অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમાકુ સેવનની ખરાબ અસરો

તમાકુ સેવનની અસરો

 • તમાકુ તમારા શરીરના વિવિધ ભાગો, જેવા કે મુખ, ગળું, ફેફસા, જઠર, મૂત્રપિંડ, મૂત્રાશય, વગેરેના કેન્સર માટે જવાબદાર છે.

સમર્થનરૂપ તથ્યો

 • વિશ્વમાં મુખ કેન્સરના સૌથી વધારે કિસ્સાઓ ભારતમાં છે અને તેનુ કારણ છે તમાકુ.
 • ભારતમાં પુરુષોના કેન્સરમાં તમાકુનો ફાળો 56.4 ટકા અને સ્ત્રીઓના કેન્સરમાં 44.9 ટકા છે.
 • 90 ટકા કરતા વધારે ફેફસાના કેન્સર અને ફેફસાના અન્ય રોગો ધૂમ્રપાનને કારણે થાય છે.
 • તમાકુ હ્રદય અને રક્તવાહિનીઓના રોગ, હાર્ટ એટેક, છાતીમાં દુખાવો, હ્રદયરોગથી અચાનક મૃત્યુ, સ્ટ્રોક (બ્રેઇન એટેક), પેરિફેરલ વાસ્ક્યુલર રોગ (પગનું ગેંગ્રીન)

સમર્થનરૂપ તથ્યો

 • ભારતમાં ફેફસાનો ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ રોગના 82 ટકા માટે તમાકુ ધુમ્રપાન જવાબદાર છે.
 • તમાકુ આડકતરી રીતે ફેફસાનો ક્ષય કરે છે. કાયમી ધૂમ્રપાન કરનારાઓમાં ટીબી લગભગ ત્રણગણો જોવા મળે છે. સિગારેટ કે બીડીનું જેટલું વધારે ધુમ્રપાન, એટલું ધુમ્રપાન કરનારાઓમાં ટીબીનું પ્રમાણ વધારે.
 • ધુમ્રપાન\તમાકુ અચાનક લોહીનું દબાણ વધારે છે અને હ્રદય તરફ લોહીનો પ્રવાહ ઘટાડે છે.
 • તે પગ તરફ પણ લોહીનો પ્રવાહ ઘટાડે છે અને પગમાં ગેંગ્રીન કરે છે.
 • તમાકુ સમગ્ર શરીરની ધમનીઓની દીવાલોને નુકસાન કરે છે.
 • ધુમ્રપાન કુટુંબના બાળકો અને અન્ય સભ્યો માટે પણ (સેકન્ડહેન્ડ સ્મોકિંગને કારણે) આરોગ્યના પ્રશ્નો સર્જે છે. રોજના બે પેકેટ સિગારેટ પીનારી વ્યક્તિ સાથે રહેતી વ્યક્તિ સિગારેટ પીતી ના હોય તો પણ તે મૂત્રમાં નિકોટિનના પ્રમાણ મુજબ દિવસની ત્રણ સિગારેટ જેટલું નિષ્ક્રિય ધુમ્રપાન કરે છે.
 • એ પણ જણાયું છે કે ધુમ્રપાન\તમાકુ વપરાશ ડાયાબીટીસનું જોખમ વધારે છે.
 • તમાકુ શરીરમાં સારા કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
 • ધુમ્રપાન કરનારા\તમાકુનું સેવન કરનારા વ્યસનીઓને બિન-વ્યસનીઓ કરતા હ્રદયના રોગ અને પક્ષાઘાત થવાની 2થી 3ગણી સંભાવના હોય છે.
દર 8 સેકન્ડે ‘તમાકુ સંબંધિત’ એક મૃત્યુ થાય છે

સમર્થનરૂપ હકીકતો

 • ભારતમાં તમાકુ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા દર વર્ષે 800,000થી 900,000 વચ્ચે હોવાની સંભાવના છે.
 • તમાકુ છોડવાથી એક કિશોરના જીવનમાં વીસ વર્ષ ઉમેરાય છે.
 • તમાકુનું સેવન કરતા કિશોરો પૈકીના લગભગ અડધા સમય જતાં તમાકુને કારણે મૃત્યુ પામે છે (લગભગ એક-તૃતિયાંશ કિશોરો પુખ્ત વયે અને એક-તૃતિયાંશ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે)
 • એવો અંદાજ છે કે, ભારતમાં દુનિયાના કોઇપણ દેશની સરખામણીમાં દર વર્ષે તમાકુ સંબંધિત મોતની સંખ્યામાં ઝડપી વધારે થશે પુરુષો\સ્ત્રીઓમાં ધુમ્રપાન\તમાકુની વિપરીત અસરો

સમર્થનરૂપ તથ્યો

 • તમાકુનું સેવન પુરુષોમાં નંપુસકતાનું કારણ
 • સ્ત્રીઓમાં ધુમ્રપાન\તમાકુ સેવન એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટાડે છે. માસિક વહેલું બંધ થાય છે.
 • ધુમ્રપાન\તમાકુ સેવન શારીરિક પ્રવૃત્તિની ક્ષમતા ઘટાડે છે અને શારીરિક ક્ષમતા ઘટાડે છે.
 • ધુમ્રપાન કરતી અને ગર્ભનિરોધક ગોળીઓ લેતી સ્ત્રીઓને સ્ટ્રોક (બ્રેઇન એટેક)ની સંભાવના વધી જાય છે.
 • ધુમ્રપાન કરતી સગર્ભા સ્ત્રીઓ ગર્ભપાત થવાની, ઓછા વજનવાળુ બાળક જન્મવાની અથવા વિકાસની સમસ્યાઓ ધરાવતા બાળકો જન્મવાની કે પછી શિશુના આકસ્મિક મૃત્યુ (અચાનક, સમજાવી ના શકાય તેવા પથારી મૃત્યુ) થવાની મોટી સંભાવનાઓ છે.

તમાકુ છોડવાના શારીરિક ફાયદા:

 1. તમને કેન્સર અને હ્રદય રોગ થવાના જોખમો ઘટશે.
 2. તમારા હ્રદય પરનો તણાવ ઘટશે.
 3. તમારા સ્નેહીજનોને તમારા ધુમ્રપાનથી નુકસાન નહીં થાય
 4. ધુમ્રપાનથી તમને થયેલી કાયમી ખાંસી અને ગળફા સંભવિતપણે મોટેભાગે અદ્રશ્ય થઈ જશે.
 5. તમારા દાંત વધારે સફેદ અને ચોખ્ખાં થશે.

તમાકુ છોડવાના સામાજિક ફાયદા:

>
 1. સિગારેટ હવે તમારી પર અંકુશ ધરાવતી નહીં હોય, તમે તેના પર અંકુશ ધરાવતા હશો.
 2. તમારી સ્વ-પ્રતિકૃતિ અને આત્મ-વિશ્વાસ વધશે.
 3. તમે તમારા બાળકો માટે વર્તમાન અને ભવિષ્યમાં તંદુરસ્ત માતાપિતા બનશો.
 4. અન્ય ચીજો પર ખર્ચ કરવા માટે તમારી પાસે વધારે નાણા હશે.

તમાકુ છોડવામાં ક્યારેય મોડું થતું નથી

 • કેન્સર કે બીજા કોઈ ગંભીર રોગો થાય તે પહેલાં આધેડ ઉંમરે પણ ધુમ્રપાન\તમાકુ છોડવાથી તમાકુને કારણે પાછળથી થતા મૃત્યુના મોટાભાગના જોખમને ટાળી શકાય છે.
 • નાની ઉંમરે તમાકુ છોડવાના ફાયદા તો આનાથી પણ વધારે છે.
 • એકવાર તમે તમાકુ છોડો એટલે માત્ર ત્રણ વર્ષમાં જ તમને હાર્ટ એટેકનું જોખમ એટલું સામાન્ય થઈ જાય છે, જેટલું જોખમ એક બિન-વ્યસનીને હોય છે.

ધુમ્રપાન તમાકુ છોડવા માટેના સૂચનો

 1. એશ ટ્રે, સિગારેટ, પાન, મસાલા નજરે ના ચડે તે રીતે સંતાડો અને વિસારે પાડો. એક સાદો, પરંતુ મદદરૂપ ઉપાય.
 2. સિગારેટ, પાન અને મસાલા સરળતાથી મળવા ના જોઇએ. સિગારેટ, મસાલા, પાન એવી જગ્યાએ મૂકો કે તેને પ્રાપ્ત કરવા માટે ખરેખર પ્રયાસ કરવો પડે. દાખલા તરીકે, ઘરના બીજા ઓરડામાં કે સ્થળે, જ્યાં તમે વારંવાર જતા ના હો, કબાટમાં તાળુ મારીને મુક્યા હોય, વગેરે.
 3. ધુમ્રપાન કરવાની કે પાન, મસાલાનું સેવન કરવાની તમારી ‘તલપ’ને સમજો અને તેને પહોંચી વળવાના માર્ગો શોધી કાઢો. ધુમ્રપાન કરનારા કે મસાલા, પાન ખાનારા લોકોની સોબત છે? શરૂઆતના ગાળામાં ધુમ્રપાન કરનારા કે પાન, મસાલા ખાનારા લોકોથી કે પછી તેઓ તમાકુનું સેવન કરતા હોય તે સમયે દૂર રહેવાનો પ્રયાસ કરો.
 4. ચુઇંગ ગમ, મીઠાઈ, પીપરમિન્ટ, બરફી જેવું કંઇક મોઢામાં મુકવાનો પ્રયાસ કરો અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો.
 5. તમને જ્યારે પણ તલપ લાગે ત્યારે બેઠા બેઠા કે ઉભા ઉભા ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. પાણીનો ગ્લાસ લઇને કસરત કરવી એ પણ તલપ ઘટાડવામાં મદદ કરે છે.
 6. તમને જ્યારે તમાકુ લેવાનું મન થાય ત્યારે તમારા બાળકો અંગે વિચારો અને તમાકુને કારણે થતા ભયાનક રોગોમાંનો એક રોગ તમને થાય તો તેમના ભવિષ્ય પર શું અસર પડશે તે અંગે વિચારો.
 7. તમાકુ છોડવાની તારીખ નક્કી કરો.
 8. તમાકુ છોડવામાં મદદ કરનારી વ્યક્તિ શોધી કાઢો.
 9. સિગારેટ\પાન\મસાલા વિનાના તમારા પ્રથમ દિવસનું આયોજન કરો.
 10. જાત સાથે હકારાત્મક વાતો કરો
 11. તમારી જાતને બિરદાવો
 12. રોજ હળવા થવાની ટેકનિકો અપનાવો (યોગ, ચાલવું, ધ્યાન, નૃત્ય, સંગીત, વગેરે)
 13. કેફીન અને દારૂનું પ્રમાણ ઘટાડોવધુમાં,
 14. સક્રિય બનો અને તંદુરસ્ત આહાર ખાવ
 15. ધુમ્રપાન\તમાકુની તલપ લાગે ત્યારે ચાર બાબતો કરો:
 • કૈંક બીજું કરો
 • ધુમ્રપાન\તમાકુ સેવનમાં વિલંબ કરો
 • ઊંડો શ્વાસ લો
 • પાણી પીવો

સ્ત્રોત: Mayo Clinic

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate