હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / બેસતાં, સુતાં કે ટીવી જોતાં તમારી ગરદન બરાબર રાખજો!
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બેસતાં, સુતાં કે ટીવી જોતાં તમારી ગરદન બરાબર રાખજો!

બેસતાં, સુતાં કે ટીવી જોતાં તમારી ગરદન બરાબર સાચવણી

તમે સામાન્ય રીતે ગરદનને ઝૂકાવીને બેસતા હો કે સુતી વખતે માથા નીચે મોટું ઓશિકું રાખતા હો અથવા ટીવી જોતી વખતે ગરદનને અયોગ્ય રીતે રાખતા હો તો સંભાળજો. માથાનો દુ:ખાવો તમારા માટે કાયમી દુ:ખાવો બની રહે નહીં એ જોજો. માથાના દુ:ખાવા જેવી સાવ સામાન્ય જણાતી બાબત ઘણી જોખમી પ્રત્યાઘાતી હોય છે. માથાનો દુ:ખાવો આગળ વધતાં ગરદનને પણ પકડી લે છે. માથાનાં દુ:ખાવા મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે ટેન્શન ટાઈપ, કલ્સ્ટર ટાઈપ અને માઇગ્રેન.

ટેન્શન ટાઈપ:

આ પ્રકારનો માથાનો દુ:ખાવો માઇલ્ડ-મોડરેટ હોય છે. ઘણા માણસને સતત થાય છે અને માથાના આગળના ભાગે બંને બાજુ જોવા મળે છે. ઘણીવાર તો આ દુ:ખાવો ૧૫ દિવસથી વધારે પણ સતત જોવા મળે છે.

કલ્સ્ટર ટાઈપ:

આ પ્રકારનો દુ:ખાવો માથાના એક જ ભાગે ખાસ કરીને આંખની ઉપરના ભાગે જોવા મળતો હોય છે. જે ખૂબ જ ગંભીર હોય છે. સામાન્ય રીતે તે ૧૫ મિનિટથી ત્રણ કલાક સુધી તે જોવા મળતો હોય છે. આ પ્રકારનો દુ:ખાવો એકાંતરે જોવા મળે છે.

માઈગ્રેન:

આ દુ:ખાવો મુખ્યત્વે માથાના એક જ ભાગમાં આંખની ઉપર અને નીચે થાય છે ચાર કલાકથી લઇ ત્રણ દિવસ સુધી પણ થતો જોવા મળે છે.

સર્વિકો જેનિક હેડેક (ગરદન-માથાનો દુ:ખાવો) થવાનાં કારણો

આ પ્રકારનો દુ:ખાવો સામાન્ય રીતે ડોકના મણકા(ગરદન) ના ભાગથી માથા સુધી જતો જોવા મળે છે. ક્લિનિક સ્ટડી પ્રમાણે ગરદનના ઉપરના ભાગના મણકામાંથી આ દુ:ખાવો માથા સુધી જતો જોવા મળે છે તથા આ દુ:ખાવો પણ વિવિધ પેટર્નમાં થતો પણ જોવા મળે છે.
ગરદનના મણકાની વચ્ચે ગાદી હોય છે અને તેની પાછળ સ્પાઇનલ કોડમાંથી નસો (નર્વ) નીકળે છે. તેથી જો મણકાના ઘસારા સાથે આ નર્વ(નસો)ને પણ અસર થાય છે. અને તેનાં કારણે જ દુ:ખાવો માથા સુધી જતો જોવાં મળે છે જેને રિફર્ડ પેઈન પણ કહે છે.

અન્ય કારણો:

  1. ગરદનની ઈજા (વિપલેસ ઈન્જરી)
  2. ગરદનની ખરાબ પોશ્ચર.
  3. આર્થરાઇટિસ

આપણે સામાન્ય રીતે ગરદનને ઝુકાવીને બેસવું અથવા મોટા ઓશિકા લઇને સૂવું અથવા ટીવી જોતી વખતે ગરદનની રહેતી ખરાબ પદ્ધતિને લીધે પણ સ્નાયુમાં સોજો આવે છે. ગરદનની આસપાસ નાના-મોટા ૨૦ સ્નાયુઓ આવેલાં હોય છે. આ સ્નાયુમાં આવતું વધારે પડતો તણાવ, અને દબાણ તેમાં સોજો ઉત્પન્ન કરે છે. અને લાંબા ગાળે આ સ્નાયુમાં ગાંઠો (ટ્રીગર પોઇન્ટ) બની જાય છે. ગાંઠોના કારણે તેની પાછળ આવેલી નસોમાં દબાણ, ઉત્પન્ન થાય છે અને તેથી જ દુ:ખાવો માથા સુધી જતો જોવા મળે છે. આ રોગનું નિદાન ઘણી બધી વખત થઇ શકતું નથી તેને માઇગ્રેન તરીકે ગણવામાં આવે છે. આ રોગનાં નિદાન તથા સારવાર માટે ફિઝિકલ થેરાપી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

ફિઝિયો થેરાપિસ્ટ દ્ધારા આ રોગની હિસ્ટ્રી (ઇતિહાસ) તથા ક્લિનિકલ નિદાન કરવામાં આવે છે. એ ખાસ કરીને દુ:ખાવાની જગ્યા, કરુણતા, કેટલા ટાઇમ(સમય) થાય છે તથા દુ:ખાવાની ગંભીરતા (સિવિયારિટી) ને લગતા સવાલો પૂછે છે. ચોક્કસ કઇ મુવમેન્ટ અથવા ગરદનની ક્રિયામાં આ દુ:ખાવો વધારે થાય છે. એ પણ જાણકારી મેળવે છે.

ફિઝિયોથેરાપિસ્ટ ગરદનની મુવમેન્ટ, આજુબાજુનાં સ્નાયુને દબાણ આપી તેમાં સોજો પણ ચેક કરી શકે છે. તથા સ્નાયુનાં પાવર(મજબૂતાઇ) ચેક કરવાથી પણ સર્વીકો જેનીક હેડએક વિશે નિદાન કરી શકાય છે.

સારવાર:

આ પ્રકારનાં ગરદન-માથાનાં દુ:ખાવા માટે મુખ્યત્વે એનાલજેશીક, એન્ટીઇન્ફલામેટરી, એન્ટીડીપ્રેશન્ટ જેવી દવાઓ ઉપયોગમાં આવતી હોય છે જે એક પ્રકારની દુ:ખાવાની દવાઓ (પેઇન કીલર) હોય છે જે તેનાં નામ પ્રમાણે દુ:ખાવો જ મટાડે છે, પરંતુ રોગને જડમુળ મટાડતી હોતી નથી. એક સર્વે પ્રમાણે લોકો જયારે માથાનાં દુ:ખાવા માટે વધારે પડતી દુ:ખાવાની દવાઓ જેવી કે પેરાસિટામોલ, કોડેઇન અથવા આબુપ્રોફન વાપરતાં હોય ત્યારે એની ખૂબજ ગંભીર સાઇડ ઇફેડટ જોવા મળતી હોય છે અને જો તમે આ દવાઓ ના લો તો ‘રીબાઉન્ડ’ એટલે કે દવા ન લેવાથી પણ માથાનો દુ:ખાવો થાય છે. જે ખૂબ જ ગંભીર હોઇ શકે છે.

ફિઝિયોથેરાપિસ્ટ પાસે સર્વાઇકલ મોબીલાઇઝેશન (ગરદનનાં મણકાની ચોક્કસ પ્રકારની સારવાર), ટ્રીગર પોઇન્ટ રીલીઝ થેરાપી (ગાંઠનો તણાવ દૂર કરવાની સારવાર), ગરદનના મણકા તથા તેની આજુબાજુનાં સ્નાયુ અને નાના સાંધા (ફેસેટ જોઇન્ટ) ની બાયોમેકનિકસની સારવાર, અને ગરદનની આસપાસનાં સ્નાયુને મજબૂત કરવાની ચોક્કસ પ્રકારની કસરત. આ ઉપરાત અલ્ટ્રા સાઉન્ડ થેરાપી (Oltsasound) અને ગરદનની આસપાસ ૧૦ મિનિટ સુધી દિવસમાં ત્રણ વાર બરફનો શેક (આઇસિંગ) કરવાથી ખૂબ જ રાહત મળતી હોય છે.

સાચી સલાહ :

  1. બેસતી વખતે તમારું સારું પોશ્ચર જાળવી રાખો
  2. કોઇપણ એક જગ્યા પર સતત લાંબો સમય બેસી ન રહેવું.
  3. તમે જ્યાં કામ(જોબ) કરતાં હોય ત્યાં તમારી કામ કરવાની પદ્ધતિ તથા ત્યાંનાં ટેબલ, ક્મ્પ્યુટરની પોઝિશન વ્યવસ્થિત હોવી જોઇએ.
  4. ખૂબ જ થાકી ગયા પછી પણ વધારે કામ ન કરવું, વચ્ચે થોડો ટાઇમ આરામ લેવો.
  5. શરીરમાં સતત પાણીની જરૂર હોય છે તેથી દિવસ દરમિયાન ખૂબ જ પાણી પીવું

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top