অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બ્લડપ્રેશર-ચૂપચાપ ભરખી જતી બીમારીને કેમ નાથવી?

ટાર્ગેટ

કોર્પોરેટ્સમાં માર્કેટિંગના ટાર્ગેટ પૂરા કરવાનું સતત પ્રેશર આપે છે. ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દરેક કોર્પોરેટ કર્મચારીને તાણ હેઠળ રાખે છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરે કરેલા સર્વેમાં કે જેમાં ગુજરાત સહિત અન્ય સાત રાજ્યો પણ સમાવિષ્ટ હતાં. એમાં જાણવામાં મળ્યું કે દરેક ૧૦૦માંથી ૪૬ મણસો બ્લડ પ્રેશરના દર્દી છે અને ૩૫ માણસોને ડાયાબિટીસ છે.

બ્લડપ્રેશર

ઊંચા પગાર સાથેનાં ઊંચાં ટાર્ગેટ બ્લડપ્રેશરને પણ ઊંચું લઈ જાય છે. ઊંચા બ્લડ પ્રેશરને Hypertension કહે છે. માનવ શરીરનું નોર્મલ બ્લડપ્રેશન 120/80 છે. જો તે 140 /90 કે તેથી વધુ રહે તો હાઈપર ટેન્શન કહેવાય છે.

સાઈલન્ટ કિલર

હાઈબ્લડ પ્રેશર એક સાઈલન્ટ કિલર છે. ઇમોશનલ સ્ટ્રેસથી બીપી વધે છે. તેનાથી કિડની બ્રેઈન અને હૃદયને નુકસાન થાય છે કિડનીની કાર્યક્ષમતા અચાનક ખોરવી દે. હાર્ટએટેક આવી શકે. પક્ષાઘાત- પેરેલિસિસનો હુમલો થઈ શકે છે. એકાએક તમારી દૃષ્ટિ ગુમાવી બેસો તેવો ખતરો રહેલો છે. બ્લડપ્રેશરની અસર હેઠળ મગજ પર સોજો આવી શકે છે, જે બ્રેઈન હેમરેજ સુધી જઈ શકે છે. આંખના રેટિનાના હેમરેજ માટે પણ જવાબદાર બને છે.

આંખમાંની નશો ફૂલી જાય અને લાલ નસો સફેદ હિસ્સામાં વારવાર દેખાય તો તેમણે બ્લડપ્રેશર ચેક કરાવી લેવું જોઇએ.

સગર્ભાવસ્થામાં એકલેમશિયા

ગર્ભાધાનના ૨૦મા સપ્તાહ પછી સ્ત્રીઓને જો બ્લડપ્રેશર વધુ હોય તો પ્રિએકલેમશિયાની સ્થિતિ સર્જાય છે. તેથી સગર્ભા સ્ત્રીના યુરિનમાં પ્રોટીન નીકળી જાય છે. તેથી બાળકને યોગ્ય પોષણ ન મળે. પછીના મહિનાઓમાં જો બ્લડપ્રેશરનું નિયંત્રણ ન કરવામાં આવે તો સગર્ભા સ્ત્રીને ખેંચ આવી શકે છે, જેને કારણે બાળક અને માતા બંને પર જોખમ વધી જાય છે. પ્રસૂતિ સમયે ૨૨ ટકા માતાઓ આ કારણે મૃત્યુ પામે છે.

હાઈપર ટેન્શનના પ્રકાર

પ્રાથમિક હાઈપર ટેન્શન : 90 થી 95% કિસ્સામાં પ્રાથમિક હાઈપરટેન્શન જોવા મળે છે. તેમાં કોઈપણ પ્રકારના શારીરિક ફેરફાર વિના બ્લડપ્રેશર વધે છે. જો બી.પી. માપવામાં આવે તો જ તેની ખબર પડે છે

ક્યારેક તેનું પહેલું લક્ષણ માથાનો દુ:ખાવો જણાય છે. ખાસ કરીને માથાના પાછળના ભાગમાં વહેલી સવારે દુ:ખાવો થાય તો તેને હાઈપરટેન્શનની શક્યતાનું લક્ષણ ગણાય. માથામાં ખાલી ચડી હોવાનું લાગે તો પણ સમજી જવું કે હાઈપર ટેન્શન હોઈ શકે છે. ક્યારેક આંખમાં ઝાંખપ લાગે. ક્યારેક કારણ વિના વ્યક્તિ અચાનક બેભાન પણ થઈ જાય છે. કાનમાં તમરાં બોલે કે વાંસળી વાગવાના કે અન્ય કોઈ અવાજ સંભળાય તો તેને પણ હાઈ બ્લડપ્રેશર જ ગણીને ચેતી જવામાં સાર છે.

સકેન્ડરી હાઈપર ટેન્શન : અન્ય કોઈ બિમારી સાથે બ્લડપ્રેશર ઊંચું આવી શકે છે, જેમ કે કિડની અને અંત:સ્ત્રાવોના ફેરફારોની સાથે સાથે ઉપરનું બ્લડપ્રેશર (systolic blood pressure) ૧૬૦થી ઉપર જાય અને નીચેનું બ્લ઼ડ પ્રેશર (Diastolix blood preeeure) ૧૦૦થી ઉપર જાય, તે હાઈપરટેન્શન ક્રાઈસિસ થયેલી ગણાય છે. આ સ્થિતિમાં કોઈને માથાના દુ:ખાવાની સમસ્યા થાય છે, તો કેટલાકને શ્વાસ ચડે છે. ક્યારેક ઓર્ગન ફેલ્યોરની સમસ્યા પણ નડે છે.

બ્લડપ્રેશરના આયુર્વેદિક ઉપચાર

  • સિધ્ધયોગ સંગ્રહમાં જણાવવામાં આવ્યું છે કે રક્તચંદન, જગર, પિત્તપાપડો, ગરમાળાનો ગોળ, નાગરમોથા, કડુ, જટામાંસી, અશ્વગંધા, બ્રાહ્યી, શંખપુષ્પી, દશમૂળ, કાળીદ્દાક્ષને સરખા ભાગે લઈ તેમાંથી ૨૫ ગ્રામ જેટેલો ભૂકો ચાર કપ પાણીમાં સાંજે પલાળવો સવારે ધીમા તાપે ઉકાળવા મૂકવો. એક કપ બાકી રહે ત્યારે નરણા કોઠે પી જવો. કલાક પછી ચા-દૂધ લઈ શકાય.
  • આનાથી કડક થઈ ગયેલી ધમનીઓ નોર્મલ થાય છે. સ્થિતિ સ્થાપકતા વધે છે.
  • કડુ- કોલેસ્ટેરોલ ઓછું કરે છે.
  • બ્રાહ્મી- જટામાંસી: માનસિક પરિતાપ દૂર કરવામાં મદદ કરે છે.
  • તગર- શંખપુષ્પી: સ્ટ્રેસ-સ્ટ્રેઈનને ઘટાડે છે.
  • ગરમાળાનો ગોળ-કાળી દ્રાક્ષ : લોહીમાં ભળી ગયેલા પિત્તને વિભાજિત કરી શરીરમાંથી મળમાર્ગે બહાર ધકેલે છે. તેથી બી.પી. ઘટે છે. શરીરના ત્રણેય દોષો આ રીતે સંતુલિત થતાં નોર્મલ બ્લડપ્રેશર જળવાઈ રહે છે.

અનુભૂત પ્રયોગ

  • સ્ત્રીઓના મેનોપોઝ સમયે બ્લડપ્રેશર વધવું, પગે સોજા આવવા એવું ઘણીવાર જોવા મળ્યું છે. પુનર્નવા અને ગોખરુનું સરખા ભાગે મિશ્રણ કરીને તેનો ઉકાળો રોજ લેવામાં આવે તો પગના સોજા મટે જાય છે અને બ્લેડપ્રેશર નોર્મલ થઈ જાય છે. પુનર્નવા અને ગોખરુના એક સમાન ગુણ છે. તે મૂત્રલ આમના સમન્વયથી શરીરમાં રોકાઈ રહેલું અવરોધોયેલું પાણી મૂત્ર વાટે નીકળી જવાથી વધારાના ક્ષારો પણ બહાર ફેંકાઈ જવાથી બી.પી. નોર્મલ થાય છે.
  • હાઈપરટેન્શનને રોકવાના ઉપાયો: રોગ અને શત્રુને ઊગતો જ ડામવો, તેમાં જ શાણપણ છે.

આહાર

  • જમવામાં નમક ઘટાડવું, રોટલી, ભાત, છાશમાં નમક ન નાખવું, અથાણાં, પાપડ બંધ રાખવાં. આમાં નમકનું પ્રમાણ અધિક હોય છે. નમક શરીરમાં વધુ પ્રમાણમાં જાય તો લોહીમાં પાણીનો ભાગ વધે છે, તેથી લોહીનું વોલ્યુમ વધે છે આ રીતે વધેલું લોહીનું કદ (પ્રમાણ) હૃદય અને રક્તવાહિનીઓ પર દબાણ વધારે છે તેને નુકસાન પહોંચાડે છે અને ક્ષમતા કરતાં વધુ કામ કરવાથી થાક લાગે તેમાંથી હાઈપર ટેન્શન થાય છે.

વિહાર

  • સવારની તાજી-શુદ્ધ હવામાં રોજ ૪૦-૫૦ મિનિટ ચાલવું. શરીરને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળી જવાથી બ્લડપ્રેશર, ડાયાબિટીસમાં ફાયદો થાય છે

આરોગ્યમ્ :વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate