હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / બાઈસીપીટલ ટેન્ડનાઈટીસ - સામાન્ય ખભાનો દુ:ખાવો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાઈસીપીટલ ટેન્ડનાઈટીસ - સામાન્ય ખભાનો દુ:ખાવો

બાઈસીપીટલ ટેન્ડનાઈટીસ - સામાન્ય ખભાનો દુ:ખાવો વિશેની માહિતી આપવામાં આવી છે

દિવાળી કામ પછી ગૃહિણી ઓમાં થતો ખૂબજ સામાન્ય ખભાનો દુ:ખાવો બાઈસીપીટલ ટેન્ડનાઈટીસ

બાઈસેપ્સ (બાઈસીપીટલ) ટેન્ડનાઈટીસ એટલે સ્નાયું માં આવતો સોજો તેના લીધે ખભામાં પુષ્કળ દુ:ખાવો થવા લાગે છે સામાન્ય રીતે ગૃહિણી ઓને દિવાળીના સમય દરમ્યાન ધરમાં તથા રસોડામાં ઘણુબંધુ હાથ ને ઉપર કરીને કામકરવામાં આવતું હોય છે જેમાં બાઈસેપ્સ સ્નાયુનો વારવાર ઉપયોગ થતો હોય છે જેનાથી તેમાં સોજો આવી જતો હોય છે જેને બાઈસેપ્સ ટેન્ડનાઈટીસ કહેવામાં આવે છે આરોગમાં દુ:ખાવો ખભાની આગળાના ભાગમાં થતો હોય છે આ દુ:ખાવો અચાનક ચાલુ થઈ જતો હોય છે એને ખભાનો જો વારવાર ઉપયોગ કરાવામાં આવેતો દુ:ખાવો ખૂબજ વધી જતો હોય છે અને ખભાને ઊંચા કરવાની પ્રકિયામાં ખૂબજ તકલીફ પડતી હોય છે.

બાઈસેપ્સ ટેન્ડનાઈટીસ શું છે?

 • સામાન્ય રીતે ખભામાં બાઈસેપ્સ નામના સ્નાયુંના બે ભાગ આવેલા હોય છે (૧) લોગ હેડ (૨) શોર્ટ હેડ
 • બાઈસેપ્સ ટેન્ડનાઈટીસમાં સામાન્ય રીતે લોગ હેડમાં તકલીફ પડતી હોય છે અને લોગ હેડ એ ખભાની કેપ્સ્યુલમાં જોડાતો હોય છે અને તેની આજુબાજુ ખભાની ઘણા બધા બીજા સ્નાયું ઓ આવતાં હોય છે.
 • સામાન્ય રીતે જ્યારે ખભામાં વારવાર, ખોટા એગલ પર ખૂબજ વધારે પ્રમાણમાં ભારણ (ફોર્સ) આવવાં લાગે છે ત્યારે આસ્નાયુ અને ટેન્ડર પર ટેન્શન વધી જતું હોય છે અને સતત જો આ ભારણ આવવાનું ચાલું રહેતો આ સ્નાયુ અને ટેન્ડન પર સોજો આવી જતો હોય છે જેના કારણે દુ:ખાવાની શરૂઆત થતી હોય છે.

કારણો

 • સામાન્ય રીતે હાથને માથાની ઉપરની ક્રિયામાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવે.
 • ખભાની આસપાસ સેટેટર કફ તથા ઉપરની બેકના સ્નાયુઓની નબળાઈ.
 • ખભાની આસપાસના સ્નાયુની ટાઈટનેશ (જડતા)
 • ખરાબ શરીરનાં સાંઘાની રચના
 • અચાનક જો ખભામાં ‌વધારે પડતું કામ કરવામાં આવે તો આ રોગ થવાની શકયતાં હોય છે
 • ઉંમર સાથે થતાં શરીરના ફેરફારો

રોગના લક્ષણો

 • જ્યારે ખભામાંથી માથાની ઉપરની કોઈપણ ક્રિયા કરવામાં આવે ત્યારે ખૂબજ સખત દુ:ખાવો થવો (શાર્પ પેઈન)
 • ખભાને અડકવામાં આવે તો પણ દુ:ખાવો થવો
 • ખભામાંથી દુ:ખાવો નીચે હાથ સુધી ઉતરતો હોય.
 • જ્યારે પણ ખભાની પ્રવૃતિ કરવામાં આવે ત્યારે અંદરથી ઝીણો-ઝીણો દુ:ખાવો થવો
 • જ્યારે પણ તકલીફ વાળા હાથથી વજન ઊંચકવા માં આવે ત્યારે ખભાના સ્નાયુમાં નબળાઈનો અનુભવ થવો
 • કસપક રે સ્પોટસ એરટીવીટીમાં ખભામાં દુ:ખાવો થવો
 • જ્યારે ખભાની કોઈપણ પ્રવૃતિ કરવાની હોય ત્યારે અંદરથી કલીક જેવો અવાજ આવવો તથા ખભો અંદરથી પકડાયેલો કેરા હોય તેવા અનુભવ થવો.

રોગનું નિદાન

 • જ્યારે પણ આ પ્રકારની તકલીફ જણાય ત્યારે ફિઝીકલ થેરાપીસ્ટનો સંર્પક કરનો ફિઝીકલ થેરાપીસ્ટ તમારી હિસ્ટરી તપાસી વિવિધ પ્રકારની ખભાની ટેસ્ટ કરી તથા તમારા ખભાનાં સ્નાયુની મજબુતાઈ (સ્ટ્રેન્થ) રેન્જ ઓફ મોશન દુ:ખાવાના સેન્સેશન ચેક કરી રોગનું નિદાન કરી શકે છે.
 • સામાન્ય રીતે આરોગના નિદાન માટે ક્યારેય X-Ray કે MRI ની જરૂર હોતી નથી શરૂઆતના તબક્કામાં થયેલું નિદાન ખૂબજ ઝડપી સારવાર આપી દર્દીને દુ:ખાવા મુક્ત કરી શકે છે.

સારવાર

 • જ્યારે પણ આ રોગનું નીદાન કરવામાં આવે ત્યારે તમારા ફિઝીકલ-થેરાપીસ્ટ તમારા દુ:ખાવા તથા સ્નાયુમાં રહેવી મજબૂતાઈ અનુસાર તમારા માટે ટેઈલર-મેઈડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તૈયાર કરી શકે છે જેમાંથી નીચેના અનુસાર મુખ્ય જરૂરી સારવારના તબક્કા હોઈ શકે છે.
 • પેઈન-મેનેજમેન્ટ- સૌથી મહત્વની બાબત એ છે કે ખભાના બાઈસેપ્સ ટેન્ડનમાં સોજો ઓછો થાય એટલે બઘીજ કસરત કરવામાં સરળતા રહે છે દુ:ખાવો ઓછો કરવા માટે બરફનો શેક (૧૦મિનિટ દિવસમાં ર વાર) કોલ્ડ લેસર, થેરાપી, અલ્ટ્રાસાઉડ થેરાપી ખૂબજ અસરકારક નીવડે છે.
 • રેન્જ ઓફમોશન- દુ:ખાવો ઓછો થયા બાદ ફિઝીકલ-થેરાપીસ્ટ નો મુખ્ય ગોલ સાધાની રેન્જને તદન નોર્મલ કરવાનો હોય છે,
 • મજબૂતાઈ (સ્નટ્રેન્થ) જ્યારે સાંઘાની રેન્જ નોર્મલ બને એટલે તરત જ ખભાની આસપાસની સ્નાયુને મજબુત કરવાની કસરતો પર ધ્યાન રાખવું જેનાથી આ રોગ- દુખાવો ફરીથી થવાની શક્યતા એકદમ ઘટી જતી હોય છે
 • મેન્યુલ થેરાપી-ફિઝીકલ –થેરાપીસ્ટ દ્વારા ઘણી બધી વખત સાંધામં રહેલી સ્ટીફનેશ (જડતા) ને ઓછી કરવા મેન્યુલ થેરાપી પણ આપવામાં આવતી હોય છે
 • ફેકન્શનલ ટ્રેઈનીગ- આ ખૂબજ મહત્વની સારવાર માનવામાં આવે છે કોઈપણ રોગ મટી ગયા પછી જો દર્દીને ફંકન્શનલ ટ્રેઈનીગ ન આખવામાં આવે તો રોગ થવાની સંભાવાના ફરીથી વધી જાય છે આ ટ્રેઈનીગ માં રોજ બરોજની ક્રિયામાં દર્દીઓ જે ભૂલ ભરેલી પ્રકિયા (ફોલ્ટી મુવમેન્ટ) કરતાં હોય તેને ચેક કરવામાંઆવે છે અને ફિઝીકલ થેરાપીસ્ટ દ્વારા તેમને આ ક્રિયાઓ રોજીદા જીવન માં સાચી રીતે કેમ કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે જેનાથી દર્દીના રોગ થવા પાછળવા કારણમાં એજ્યુકેશન પણ વધી જતું હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.86486486486
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top