હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / પુરુષો કરતાં સ્ત્રીઓમાં ફ્રોઝન શોલ્ડરની તકલીફ વધુ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પુરુષો કરતાં સ્ત્રીઓમાં ફ્રોઝન શોલ્ડરની તકલીફ વધુ

તેના દુ:ખાવાનું એવું લક્ષણ હોય છે કે જેને લીધે દર્દીની માનસિક હાલત હાર્ટ એટેકના દર્દી જેવી જ ખરાબ હોય છે

પુરુષો કરતાં સ્ત્રીઓમાં ફ્રોઝન શોલ્ડરની તકલીફ વધારે હોય છે

ખભાના દુ:ખાવા (ફ્રોઝન શોલ્ડર)ની તકલીફ આજકાલ વધી ગઈ છે. કંઈક લોકો તેની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ તકલીફનું પ્રમાણ વધારે હોય છે. સ્ત્રીઓ અવારનવાર એવી ફરિયાદ કરે છે કે રાત્રે સુતા ત્યારે કંઈ જ નહોતું, પરંતુ સવારે ઊઠ્યા એટલે ખભામાં દુ:ખાવાની શરૂઆત થઈ ગઈ હતી. ફ્રોઝન શોલ્ડર એક્સેવી કેપ્સુલાઈટીસ વિશે લોકોમાં ખૂબ જ ઓછી જાણકારી છે, તેથી શરૂઆતમાં જ્યારે ખભામાં દુ:ખાવો થાય ત્યારે આ રોગ વિશે વિચાર આવતો હોતો નથી તેથી મોટાભાગના લોકો ઘરગથ્થુ ઉપચાર તરીકે ગરમ પાણીનો શેક અથવા ગરમ કોથળીનો શેક કરે છે. ઘણા લોકો ઓઈસ દવાનું માલિશ પણ કરતા હોય છે. જો તેનાથી ફાયદો ન થાય તો દુ:ખાવાની (દવા) પણ લેતા હોય છે.

ફ્રોઝન શોલ્ડર એટલે કે એડહેસિવ કેપ્સ્યુલાઈટીમાં સાંધાની આસપાસની કેપ્સ્યુલમાં સોજો આવી જતો હોય છે. આં સાંધાની કેપ્સ્યુલ મુખ્યત્વે સ્કેસ્યુલા, કલેવીકલ (કોલરબોન) અને હમ્યુરસની વચ્ચે આવેલી હોય છે કેપ્સ્યુલનું મુખ્ય કામ શોલ્ડર (ખભા)ના સાંધાને બાંધી રાખવું તથા તેને મુવમેન્ટમાં સરળતા આપવાનું હોય છે. તમારા માટે એક્સેસિવ કેપ્સ્યુલાઈટિસ/ ફ્રોઝન શોલ્ડર ખૂબ જ નવું નામ કરો, કારણ કે આજના સમયમાં બહુ જ ઓછો લોકો આ રોગ વિશે જાણતા હોય છે. પરંતુ આ રોગ વિશે જાણકારી આવે એ ખૂબ જ મહત્વનું છે. મેડિકલમાં પણ આ રોગ અને કારણ વિશે પૂરે પૂરી જાણાકારી છે ઉપલ્બ નથી. આજકાલ ૨ થી ૫% લોકોને ફ્રોઝન શોલ્ડર/ એડહેસિવ કેપ્સ્યુલાઈટિસ અને થાઈરોઈડના દર્દીઓમાં પણ આ રોગનું પ્રમાણ વધુ હોય છે. માત્ર અકસ્માત (એક્સિડન્ટ) કે હાર્ટ એટેક જેવાં રોગને ગંભીર માનવામાં આવે છે પરંતુ ફ્રોઝન શોલ્ડર જેવા રોગને નહીં પરંતુ હકીકતમાં એવું હોતું નથી. તેના દુ:ખાવાનું એવું લક્ષણ હોય છે કે જેને લીધે દર્દીની માનસિક હાલત હાર્ટ એટેકના દર્દી જેવી જ ખરાબ હોય છે. એટલે જ સ્નાયુ અથવા સાંધામાં કોઈપણ પ્રકારના દુ:ખાવાની શરૂઆત થાય એટલે યોગ્ય ડોક્ટરનો સંપર્ક સાધવો. શરૂઆત થતાં જ એનું નિદાન થઈ જાય અને સારવાર પણ થાય. આ દુ:ખાવામાં જો કોઈ સારવાર ન કરવામાં આવે તો દોઢ થી બે વર્ષમાં એ એની જાતે જ મટી જાય છે, પરંતુ અમેરિકામાં થયેલા એક સર્વેમાં એ સાબિત થયું છે મોટા ભાગના દર્દીમાં આ રોગ મટવાને બદલે બે વર્ષે પછી સાંધો જામી જાય છે અને દર્દીની મુશ્કેલી વધી જાય છે. પછી આ રોગની સારવાર કરવામાં વધુ સમય લાગી જતો હોય છે.

શરૂઆતમાં ખભામાં દુ:ખાવો થાય છે. મહિલાઓને રોજિંદી પ્રવૃત્તિમાં તકલીફ સર્જાય છે. ઘરનું કામકાજ કરવું, માથું ઓળવું અને હાથને પાછળ કરીને કોઈ કામ કરવામાં પીડા થવા માંડે છે. સ્નાયુના ડોકટર, ફિઝિયોથેરાપિસ્ટ તેમાં સારી મદદ કરી શકે છે.

આજકાલ ફ્રોઝન શોલ્ડરની તકલીફ દર ચાર સ્ત્રીઓએ એકને હોય છે. હજુ આ રોગમાં આપણે ત્યાં જોઈએ એટલું રીસર્ચ થયું નથી, એટલે સ્ત્રીઓને પૂરતું માર્ગદર્શન મળતું નથી.

ફ્રોઝન શોલ્ડરના દર્દીને દુ:ખાવાને કારણે રાત્રે ઊંધવામાં તકલીફ પડતી હોય છે. ઘણા તો રાત્રે ૫-૧૦ મિનિટ પણ ઊંઘી શકતા નથી. તેમને ખભા તથા આખા હાથમાં આખી રાત્ર કળતર તથા દુ:ખાવો થતો હોય છે સવારમાં જાગે એ પછી પણ રોજિંદા જીવનમાં પણ તકલીફ થતી હોય છે, તેથી દુ:ખાવાનું એક વિસીયસ સાયકલ બની જતુ હોય છે. દર્દી ૨૪ કલાક ખભાને પકડીને બેસી રહેતાં હોય એવો ગંભીર દુ:ખાવો થતો હોય છે. ઘણીવાર તો ફ્રોઝન શોલ્ડરનો દુ:ખાવો હાર્ટ એટેકથી પણ વધારે ગંભીર કોઈ શકે છે. તેની અવગણના કરવી જોઇએ નહીં

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top