অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પગમાં કેન્સરની ગાંઠ

આજથી ત્રણ દાયકા પહેલા સાર્કોમાની સર્જરીમાં અંગવિચ્છેદન જ એકમાત્ર વિકલ્પ હતો. એટલે કે, પગમાં કેન્સરની ગાંઠ હોય તો આખો પગ કાપી નાખવો પડતો હતો, પરંતુ હવે એ વાત ભૂતકાળ બની ગઈ છે. Limb Salvage Surgery દ્વારા ૯૫ ટકા દર્દીઓમાં ઓપરેશન કરી અંગ બચાવવાનું શક્ય બન્યું છે. એનો મતલબ છે કે, ઓપરેશન દ્વારા કેન્સરની ગાંઠને આજુબાજુના 2-3 સે.મી. નોર્મલ ટીશ્યુ સાથે એક પીસમાં કાઢવામાં આવે છે. આમ કરવાથી હાડકાં અને સાંધાનો સારો એવો ભાગ (8થી 20 સે.મી.) નીકળી જાય છે. તે ડિફેક્ટને કૃત્રિમ સાંધા અને હાડકાં (મેગાપ્રોસ્થેસીસ) વડે ભરવામાં આવે છે આમ કર્યા બાદ મોટાભાગના દર્દી રાબેતા મુજબ પોતાના તમામ કાર્યો કરવા સક્ષમ બને છે.

હાડકાં અને સ્નાયુના વિવિધ કેન્સર

ઓર્થોપેડીક ઓન્કોલોજી એ હાડકાં અને સ્નાયુના કેન્સરની સારવાર સાથે સંકળાયેલી મહત્વની શાખા છે. જેમાં હાથ-પગ, સાંધા, શરીરના અન્ય હાડકાં, કરોડરજ્જૂ, પેઢુંનું હાડકું વગેરેનો સમાવેશ થાય છે. હાડકાં અને સ્નાયુની ગાંઠોને ત્રણ જૂથમાં વહેચી શકાય છે તે નીચે મુજબ છે..

  1. સાર્કોમા (Sarcoma) પ્રકારના કેન્સર.
  2. કેન્સર સિવાયની સાદી ગાંઠો (Benign Tumors).
  3. અન્ય કેન્સરનો હાડકાંમાં ફેલાવો (Bony Metastasis).

સાર્કોમા (Sarcoma) પ્રકારના કેન્સર

હાથપગના હાડકાં, સ્નાયુ, સાંધા, શિરા અને ધમની, ચેતાતંતુ અને ચરબીમાં સાર્કોમા પ્રકારના કેન્સરનો ફેલાવો થતો હોય છે. સાર્કોમાનાં જુદાજુદા 82 જેટલા પ્રકારો છે. સાર્કોમાનાં પ્રકારનો આધાર તેના ઉદભવ સ્થાન ઉપર રહેલો છે. હાડકાંમાં મુખ્યત્વે જોવા મળતા કેન્સરને ઓસ્ટિઓસાર્કોમા (Osteosarcoma)તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઈવિન્ગસ સાર્કોમા (Ewing's Sarcoma) અને કોન્ડ્રો સાર્કોમા (Chondrosarcoma) વધુ જોવા મળતા હોય છે. સાયનોવિયલ સાર્કોમા (Synovial Sarcoma) અને લાઈપોસાર્કોમા (LipoSarcoma) સાંધા, સ્નાયુ, ચરબી, ચેતાઓના સાર્કોમાના મુખ્ય પ્રકારો છે..

એક્સ-રે, એમઆરઆઈ અને ગાંઠની બાયોપ્સીની મદદથી હાડકાંના કેન્સરનું નિદાન થાય છે. સ્ટેજ અને ફેલાવો જોવા માટે સિટી સ્કેન, બોન સ્કેન, બોનમેરો બાયોપ્સી અથવા PET CT Scan જેવા ટેસ્ટ ઉપલબ્ધ છે. એક વખત નિદાન થયા પછી કિમોથેરાપી અપાય છે અને પછી અંગ બચાવી (Limb Salvage Surgery) ઓપરેશન કરવામાં આવે છે. કેટલાક કેસમાં જરૂર પડે તો શેક થેરાપી પણ અપાય છે.

હાડકાંના સાર્કોમાના લક્ષણો

  • હાથ-પગના કે શરીરના અન્ય અંગો કે સાંધામાં દુઃખાવા સાથે કે દુઃખાવા વગર ગાંઠ થવી અથવા સોજો આવવો.
  • પડવા કે વાગવાનું કોઈ કારણ ન હોવું અને ગાંઠ ઉપસવી.
  • કેટલાક દર્દીમાં રોગને કારણે હાડકું નબળું થયું હોય તો તે ફેક્ચર સાથે આવે છે જેને (Pathological Fracture) કહેવાય છે.
  • ચાલવાની રીત બદલાઈ જવી.

કેન્સર સિવાયની સાદી ગાંઠો (Benign Tumors)

ઘણી વાર હાડકાં, સ્નાયુ, સાંધા, ચેતાઓ અને ચરબીમાં સાદી ગાંઠો થતી હોય છે. જેમાં સૌથી વધુ જોવા મળતી ગાંઠો જાયન્ટ સેલ ટ્યુમર (Giant cell tumors), સિમ્પલ બોન સીસ્ટ (Simple Bone Cysts), એન્યુરીસ્મલ બોન સીસ્ટ (Aneurysmal bone cysts), કોન્ડ્રોબ્લાસ્ટોમા (Chondroblastomas), ફાઈબ્રસ ડિસપ્લાસિયા (Fibrous Dysplasia) વગેરે છે. એક્સ-રે, એમઆઆઈ અને બોયોપ્સી દ્વારા સાદી ગાંઠોનું નિદાન થઈ શકે છે.

સાદી ગાંઠોની સારવાર

ગાંઠ સાંધાની નજીક હોય અથવા તો હાડકાં અને સ્નાયુના કાર્યને બચાવવું હોય તો તેના માટે અનુભવી ડૉક્ટરોની જરૂર રહેતી હોય છે. એક્સટેન્ડેડ ઈન્ટ્રાલિઝનલ ક્યુરેટેજ (Extended Intralesional Curettage) સર્જરી કરવામાં આવે છે. આ સર્જરીમાં ગાંઠની આસપાસ હાડકાંમાં બારી બનાવી ગાંઠને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ બારીક ખરાબ કોષોને કાઢવા ઈલેક્ટ્રોકોટ્રી, આર્ગન લેસર, ફિનોલ કે આલ્કોહોલ જેવા રસાયણો કે હાઈ સ્પિડ બરનો ઉપયોગ થાય છે.

અન્ય કેન્સરનો હાડકાંમાં ફેલાવો (Bony Metastases)

Bony Metastases પણ કેન્સરનો એક પ્રકાર છે જે સૌથી વધુ જોવા મળે છે. શરીરનું કોઈ પણ કેન્સર (ફેફસાં, સ્તન, કિડની, પ્રોસ્ટેટ, થાઈરોઈડ, હેડ અને નેક) હાડકાંમાં ફેલાઈ શકે છે જે Bony Metastasesના નામથી ઓળખાય છે.

Bony Metastasesના કારણે હાડકાંનો ભાગ નબળો પડે છે, દર્દીઓનું આ એડવાન્સ કેન્સર સ્ટેજ છે જેમાં કેન્સર મટાડવું શક્ય નથી હોતુ, પરંતુ દર્દી દુ:ખાવા વગર કોઈના ઉપર આધાર રાખ્યા વગર જીવન જીવે એ જરૂરી છે. સર્જરી બાદ મોટાભાગનાં કેસમાં દુ:ખાવો જતો રહે છે અને દર્દી હરી-ફરી શકે છે. સર્જરીમાં ક્યુરેટાજથી માંડીને અંગ બચે એવી સર્જરીનો સમાવેશ થાય છે. મોટાભાગના દર્દીઓને કિમોથેરાપી અને શેકથેરાપી અપાય છે.

સરનામું:સ્પર્શ ઓર્થોપેડિક ઓન્કોલોજી અને સાર્કોમા ક્લિનિક,નવમો માળ, મેડિકેર બિલ્ડિંગ, ટાઉનહોલની પાછળ, એલિસબ્રિજ ચાર રસ્તા પાસે, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૦૬.સંપર્ક: ૦૭૯-૨૬૫૭૫૭૬૦.એપોઈન્ટમેન્ટ: ૯૭૨૪૧-૭૨૭૯૧.Web:http://www.orthopediconcology.in/,http://www.drmandipshah.com/.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate