હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ફ્રોઝન શોલ્ડરની સારવાર માટે સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફ્રોઝન શોલ્ડરની સારવાર માટે સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ

ફ્રોઝન શોલ્ડરની સારવાર માટે સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ વિશેની માહિતી

ફ્રોઝન શોલ્ડરની સારવાર માટે કઇ પદ્ધતિ સરળ અને શ્રેષ્ઠ છે

સામાન્ય રીતે ફ્રોજન શોલ્ડરમાં સર્જરી કરવામાં આવતી જ હોતી નથી કોઈ દર્દીઓને જો આ રોગમાં ફાયદો ન થાય તો છેલ્લા વિકલ્પ તરીકે ઓપરેશન કરવામાં આવે છે

આજકાલ એ.સી.નો વધતો જતો ઉપયોગ તથા ડાયાબિટીસના વધતા જતા પ્રમાણને કારણે ફ્રોઝન શોલ્ડર(એડહેસીવ કેપ્સ્યુલાઈટિસ) થવાનું પ્રમાણ પણ વધતું જાય છે. વાતાવરણમાં જેમ ઠંડક વધતી જાય છે, તેમ આ બીમારી પણ વધતી જાય છે. ઠંડીમાં તો આ રોગ ખૂબ જ ઝડપથી થતો હોય છે. તેનાથી ખભાની મુવમેન્ટ જકડાઈ જવી તથા રોજબરોજની ક્રિયામાં તકલીફો પડવી એ સામાન્ય રીતે જોવા મળે છે. રાત્રે ઊંઘવામાં પણ જો ભૂલમાંથી પડખા પર વજન આવી જાય તો અસહ્ય દુ:ખાવો થતો હોય છે. ફ્રોઝન શોલ્ડરમાં મુખ્યત્વે ખભાની કેપ્સ્યુલમાં સોજો આવી જતો હોય છે અને તેને કારણે ખભાની મુવમેન્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. 40થી 70 વર્ષની ઉંમરના લોકોમાં ખૂબ જ સામાન્ય હોય છે. જે દર્દીઓને ડાયાબિટીસ હોય તેમાં તો ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. થાઇરોઇડના કારણે પણ ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતાઓ વધી જતી હોય છે જેને મુખ્યત્વે પ્રાઈમરી ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે આ ઉપરાંત ઘણીબધી વાર સ્ટ્રોક (લકવા થવો ) હાર્ટ એટેક કે કોઈપ્રકારની ખભાની આસપાસની સર્જરી બાદ પણ ફ્રોઝન શોલ્ડર થતો જોવા મળે છે જેને સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે. ફ્રોઝન શોલ્ડરમુખ્યત્વે ત્રણ તબક્કામાં થતો જોવા મળે છે.

પેઈનફુલ (દુ:ખાવાવાળો) તબક્કો

આ તબક્કો/ સમય મુખ્યત્વે રોગ શરૂ થયા બાદ બે થી નવ મહિના સુધી ચાલતો જોવા મળે છે. દુ:ખાવાની શરૂઆત થાય ત્યારે તે ખૂબ જ ઓછો હોય છે અને સમય સાથે આ દુ:ખાવો વધતો જતો હોય છે. આ દુ:ખાવો મુખ્યત્વે ખભામાં તથા ઘણી વાર તો એ કોણી (એલ્બો) સુધી આવતો હોય છે અને આ દુ:ખાવો હાથની કોઈ મુવમેન્ટ ન કરવામાં આવે તો પણ થતો હોય છે અને કોઈ મુવમેન્ટ કરવાથી તો આ દુ:ખાવો ખૂબ જ વધી પણ જતો હોય છે. હાથમાં લબકારા મારતા હોય એવી પ્રકારના દુ:ખાવાની કમ્પ્લેન (ફરિયાદ) દર્દીઓ કરતાં હોય છે. આ દુ:ખાવાથી દર્દીની ઊંઘ પણ ઊડી જતી હોય છે. ઘણા લોકો માટે તો સીધા ઊંઘવું પણ તકલીફભર્યું હોય છે. આ તબક્કામાં દુ:ખાવાના કારણે ખભાની ઘણી બધી મુવમેન્ટ અટકી પડતી હોય છે.

સ્ટીફ (જકડાવવાનો) તબક્કો

આ તબક્કો/ સમય મુખ્યત્વે ૪ મહિનાથી લઈને ૧૨ મહિના સુધી ચાલતો હોય છે. આ સમય દરમિયાન ખભામાં બોલ અને સોકેટ (સાંધા)માં ખૂબ જ સ્ટીફનેસ આવી જતી હોય છે, જેનાથી ખભાની રોટેશન (ફેરવવાની) પ્રક્રિયામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે અને દર્દીને હાથ પાછળ લઈ જવામાં અને માથાની પાછળ લઈ જવામાં ખૂબ જ મુશ્કેલીનો અનુભવ થતો હોય છે. આ ખભાને બીજા હાથથી પડકીને ઉપર કરવામાં આવે અથવા કોઈના દ્વારા પણ મુવમેન્ટ કરાવવામાં આવે તો પણ દુ:ખાવો તથા સ્ટીફનેસનો અનુભવ થતો હોય છે.

રીકવરી તબક્કો

આ સમયગાળો સામાન્ય રીતે 5 મહિનાથી લઈને ૨૬ મહિના સુધી ચાલતો હોય છે આ તબક્કા દરમિયાન દુ:ખાવો અને સ્ટીફનેશ ઓછી થવાની શરૂઆત થતી હોય છે અને ખભાની મુવમેન્ટ ધીમે ધીમે નોર્મલ થતી હોય છે પરંતુ બધાંજ દર્દીઓમાં આ તબક્કો જોવો મળે એ જરૂરી નથી એટલે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે નહીતર જો સ્ટીફનેશ ખૂબ વધારે હોય તો તેને મટતા પણ ઘણીવાર સમય લાગતો હોય છે.

સારવારના વિકલ્પો

ઓપરેશન દ્વારા સારવાર- જો કોઈપણ દર્દીને ઉપરની કોઈ સારવારથી ફાયદો થતો ન હોય તો ખભાની એનેસ્થેસિયા આપીને મેનીપ્યુલેટ (ખભાને ફેરવવો) નામની પ્રોસિજર કરવામાં આવતી હોય છે અને તેની સાથે આરર્થોસ્કોપી પણ ઘણીવાર કરાવવામાં આવે છે સામાન્ય રીતે ફ્રોજન શોલ્ડરમાં સર્જરી કરવામાં આવતી જ હોતી નથી કોઈ દર્દીઓને જો આ રોગમાં ફાયદો ન થાય તો છેલ્લા વિકલ્પ તરીકે ઓપરેશન કરવામાં આવે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

 

3.05714285714
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top