অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફ્રોઝન શોલ્ડર ચાલીસી પછીની દર્દનાક તકલીફ

આજકાલ ઘણાના ખભાને જરા જોરથી સ્પર્શ કરવામાં આવે તો એ ચીસ પાડીને એકદમ બોલી ઊઠે છે કે જો જો સંભાળજો, મને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે. ખભાનો દુ:ખાવો પણ ઘૂંટણના દુ:ખાવાની માફક ઘરઘરની તકલીફ બની ગયો છે. ઘણા બધા લોકોને ખભાના દુ:ખાવાની તકલીફ હોય છે. તેને મેડિકલ ટર્મિનાલોજીમાં ફ્રોઝન શોલ્ડર કહે છે. હાથ બહુ ઊંચો ન થઈ શકતો હોવાથી ઘણા લોકો માથા પર કાંસકો ફેરવી શકતા નથી. એટલે માથાના વાળ ઓળવામાં ખભાનો દુ:ખાવો થતો હોવાની કમ્પ્લેન કરતા જોવા મળે છે. આ રોગનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને આ રોગ વિશે લોકોને ખૂબ જે ઓછા પ્રમાણમાં જાણકારી છે 
  1. તેથી જ જ્યારે કોઈને પણ શોલ્ડર દુ:ખવાની શરૂઆત થાય એટલે તેની અવગણના કરે છે અને એવું માને કે થોડા ટાઈમમાં આ દુ:ખાવો મટી જશે.
  2. પરંતુ હકીકતમાં એવું થતું નથી અને ટાઈમ જવાની સાથે એ સાથે આ દુ:ખાવો વધતો જાય છે અને મુવમેન્ટ (રોજબરોજ) કોની ક્રિયામાં પણ તકલીફ આવવાની શરૂઆત થતી હોય છે. આ રોગમાં ખભા (શોલ્ડર)માં થતો દુ:ખાવો ખૂબ જ દર્દી અસહ્ય હોય છે અને દર્દીને રાત્રે ઊંઘવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે. ઘણા દર્દીઓ તો આખી રાત બેડ ઊંઘી શકતા હોતા નથી. તેટલો ગંભીર પણ ફ્રોઝન શોલ્ડરનો દુ:ખાવો કોઈ શકે છે સાથે-સાથે કોઈનો ન હાથ જો દર્દીના શોલ્ડરને અડી જાય કંઈ કે હેન્ડશેડ કરવામાં પણ દુ:ખાવો થતો હોય છે, તેથી આ રોગ વિશે સાચી જાણકારી હોવી જરૂરી છે. રોગ થતાં કેવાં પ્રાથમિક પગલાં લેવાં જોઇએ તે વિશે જોઈએ:

ફ્રોઝન શોલ્ડર એટલે શું?

ફ્રોઝન શોલ્ડર એટલે ખભાનો એક વિશેષ પ્રકારનો દુ:ખાવો. સૌથી મહત્વની બાબત આ રોગમાં એવી છે કે આ રોગમાં અંદરનાં હાડકાં કે સ્નાયુમાં કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. આ રોગની શરૂઆત ખભાનાં બે હાડકાંને બાંધી રાખતી કેપ્સુલ (કનેક્ટિવ ટીસ્યૂ)માંથી થતી હોય છે. શરૂઆતમાં આ કેપ્સુલ પર સોજો આવી જતો હોય છે. જેથી દર્દીને દુ:ખાવાની સાથે-સાથે ખભાની રોજબરોજ ક્રિયામાં પણ તકલીફ થતી હોય છે. આ કેપ્સુલમાં એડહેશન (લેક્ટિક એસિડનું જમા થઈ જવું) બનતું હોય છે, જેને પરિણામે ખભાની મુવમેન્ટ અટકી જતી હોય છે. એટલે આ રોગને ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે

ફ્રોઝ- એટલે જામી જવું. ખભાનું પકડાઈ જવું, જકડાઈ જવું. જામી જવું કે ચોંટી જવું એટલે ફ્રોઝન શોલ્ડર.

ફ્રોઝન શોલ્ડર થવાનાં કારણો:

આ રોગ મુખ્યત્વે ડાયાબિટીસ, ઠંડુ વાતાવરણ (ઠંડી) ટ્રોમા (ઈજા) સ્ટ્રોક અથવા કોઈપણ જાતના સીધા કારણ વગર પણ થઈ શકે છે. આજકાલ ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે, તેથી જ ફ્રોઝન શોલ્ડરનું પ્રમાણ પણ વધતું જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે શિયાળાની ઠંડી અને એસીમાં વધુ સમય રહેવાની સાથે સાથે જેઓને ડાયાબિટીસ હોય તેમને ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. સાથે સાથે ફ્રોઝન શોલ્ડર ખાસ કરીને ખભામાં કોઈ ઈજા થાય કે ફ્રેકચર પછી જોવા મળતો હોય છે. આ રોગ ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ખૂબ જ સામાન્ય છે. સ્ત્રીઓમાં ફ્રોઝન શોલ્ડર પુરુષો કરતાં વધુ જોવા મળે છે.

ફ્રોઝન શોલ્ડરનું નિદાન:

આ રોગનું નિદાન સામાન્ય રીતે X-Rayથી ચોક્કસ રીતે થઈ શકતું નથી. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે શોલ્ડર (ખભા)ના હાડકામાં કોઈ જ પ્રકારની તકલીફ હોતી નથી તથા X-Rayમાં હાડકા સિવાય કનેક્ટિવ ટીસ્યુ જોઈ શકાતા નથી. MRI કરવાથી ટીસ્યુમાં બનેલું એડહેશન જોઈ શકાય છે. USGથી પણ સ્નાયુમાં તથા કેપ્સુલની ઉપર આવેલો સોજા અંગે માહિતી મેળવી શકાય છે, પરંતુ આનાથી ઉપર સાચું અને સારું નિદાન દર્દીની ખભાની રેન્જ (મુવમેન્ટ)ચેક કરીને કુશળ ડોકટર કરી શકે છે અને દર્દી પોતે પણ જાતે જ ચેક કરી શકે છે. આ ટેસ્ટને alt147બેક-રીચ ટેસ્ટalt148 કહેવામાં આવે છે એટલે કે તને જો તમારો હાથ પાછળ કરો અને તે હાથ સરળતાથી પાછળ ન જતો હોય અથવા તે કરવામાં દુ:ખાવો થતો હોય તો આ ટેસ્ટને પોઝિટિવ માનવામાં આવે છે. એનો મતલબ દર્દીને આ રોગ છે અથવા થવાની શરૂઆત થઈ ગઈ છે

શું ફ્રોઝન શોલ્ડર અટકાવી શકાય છે?

તાજેતરમાં થયેલા સ્ટડી પ્રમાણે શોલ્ડર જોઈન્ટમાં એડકેશન (લેક્ટિક એસિડ) જમા થતું હોય છે. આ ક્રિયા ૪૦ વર્ષની ઉંમરથી જ શરૂ થઇ જાય છે, પરંતુ દર્દીને કે સામાન્ય લોકોને તેનો અનુભવ થતો નથી પરંતુ થોડા વર્ષે બાદ જ્યારે આ એડહેશન (લેક્ટિક એસિડ)નું પ્રમાણ વધી જાય ત્યારે ફ્રોઝન શોલ્ડર થાય છે એથી જ એવું કહેવામાં આવે છે કે રોજબરોજના જીવનમાં શોલ્ડર કે ખભાની જો કસરતો કરવામાં આવે તથા બેકરીચ એટલે છે શોલ્ડર પાછળ કરવાની કસરત કરવામાં આવે તો આ રોગ થતો અટકાવી શકાય છે. હવે પછી આ રોગની વધુ સારવારો વિશે જાણીશું

ઘણા લોકો શોલ્ડર દુ:ખવાની શરૂઆત થાય એટલે તેની અવગણના કરે છે અને એવું માને કે થોડા ટાઈમમાં આ દુ:ખાવો મટી જશે, મટતો નથી, વધે છેતેમાં હાથ બહુ ઊંચો ન થઈ શકતો હોવાથી ઘણા લોકો માથા પર કાંસકો ફેરવી શકતા નથી. વાળ ઓળવામાં ખભાનો દુ:ખાવો થતો હોવાની કમ્પ્લેન કરતા જોવા મળે છે

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate