ભારતમાં કાર્ડિયાવાસ્ક્યુલર (હૃદય અને રક્તવાહિનીઓ સાથે સંબંધિત) રોગ વધારે ચિંતાજનક સમસ્યા છે, ખાસ કરીને એનાં દર્દીઓમાં વધારો થવાથી, નાની ઉંમરે આ રોગ થવાથી અને ઊંચા મૃત્યુદરને કારણે. વર્ષ 2016નાં અભ્યાસ “ભારતમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોઃ હાલનો રોગચાળો અને ભવિષ્યની દિશા” જીવનનાં વર્ષો ગુમાવવાની દ્રષ્ટિએ પ્રીમેચ્યોર મોર્ટાલિટીમાં 59 ટકા સુધીનો વધારો થયો છે (1990થી 2010). રસપ્રદ અને ચિંતાજનક બાબત એ છે કે કાર્ડિયોવાસ્ક્યુલર રોગને કારણે મૃત્યુ ભારતનાં તમામ વિસ્તારોમાં મૃત્યુનાં મુખ્ય કારણ તરીકે બહાર આવ્યું છે, જેમાં ગ્રામીણ વિસ્તારો પણ સામેલ છે. આ પ્રકારનાં રોગોમાં વધારો તમાકુ (તમામ સ્વરૂપો)નાં ઊંચા સેવન તથા ફળફળાદિ અને શાકભાજીઓનાં ઓછાં સેવન પરથી જાણવા મળે છે.
આપણાં હૃદયમાં ખામી શા માટે પેદા થાય છે? ભારત યુવાનોનો દેશ છે. આ પ્રકારનો અનિયંત્રિત રોગચાળો આપણાં મહાન દેશનાં ભવિષ્યને બરબાદ કરી શકે છે. ડાયાબીટિસનાં દર્દીઓનાં ભારણ ઉપરાંત ભારત વર્ષ 2020 સુધીમાં દુનિયામાં હૃદયરોગનાં સૌથી વધુ દર્દીઓ ધરાવશે એવો અંદાજ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ વ્યક્ત કર્યો છે. વધારે ચિંતાજનક બાબત એ છે કે હૃદય સાથે સંબંધિત 50 ટકાથી વધારે રોગોનો શિકાર 50 વર્ષથી ઓછી વય ધરાવતા લોકો બને છે અને આશરે 25 ટકા દર્દીઓની ઉંમર તો 40 વર્ષ સુધીની છે. આ પ્રકારનાં કેસોમાં એકાએક વધારો કયા કારણસર થયો? કયા કારણસર આટલો ઊંચો મૃત્યુદર છે – જ્યારે આપણે તો યુવાનોમાં આ રોગનો સામનો કરવાની વધારે ક્ષમતા હોય છે એવું માનીએ છીએ. પર્યાવરણમાં ફેરફાર થયો છે, ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં પરિવર્તન આવ્યું છે કે પછી તબીબી નિદાનમાં ફરક પડ્યો છે, જેનાં કારણે દર્દીઓમાં વહેલાસર રોગનું નિદાન થાય છે.
આપણે સમજવું પડશે કે ફક્ત ભારતીય તરીકે (અહીં જનીન મુખ્ય ભૂમિકા ભજવે છે) આપણે હૃદયરોગનું ઊંચું જોખમ ધરાવીએ છીએ. એમાં ભોજનની અસાધારણ ટેવો, કોલેસ્ટેરોલનું ઊંચું સ્તર અને ધુમ્રપાને વધારો કર્યો છે. આ પરિબળો ભેગા થવાથી કાર્ડિયાવાસ્ક્યુલર રોગચાળો ફાટી નીકળ્યો છે!
તો પછી આપણે આપણાં જનીનને દોષિત ગણી શકીશું? યાદ રાખો કે, જનીન ફક્ત બંદૂક લોડ કર છે, અન્ય પરિબળો એને ચિંગારી ચાંપે છે. આપણી પાસે ગોળીઓ ધરાવતી બંદૂક હોય, તો પણ ટ્રિગર ન દબાવીએ તો કોઈ નુકસાન નહીં થાય. .
યુવા ભારતમાં ઘણાં લોકો સ્વસ્થ દેખાય છે એટલે નિયમિતપણે મેડિકલ ચેક-અપ્સ ટાળે છે. સમયની સાથે કેટલીક વ્યક્તિઓને જાણકારી મળે છે કે, તેમને હૃદયની સમસ્યા છે, તેઓ એમ્બ્યુલન્સ હોય છે અથવા આઇસીયુમાં. અમે જોખમકારક પરિબળો (ડીએમ, એચએલ, ફેમિલી હિસ્ટ્રી)થી પરિચિત છીએ, જે કાર્ડિયોવાસ્ક્યુલર રોગ માટે જવાબદાર છે, પણ કેટલાંક પરિબળો મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે.
એનો અર્થ એ છે કે ગ્રામીણ ભારતમાં રહેતાં લોકો હૃદયરોગની બિમારીઓથી સુરક્ષિત છે? વિવિધ અભ્યાસોમાં ખુલાસો થયો છે કે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કાર્ડિયાવાસ્ક્યુલર રોગનું પ્રમાણ ઓછું હોવા છતાં આગામી દિવસોમાં એમાં વધારો થવાની શક્યતા છે. .
વર્ષ 2017માં જર્નલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવ્યાં મુજબ, ભારતમાં ધમનીની સમસ્યાને કારણે મૃત્યુદર ધનિકોમાં 5.5 ટકા અને ગરીબોમાં 8.2 ટકા છે. શહેરી ગરીબ અને ગ્રામીણ લોકો બિમારી તરફ દોરી જતી જીવનની સ્થિતિ, તણાવનાં ઊંચા સ્તરનાં વિષચક્રમાં આવી જાય છે તથા ધુમ્રપાન અને શરાબનું સેવન જેવી જોખમી ટેવો તરફ વધારે ઝુકાવ ધરાવે છે. તેનાં પગલે વસતિનાં આ સેગમેન્ટમાં કાર્ડિયાક રોગ નાની ઉંમરે થાય છે. .
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019