખૂબ સારી જાણકારી મળે અને સાથે સાથે ખાસ કરીને સરકાર દ્વારા વિવિધ શૈક્ષણિક અને જન-જાગૄતિના પ્રયાસ કરવામાં આવે છે તેની યોગ્ય માહિતી મળી રહે તેવું આ એક માત્ર પ્લેટફોર્મ મને જણાયું.

વિકાસપીડીયા એ વધુને વધુ અને પ્રમાણભૂત માહિતી આપનાર વેબ પોર્ટલ છે અને તે ચોક્ક્સ વિશ્વસનીય માધ્યમ છે.

ડૉ. નિકુલ બાબુભાઇ પટેલ,આયુર્વેદ ડૉક્ટર,અમદાવાદ,9825040844

Back to top