હોમ પેજ / આરોગ્ય / સક્ષમ ગુજરાત / મલ્ટિસ્પેશિયાલિટી રીહેબકેર માટે ગુજરાતનું સર્વપ્રથમ સેન્ટર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મલ્ટિસ્પેશિયાલિટી રીહેબકેર માટે ગુજરાતનું સર્વપ્રથમ સેન્ટર

મલ્ટિસ્પેશિયાલિટી રીહેબકેર માટે ગુજરાતનું સર્વપ્રથમ સેન્ટર

હાથ-પગ વગરના જીવનની કલ્પના કરવી ઘણી જ મુશ્કેલ હોય છે ત્યારે એવા લોકો કે જેમને જન્મજાત શરીરમાં ખોડખાંપણ હોય અથવા અકસ્માત તેમજ કેન્સર કે ડાયાબિટીસના કારણે હાથ-પગ ગુમાવવા પડ્યાં હોય. એવા લોકો માટે અમદાવાદના સીજી રોડ વિસ્તારમાં આવેલી મેગ્નિફાય હેલ્થકેર લિમિટેડ એક આશાનું કિરણ બનીને ઉભરી છે. મેગ્નિફાય હેલ્થકેર દિવ્યાંગ લોકોને છેલ્લા ઘણા વર્ષોથી આધુનિક કૃત્રિમ હાથ-પગ (પ્રોસ્થેટિક્સ) અને દેખાવમાં આબેહુબ દેખાતા શરીરના અંગો (કાન, નાક, આંગળી, અંગુઠા) બનાવી આપે છે. આબેહુબ દેખાતા આ અંગોના કારણે વ્યક્તિને ક્યારેય પોતે દિવ્યાંગ હોવાનું મહેસુસ થતું નથી. મેગ્નિફાય હેલ્થકેર લિમિટેડ આ પ્રવૃત્તિથી દિવ્યાંગ ભાઈ-બહેનોને મુખ્ય પ્રવાહમાં લાવી તેમને સ્વાવલંબી બનાવવા પીઠબળ પુરૂ પાડે છે. મેગ્નિફાય હેલ્થ કેર પાસે કૃત્રિમ હાથ-પગ બનાવવાની વિશેષ કુશળતા અને આધુનિક સેન્ટર હોવાથી દેશ ઉપરાંત વિદેશથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રોસ્થેટિક અંગો બનાવવા આવી રહ્યાં છે. 18 વર્ષનો બહોળો અનુભવ ધરાવતી મેગ્નિફાય હેલ્થકેરની ટીમે પ્રોડક્ટ અને સર્વિસથી અત્યાર સુધી 20 હજારથી વધુ દર્દીઓને સંતોષ આપ્યો છે. આગામી એક વર્ષમાં ગુજરાતના દરેક મોટા શહેરમાં તેમજ આગામી પાંચ વર્ષમાં ભારતના દરેક રાજ્યમાં દર્દીઓને તેઓના શહેરમાં જ રીહેબકેરની સારવાર મળી રહે તેવું મેગ્નિફાય હેલ્થકેર લિમિટેડનું લક્ષ્ય છે. કોઈ પણ પ્રકારની સર્જરી કરાવ્યા બાદ ટાંકા તોડેલા ભાગ ઉપર સ્કાર કે નિશાન ના રહે તે માટે આ સેન્ટરમાં ખાસ પ્રકારની સિલિકોન જેલશીટથી રીહેબકેરની સારવાર કરાય છે.

પ્રેશર ગારમેન્ટ્સ બનાવતી ગુજરાતની એકમાત્ર કંપની

મેગ્નિફાય ગ્રૂપ ઓફ કંપનીઝ છેલ્લા 18 વર્ષથી પ્રેશર ગારમેન્ટ્સ (ખાસ પ્રકારનું દબાણ આપતા કપડા) તેમજ સ્ટોકિંગ્સ બનાવતી ગુજરાતની એક માત્ર કંપની છે. દાઝી ગયેલા દર્દીઓ માટે પ્રેશર ગારમેન્ટ્સ પહેરવા ખૂબ જ આવશ્યક હોય છે. પ્રેશર ગારમેન્ટ્સ પહેરવાનો મુખ્ય ફાયદો ઉપસી ગયેલી ચામડીને લેવલમાં લાવી ચામડીની સંભવિત વિકૃતી ટાળવાનો છે અને શરીરને કોસ્મેટિક હેતુથી સુડોળ બનાવી રાખવાનો છે. આ ઉપરાંત વેરિકોઝ વેઈન્સ તેમજ લિમ્ફોઈડિમા જેવી વાસ્ક્યુલર ખામીને આગળ વધતી અટકાવવાનો છે. કેન્સર તેમજ ગેસ્ટ્રિક બેરિયાટ્રિક જેવી કેટલીક ખાસ પ્રકારની સર્જરી બાદ પ્રેશર ગારમેન્ટ્સ પહેરવાની અત્યંત જરૂર જણાતી હોય છે. ઘણા દર્દીઓને હૃદયની બાયપાસ સર્જરી બાદ છાતીમાં ઘણો મોટો સ્કાર દેખાતો હોય છે તેને પણ પ્રેશર ગારમેન્ટ્સથી ઓછો કરી શકાય છે.

ફૂટની તપાસ માટે ફ્રાન્સનું સ્કેનિંગ મશીન

મેગ્નિફાય હેલ્થકેર પાસે ફ્રાન્સનું અદ્યતન ફૂટ સ્કેનિંગ મશીન છે જેની મદદથી પગના પંજાની ખોડખાંપણનું સ્ક્રિનિંગ થઈ શકે છે અને ત્યારબાદ તે ખામીને દૂર કરવા જરૂરી ઈન્સોલ અને ફૂટ બનાવી આપવામાં આવે છે.

દુબઈથી ખાસ પગ બનાવવા આવ્યા

દુબઈથી આવેલા ત્રણ વર્ષના ક્રિશિવ કંઝારિયાને જન્મજાત એક પગનો વિકાસ થયો નહોંતો. ક્રિશિવના માતા પિતા દુબઈથી ખાસ આ સેન્ટરમાં આવ્યા હતાં. છ મહિના પહેલા મેગ્નિફાય હેલ્થકેર સેન્ટરમાં કૃત્રિમ પગ બનાવાયો હતો. બે દિવમસાં જ બાળક કૃત્રિમ પગની મદદથી ચાલતો થયો હતો.

કૃત્રિમ પગથી નવી આશાનો સંચાર

માર્ગ અકસ્માતમાં 20 વર્ષના જય મોદીએ બંને પગ ગુમાવી દીધા હતા. આ યુવાને સંખ્યાબંધ સ્થળે કૃત્રિમ પગ માટે તપાસ કરી હતી અને છેવટે મેગ્નિફાય હેલ્થકેર સેન્ટર ઉપર પસંદગી ઉતારી હતી. પગ ન હોવાના કારણે તેનો અભ્યાસ બંધ થઈ ગયો હતો અને એક વર્ષ સુધી તે પથારીવશ રહ્યો હતો. કૃત્રિમ પગ મળવાથી આજે તે ફરીથી તે જ ઉત્સાહથી કોલેજ જઈ શકે છે.

  • પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, વાસ્ક્યુલર સર્જરી, કેન્સર સર્જરી, ડાયાબિટીસના કારણે થતા એમ્પ્યુટેશન, હૃદયની બાયપાસ સર્જરી, હર્નિયા જેવી જનરલ સર્જરી તેમજ મોટાપો દૂર કરતી ગેસ્ટ્રિક બેરિયાટ્રિક સર્જરી અને ડિલિવરી બાદના ગાયનેક સર્જરીના રીહેબ કેરને લગતી સારવાર સેન્ટરમાં કરી અપાય છે. સેન્ટર RCI (રીહેબકેર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) દ્વારા સર્ટિફાયડ થયેલા પ્રોસ્થેટિસ્ટ અને ઓર્થોટિસ્ટ દ્વારા કૃત્રિમ અંગો ફીટ કરવામાં આવે છે
  • પેરા ઓલમ્પિકમાં 80% એથલેટ્સના કોમ્પોનન્ટ યુરોપની ઓસુર કંપનીમાં તૈયાર થાય છે, આ કંપની સાથે ગુજરાત ખાતેનું મેગ્નિફાય હેલ્થકેરનું એક માત્ર જોડાણ છે. દર્દીને જુદીજુદી રીહેબકેર માટે ભટકવું ના પડે તેવા ઉમદા આશયથી દર્દીઓના હિતને સર્વોપરી રાખી આ કંપની છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે હાથ-પગ ગુમાવી બેઠેલા લોકો માટે કૃત્રિમ અંગો અને દાઝી ગયેલા દર્દીઓ માટે પ્રેશર ગાર્મેન્ટ્સ (ખાસ પ્રકારનું દબાણ આપતા કપડા) તેમજ સ્ટોકિંગ્સ બનાવતી ગુજરાતની એક માત્ર કંપની મેગ્નિફાય હેલ્થકેર લિમિટેડ છે

સ્ત્રોત : મિલિન્દ શાહ (ફાઉન્ડર ડિરેક્ટર & પ્રેશર ગારમેન્ટ્સ સ્પેશિયાલિસ્ટ), રાહુલ પરમાર (ડિરેક્ટર & હેડ પ્રોસ્થેટિસ્ટ એન્ડ ઓર્થોટિસ્ટ)

3.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top