વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રક્તચાપ

રક્તચાપ જેવી સમસ્યાઓ

રક્તવાહિનીઓની દીવાલો પર લોહીના પરિભ્રમણને કારણે સર્જાતા દબાણને રક્તચાપ કહે છે. ધમનીઓ એ એવી રૂધિરવાહિનીઓ છે, જે હ્રદય દ્વારા ધકેલાતા લોહીને શરીરની તમામ પેશીઓ અને અંગો સુધી પહોંચાડે છે. ધમનીઓમાં લોહી ધકેલતા હ્રદય દ્વારા રક્તચાપ પેદા થાય છે અને રૂધિરપ્રવાહ પરત્વે રૂધિરવાહિનોના પ્રતિભાવ દ્વારા તેનું નિયમન થાય છે.

પરંપરાગત રીતે, વ્યક્તિનું લોહીનું દબાણ સીસ્ટોલિક\ડાયસ્ટોલિક રક્તચાપ દ્વારા વ્યક્ત થાય છે. દાખલા તરીકે 120\80. સીસ્ટોલિક રક્તચાપ (ટોચની સંખ્યા) હ્રદયના સ્નાયુ જ્યારે સંકોચાઈને રૂધિરવાહિનીઓમાં લોહી ઠાલવે છે ત્યારે રૂધિરવાહિનીઓ પર થતું દબાણ છે. ડાયસ્ટોલિક રક્તચાપ (તળિયાની સંખ્યા) હ્રદયના સ્નાયુ જ્યારે સંકોચાયા બાદ શિથિલ થાય છે ત્યારે રૂધિરવાહિનીઓ પર થતું દબાણ છે. હ્રદય શિથિલ થાય છે ત્યારે જે રક્તચાપ હોય છે, તેના કરતા તે જ્યારે લોહીને ધકેલે છે ત્યારે રક્તચાપ વધારે ઊંચો હોય છે.

મોટાભાગના તંદુરસ્ત પુખ્ત લોકોનો સીસ્ટોલિક રક્તચાપ પારાના 90થી 120 એમએમ દબાણ (એમએમ એચજી) વચ્ચે હોય છે. સામાન્ય ડાયસ્ટોલિક રક્તચાપ પારાના 60થી 80 એમએમ દબાણ વચ્ચે હોય છે. હાલની માર્ગદર્શિકા પ્રમાણે સામાન્ય રક્તચાપ 120\80 જેટલો ગણાય છે.

નીચો રક્તચાપ શું છે ?

નીચો રક્તચાપ (હાઇપોટેન્શન) એ એક એવું નીચું દબાણ છે, જે ધમનીઓ અને શિરાઓમાં વહેતા લોહીના નીચા દબાણના લક્ષણો અને ચિહ્નો સર્જે છે. જ્યારે લોહીનું દબાણ એટલું બધું નીચુ હોય કે તે મગજ, હ્રદય અને મૂત્રપિંડ જેવા નિર્ણાયક અંગો સુધી પૂરતો પ્રાણવાયુ અને પોષક તત્વો પહોંચાડી શકતું નથી, ત્યારે અંગો તેમની સ્વભાવિક કામગીરી બજાવી શકતા નથી અને કાયમી ધોરણે તેમને નુકસાન થઈ શકે છે.

ઊંચા રક્તચાપથી વિપરીતપણે નીચો રક્તચાપ નીચા લોહી દબાણના લક્ષણો અને ચિહ્નો દ્વારા પ્રાથમિકપણે વ્યાખ્યાયિત થાય છે, રક્તચાપના ચોક્કસ આંકડાથી નહીં. કેટલીક વ્યક્તિઓને 90\50નો રક્તચાપ હોઈ શકે છે, જેમાં નીચા રક્તચાપના લક્ષણો હોતા નથી અને તેથી તેમને લોહીનું નીચુ દબાણ નથી હોતું. જોકે, અન્ય લોકો જેમને ઊંચો રક્તચાપ સામાન્યપણે હોય છે, તેમનું લોહીનું દબાણ ઘટીને 100\60 થાય તો, તેઓ નીચા રક્તચાપના લક્ષણો વિકસાવી શકે છે.

નીચા રક્તચાપને કારણે ઉભા રહેવાથી ચક્કર ચડે, તમ્મર ચડે કે મૂર્છા આવે છે. તેને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન કહે છે. સામાન્ય વ્યક્તિઓ ઉભા રહેવાથી થતા નીચા રક્તચાપ સાથે અનુકૂલન સાધી શકે છે. જ્યારે કોરોનરી ધમની (હ્રદયના સ્નાયુને લોહી પહોંચાડતી ધમની) સુધી લોહી પહોંચાડવા જેટલું લોહીનું દબાણ ના હોય ત્યારે વ્યક્તિને છાતીમાં દુખાવો થઈ શકે છે કે પછી હ્રદયરોગનો હુમલો પણ આવી શકે છે. જ્યારે મૂત્રપિંડને લોહી પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યારે મૂત્રપિંડો શરીરમાંથી યુરીયા અને ક્રીએટિનિન જેવા ઉત્સર્ગ દ્રવ્યો બહાર ફેંકવામાં નિષ્ફળ જાય છે અને લોહીમાં આ દ્રવ્યોનું પ્રમાણ વધે છે. સ્ટ્રોક (બ્રેઇન એટેક) એ જીવનને જોખમાવતી સ્થિતિ છે, જેમાં સતત નીચુ લોહીનું દબાણ મૂત્રપિંડો, યકૃત, હ્રદય, ફેફસા અને મગજ જેવા અંગોની કામગીરી ઝડપથી નિષ્ફળ બનાવે છે.

ઊંચો રક્તચાપ શું છે?

130 /80થી વધારે લોહીનું દબાણ ઊંચુ ગણાય છે. ઊંચો રક્તચાપ (હાઈ બ્લડ પ્રેશર – એચબીપી) અથવા હાઇપરટેન્શન એટલે ધમનીઓમાં ઊંચુ દબાણ (તનાવ). ઊંચા રક્તચાપનો અર્થ અતિશય લાગણીમય તનાવ એવો નથી થતો, જોકે લાગણીમય તનાવ અને ઉદ્વેગ કામચલાઉ ધોરણે લોહીના દબાણમાં વધારો કરી શકે છે. સામાન્ય રક્તચાપ 120\80થી નીચે હોય છે. 120\80 અને 139\89 વચ્ચેનું લોહીનું દબાણ ‘પ્રી-હાઇપરટેન્શન’ કહેવામાં આવે છે અને 140\90 અથવા તેથી વધારે લોહીનું દબાણ ઊંચુ ગણવામાં આવે છે. લોહીનું ઊંચુ દબાણ હ્રદય રોગ, મૂત્રપિંડનો રોગ, ધમનીઓનું સખત થવું, આંખો અને મગજને નુકસાન થવાનું જોખમ વધારે છે. લોહીના ઊંચા દબાણનું નિદાન મહત્વનું છે, જેથી લોહીનું દબાણ સામાન્ય કરવાના પ્રયાસો કરી શકાય અને સમસ્યાઓ નિવારી શકાય છે.

સ્ત્રોત: Mayo Clinic

2.89361702128
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top