સામાન્ય રીતે હિપ રિવિઝન ઓપરેશન્સ ફ્રીકવન્ટલી થતા નથી. સામાન્ય દર 100 હિપ રિપ્લેસમેન્ટમાં અંદાજે 1 રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ થાય છે. રિવિઝન માટેનાં સૌથી સામાન્ય કારણો આ રહ્યા. .
હિપ રિપ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટનું સ્ટ્રક્ચર નેચરલ હિપ (બોલ અને સોકેટ)ને મળતું આવે છે. હિપ રિપ્લેસમેન્ટ સારી રીતે કામ કરે એના માટે જરૂરી છે કે બોલ હંમેશા સોકેટની અંદર રહે. એના માટે બે મહત્વના ફેક્ટર્સ છે. બોલ અને સોકેટનું એલાઇન્ટમેન્ટ અને એ કેટલું ફિટ છે. બીજું હિપ જોઇન્ટ્સની ફરતે સ્ટ્રોંગ મસલ્સ અને લિગામેન્ટ્સ દ્વારા જનરેટ થતા ફોર્સીસ. જુદી જૂદી રીતે હલનચલન થાય એ રીતે હિપ રિપ્લેસમેન્ટ ડિઝાઇન કરવામાં આવે છે. જોકે ટ્રોમા કે ચોક્કસ હિપ પોઝિશન્સથી હિપ બોલ સોકેટમાંથી નીકળી જાય છે. આ.સ્થિતિને ડિસલોકેટેડ હિપ કે હિપ ડિસલોકેશન કહેવાય છે.
ડિસલોકેશન સામાન્ય રીતે ફ્રિકવન્ટલી થતુ નથી, ખાસ કરીને હેલ્ધી વ્યક્તિ કે જે સર્જન દ્વારા કહેવામાં આવેલી કાળજી રાખે. જોકે કેટલાક પેશન્ટ્સને કોમ્પ્લિકેશન થાય છે.
જે પેશન્ટને હિપ ડિસલોકેશન થયું હોય તેને વધારાના ડિસલોકેશન્સ પણ થાય છે. કેમ કે, ડિસલોકેટેડ બોલ હિપની આસપાસ મહત્વના મસલ્સ અને લિગામેન્ટ્સને નુકસાન પહોંચાડે છે. મલ્ટીપલ ડિસલોકેશનની સ્થિતિ પણ સામાન્ય નથી. જોકે જે પેશન્ટ્સે મલ્ટીપલ હિપ ડિસલોકેશન્સ થયું હોય તેમને ઓર્થોપેડિક સર્જન રિવિઝન સર્જરીની ભલામણ કરી શકે છે.
રિવિઝન સર્જરી નવું ડિસલોકેશન અટકાવવામાં અસરકારક છે. રિવિઝન દરમિયાન એક કે એથી વધુ પાર્ટનું રિઓરિએન્ટેશન અને સંપૂર્ણપણે એક્સચેન્જની જરૂર પડી શકે છે.
જેને હિપ રિપ્લેસમેન્ટ થયું હોય એ વ્યક્તિ યંગ અને વધુ એક્ટિવ હોય તો સ્વાભાવિક રીતે તેની મૂવમેન્ટ વધારે રહે. આવી સ્થિતિમાં હિપ પ્રોસ્થેસિસના સ્મોલ પીસીસ થાય છે. એનો આધાર હિપ રિપ્લેસમેન્ટ કયા પ્રકારનું છે એના પર રહે છે. આ પાર્ટિકલ્સ પ્લાસ્ટિક, સીમેન્ટ, સીરામીક કે મેટલના હોય છે.
લુઝ પડી ગયેલા અથવા ફેઇલ ગયેલા પાર્ટને કાઢી તેની જગ્યાએ નવા પાર્ટસ અથવા રીવીઝન ઇમ્પ્લાન્ટસ બેસાડવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી તથા ઇમ્પ્લાન્ટસના કારણે આ પ્રકારની સર્જરીનો સફળતા આંક ખાસ્સો ઉંચો છે.
સર્જરી પછી ગમે ત્યારે ઇન્ફેક્શન થઈ શકે છે. પહેલાં છ અઠવાડિયામાં રિસ્ક વધારે રહે છે. એ સમયગાળા પછી ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહે છે. પ્રોસ્થેટિક ઇન્ફેક્શનની સ્થિતિમાં સર્જન ઇન્ફેક્શન માટે જવાબદાર બેક્ટેરિયા કયા ટાઇપના છે એની તપાસ કરશે. એક વખત હિપ રિપ્લેસમેન્ટમાં ઇન્ફેક્શનનું નિદાન થઈ જાય એટલે અનેક ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે.
ડો. સૌરિન શાહ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020