વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હૃદયરોગ

હૃદયરોગ વિષે માહિતી

હૃદયરોગમાં રાખવાની ખાસ સાવચેતી: હૃદયરોગીએ તડકામાં બહુ  ફરવું નહીં, વાસી કે બહુ જુનાં શાકભાજી ખાવાં નહીં, ઉપવાસ ન કરવા, વધુ પડતો પરીશ્રમ ન કરવો, રાતે ઉજાગરા ન કરવા તથા મૈથુનપ્રયોગો બને તેટલા ઓછા રાખવા.

 1. રોજ બદામ, પીસ્તા, અખરોટ, અંજીર, શક્કરીયાં, તડબુચ, કેળાં, પીચ, કાળી દ્રાક્ષ ખાવાથી તાંબુ મળે છે જે હૃદયનું રક્ષણ કરે છે.
 2. પાકા અનનાસના નાના નાના કકડા કરી રસ કાઢવો. રસથી બમણી ખાંડની ચાસણી બનાવી અનનાસનો રસ નાખી શરબત બનાવવું. આ શરબત હૃદયને બળ આપે છે.
 3. વધુ પડતા ગુસ્સાથી હૃદયરોગની સંભાવના રહે છે. તેજ સ્વભાવ પક્ષાઘાત નોતરે છે. ગુસ્સાથી શરીરમાં ‘સી રીએક્ટીવ પ્રોટીન’ (C R P-સી.આર.પી.) નામના દ્રવ્યનું સર્જન થાય છે. CRP-સી.આર.પી.હૃદયરોગનું કુદરતી કારણ છે.
 4. હૃદયરોગનાં પરંપરાગત પરીબળોમાં મેદસ્વીપણું, ધુમ્રપાન, ડાયાબીટીસ, હાઈપરટેન્શન, હાઈ કૉલેસ્ટરોલ તથા અવ્યવસ્થીત જીવનશૈલીનો સમાવેશ થાય છે. આ બધાં પરીબળોથી શરીરમાં CRP-સી.આર.પી.નું પ્રમાણ વધે છે. ગુસ્સાવાળો સ્વભાવ, આક્રમક વર્તન તથા હતાશાનાં લક્ષણોથી સ્વસ્થ જણાતા માનવીમાં CRP-સી.આર.પી.નું ઉંચું પ્રમાણ જોવા મળે છે, અને હૃદયરોગનો હુમલો થાય છે. હૃદયરોગનો હુમલો થવાના ૫૦% કીસ્સામાં પરંપરાગત જોખમી પરીબળો જવાબદાર નથી હોતાં.
 5. લસણમાં તીવ્ર ગંધવાળું ઉડ્ડયનશીલ તેલ રહેલું છે, જે કીડનીને તેનું કાર્ય કરવામાં ઉત્તેજીત કરે છે. આથી મુત્ર પ્રવૃત્તી વધે છે. લસણના આ ઉત્તમ ગુણને લીધે સર્વાંગ સોજા, કીડનીના રોગો, હૃદયના રોગો, પેટના રોગો, જળોદર વગેરે અનેક રોગોમાં ખુબ જ હીતકારી છે. લસણ ઉદરસ્થ ગૅસને ઓછો કરે છે, આથી હૃદય પરનું દબાણ ઘટે છે. અરુચી દુર કરી ભુખ લગાડે છે. હૃદય રોગીએ એક ચમચી તલના તેલમાં પાંચ લસણની કળી વાટી, થોડી ગરમ કરી જમતી વખતે ખાવી. અા ઉપચારથી ભુખ લાગશે, વાછુટ થશે અને પેટ હળવું થતાં જ હૃદયના દર્દીને  રાહત થશે.
 6. હૃદયરોગીને પ્રમાણસરનો દારુ લાભ કરે છે. સાંકડી થઈ ગયેલી ધમનીના અૉપરેશન પછી ફરીથી ધમની સાંકડી થવા માંડે છે. આલ્કોહોલ આ ઘટના અટકાવે છે. સપ્તાહમાં ૫૦ ગ્રામ આલ્કોહોલ એટલે કે એકાદ બોટલ વાઈન કે ૨.૫ લીટર બીઅર યોગ્ય પ્રમાણ ગણાય. આમ છતાં જેમણે કદી દારુનું સેવન કર્યું ન હોય તેમને માટે દારુ પીવાનું ચાલુ કરવું કદાચ લાભકારક કે ઈચ્છવાયોગ્ય નથી.
 7. પીપળાનાં સુકાં ફળનો ૧-૧ ચમચી બારીક પાઉડર પાણી સાથે સવાર, બપોર, સાંજ લેવાથી હૃદયરોગ મટે છે. સહાયક ચીકીત્સા તરીકે આ પ્રયોગ કરી શકાય.
 8. દુધી બાફી ફક્ત ધાણા, જીરુ, હળદર અને કોથમીર નાખી એ સીવાય મીઠું કે બીજો કોઈ પણ મસાલો નાખ્યા વગર હૃદયરોગીને આપવાથી તેને સારી પુષ્ટી મળે છે.
 9. ૧૦ ગ્રામ દાડમનો રસ અને ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી હૃદયને ફાયદો થાય છે અને છાતીનો દુખાવો મટે છે.
 10. આદુના રસમાં એટલું જ પાણી મેળવી પીવાથી હૃદયરોગ મટે છે.
 11. એલચીદાણા, પીપરીમુળ અને પટોલપત્ર સરખે ભાગે લઈ ચુર્ણ કરવું. એકથી ત્રણ ગ્રામ આ ચુર્ણ ઘી સાથે ચાટવાથી કફજન્ય હૃદયરોગ-હૃદયશુળ મટે છે.
 12. એલચી અને પીપરીમુળ સમભાગે ઘી સાથે દરરોજ સવારે ચાટવાથી હૃદયરોગ મટે છે.
 13. કોળાનો અવલેહ ખાવાથી હૃદયરોગ મટે છે.
 14. ટામેટાના રસમાં સાજડ- અર્જુનવૃક્ષની છાલ અને સાકર મેળવી ચાટણ બનાવી ખાવાથી હૃદયશુળ તથા હૃદયરોગમાં ફાયદો થાય છે.
 15. પપૈયાનું શાક બનાવી ખાવાથી હૃદયરોગમાં ઘણો ફાયદો થાય છે.
 16. છોડને વળગેલા કાચા પપૈયાને અણીદાર સોયો ઘોંચી તેના દુધનાં ૧૫-૨૦ ટીપાં ૩ ગ્રામ ખાંડમાં નાખી સવારે શૌચાદી ક્રીયા પતાવી ખાવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે.
 17. પપૈયાના પાનનો ઉકાળો પીવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે.
 18. પાણી નાખ્યા વગર લીલા નાળીયેરના કાઢેલા ૫૦ ગ્રામ રસમાં હળદરનો શેકેલો ગાંઠીયો ઘસી, ૨૦ ગ્રામ ઘી મેળવી પીવાથી હૃદયરોગ મટે છે
 19. ડાર્ક ચોકલેટ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે. ચોકલેટમાં ફ્લેવોનોઈડ નામનું કુદરતી ઍન્ટીઑક્સીડન્ટ હોય છે, જે કૉલેસ્ટરોલના ઘટક લીપોપ્રોટીનની નકારત્મક અસરોને અટકાવે છે. આથી ફ્લેવોનોઈડ રક્તવાહીનીઓને રક્ષણ આપી હૃદયરોગ, સ્ટ્રોક તથા આર્ટરીસ્કલેરોસીસને અટકાવે છે. હૃદયને લગતી આ બધી તકલીફો અવરોધાયેલી રક્તવાહીનીઓનું પરીણામ છે. સામાન્ય ચોકલેટમાં ફ્લેવોનોઈડ હોતું નથી. દુધની બનાવટની ચોકલેટના બારમાં ૧૪ મી.ગ્રા.થી ઓછું તથા ડાર્ક ચોકલેટ બારમાં સરેરાશ ૫૩.૫ મી.ગ્રા. ફ્લેવોનોઈડ હોય છે.
 20. અરડુસીના આખા છોડને તેના ફુલ સહીત સુકવીને બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી બ્લડપ્રેશર સહીત તમામ પ્રકારના હૃદયરોગોમાં લાભ થાય છે. હૃદયરોગમાં અરડુસી બહુ જ અકસીર છે.
 21. ચાર લવીંગ અને એક ચમચો સાકર વાટી એક ગ્લાસ પાણી સાથે લેવાથી હૃદયરોગમાં બહુ જ લાભ થાય છે. લવીંગ-સાકરનું ચુર્ણ બનાવી રાખી એક એક ચમચો સવાર-સાંજ પાણી સાથે લેતા રહેવું હૃદયરોગમાં લાભદાયક છે.
 22. રોજનો એક ગ્લાસ બીયર પીવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. બીયરમાં રહેલું ઍથૅનોલ લોહીને પાતળું રાખી હૃદયને સુરક્ષીત રાખવામાં સહાયભુત થાય છે. એકથી વધુ ગ્લાસ બીયર પીનારા લોકોમાં હૃદયરોગનું જોખમ ઘટતું નથી.
 23. જાંબુડી રંગની દ્રાક્ષમાં ભરપુર એન્ટીઑક્સીડન્ટ હોય છે, આથી એનું સેવન હૃદયરોગ સામે રક્ષણ આપે છે.
 24. દરરોજ એક ગ્લાસ સફરજનનો રસ પીવાથી એમાં રહેલું એન્ટીઑક્સીડન્ટ હૃદયરોગનું જોખમ ઘટાડે છે.
 25. ૧૨૫ ગ્રામ દુધમાં થોડું પાણી અને ૧૦ ગ્રામ અર્જુન છાલનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી ક્ષીરપાક બનાવી નીત્ય સેવન કરવાથી હૃદયરોગનો ભય રહેતો નથી.
 26. ગળો, સુંઠ, દેવદાર, ખાખરાનાં મુળ અને એરંડમુળ સમભાગે લઈ ઉકાળો કરી પીવાથી હૃદયશુળ મટે છે.
 27. એક મોટો ચમચો સુકી મેથી બે કપ પાણીમાં ખુબ ઉકાળી બનાવેલા કડક ઉકાળામાં ઠંડો પડ્યે એક ચમચો મધ નાખી પીવાથી સઘળા હૃદયરોગમાં લાભ થાય છે. હૃદયરોગની અન્ય ચીકીત્સા સાથે સહાયક ચીકીત્સા તરીકે પણ આ ઉપચાર કરી શકાય.
 28. જેઠીમધ અને કડુના સમાન ભાગે બનાવેલા ચુર્ણને સાકરના પાણી સાથે લેવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
 29. એક મોટો ચમચો જીરુનું ચુર્ણ એક ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી સવારે ગાળીને પીવાથી હૃદય સંબંધી વ્યાધીઓમાં લાભ થાય છે.
 30. હૃદયરોગમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય તો લસણની ચાર-પાંચ કળી બપોરે જમતી વખતે રોટલી સાથે ખાવી. અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું હોય તો લસણ તલના તેલમાં સહેજ તળીને જમતી વખતે ખાવું. લસણ લોહીને પાતળું રાખી કોલેસ્ટેરોલનું પ્રમાણ જાળવી રાખવામાં સહાયક બને છે. હૃદયરોગમાં શુદ્ધ કરેલું લસણ એટલે કે લસણની કળીઓ ફોલી એક રાત છાશમાં પલાળી પછી અંદરની મોખ-અંકુર કાઢી ઉપયોગ કરવો.
 31. હૃદયને હીતકર એવા દસ ઔષધ દ્રવ્યોમાં કેરી, આમ્રાતક, લકુચ, કરમર્દ, વૃક્ષામ્લ, અમ્લવેતસ, રાજબદર, બદર, માતુલુંગ અને દાડમ ગણાવ્યા છે. આ બધાં ઔષધ દ્રવ્યો કોલેસ્ટેરોલ ઘટાડે છે એવું આધુનીક સંશોધનોથી સાબીત થયું છે. હૃદયરોગીઓએ દરરોજ અડધું દાડમ ખાવું જોઈએ અથવા એક કપ જેટલો દાડમનો રસ પીવો જોઈએ. આયુર્વેદમાં લસણને પણ હૃદયરોગોનું ઉત્તમ ઔષધ કહેવાયું છે. લસણ પેટનો ઉર્ધ્વવાયુ ઓછો કરી હૃદય પર થતું તીવ્ર દબાણ ઘટાડે છે. અરુચી, આફરો દુર કરે છે. રોજ ચારથી પાંચ કળી લસણ શાકમાં નાખી ખાવું જોઈએ.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.97368421053
નગાજણ કે. નાઘેરા Mar 02, 2018 04:49 PM

એટેક આવી ગયેલ હોય અને એન્જ્યોગ્રાફી કરી નાખ્યા પછી વોલીબોલ કેટલા સમય પછી રમી શકાય?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top