હાર્ટ ફેઈલ્યોર એટલે શું?
હાર્ટ ફેલ્યોર એ એક નબળી બનાવતી પરિસ્થિતિ છે. જેમાં રક્ત ઓક્સિજન માટેની શરીરની જરૂરિયાત પૂર્ણ કરવા હ્દયના સ્નાયુઓ સક્ષમ નથી હોતા અને હ્દય આ કાર્યભાર સહન કરી શકતું નથી.
કારણો
- કોરોનરી હાર્ટ ડિસીઝ: હૃદયની ધમનીઓ ચરબીના થરને કારણે સાંકડી થતાં હૃદયના સ્નાયુઓને ઓક્સિજન યુક્ત રક્ત પૂરું પડતું નથી. તેના કારણે હાર્ટ અટેક, હૃદયને નુકસાન અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
- હાઈ બ્લડ પ્રેશર (હાયપર ટેંશન)
- ડાયાબિટીસ (મધુપ્રમેહ)
- હૃદયના સ્નાયુઓની બીમારી: કાર્ડિયોમાયોપથી
- હૃદયના વાલ્વની બીમારી
- હૃદયના - ગતિ ધબકારાની અનિમિયતતા
- હૃદયની જન્મજાત ખામીઓ
- હૃદયના આવરણ - પેરીકાર્ડીયમની જાડાઈ
- થાઇરોઇડ (અતિ વધુ અથવા અતિ ઓછા થાઇરોઇડ હૉર્મન હોવા)
- કેન્સરની સારવાર (રેડિયેશન અથવા કિમોથેરાપી)
- HIV (AIDS)
- OSA: Obstructive sleep apnea:
- ઊંઘમાં શ્વાસોશ્વાસમાં અવરોધનાં કારણે હૃદયને નુકસાન થાય, હૃદયને ઓછો ઓક્સિજન મળે છે અને એનો કાર્યભાર વધી જાય છે.
લક્ષણો
- શ્વાસ લેવામાં તકલીફ
- ખુબજ થાક અનુભવવો
- પગમાં સોજા
- કાર્યક્ષમતાનો અભાવ
- શ્વાસ લેવામાં તકલીફને લીધે રાત્રે સુવામાં તકલીફ
- ફીકા જેવા થુંક સાથે ઉધરસ આવવી
- ભૂખ ઓછી લાગવી
- મુંઝવણ અથવા યાદશક્તિમાં ખામી લાગવી
નિદાન
- શારીરિક તપાસ - પ્લસ, બીપી વગેરે
- છાતીનો એક્સ - રે
- રક્ત પરીક્ષણો
- ECG (ઈસીજી)
- ECHO (2 ડી ઇકોકાર્ડિઓગ્રાફી)
- કાર્ડિયાક કેથેટરાઈઝેશન
સારવારના વિકલ્પો અને ઉપાયો
- ધૂમ્રપાન / તમાકુ બંધ કરવું.
- વજન ઓછું કરવું અથવા જાળવી રાખવું.
- મદ્યપાન ન કરવું.
- દરરોજ ડોક્ટરની સલાહ મુજબ પ્રવાહી લેવું.
- મીઠાનું પ્રમાણ ખુબ જ ઓછું રાખવું.
- તળેલો ખોરાક, પાપડ, અથાણાં, ફરસાણ ન લેવા.
- ચિંતા પર નિયંત્રણ કરવું (Stress Relieving execise)
- બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખવું.
- રસીકરણ દ્વારા ફલૂ અથવા નુમોનિયાને ટાળો.
- ચુસ્ત મોજા અને સ્ટૉકિંગ્સ ન પહેરવા, યોગ્ય કપડાં પસંદ કરવા.
- ડોક્ટરની સલાહ મુજબ નિયમિત દવાઓનું સેવન કરવું.
પોષણ અને આહાર
હાર્ટ ફેઈલ્યોરના દર્દીઓને પોષણ અને આહાર માટે ક્યાં ઉપયોગ કરવા જોઈએ?
- જરૂરી બધા પોષક તત્વો મેળવવા વિવધ પ્રકારના ખાદ્યપદાર્થો લેવા જોઈએ.
- પોટેશિયમ (K+) તત્વનું સ્તર નીચું ન જાય તે માટે કેળા, નાળિયેરનું પાણી, પાલક, બટાટા, ટામેટા, સંતરા, લીંબુ જ્યુસ વગેરે વધુ લેવા.
- પીવાના પાણીનો ઉપયોગ શરીરના વજન મુજબ કરવો.
- લીલા શાકભાજી, કઠોળ (ઉગાડેલાં) આખું ધાન્ય, તાજાં ફળ, ચૉખા, રેષાવાળો ખોરાક લેવો
- નિમ્ન સોડિયમ યુક્ત આહાર લેવાથી કિડની, હૃદય અને લીવરની સમસ્યાઓ, હાઈ બ્લડ પ્રેશર, સોજા, અથવા શ્વાસોશ્વાસની તકલીફ ઓછી થાય છે.
કસરત
હાર્ટ ફેઈલ્યોરના દર્દી કેવી કસરત કરી શકે છે?
- હલનચલન (વોર્મ અપ)
- કાર્ડિયોવાસ્ક્યુલર / એરોબિક: ચાલવું, સાયકલ ચલાવવી વગેરે
- સ્નાયુ મજબૂત કરવાની કસરત
નિયમિત કસરત કરવાના ઘણા ફાયદા છે.
- હૃદયથી સંબધિત કાર્યપ્રણાલી મજબૂત બને છે.
- રક્તનું પરીભ્રમણ સુધરે છે.
- કાર્યક્ષમતા વધે છે.
- શરીરની ચરબી ઓછી કરવામાં સહાયતા મળે છે.
- સ્વાથ્યપૂર્ણ વજન પ્રાપ્ત કરી શકાય છે.
- ઊંઘમાં સુધારો થાય છે.
ખુબ જ જરૂરી નોંધ :
- બધી પરિસ્થિતિઓમાં તમારા ડોક્ટરની સાથે પરામર્શ કરવાનું યાદ રાખો કારણ કે તમારી પરિસ્થિતિ એ સારી રીતે જાણે છે.
- લક્ષણો જણાય તો તમારા ડૉક્ટરને તુરંત મળવું.
- દવા નિયમિતપણે લેવી.
- તમારા ડોક્ટરે તમારા માટે જે લક્ષ્યો નક્કી કર્યા હોય તેને પ્રાપ્ત કરવામાં તમે પણ સામેલ થાઓ.
- અતિશય કાળજીપૂર્વક તમારા હૃદયનું અસરકારક નિયંત્રણ કરો.
સ્ત્રોત: ડૉ. જય શાહ(ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.