অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકની સ્થૂળતા

બાળકની સ્થૂળતા

સ્થૂળતાનો અર્થ શરીરમાં ખૂબ ચરબી ભેગી થવી. એક છોકરો કે છોકરીનું વજન તેમની ઉંમર અને ઊંચાઈ મુજબના આદર્શ વજન કરતા ૨૦% વધુ હોય તો તે બાળકને સ્થૂળ કહી શકાય.

સ્થૂળતાને કારણે થતી સમસ્યાઓ

  • પ્રિ-ડાયાબિટીસ અને ડાયાબિટીસ
  • હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન)
  • હાઈપરલિપિડેમિયા (લોહીમાં ખૂબ ચરબી,કે જે ધમનીમાંના પ્રવાહને અટકાવી શકે), હાઈ કોલેસ્ટેરોલ
  • સ્લીપ એપનિયા અને શ્વાસની સમસ્યાઓ.
  • પાચનના-આંતરડાના રોગો
  • તરુણાવસ્થા વહેલી આવવી
  • આત્મગૌરવની નીચી માત્રા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ

બાળકો મેદસ્વી કે વધારે વજનવાળા કેવી રીતે બને છે ?

આરોગ્યને લગતી મોટા ભાગની જૂની તકલીફોની જેમ સ્થૂળતા જિન્સ વચ્ચેની જટીલ પ્રક્રિયાને કારણે, પર્યાવરણ અને વર્તન/ ટેવોને લીધે થતી થાય છે.

ઘણા અભ્યાસો દર્શાવે છે કે મેદસ્વી અને બિન-મેદસ્વી બાળકો વચ્ચે ખોરાકનું પ્રમાણ કે શારીરિક પ્રવૃત્તિનું પ્રમાણ એમાં મોટો તફાવત નથી હોતો. સમય જતા કદાચ ખાવામાં અને પ્રવૃત્તિમાં નાના નાના તફાવતો ખરેખર ઉમેરો કરતા હોય અને એથી વજન વધે છે. મેદસ્વી બાળકો વધુ ચરબીવાળા ખોરાકની માફક મોટા કોળિયા અથવા ઊંચી કેલરીવાળો ખોરાક ખાતા હોય છે.

શારીરિક પ્રવૃત્તિ અને નિષ્ક્રિયતા ખૂબ જ મહત્વના પરિબળો છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે બાળકો ટીવી જોવામાં અને વિડિયો ગેમ્સ રમવામાં વધુ સમય પસાર કરે છે તેઓ સ્થૂળ બને તેવું જોખમ ઊંચું હોય છે. હાઈસ્કુલના ત્રણ પૈકી એક કિશોરો ઉત્સાહભરી શારીરિક પ્રવૃત્તિમાં સંલગ્ન હોતા નથી.

મેદસ્વી માતા-પિતાવાળા પરિવારોમાં બાળકોમાં મેદસ્વી બનવાનું વલણ હોય છે. જો એક માવતર મેદસ્વી કે વધારે વજનવાળા છે, તેમના કિશોર અવસ્થાના સંતાનો સ્થૂળ હોવાની શક્યતા 80% હોય છે. આ કદાચ જિનેટિક્સ અને કુટુંબની વર્તણૂક અને આદતોના મિશ્રણને કારણે છે. જે માતાને ડાયાબિટીસ હોય તેના બાળકો વધુ વજનવાળા હોઈ શકે તેવી શક્યતા વધારે હોય છે.

બાળકને વજન ઓછું કરવામાં શું દવા મદદ કરી શકે?

બાળકો અથવા કિશોરોને સ્થૂળતાની સારવાર વાપરવા માટે કોઈ પણ નવી દવાઓ કંઈ મંજૂર કરવામાં આવી નથી. તેનાથી તમારા બાળકની વૃદ્ધિ અને વિકાસ પર અસર થઇ શકે છે, અને કોઈ ફાયદો થાય તે કરતાં ખતરનાક કોમ્પ્લીકેશન્સનું જોખમ અનેકગણું વધારે હોય છે.

હું મારા બાળકને કેવી રીતે મદદ કરી શકું ?

  • હા ... માતા-પિતા ચોક્કસપણે કરી શકે છે. સ્થૂળતા સમય જતા વિકસે છે અને રાતોરાત હલ નથી કરી શકાતી. યાદ રાખો કે આ કટોકટી/ઈમરજન્સી નથી. ડ્રામેટીક ચેન્જની અપેક્ષા ન રાખવી. એ અવાસ્તવિક છે.
  • એક તંદુરસ્ત વજન હોવા માટે શ્રેષ્ઠ માર્ગ નિવારણ/પ્રિવેન્શન છે. તમારું કુટુંબ શરૂઆતથી તંદુરસ્ત આદતો ધરાવે છે, અને તમારી જાતને અને તમારા બાળકોને વજનવૃદ્ધિવાળા બનતા અટકાવે છે તેની ખાતરી કરી લો. વજન ઓછું કરવા કરતાં તંદુરસ્ત વજન જાળવી રાખવું તે વધારે સરળ છે.

તે સમગ્ર કુટુંબ માટેનો પ્રયાસ બને તેમ કરો

  • સ્થૂળતા ફક્ત તમારા બાળકની સમસ્યા નથી. તે એક એવી સમસ્યા છે કે જેને ઉકેલવા સમગ્ર પરિવારને સામેલ કરવો જ જોઈએ. તમારું બાળક તમારા કુટુંબના વાતાવરણમાં રહે છે.
  • બની શકે તો ભોજનનો સમય કુટુંબનો સમય બની રહે તેવો પ્રયત્ન કરો! એ સમયની આસપાસ એક રિલેક્સ્ડ વાતાવરણ બનાવો. ધીમે ધીમે ખાવ અને તમારા ખોરાકનો આનંદ માણો. એક પરિવાર તરીકે સાથે મળીને ખાવ , અને ભોજન દરમિયાન ટીવી ના જોતા.

તમારા બાળકને લક્ષ્યાંક સેટ કરવામાં મદદ કરો

  • સાપ્તાહિક ધોરણે તમારા બાળકના ખોરાકમાં ફેરફાર અને કસરત માટે ટૂંકા ગાળાના ધ્યેયો/ગોલ્સ નક્કી કરો. દરેક સપ્તાહે તમારા ગોલ અપડેટ કરો. તેમને નોટમાં લખો. ગોલના ઉદાહરણોમાં ટીવી જોવાની એક સમયસીમા નિશ્ચિત કરવાનું પણ અને રોજ એક વોક લેવાનો પણ સમાવેશ કરો.
  • તમે સેટ કરેલા ગોલ વાસ્તવિક છે તેની ખાતરી કરો. ઉદાહરણ તરીકે, શારીરિક નબળાઈ ધરવતા બાળક માટે રોજનો એક કલાક વ્યાયામ અવાસ્તવિક છે, તદ્દન ઓછી શારીરિક પ્રવૃત્તિ માટે પણ ઉપયોગી નથી.
  • જ્યારે તમારા બાળકને તેમના સાપ્તાહિક ગોલ પૂરા કરે ત્યારે કંઈક ઇનામ આપો. કાં તો તમે એની સાથે કોઈ પ્રવૃત્તિ માટે સમય આપો.
  • તમારા બાળકને તેમના ખોરાક લેવા અને કસરત કરવાનો એક રેકોર્ડ રાખવા કહો. આ બાબત તેમને પોતાની વર્તણૂક અંગે વધુ પરિચિત કરશે. પછી સાથે મળીને એક પછી એક રેકોર્ડ જોવા, અને તેનાથી આગળ જવા માટે તેમને પોઝિટીવ પ્રતિસાદ આપો.
  • તમારા બાળકની તંદુરસ્ત ખોરાકની પસંદગી અને શારીરિક પ્રવૃત્તિ માટે કરો. યાદ રાખો: માત્ર ટીકા અને સજા કામ નથી લાગતા.

જો બધું સૂચવેલું કામ નથી લાગતું નથી તો શું કરશો ?

ઘરે આ ફેરફારો કર્યા પછી પણ જો લાગતું નથી કે તેની મદદ થાય છે તો તમે તમારા બાળકના ડૉક્ટર અથવા ન્યુટ્રીશનિસ્ટ સાથે વાત કરી શકો છો. ન્યુટ્રીશનિસ્ટ બાળકની જરૂરિયાત મુજબ ન્યુટ્રીશનલ પ્લાન તૈયાર કરી આપે છે.

  • સમગ્ર કુટુંબને તેમના ખોરાક અને પ્રવૃત્તિની આદતોમાં તંદુરસ્ત ફેરફારો અને જાળવી રાખવા મદદ કરે તેવા ધ્યેય ફરીથી નક્કી કરીને લખાવે છે.
  • કાર્યક્રમ શરૂ કરતા પહેલાં એક વાર અને આ આખાય કાર્યક્રમ દરમ્યાન નિયમિત સમયે તમારા બાળકનું વજન, વૃદ્ધિ, અને આરોગ્ય સહિત તબીબી મૂલ્યાંકન કરતા રહો.
  • વર્તનના ફેરફારો પર તે ફોકસ કરશે.
  • તમારા બાળકને કેવી રીતે વિવિધ પ્રકારના તંદુરસ્ત આહાર અને તેનું યોગ્ય પ્રમાણ પસંદ કરવાનું શીખવશે.

સ્ત્રોત  : ફેમિના, ગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate