હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / લાઇફ સ્ટાઇલને લીધે થતો ગરદનનો દુ:ખાવો : ઉપાયો કંઇ અઘરા નથી
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લાઇફ સ્ટાઇલને લીધે થતો ગરદનનો દુ:ખાવો : ઉપાયો કંઇ અઘરા નથી

લાઇફ સ્ટાઇલને લીધે થતો ગરદનનો દુ:ખાવો ઉપાયો કંઇ અઘરા નથી

આજકાલ ઘણા બધા લોકો લગભગ ૩૫-૧૦ વર્ષની વય પછી સર્વાઈકલ સ્પોન્ડાઈલાઈટીસ થયું છે અને ગરદનમાં દુ:ખાવો છે એવું કહેતા જોવા મળે છે, જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ હોય છે. પરંતુ હકીકતમાં તે સર્વાઈકસ સ્પોન્ડાઈલાઈટીસ હોતો નથી, પણ ટ્રેપેઝાઈટીસ નામનો રોગ- દુ:ખાવો હોય છે પરંતુ બહુ ઓછા દર્દીઓ આ રોગ- દુ:ખાવા અંગે જાણતા હોય છે, જેથી તેઓ તેને સર્વાઈકલ સ્પોઈન્ડાઈલાઈટીસનો દુ:ખાવો ગણતા હોય છે. તેને માટે એવી માન્યતા પ્રવર્તે છે કે આ દુ:ખાવો ક્યારેય મટી શકે નહીં અને ઉંમર સાથે ઘસારો વધતાં દુ:ખાવો વધી જશે, પરંતુ હકીકતમાં આવું હોતું નથી. ટ્રેપેઝાઈટીસનો દુ:ખાવો એ ટ્રેપેઝીયસ નામના સ્નાયુનો દુ:ખાવો હોય છે. સાચી અને સારી સારવારથી આ દુ:ખાવો માત્ર અને માત્ર ૧૦-૧૫ દિવસમાં જ મટી જતો હોય છે. આ રોગ વિશે વધુ જાણીએ.

ટ્રેપેઝાઈટીસ એ એક પ્રકારનો ટ્રેપેઝીયસ સ્નાયુમાં આવતો સોજો છે જેનાં કારણે ગરદનની આસપાસ દુ:ખાવો તથા સ્ટીફનેસ (જડતા) આવી જતી હોય છે,

આ પ્રકારનો દુ:ખાવો મુખ્યત્વે કોમ્પ્યુટર પર બેસીને થતી જોબ (નોકરી)નો લીધે, વધારે પડતા વાંચન અને મુસાફરીને લીધે તથા ગૃહિણીઓને વધારે પડતા કામને લીધે પણ થતો જોવા મળે છે. ટ્રેપેઝીયસ નામના સ્નાયુના ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. આ સ્નાયુ મુખ્યત્વે ડોકના મણકા પરથી ખભા પર જતા હોય છે, તેથી ખભાની વધારે પડતી મુવમેન્ટને કારણે પણ ગરદનના આ સ્નાયુમાં સોજો આવી જતો હોય છે. વધારે પડતું બેસી રહેવું ખભામાં સાંધાનો ઉપયોગ, ઊંઘમાં કે ટીવી જોતી વખતે બે ઓશિકાનો ઉપયોગ કરવાથી અને બેસવાની ખરાબ પદ્ધતિ (પોશ્વચર)ને કારણે પણ આ દુ:ખાવામાં વધારો થતો હોય છે.

સામાન્ય રીતે જે વ્યક્તિઓની જોબમાં એક જ પોઝીશનમાં ગરદન રાખવાની થતી હોય ત્યારે આ સ્નાયુ પર ભારણ વધી જતું હોય છે અને તેમાં સોજો આવી જતો હોય છે, જે લોકોને લાંબા સમય સુધી કાર અથવા વાહનની મુસાફરી કરવાની મુખ્યત્વે ચલાવવાનું આવતું હોય છે તેમને ટ્રેપેઝીયસમાં સોજો આવી જતો હોય છે.

ટ્રેપેઝીયસ નામના સ્નાયુનું મુખ્ય કામ ખભાને ઉપર કરવું ગરદનને સાઈડમાં ફેરવવી, ગરદનને ઉપર નીચે કરવી તથા હાથને ઉપર કરવામાં હોય છે આ મુવમેન્ટ વધુ પડતી કરવામાં આવે તો આ સ્નાયુમાં સોજો આવી જતો હોય છે

 • ગરદનમાં સોજો આવવાના ટ્રેપેઝઈટીસ થવાનાં મુખ્ય કારણો.
 • વધારે પડતાં સ્નાયુનો ઉપયોગ, થાક લાગવો ટેન્શન
 • રોજિંદા જીવનમાં એક જ સ્નાયુનો વારાવાર ઉપયોગ કરવો
 • રોજિંદા જીવનમાં ભુલ ભરેલી ક્રિયા-મુવમેન્ટ કરવી
 • ગરદન આગળ રાખીને બેસવાની ખરાબ પધ્ધતિ
 • લાંબા સમય સુધી ટેકા વગર એકજ પોઝીશનમાં બેસવું.
 • મોબાઈલ ફોન ને કાન અને ખભાનૂ વચ્ચે પકડી લાંબો સમય (ઉપયોગ) કરવો
 • વધારે પડતા વજન ઘર બેગ ખભા રાખીને રોજિંદા જીવનમાં મુસાફરી કરવી.
 • સુતી વખતે સીધા શરીરને રાખી ગરદને એકબાજુ ફેરવીને સુવું.
 • કમ્પ્યુટર ખરાબ પોઝીશન-કી-બોર્ડ વધારે પડતું ઉપર રાખવું
 • લાંબા સમય સુધી સતત કાર અથવા બાઈકનો ઉપયોગ
 • સતત નીચે જોઈને કામ કરવું, જેવું કે વાંચન, લેબોરેટરી કામ અથવા પેપરવર્ક કરવું
 • રોજિંદા જીવનમાં કામની જગ્યાએ ગરદનને એકજ બાજુ ફેરવી લાંબા સમય સુધી કામ કરવું
 • વધારે પડતા મોબાઈલનો સોશિયલ મિડીયા માટે ઉપયોગ
 • રાત્રે જોતી વખતે ગરદનની ખરાબ પોઝીશન

આવાં બધાં કારણોનો લીધે ટ્રેપેઝીયશ નામના સ્નાયુનો ઉપયોગ વધી જતો હોય છે, તેથી તે સતત તણાવમાં રહે છે જેને કારણે તેમાં લેક્ટિક-એસિડ ભરાઈ જતું હોય છે અને ગરદનમાં દુ:ખાવાની શરૂઆત થતી હોય છે, જેથી તે રોજિંદા જીવનમાં તકલીફ કરે છે. આગળના એકમાં વધુ રોગનાં લક્ષણો સારવાર વિશે જાણીશું.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top