વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હાર્ટએટેક

હાર્ટએટેક વિષે માહિતી

હાર્ટઍટૅક એકાએક છાતીમાં દુખાવો થાય અને તે હાથ તરફ અને જડબા સુધી પ્રવેશવાનો શરુ થાય તો હાર્ટઍટૅકની શક્યતા છે.  હાર્ટઍટૅક વખતે મોટા ભાગના લોકો એકલા જ હોય છે. હૃદયના ધબકારા અનીયમીત થઈ જાય, તમ્મર આવવાનાં હોય એવું લાગે, ગભરામણ થાય અને કોઈ મદદ ન મળી શકે ત્યારે બેહોશી પહેલાં માત્ર ૧૦ સેકન્ડ જ હોય છે. આ સંજોગોમાં ગભરાયા વીના ખુબ જોરથી અને સતત ખાંસવાનું શરુ કરી દો. દર વખતે ખાંસતાં પહેલાં ઉંડો શ્વાસ લેવો. ખાંસવાનું ઉંડું તથા લંબાણપુર્વકનું હોવું જોઈએ- છાતીમાં ચોંટેલો કફ બહાર કાઢતી વખતે કરીએ છીએ તેમ. શ્વાસ લેવાનું અને ખાંસવાનું દર બે સેકન્ડે વારાફરતી થોભ્યા વીના મદદ આવી મળે કે હૃદય ફરીથી નીયમીત ધબકતું થયેલું લાગે ત્યાં સુધી કરવું. ઉંડા શ્વાસથી ફેફસામાં ઑક્સીજન પ્રવેશે છે અને ખાંસીનું હલન-ચલન હૃદયને સંકોચી લોહી ફરતું રાખે છે. વળી ખાંસીના સંકોચનથી હૃદય પર આવતું દબાણ એના સામાન્ય ધબકારા ફરીથી શરુ કરવામાં મદદગાર થાય છે. આ રીતે હાર્ટઍટૅક થયેલ વ્યક્તી હોસ્પીટલ પહોંચી શકે. (રોચેસ્ટર જનરલ હૉસ્પીટલના જર્નલ નં. ૨૪૦માં પ્રગટ થયેલા ડૉ. પ્રફુલ્લ જાનીના નીબંધમાંથી એમના સૌજન્યથી.)

3.03225806452
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top