હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પીઠનાં નીચેનાં ભાગમાં દુઃખાવા માટે જવાબદાર આદતો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પીઠનાં નીચેનાં ભાગમાં દુઃખાવા માટે જવાબદાર આદતો

પીઠનાં નીચેનાં ભાગમાં દુઃખાવા માટે જવાબદાર આદતો વિશેની માહિતી આપવામાં આવેલ છે

પીઠનાં નીચેનાં ભાગમાં દુઃખાવો હોસ્પિટલમાં સારવાર લેવા માટે સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. આપણે જાણીએ છીએ કે કાર્યસ્થળે નબળી મુદ્રા અને બેઠાડુ જીવનશૈલીથી પીઠમાં દુઃખાવો થાય છે. ચાલો આપણે તમને અનુભવ થયા વિના તમારી પીઠમાં દુઃખાવો કરતી જીવનશૈલીની આશ્ચર્યચકિત કરે એવી કેટલીક આદતો પર નજર નાંખીએ.

સ્માર્ટફોનનું વળગણ

જ્યારે કાન પર ફોન મૂકો, ત્યારે એનું સંતુલન ખભા વડે જાળ​વ​વાનો પ્રયાસ કરો છો. ઘણા લોકો એકસાથે વધારે કામ કરે છે અને અન્ય કામકાજ કરતાં ફોન પર વાત કરે છે. થોડી સેકન્ડ માટે આવું કરવાથી તમારાં શરીરમાં સંતુલન ખોરવાઈ જતું નથી, પણ વધારે સમય સુધી આ રીતે વાતો કરવાથી તમારી ડોક અને પીઠનાં ઉપરનાં ભાગમાં એક બાજુએ તણાવ પેદા થશે. પરિણામે એનાથી પીઠનાં ઉપરનાં ભાગમાં પણ દુઃખાવો થઈ શકે છે.

વજન ઊંચકવાની રીત

તમારાં પાળતું પ્રાણીઓ હોય, બાળકો હોય, સામાન હોય, હેન્ડબેગ વગેરે હોય, પણ એને તમે કેવી રીતે ઊંચકો છો એ તમારાં હાડકાનાં સ્વાસ્થ્ય પર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખોટી રીતે, અવારનવાર ભારે ચીજવસ્તુઓ ઊંચકવાથી મચકોડ આવે છે અને સ્નાયુઓને નુકસાન થાય છે. એનાથી કરોડનાં વધારે સ્નાયુઓને નુકસાન થાય છે. જ્યારે ભારે ચીજવસ્તુઓ ઊંચકો, ત્યારે સંપૂર્ણ વજન ફક્ત કરોડરજ્જુ પર ન આવી જાય એ સુનિશ્ચિત કરો! ભારે હેન્ડબેગ/લેપ્ટોપ બેગ, ખાસ કરીને સ્લિંગ બેગ ઊંચકો, ત્યારે એનો સંપૂર્ણ વજન કરોડરજ્જુ પર અસામાન રીતે આવે છે. કરોડરજ્જુ પર એકસરખું વજન વહેંચતી હોય એવી ડિઝાઇન ધરાવતી અને પટ્ટા ધરાવતી બેકપેક ખભાની બંને બાજુ વજનને એકસરખા પ્રમાણમાં વહેંચે છે.

તમારાં ભોજનની નબળી આદતો

તમારાં ભોજનની આદતો/ફાસ્ટ ફૂડ અને વજનમાં વધારો – ખાસ કરીને ‘ફૂલાઈ ગયેલા પેટ’થી પીઠનાં નીચેનાં ભાગમાં ઘણું દબાણ/તણાવ પેદા થાય છે. એનાથી પીઠનો દુ:ખાવો થાય છે અથ​વા હાલનો પીઠનો દુઃખાવો વધારે વકરી શકે છે. કરોડરજ્જુનું નબળું મૂળ આ અસરને પીઠનાં નીચેનાં ભાગમાં દુઃખાવાને વધારે છે. ડેરી ઉત્પાદનોમાં ઘટાડો, ધુમ્રપાન, સોડા, કેફિનનાં સેવનમાં વધારો તમારાં હાડકાનાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

ઘરની અંદર લાંબો સમય પસાર કરવો

જ્યારે આપણી ત્વચા પર સૂર્યપ્રકાશ પડે છે, ત્યારે એની ત્વચા હેઠળ રહેલી ચરબી વિટામિન ડીમાં પરિવર્તિત થવાનું શરૂ થાય છે. વિટામિન ડી હાડકા માટે જવાબદાર વિટામિન છે, જેનાથી હાડકાં મજબૂત થાય છે, કરોડરજ્જુની ડિસ્ક મજબૂત થાય છે અને સ્નાયુઓનું માળખું મજબૂત થાય છે. આધુનિક જીવનશૈલીમાં બાહ્ય પ્રવૃત્તિઓનો અભાવ છે, જેથી ઘરની અંદર કામ કરતાં મોટાં ભાગનાં લોકોમાં વિટામિન ડીની ઊણપ જોવા મળે છે. એનાં પરિણામે હાડકાં નબળાં પડે છે, કરોડરજ્જુ વહેલાસર નબળી પડે છે અને પીઠમાં દુઃખાવો થાય છે.

માનસિક તણાવ

માનસિક તણાવથી પીઠનાં દુઃખાવામાં પણ વધારો થઈ શકશે. તણાવને કારણે રાત્રે પર્યાપ્ત ઊંઘ આવતી નથી, જેથી તમારાં શરીરને પૂરતો આરામ મળતો નથી. એનાથી સ્નાયુમાં થાક લાગી શકે છે અને પીઠના સ્નાયુઓ મા સ્પાઝમ આવે છે.

‘ધુમ્રપાન’થી પીઠમાં દુઃખાવો

જે લોકો ધુમ્રપાન કરે છે એમને પીઠનો લાંબો સમયનો દુઃખાવો થાય એવી શક્યતા છે. ધુમ્રપાનથી મગજમાં દુઃખાવાની સર્કિટ પર નુકસાનકારક અસર થાય છે, જેનાથી સતત પીઠનો દુઃખાવો થાય છે. પીઠમાં ઈજા થયા પછી શરીર કુદરતી રીતે ઉપચાર કરવાનાં પ્રયાસો કરે છે, જેમાં ધુમ્રપાન વિક્ષેપ પણ ઊભો કરે છે.

ખરાબ માર્ગો અને લાંબી મુસાફરી

જ્યારે અચાનક ખાડાખડિયા પર વાહન ઉછળે છે, ત્યારે એકાએક ઉછળાટના કારણે કરોડરજ્જુ પર ભાર આવે છે. પહેલા થી જ પીઠનો દુઃખાવો ધરાવતાં લોકોમાં આવા બનાવો ના લીધે તીવ્ર પીડા સ્નાયુ મા સ્પાઝમ થઈ શકે છે, જેની સારવારમાં લાંબા સમયની જરૂર પડી શકે છે.

બેઠાડુ જીવન ધુમ્રપાન જેટલું જ નુકસાનકારક છે

લાંબો સમય બેસી રહેવાથી ચયાપચયમાં ઘટાડો થવાથી આયુષ્ય ઓછું થાય છે. પેડુ/પીઠનાં ભાગની આસપાસ સ્નાયુઓ નબળા પડવાથી દુઃખાવો થાય છે, જેનાથી શરીરની હલનચલનમાં ઘટાડો થાય છે. શરીરની હલનચલનની પ્રક્રિયામા ઘટાડો થ​વાથી જીવનમાં તણાવ પેદા થાય છે અને એનાથી વિષચક્ર પેદા થાય છે.

પાણીનું ઓછું સેવન

લાંબો સમય બેસી રહેવાથી ચયાપચયમાં ઘટાડો થવાથી આયુષ્ય ઓછું થાય છે. પેડુ/પીઠનાં ભાગની આસપાસ સ્નાયુઓ નબળા પડવાથી દુઃખાવો થાય છે, જેનાથી શરીરની હલનચલનમાં ઘટાડો થાય છે. શરીરની હલનચલનની પ્રક્રિયામા ઘટાડો થ​વાથી જીવનમાં તણાવ પેદા થાય છે અને એનાથી વિષચક્ર પેદા થાય છે.

સ્ત્રોત: ડો. કે એમ અન્નામલાઈ(ફિઝિયોથેરાપિસ્ટ)

2.68181818182
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top