વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તંદુરસ્તીની કરો રક્ષા

તંદુરસ્તીની કરો રક્ષા

આપણા દેશમાં એઇડ્સનો રોગ પણ ખાસ્સો ફેલાયેલ છે. આ માટેના ઘણા કંટ્રોલ આપણે જાણીએ છે. છતાં પણ એને અણદેખ્યા કરીએ છીએ. સલામત સેક્સ, સ્ટારેઝન ઈન્જેકશન ટેક્નિક, બ્લડ ટ્રેન્સફ્યુઝન આપણા પહેલાના બ્લડ પરીક્ષણ રોગો વિશેની જાણકારી અને પ્રિવેંશન માટેના ઉપાયોની લોકોમાં અવેરનેસ અને સમાજ કેળવવી જરૂરી છે. આ માટેના પગલામાં સૌથી અત્યંત જરૂરી છે શિક્ષણ લોકોમાં શિક્ષણ વધશે એટલે આપોઆપ દરેક ક્ષેત્રમાં સુધાર જોવા મળી જશે.
હેલ્થ (તંદુરસ્તી)ને ધન, પૈસો, સુખી હોવું પૈસાની દ્રષ્ટિએ મૂલવવામાં આવે છે. કારણ કે તંદુરસ્તી શરીર હોવું એ પ્રાથમિક જરૂરિયાત છે. આપણી પાસે ધન ભરપૂર પ્રમાણમાં હોય અને તમે પથારીવશ, રોગગ્રસ્ત શરીર હોવું એ ગમે તેટલા ધનવાન માટે પણ કષ્ટભર્યું લાગે.

હેલ્થી - તંદુરસ્તી કોને કહેવાય ?

Who - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન જણાવે છે કે તંદુરસ્ત શરીર એટલે શારીરિક દ્રષ્ટિએ, માનસિકતા, સારી સામાજિકતા હોવી જોઈએ, તો જ તમે તંદુરસ્તી ગણાય। મગજ, શરીર અને સમાજ માટે તમે ઉપયોગી નીવડો તો જ તમે સારી રીતે હેલ્થી એટલે કે તંદુરસ્તી ગણાય..

 • તંદુરસ્ત, નિરોગી શરીર એ દરેક સફળ માણસની ખુશી છે.
 • તંદુરસ્ત શરીર - દરેક બાળક માટે સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
 • આપણે ત્યાં દારિક ફિલ્ડમાં રહેલ માણસ જો તંદુરસ્ત ના હોય તો સમાજ માટે ઉપયોગી બની શકતો નથી. આપનો નેતા સારો કયારે કહેવાય ? તો સારો કહેવા માટે સૌથી પહેલા માનસિક, શારીરિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ.

ક્યા રોગો પ્રીવેન્ટ એટલે થતા રોકવા જોઈએ?

આપણા દેશમાં આપણે બધા કહી છીએ કે Prevention is better than care શું આપણે વાસ્તવમાં આનું પાલન કરીએ છીએ ?

 • મોટાભાગના શિક્ષિત લોકોને મેં આ પ્રશ્ન પૂછ્યો છે દરેકનો જવાબ સંપૂર્ણપણે હા માં મળ્યો નથી. તો આના માટે શું કરવું જોઈએ
 • તો તમે ડૉક્ટર જોડેના સવાંદો, ડિસ્કશન કરવાથી નક્કી કર્યું કે Public Health Education સૌથી વધારે જરૂરી છે.
 • આપણે ત્યાં અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્ય્મ અથવા અન્ય કોઈ પ્રાંતીય ભાષામાં શાળાઓમાં શારીરિક, માનસિક, તંદુરસ્તી માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ હોતો જ નથી. અને હોય તો તે ઉપરછલ્લો હોય છે.
 • જીવાણું વિષાણું દ્વારા રોગો જેવા કે મલેરિયા, ટાઈફોઈડ, ટીબી, ડેન્ગ્યુ ફીવર, ચિકનગુનિયા, હિપેટાઇટીસ (કમળો) ન્યુમોનિયા, સ્વાઇનફલુ - ઘણે અંશે ઘટાડી શકાય - નિવારી શકાય છે.
 • હૃદયરોગ, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડનીડીઝીસ, કેન્સર, લીવરડીઝીસ, શારીરિક સ્થુળતા, દમ, ફેફસાના અન્ય રોગો થાઇરોઇડ ડીઝીસ। આ જણાવેલ રોગો માટે જો સાચી સમજ અને જ્ઞાન કેળવવમાં આવે તો રોગોનું પ્રમાણ ચોક્કસપણે ઓછું થઈ શકે અને આ રોગો પ્રિવેન્ટ કરવાથી દેશના લોકોની તંદુરસ્તી વધે અને સાથે સાથે ધનની બચત પણ થાય.
 • આ માટે સરકાર પણ ઘણું બધું કામ કરતી હોય છે. અને આ માટે લોકોનો સહકાર મળે તો દરેક લોકોને ફાયદો થઈ શકે છે.
 • મોટાભાગના ઇન્ફેક્શિયસ ડીઝીસ માટે સ્વચ્છત્તા અત્યંત જરૂરી છે. આ માટે સ્વચ્છત્તા આપણા દેશમાં કઈ રીતે લાવવી એનો જવાબ લોકો પોતાની જાતને પૂછીને લાવી શકે.
 • હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, અને અન્ય રોગો માટે આપણે લોકોને સાચી સમજ રોગો વિષે કેળવવાથી, વ્યશનને તિલાંજલિ આપવી. જેમ કે તમાકુનું સેવન ઘણા રોગો અને કૅન્સરને જન્મ આપે છે.
 • મોટાભાગના રોગો પ્રીવેન્ટ કરવા માટે હવા, પાણી અને ખોરાકનું પ્રદૂષણ રોકવું જોઈએ. આ માટે સમાજના લોકોએ આગળ આવવું જોઈએ.
 • મોટાભાગના રોગો પ્રીવેન્ટ કરવા માટે હવા, પાણી અને ખોરાકનું પ્રદૂષણ રોકવું જોઈએ. આ માટે સમાજના લોકોએ આગળ આવવું જોઈએ.
 • ઘણા બધાં ઇન્ફેસશનને લગતા રોગો માટે જે રોગની રસી આવતી હોય એ રસી જરૂરિયાતમંદ લોકોને આપવી જોઈએ. આપણે ત્યાં દરેક લોકોને આ માટેની માહિતી પૂરતી હોતી નથી. જે લોકોને અત્યંત જરૂરી હોય તેવા લોકોને માહિતી મેળવી એ પણ તકલીફરૂપ હોય છે.

કયા રોગની રસી ઉપલબ્ધ છે?

 • ટાઈફોઈડ, હિપેટાઈટસ એ , હિપેટાઈટસ બી, સ્વાઇનફલુ, (ઇન્ફ્લૂએન્ઝા) ન્યુમોનિયા.
 • ઓરી, અછબડા, એને રૂબેલા માટેની રસી હ્યુમન પેપીલોમા વાઇરસ માટેની રસી ઝોસ્ટર વાઇરસ વેકસીન મૅંનિંન્ઝાઇટીસ માટેની રસી.
 • બાળકો માટેની રસી - પણ ઘણા બધા રોગો માટે ઉપલબ્ધ એની પણ નોંધ રાખવી જરૂરી છે.
 • હિપેટાઈટસ એ અને હિપેટાઈટસ બી, ॻ Rota વાયરસ, ॻ ન્યુમોનિયા, ॻ ટીબી, ॻ Dtap (ડિપ્થેરિયા, ટીટેનસ, પરટ્યુસીસ ), ॻ પોલિયો, ॻ ઇન્ફ્લૂએન્ઝા, ॻ વેરીસેલા વાયરસ.
 • લાઈફ સ્ટાઇલ ડીઝીસ - જીવનપ્રણાલીને કારણે થતા રોગોમાં (હૃદયરોગ, ડાયાબિટીસ, અને હાઇબ્લડપ્રેશર, કેન્સર મુખ્યત્વે ગણી શકાય.
 • આ રોગોના પ્રિવેન્સન માટે જીવનપ્રણાલીને આદર્શ રાખવી અત્યંત જરૂરી છે.
 • તમાકુના સેવનનો ત્યાગ, બીડી, સિગારેટ બંધ કરવી. આલ્કોહોલનું સેવન કંટ્રોલ કરવું. માનસિક તણાવ દૂર કરવો, નિયમિત કસરત, નિયમિત ઊંઘ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસને કાબુમાં રાખવો આ અત્યંત જરૂરી છે.
 • કેન્સર માટે પણ તમાકુ, બીડી, સિગારેટનો ત્યાગ અત્યંત જરૂરી છે. દરેક કેન્સર કુટેવોને કારણે પણ થતા નથી. પરંતુ કેન્સર માટે ઘણા પરિબળો ભાગ ભજવે છે, જેવા કે જનિનોમાં થતા ફેરફાર, ખોરાક, હવાનું પ્રદુષણ, જિનેટિક,, સસેપ્ટિબિલિટી, તમાકુ, આલ્કોહોલ, ઘણા પ્રકારનાં ઇન્ફેસશન જેવા કે હિપેટાઇટિસ બી, સી લીવરના કેન્સર માટે આધારભૂત હોય છે.
 • નિયમિત ચેકઅપ , ડોક્ટરની સલાહ અને શરીરમાં કોઈપણ જાતના ફેરફાર થાય એટલે તાત્કાલિક નિષ્ણત ડૉક્ટરની સલાહ અત્યંત જરૂરી છે..
 • ટીબી આપણા શરીરમાં મોટાભાગના દરેક અવયવોને અસર કરતો રોગ છે. ટીબીની પ્રાયમરી દવાઓ પણ અસરતા ગુમાવી દે છે. અને રેઝિસ્ટન્ટ ટીબીની સંખ્યા વધી રહી છે. આ માટેના અસરકારક પગલાં સરકાર લઈ રહી છે. સમાજે પણ આ માટે સહકાર આપવો જરૂરી છે. રસ્તા પાર થુંકવું, ગળફો ગમે ત્યાં રસ્તામાં કાઢવો, પાનની પિચકારી મારવી। આ દરેક કુટેવ ઘણા બધા રોગોની જન્મોત્રી છે. આ કુટેવો તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ. સ્વચ્છતા શા માટે અવગણી છીએ ? આ માનસિકતા શુધરે તો દરેક રોગોને પ્રિવેંશન માટેનું અશરકારક પહેલું પગલું ભર્યું ગણાય.
 • આપણા દેશમાં સ્વચ્છતા માટેના ટેક્સ ભરવો લોકોને યથાર્થ લાગે છે. સ્વચ્છતા માટેના નિયમોનું પાલન કરવું નથી. આ એક અત્યંત દુઃખદ બાબત છે. આશા રાખીએ કે આવનારી પેઢી માટે આપણે સ્વચ્છતા આપી શકીએ અને રોગો માટેના ખર્ચા ઘટાડી શકીએ.
 • મારા માનવ પ્રમાણે સ્વચ્છતા માટે ભારે દંડ રાખવો જોઈએ. દંડનીય જોગવાઈ રાખવાથી જ લોકોને સુધારી શકાય કારણ કે જાતજાતના ઇન્ફેકશન થતાં રોકવા અને સમાજ તંદુરસ્ત બને તે માટે કડક પગલાં લેવા જોઈએ તો હેલ્થ માટેનો ખર્ચો ઘટાડી શકાય.
 • Health is Wealth આ કહેવત અત્યંત સાર્થક છે, એની સાર્થકતા માટે આપણે આજથી જ સંકલ્પ કરીએ અને રોગ થતા અટકાવીએ. ફરી એકવાર આપણે Prevention is better than care નો નારો લગાવીએ.

ડો મનોજ વિઠલાની,જનરલ ફિઝીશિયન

2.80769230769
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top