હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ખભાનો દુખાવો સમયસર સારવાર મળે તો રાહત જરૂર થાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખભાનો દુખાવો સમયસર સારવાર મળે તો રાહત જરૂર થાય

ખભાનો દુખાવો વિશેની માહિતી આપવામાં આવી છે

આજકાલ નાનાં બાળકોથી લઈને મોટી ઉમરનાં લોકોમાં કસરત અને સ્પોર્ટ્સને કારણે ખભાના સ્નાયુઓ ખેંચાઈ જવા તથા રોટેટર કફમાં ઈજા થવી એ સામાન્ય થઈ ગયું છે પરંતુ આવા દુ:ખાવા વખતે તરત જ જો પ્રાથમિક સારવાર કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી અને સરળતાથી રાહત મેળવી શકાય છે.
આ એક પ્રકારની ઇન્જરી છે, તેને મેડિકલ ટર્મિનોલોજીમાં રોટેટર કફ ઇન્જરી કહે છે. ખભામાં મુખ્યત્વે ચાર સ્નાયુ આવેલા હોય છે, તેમાં ઈજા થવાથી દુ:ખાવો થતો હોય છે. સામાન્ય રીતે જે બાજુના ખભામાં ઈજા થઈ હોય તે બાજુ સુવાથી પણ દુ:ખાવો વધી જાય છે.વધારે પડતી હાથને ઉપર કરીને કામ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાને કારણે તથા સ્પોર્ટસને કારણે ખભામાં રોટેકટ કફમાં આ ઇજા થવાની શક્યતા વધારે હોય છે. ઉંમર વધતાં સ્નાયુમાં ઢીલાશ આવી જતી હોય છે જેનાથી આ ઈજા થવાની શક્યતા વધી જતી હોય છે.યોગ્ય સમયે જો સાચી અને સારી રીતે ફિઝિકલ થેરાપી અને કસરત કરવામાં આવે તો ખૂબ જ સરળતાથી આ તકલીફની સારવાર કરી શકાય છે.

રોગનાં લક્ષણો

  • સામાન્ય રીતે દર્દીને ખભામાં ઊંડાણમાં ધીમું ધીમું દુ:ખતું હોય એવો અનુભવ થતો હોય છે.
  • જ્યારે કોઈપણ દર્દી જે ખભામાં ઈજા થઈ હોય તે પડખા પર રાત્રે ઊંઘી જાય તો ઊંઘ ઊડી જાય એવો સખત દુ:ખાવાનો અનુભવ થતો હોય છે.
  • ઘણી વાર દર્દીઓને માથાના વાળ ઓળવામાં તકલીફ થતી હોય છે. હાથને પાછળની બીજી લઈ જવામાં પણ દુ:ખાવો તથા તકલીફ થતી હોય છે.
  • રોટેટર કફ ઈજામાં મુખ્યત્વે ખભાની આસપાસના સ્નાયુમાં નબળાઇ પણ આવી જતી હોય છે.

દુ:ખાવો થવાનાં મુખ્ય કારણો

આ ઈજા થવાનું મુખ્ય કારણ તો અચાનક ખભા પર આવતું વજન, ખોટાં એન્ગલમાં કરવામાં આવેલી ખભાની મુવમેન્ટ, ખભાની પર પડી જવું તથા ઉંમર વધતા રોટેટર કફના સ્નાયુ તથા તેની આસપાસ આવેલાં લિગામેન્ટમાં થતી ડીજનરેશન પ્રક્રિયા હોય છે, જેનાથી તેમાં વીયર અને ટીયર પ્રક્રિયાનું નિર્માણ થતું હોય છે.

સતત હાથને માથાની ઉપર રાખીને કરવામાં આવતી ક્રિયા વધારે પડતું વજન ઊંચકવું તથા ખોટી રીતે હાથને રાખી તેના પર વજન રાખીને સુવું આ બધાં કારણોને લીધે પણ રોટેટર કફમાં ઈજા થતી હોય છે. જો આ દુ:ખાવાની સારવાર ન કરવામાં આવે તથા લાંબો સમય સુધી આ દુ:ખાવો ચાલે તો ખભાનાં હાડકાંમાં નવાં હાડકાંનું નિર્માણ થતું જોવા આ પ્રક્રિયા થાય તો આ નવાં હાડકાં ખભાની આસપાસના ટેન્ડન તથા લિગામેન્ટ પર દબાણ કરતાં હોય છે, જેના કારણે સતત દુ:ખાવો થતો હોય છે.

રિસ્ક ફેક્ટર

સામાન્ય રીતે નીચેનાં કારણોને લીધે રોટેટર કફમાં ઈજા થવાની શક્યતાઓ વધી જતી હોય છે.

  • ઉંમર: જેમ જેમ ઉંમર વધે તેમ સ્નાયુમાં તાકાત ઘટતી જતી હોય છે તથા સ્નાયુ નબળા થતા હોય છે. સામાન્ય રીતે ઉંમર વધતાં આ પ્રકારનો દુ:ખાવો થવાની શક્યતા વધતી હોય છે. ૪૦ વર્ષની વય પછી રોટેટર કફની ઈજા મોટાભાગના દર્દીઓમાં જોવા મળતી હોય છે.
  • સ્પોર્ટ્સ- કેટલાક પ્રકારની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં હાથને વારંવાર ઉપર કરીને ક્રિયાઓ કરવાની હોય છે, જેમ કે બાસ્કેટ બોલ, બેડમિન્ટન તથા ટેનિસમાં વારે-વારે એક જ ખભાની મુવમેન્ટ કરવાની હોય છે. તેથી આ બધા પ્લેર્પસમાં રોટેટર કફની ઇજા થવાની શક્યતા વધી જતી હોય છે.
  • કન્સ્ટ્રક્શન જોબ- ઘણી બધી જોબ (પ્રવૃત્તિ) જેવી કે મિસ્ત્રીકામ, ઘરનું કલરકામ, લુહારીકામ જેમાં વારે-વારે ખભામાંથી એક જ પ્રકિયા કરવાની થતી હોય છે, જેનાથી ખભામાં આવેલા રોટેટર કફના સ્નાયુમાં નબળાઇ આવી જતી હોય છે અને તેમાં ઈજા થવાની શકયતાઓ વધી જતી હોય છે.
  • ફેમિલી હિસ્ટરી- ઘણી બધી વખત રીસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જિનેટિક કમ્પોન્ટનાં કારણો કેટલા ફેમિલીમાં રોટેટર કફ ઈન્જરી (ઇજા) ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે.

કોમ્પ્લિકેશન (રોગને કારણે થતી તકલીફો)

જો આ રોગની સારવાર ન કરવામાં આવે તો તેના કારણે ખભામાં કાયમી ધોરણે સ્ટીફનેસ એટલે કે સાંધો જકડાઈ જતો હોય છે. સાથે સાથે ખભાની આસપાસના સ્નાયુમાં નબળાઈ પણ આવી જતી હોય છે.

રોટેટર કફ ઈન્જરી: વધતી ઉંમર કે હાથને ઉપર કરીને કામ કરવાની પ્રવૃત્તિને લીધે ખભાનાં સ્નાયુ ખેંચાઇ જાય છે.

એટલે જે એવું કહેવાય છે કે જ્યારે રોટરેકફમાં ઈજા થાય ત્યારે સૌ પ્રથમ ખભાને આરામ આપવામાં આવે છે, તેમાં વધારે મુવમેન્ટ કરવાની મનાઈ હોય છે. પરંતુ આ સમય ડોક્ટર દ્વારા મોનિટર કરવામાં આવે છે. જેવી જે હાથના સ્નાયુમાં રિકવરી આવે તરત જ મુવમેન્ટ ચાલુ કરવી ખૂબ જ જરૂર બની જાય છે. નહીંતર લાંબા સમય સુધી ખભાની મુવમેન્ટ ન કરવામાં આવે તો ખભો જકડાઈ જતો હોય છે અને તેમાં ફ્રોઝન શોલ્ડર બની જાય છે આ ખૂબ જ મોટું કોમ્પ્લિકેશન બહુ જ બધા દર્દીઓમાં થતું જોવા મળે છે. તેથી જ યોગ્ય ડોક્ટરનો કે ફિજિયો થેરાપિસ્ટનો કન્સલ્ટ કરીને જે આ રોગની સારવાર તેમના સુપરવિઝનમાં કરવી હિતાવહ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.97826086957
મોહંમદ સલીમ શેખ Feb 26, 2019 03:52 PM

ખભાના દુખાવા ના ઇલાજ માટેની માહિતી આપો

Rizwan Nov 07, 2018 06:29 PM

ખભાના દુઃખાવા નો ઈલાજ માટે ની માહિત આપો

કાનજી Apr 05, 2018 05:35 PM

ખભાના દુઃખાવા નો ઈલાજ માટે ની માહિતી આપો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top