કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળત્યાગનું પ્રમાણ(આવર્તન) ઘટે છે, અથવા તો મળત્યાગ વેળાએ પુષ્કળ તકલીફ થાય છે. આંતરડાની ગતિવિધિઓના સામાન્ય આવર્તન અને સાતત્ય વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. (પ્રતિ સપ્તાહે આંતરડાની ત્રણથી બાર ગતિવિધિઓ સંભવિતપણે “સામાન્ય” ગણાય છે)
ગમે તેટલી પણ જૂની કબજિયાત હોય આ ઘરેલું આયુર્વેદિક નુસ્ખા થી કરો ઈલાજ
જો પેટની બીમારીઓની વાત કરીએ તો પેટમાં કબજિયાત (constipation) રહેવી એક ખુબ મોટી સમસ્યા છે. જો તમારું પેટ સાફ નથી થતું, તો સારી રીતે ઊંઘ પણ નહી આવે. તેના માટે અજમો એક ખુબ સારી દવા છે. જો ઘરમાં કાચો અજમો છે તે અડધી ચમચી લો અને તેમા માત્ર ગોળ ભેળવી દો. અજમો અને ગોળ બન્ને ભેળવી ને ચાવીને ખાવ અને પાછળ પાણી પીવો. આ કામ તમારે રાત્રે સુતા સમયે કરવાનું છે તો જયારે તમે સવારે ઉઠશો તો તમારું એક જ વખતમાં પેટ સાફ થઇ જશે. જો અજમો અને ગોળને રાત્રે લેશો તો તમને કબજિયાત ક્યારેય નહી થાય. તે પેટ સાફ કરવાની સારી દવા છે.
પેટ સાફ કરવા માટે ત્રિફલા ચૂર્ણ પણ લઇ શકો છો. ત્રિફલા ચૂર્ણ, આંબળા, હરડે અને બેહડાથી બને છે. રાત્રે સુતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો. તેને તમે દુધમાં નહી તો ગરમ પાણી સાથે પણ લઇ શકો છો. તે પણ પેટ સાફ કરે છે. (કોઈ પણ દવા નાં સ્ટોર માં કે આયુર્વેદિક સ્ટોર માં પણ મળી જશે)
ત્રીજી દવા છે દાડમ નું જ્યુસ, દાડમ નું જ્યુસ પણ પેટ સાફ કરે છે. દાડમ ના દાણા જો તમે ચાવીને ખાશો તો તે પેટ સાફ કરે છે. જામફળ પણ પેટ સાફ કરવામાં ખુબ ઉપયોગી છે. તમે તે ખાવ તેનાથી પેટ સાફ થઇ જાય છે. કાકડી અને ટમેટા જે આપણા ઘરમાં સહેલાઈથી મળી જાય છે તે ખાવ તે પણ પેટ સાફ કરે છે. રાત્રે દુધમાં ઘી ભેળવીને પીવો તેનાથી સવારે પેટ બિલકુલ સાફ થઇ જશે. અને સૌથી સરળ અને સસ્તી દવા પેટ સાફ કરવાની કે ખાવામાં ચાવી ચાવીને ખાશો તો પેટ તરત સાફ થઇ જશે જેટલું ખાવાનું ખાવ ચાવીને ખાવ.
તે એક બીજો મફતનો ઈલાજ છે પેટ સાફ કરવા માટે પાણીને હમેશા સીપ સીપ કરીને મમળાવી ને પાણી પીવાથી લાળ પાણી સાથે ભળીને અંદર જશે અને જેટલી વધુ લાળ તમારા પેટમાં જશે પેટ એટલું જ સાફ થશે. તો માટે જ તો વધુ ચાવીને ખાવાની ટેવ પાડો. તો પણ લાળ વધુ પેટમાં જશે, નહી તો પાણી ચા ની જેમ સીપ સીપ પીવાનું શરુ કરો તો તે બધાથી પેટ સાફ થાય છે. કબજિયાત નાં થાય એ માટે ખાસ ઠંડુ પાણી ક્યારેય નાં પીવો
સ્ત્રોત: Mayo Clinic
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020