હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / હિલવાળાં જૂતાં-ચંપલ પહેરવાથી ઘૂંટણનો દુખાવો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હિલવાળાં જૂતાં-ચંપલ પહેરવાથી ઘૂંટણનો દુખાવો

હિલવાળાં જૂતાં-ચંપલ પહેરશો તો ઘૂંટણનો દુખાવો દોડીને આવી જશે

હિલવાળાં જૂતાં-ચંપલ પહેરશો તો ઘૂંટણનો દુખાવો દોડીને આવી જશે

રોજિંદા જીવનમાં આપણે જે પ્રકારનાં શુઝ (ફૂટવેર, ચંપલ) પહેરીએ છીએ, એ ક્યારેક યોગ્ય પ્રકારનાં હોતાં નથી, જેથી તેની શોક એબ્સોપર્શન (વજન લેવાની) ક્ષમતા સારી હોતી નથી. પરિણામે ઘૂંટણ પર વધારે ને વધારે ભારણ આવતું રહે છે અને તેને કારણે ઘૂંટણનો દુ:ખાવો થતો હોય છે. ચાલો જાણીએ કે તેમને તમારાં દુ:ખાવાના કેવા પ્રકારના ફૂટવેરથી ફાયદો થઈ શકે છે?

ખરાબ પ્રકારનાં ફૂટવેર, શુઝ કે ચંપલ?

આ પ્રકારનાં ફૂટવેર જે લોકોને ઘૂંટણ નો દુ:ખાવો હોય કે તેનાથી બચતું હોય તો તેમણે આનો ઉપયોગ ટાળવો જોઇએ.

 • કલોગસ (લાકડામાંથી બનાવેલાં ફૂટવેર) ટ્રેડીશનલ લાકડાના ઉપયોગ અથવા વાંસમાંથી બનાવેલા ફૂટવેર-ચંપલને કલોગ્સ કહેવામાં આવે છે. આ પ્રકારના ચંપલ ઘૂંટણ પરનું ભારણ ખૂબ જ વધારે છે. તેનાથી દુ:ખાવો પણ વધી જતો હોય છે. કોઈપણ પ્રકારનાં ફૂટવેર એવાં હોવાં જોઇએ જેનાથી ઘૂંટણ પરનું ભારણ ઘટે, નહીં કે વધે!
 • પમ્પસ, સ્ટીલેટોરસ (આગળથી બંધ તથા ઊંચી એડીનાં શુઝ/ચંપલ) અને હાઈ-હીલ્સ શુઝ/ફેટવેર:- સામાન્ય રીતે કોઈ પ્રકારનાં હિલ્સ (ઊંચી એડીના ફૂટવેર) ઘૂંટણના દુ:ખાવામાં પહેરવાં જોઇએ નહીં. તેને સ્ટ્રીકલી ન પહેરવાં. જો તમે વધારે પડતા હિલ્સનો ઉપયોગ કરતા હોય તો પણ ચેતજો, કારણ કે તેનાથી ઘૂંટણનો વા થવાની સંભાવનાઓ વધી જાય છે. ૧૪ સ્ત્રીઓને હિલ્સ (ઊંચી એડીના ચંપલ) પહેરાવીને ચલાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો , જેમાં સાબિત થયું કે આ પ્રકારની હિલ્સ પહેરવાથી ઘૂંટણ પર આવતું ભારણ ખૂબ જ વધી જાય છે અને દબાણ પણ વધે છે. એની સાથે જો વેડઝ (આગથી બંધ ચંપલ) પહેરવામાં આવે તો એ પણ ઘૂંટણના દુ:ખાવામાં વાધારો કરે છે. એટલે એવું કહેવામાં આવ્યુ કે આ પ્રકારની હિલ્સ (ઊચી એડીની ચંપલ) અને બંધ પ્રકારની ચંપલ ક્યારેક પ્રસંગ વખતે પહેરવી. પરંતુ રોજ- બરોજમાં તેનો ઉપયોગ ઓછો કરી નાખવો જોઇએ.
 • સપોર્ટિવ સ્નીકરર્સ:- ઘણી બધી વખત આપણે એવું માનીએ છીએ કે સ્નીકરર્સમાં આપણને વધારે સારો સપોર્ટ મળે છે પરંતુ તેનાથી પણ ઘૂંટણના દુ:ખાવામાં ફાયદો થતો નથી, કારણ કે વધારે પડતા આરર્ક સપોટથી તે ઘૂંટીનાં અન્ય સાંધા પરનું અને તે ઘૂંટણ પરનું ભારણ વધારે છે. તેથી જરૂરિયાત પૂરતો સપોર્ટ મળે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

સારા પ્રકારનાં ફૂટવેર, શુઝ કે ચંપલ

 • સોફટ-ફલેક્સિબલ સ્નીકરર્સ: હમેશા બજારમાંથી સોફટ, ફલેટ, તથા ફલેક્ષીબલ સ્નીરસ કે વોર્કીગ શુઝની પસંદગી કરવી જોઇએ જેનાથી આપણી ઘુંટી (એકલ) ના વજન (ભારણ) ટ્રાન્સફર કરવાના બાયોમિકેનિકસમાં કોઈ જ ફરક પડતો ન હોઇ જેનાથી આપણી ચાલવાની ક્રિયા વધારે સરળ બનતી હોય છે અને ઘૂંટણ પરનું ભારણ પણ ઓછું થઈ જતું હોય છે.
 • બેલેટ-ફલેટ:- ઘૂંટણનાં દુ:ખાવાવાળા લોકો ખાસ કરીને સ્ત્રીઓ માટે તથા વર્કિંગ વુમેન માટે આ પ્રકારનાં ફૂટવેર ખૂબ જ ઉત્તમ પસંદગી ગણી શકાય કારણ કે એનાથી ઘૂંટણ પરનું ભારણ ખૂબ જ ઓછું થઈ જતું હોય છે.
 • સોફટ, ફેલક્ષીબલ મેન્સ શુઝ: જે લોકો ખાસ કરીને પુરુષોમાં ઓફિસમાં તેમજ રોજબરોજ પહેરવા માટે સોફટ-ફલેક્સિબલ ફૂટવેરનો ઉપયોગ કરવો. તેમાં ખાસ ધ્યાન રાખવું કે આગનો ભાગ ખૂબ જ સાંકડો ન હોય, કારણ કે તેનાથી પગના બાયોમિકેનિકસમાં ફેરફાર થાય છે અને તેનાથી દુ:ખાવો થવાની શરૂઆત થતી હોય છે.
 • ફ્લિપ-ફલોપ્સ: આ પ્રકારનાં ફૂટવેર પણ ખૂબજ સારા ગણી શકાય, પરંતુ આમાં પડી જવાનો ભય રહેતો હોય છે. જેથી મોટી- ઉમરનાં લોકોએ આનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

ફૂટવેરની પસંદગી કેવી રીતે કરવી?

ફૂટવેરની પસંદગીમાં નીચે પ્રકારનું ખાસ ધ્યાન રાખવું જોઇએ

 • મીનીમલ આર્ક સપોટ (વધુ સપોર્ટથી દુ:ખાવો થવાની શક્યતા હોય છે)
 • ફલેક્સિબિલિટી
 • સોફ્ટનેસ
 • મીનીયલિસ્ટીક (ખુલ્લા પગે ચાલતાં હો તેવો અનુભવ થવો જોઇએ)
 • કમ્ફર્ટ એ ખૂબ જ જરૂરી છે જો તમે શુઝ/ ફૂટવેરકે ચંપલ પહેરો તેમાં કમ્ફર્ટ ન હોય તો સ્ટોરમાંથી એ લેવાં જોઇએ નહીં, કારણ કે સ્ટાઈલ પહેલાં કમ્ફર્ટના વિચાર કરવો જોઇએ.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 

3.05882352941
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top