অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લેડીઝ માટે દુ:ખાવાવાળી દિવાળી માટેના સૂચનો

લેડીઝ માટે દિવાળી દુ:ખાવાવાળી બની ગઇ હોય તો શું કરવું?

સ્નાયુના દુ:ખાવામાં મુખ્યત્વે કેટલીક કાળજી રાખવામાં આવે તો ખૂબજ ઝડપથી તેમાંથી રાહત મેળવી શકાય છે અને તહેવારનાં દિવસોને સારી રીતે મજા પણ લઈ શકાય છે દિવાળી આવે એટલે ખુશી ફેલાય અને આનંદઉત્સવ ઉજવાય. પરંતુ સ્ત્રી વર્ગને માટે દિવાળી પરંપરાગત રીતે અનેક કામો લઇને આવે છે. ઘરની સાફસફાઇ અને સુશોભનનું કામ સ્ત્રીવર્ગને ભાગે આવતું હોય છે. તેને કારણે થાક પણ એટલો જ લાગતો હોય છે. શરીર દુ:ખવાની ફરિયાદો વધી જાય છે. દિવાળી એમને માટે દુ:ખાવાવાળી બનીને આવતી હોય છે. એટલે સ્ત્રીઓને માટે દિવાળી એક રીતે તકલીફજનક પણ બની રહેતી હોય છે. તેમાંથી છૂટકારો કેવી રીતે મેળવવો?
તહેવારની તમામ ખુશીઓ ઘરમાં કામ કર્યા પછીના દુ:ખાવામાં જાણે રોળાઇ જતી હોય એવું લાગે છે. ઘરની સાફ સફાઈ કર્યા પછી કમરનો દુ:ખાવો, ઘુંટણનો દુ:ખાવો, ગરદનો દુ:ખાવો અને હાથનો દુ:ખાવો થઈ જતો હોય છે.વાસ્તવમાં આ દુ:ખાવા થવાનું મુખ્ય કારણ દિવાળી દરમિયાન કામ કરવાની પદ્ધતિ હોય છે. ઘણી ગૃહિણીઓને તો કોઈ જ પ્રકારના સ્નાયુના દુ:ખાવાની તકલીફ ના હોય છતાં તેઓને દિવાળીના દુ:ખાવા શરૂઆત થઈ જતા હોય છે. આ પ્રકારના દુ:ખાવાઓ ટેમ્પરરી (કામચલાઉ) થોડા સમય સુધી રહેતા હોય છે, જે સ્નાયુના હોય છે. સ્નાયુના દુ:ખાવામાં મુખ્યત્વે કેટલીક કાળજી રાખવામાં આવે તો ખૂબજ ઝડપથી તેમાંથી રાહત મેળવી શકાય છે અને તહેવારનાં દિવસોને સારી રીતે મજા પણ લઈ શકાય છે.
દુ:ખાવાની શરૂઆત થાય ત્યારે નીચે પ્રમાણે અનુસરવું. જ્યારે કોઈપણ કોઈપણ પ્રકારનાં ગરદન, કમર,હાથ ખભા તથા ઢીંચણના દુ:ખાવાની શરૂઆત થાય એટલે RICE (રાઈસ)ના પ્રોટોકોલને અનુસરવું. આ પ્રોટોકોલને દુનિયામાં બધાંજ દેશોમાં ફર્સ્ટ-એઇડ સારવાર માનવામાં આવે છે . તેનાથી મુખ્ય ફાયદો દુ:ખાવા થયેલા સ્નાયુ તથા ટેન્ડન્સીમાં મેટોબોલિક ફેરફાર અટકાવવાનો હોય છે.

આરામ (Rest)

કોઈપણ પ્રકારના દુ:ખાવામાં આરામ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો કોઈપણ દુ:ખાવામાં આરામ ન કરવામાં આવે તો તે ભાગ ઉપર સતત ભારણ આવ્યા કરે છે. જેને કારણે ત્યાંનો સોજો ધીમે ધીમે વધતો જાય છે તથા દુ:ખાવો પણ વઘતો જાય છે. એટલે જેવી દુ:ખાવાની શરૂઆત થાય એટલે શરૂઆતના ૨૪-૪૮ કલાકમાં આરામ કરવો ખૂબ જ જરૂરી છે. જો આરામ ન કરવામાં આવે તો બીજા પણ સ્નાયુમાં સોજો આવવાની સંભાવના વધી જાય છે. આરામ કરવાથી સ્નાયુમાં વધી ગયેલા મેટાબોલિક ફેરફાર ઓછા થાય છે અને સોજો ઊતરવાની શરૂઆત થાય છે તથા દુ:ખાવો પણ ઓછો થાય છે.

બરફનો શેક (ICE):

બરફનો શેક એ એક કોઈપણ પ્રકારના સ્નાયુના દુ:ખાવામાં એક ઉત્તમ સારવાર માનવામાં આવે છે.સામાન્ય રીતે જે જગ્યાએ દુ:ખાવો થાય ત્યાં બરફને દિવસમાં ત્રણ થી ચાર વખત ૧૫-૨૦ મિનિટ સુધી લગાડવો અને સૌથી સારી પદ્ધતિ એ છે કે આઈસપેક (કોલ્ડપેક) ને પાતળો રૂમાલ મૂકી તેના પર મુકવો અને તેને બીજા રુમાલથી કવર (ઢાકી) રાખવું. વધારે સમય સુધી બરફનો શેક ન કરવો. વધુ શેક કુદરતી હીલિંગ પ્રક્રિયાને ઘીમે કરી શકે છે. દુ:ખાવો થાય ત્યારે ગરમ શેક ન કરવો. નવા વર્ષમાં સૌ પ્રથમ સુધારો તરફથી કરવાની સલાહ છે કે દુ:ખાવો થાય એટલે તરત જ આઈસનો (બરફ) નો શેક કરવો.

પાટો બાંધવો (કમ્પરેશન):

ક્રેપ બેન્ડેજ (ગુલાબી પાટો) સામાન્ય રીતે દુ:ખાવામાં ખૂબ જ મદદ કરે છે કારણ કે જે જગ્યાએ દુ:ખાવો થયો હોય ત્યાં લોહીનું પરિભ્રમણ વધુ થાય છે અને ગુલાબી પાટો (ક્રેપ બેન્ડેજ)માં ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ રહેલો હોય છે. એટલે સારી રીતે બાંધવામાં આવેલો પાટો દુ:ખાવાવાળી જગ્યા પર દબાણ ઉત્પન્ન કરે છે અને આ દબાણથી ત્યાં આવેલા ભાગમાં મેટોબોલિક ફેરફારો ઘટવાની શરૂઆત થાય છે. લોહીની નળીઓ પર દબાણ ઉત્પન્ન થાય છે, જેનાથી સોજો ઘટવાની શરૂઆત થાય છે. આ પાટો હંમેશા નીચેથી ઉપરની તરફ જ બાંધવો તથા નીચેના ભાગે થોડો કઠણ રાખવો. ઉપરના ભાગે ઢીલો રાખવો. જેનાથી સ્નાયુઓ પર સારું દબાણ ઉત્પન્ન થાય છે અને સોજો ઝડપથી અને સારી રીતે ઓછો થાય છે.

એલિવેશન:

જે ભાગ પર સોજો આવેલો હોય એની નીચે ઓશિકું રાખી તે ભાગને ઉપર રાખવો. સોજો આવેલા ભાગને ઉપર રાખવાથી લોહીની નળીઓમાં ગુરુત્વાકર્ષણના કારણે પ્રવાહ વધી જતો હોય છે. તેનાથી સોજામાં ખૂબ જ સારો ઘટાડો થતો હોય છે. આ એક ખૂબ જ મહત્વનો પ્રોટોકોલ છે જેને (RICE)કહેવાય છે. એક ખૂબ જૂની માન્યતા પ્રવર્તે છે કે સ્નાયુ કે સાંધા દુ:ખે એટલે ગરમ પાણીનો કે ગરમ કોથળીનો શેક કરવો એને નવા વર્ષમાં કાઢી નવી સાચી પદ્ધતિ RICE અનુસરવી એટલે કે (૧)રેસ્ટ (આરામ) (૨) બરફનો શેક (ICE) (૩) કમ્પરેશન (પોટો બાંધવો) (૪) એલિવેશન( ભાગને ઊંચો રાખવો)

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/17/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate