હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હર્બ્સ દ્વારા ડાયાબિટીસમાં અંકુશ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હર્બ્સ દ્વારા ડાયાબિટીસમાં અંકુશ

હર્બ્સ ડાયાબિટીસને અંકુશમાં રાખવામાં મદદ કરે છે

ડાયાબિટીસવાળી વ્યક્તિએ ડોક્ટર દ્વારા સૂચવવામાં આવે તે દવા લેવાની જરૂર છે. આ રાસાયણિક દવાઓ અને ઇન્જેક્શન્સ ઘણીવાર ચોક્કસ લાંબા ગાળાની સાઈડ ઈફેક્ટસ ધરાવે છે તેથી અહીં આપણી ભારતીય હર્બ્સના લાભો શેર કરીએ, જે આપણા રસોડામાં સહેલાઇથી મળે છે અને તે બ્લડ ગ્લુકોઝના લેવલનું નિયમન અથવા તેના પેરામીટર્સને ઘટાડવા માટે મદદ કરે છે.

તજ

બધા ડાયાબિટીસવાળા લોકોએ ચોક્કસપણે તજ એટલે કે સિનેમનનો સ્ટોક કરવો જોઈએ. આ એરોમેટિક મસાલો ઇન્સ્યુલીન-એન્હાન્સિંગ એક્ટીવીટી દર્શાવે છે અને ખોરાકમાં ગ્લુકોઝનું બ્રેક ડાઉન સુધારે છે જેથી એનર્જી પેદા થાય તે રીતે ઓછો ગ્લુકોઝ લોહીના પ્રવાહમાં પ્રવેશે છે અને બ્લડ ગ્લુકોઝ લેવલમાં વધારો થતો અટકાવે છે. તજ પાવડરનો એક ટીસ્પૂનનો દૈનિક વપરાશ ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે અત્યંત ફાયદાકારક છે.

કેવી રીતે ઉપયોગ કરશો? .

 • તમારા ફળો, સલાડ અથવા ઓટમીલ પર છંટકાવ.
 • ચા અથવા કોફીમાં તજ પાઉડર ઉમેરો.
 • તમારા સ્મૂધીમાં તજ પાઉડર ઉમેરો.

હળદર

હળદર તમારા ભોજનમાં માત્ર સ્વાદ કે રંગ વધારતી નથી પણ તે આપણા શરીરને એન્ટી-ઇન્ફ્લેમેટરી જેવા કામમાં મદદ કરે છે અને ડાયાબિટીસ સામે લડવામાં મદદ કરે છે. આ સોનેરી મસાલા એટલે કે હળદરનું મુખ્ય કમ્પાઉન્ડ «કર્ક્યુમિન» છે. કર્ક્યુમિન ઇન્સ્યુલિન સેન્સીટીવીટી વધારે છે અને ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ ઘટાડે છે. તે પેન્ક્રિઆસના કાર્યમાં પણ સુધારો કરે છે અને ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં વધારો કરે છે, જે હાઈ બ્લડસુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હળદર તમારા ભોજનમાં માત્ર સ્વાદ કે રંગ વધારતી નથી પણ તે ડાયાબિટીસ સામે લડવામાં પણ મદદ કરે છે..

કેવી રીતે ઉપયોગ કરશો?

 • તમારા પીવાના ગરમ પાણીમાં હળદર પાવડર ઉમેરો.
 • ગરમ દૂધમાં પણ ઉમેરી શકાય છે- હળદરવાળું દૂધ
 • વેજીટેબલ સૂપ્સમાં ઉમેરો

મેથીના દાણા(ફેનુગ્રીક સીડ્સ)

લાંબા સમય સુધી અનકન્ટ્રોલ્ડ બ્લડ ગ્લુકોઝ લેવલને કન્ટ્રોલ અને મેનેજ કરવા માટે મેથીના દાણા પરંપરાગત દવા તરીકે વપરાય છે. આ દાણાનું મુખ્ય કમ્પાઉન્ડ શરીરમાં ગ્લુકોઝના લેવલ અને શોષણને સ્લો ડાઉન કરે છે અને લોહીમાં બ્લડ ગ્લુકોઝ લેવલમાં ઝડપી વધારો થતો અટકાવે છે. વધુમાં, મેથીના દાણા ઇન્સ્યુલિનની રીલીઝ અને એક્શનમાં સુધારો કરે છે. તે નિયમિત રીતે લેવાની જરૂર છે.

કેવી રીતે ઉપયોગ કરશો? .

 • આખી રાત 5-6 ગ્રેન્યુલ્સ પલાળવા અને બીજે દિવસે સવારે ચાવીને ખાવા. પાણી પણ પીવું જોઈએ.
 • તમારા મનપસંદ દાળ, રાયતા અથવા રોટીમાં મેથીનો પાવડર ઉમેરો.
 • મેથીના દાણાના સ્પ્રાઉટ્સ બનાવો અને સલાડમાં ઉમેરો.
 • આ દાણાને એક કપ પાણીમાં ઉકાળો અને તેને અડધું થવા દો પછી ધીમે ધીમે પીવો.

મીઠો લીમડો (કરી લિવ્સ)

લોહીમાં નોર્મલ બ્લડ ગ્લુકોઝ લેવલને જાળવવામાં કરી લિવ્સ મહત્વનાં છે. આ મિનરલ્સ ઇન્સ્યુલિન હોર્મોનના ઉત્પાદન માટે જવાબદાર એવા પેન્ક્રિઆસના બીટા સેલ્સને એક્ટીવેટ કરે છે. મીઠો લીમડો કાર્બોહાઈડ્રેટ્સના મેટાબોલીઝમને ફેવરેબલી અસર કરે છે. તેઓ કાર્બોહાઈડ્રેટને તેમના સામાન્ય લેવલે પાછા લાવવા માટે જવાબદાર એવા લિવર અને કિડની એન્ઝાઈમ્સને રિસ્ટોર કરી શકે છે, છે, અને એ રીતે ડાયાબિટીસની સારવાર થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓમાં એન્ટીઑકિસડન્ટસના લેવલમાં જેમ જેમ ઘટાડો થાય તેમ તેમના બોડી સેલ્સ ઝડપી દરે મૃત્યુ પામી શકે છે. કરી લિવ્સમાં હાજર ફલેવોનોઈડ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ ઇન્સ્યુલિનને વધુ સક્રિય બનાવે છે.

કેવી રીતે ઉપયોગ કરશો?

 • કોઈ પણ શાક અને દાળમાં ઉમેરો.
 • 7-8 કરી લિવ્સ રોજ ચાવી જવા જોઈએ.
 • કોથમીરની ચટણી અથવા નાળિયેરની ચટણી કે રાયતામાં ઉમેરો.
 • તેમાંથી પાઉડર પણ બનાવો અને વિવિધ પ્રકારની વાનગીઓમાં ઉપયોગ કરો.

આદુ

આદુ એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તેનાથી ડાયાબિટીક કોમ્પ્લીકેશન્સનોની શરુઆત મોડી થાય છે. સંશોધકોના નવા અભ્યાસ અનુસાર, ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર ઓછી કરવામાં આ સ્પાઈસ મદદ કરે છે. આદુનું સૌથી વધુ સક્રિય રચનાનું કમ્પાઉન્ડ જિન્જરોલ બ્લડ સુગર લેવલનું નિયમન કરવામાં મદદ કરે છે.

કેવી રીતે ઉપયોગ કરશો? .

 • ભારતીય ચા આદુવાળી કે તેના વિના પણ બનાવી શકાય છે. તેથી ચોક્કસપણે, આદુ ચામાં નાખી શકાય છે.
 • સૂપ ઉકળતો હોય ત્યારે તેમાં ઉમેરો.
 • શાકભાજીના જ્યુસમાં પણ ઉમેરી શકો છો.
 • હળદર સાથે સાદા દૂધમાં ઉમેરવું અને સવારે નાસ્તામાં પી શકાય.

ઉપરની તમામ હર્બ્સ/જડીબુટ્ટીઓ છે, જે કોઈ પણ વ્યક્તિ સરળતાથી તેમના મસાલાના ડબામાંથી શોધી શકે છે. માત્ર કેટલા પ્રમાણમાં અને કેટલી વાર લેવું તે વિશે નક્કી કરવા માટે કોઈ ડાયેટિશ્યનનું ગાઇડન્સ લઈને શરૂઆત કરો.

લેખક :સોનલ શાહ, ફેમિના, નવગુજરાત

2.86956521739
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top