માથાનો દુખાવો: મોટાભાગના લોકોને ક્યારેક માથાનો દુખાવો થાય છે અને તે કેટલીકવાર તદ્દન અસુવિધાજનક હોઈ શકે છે. પરંતુ, મોટાભાગના દુખાવા માત્ર થોડા સમય માટે કાર્યક્ષમતા ઘટાડનારા હોય છે.
સામાન્યપણે માથાનો દુખાવો થોડા સમય માટે હોય છે અને પોતાની મેળે મટી જાય હોય છે. જોકે, દુખાવો ચિંતાજનક હોય તો, તમારા ડૉક્ટરનો સંપર્ક કરતા ખચકાશો નહીં. કોઈપણ પ્રકારના તીવ્ર, વારંવાર થતા કે તાવની સાથે થતા માથાનો દુખાવોની ડૉક્ટરે તપાસ કરવી જોઇએ.
જો તમે માથાનો દુખાવોના નીચે પ્રમાણેના લક્ષણો અનુભવો તો, તમારે આપાતકાલીન તબીબી સારવાર મેળવવી જોઇએ:
તણાવ, માઇગ્રેઇન અને ક્લસ્ટર એ માથાનો દુખાવોના પ્રકારો છે. માઇગ્રેઇન અને ક્લસ્ટર શિરદર્દો રૂધિરવાહિની સંબંધિત માથાનો દુખાવોના પ્રકારો છે. રૂધિરવાહિની સંબંધિત માથાનો દુખાવોમાં શારીરિક થાક દુખાવો વધારે છે. માથાની આસપાસની પેશીની રક્તવાહિનીઓ ફૂલે છે અથવા મોટી થાય છે જેને પરીણામે તમારું માથુ પીડાથી ધમધમે છે. માઇગ્રેન્સ રૂધિરવાહિની સંબંધિત માથાનો દુખાવાનો સૌથી સામાન્ય પ્રકાર છે અને તે ક્લસ્ટર માથાનો દુખાવા કરતા વધારે સામાન્યપણે થાય છે.
ક્લસ્ટર માથાનો દુખાવો સામાન્યપણે ઝડપી શૃંખલામાં ત્રાટકે છે અને સપ્તાહો કે મહિનાઓ સુધી રહે છે. ક્લસ્ટર માથાનો દુખાવો પુરુષોમાં વધારે સામાન્ય હોય છે અને અત્યંત પીડાદાયક હોઈ શકે છે.મોટાભાગે માથાનો દુખાવો ગંભીર પરિસ્થિતિમાંસર્જ સર્જતા નથી અને સામાન્યપણે ડૉક્ટરના પ્રીસ્કિપ્શન વિના પણ દવાની દુકાનેથી મળતી દવાથી તેની સારવાર થઈ શકે છે. માઇગ્રેઇન્સ અને અન્ય પ્રકારના ગંભીર માથાનો દુખાવામાં ડૉક્ટર દ્વારા પ્રીસ્ક્રિપ્શન સારવાર અને દેખરેખની જરૂર પડી શકે છે.
સાઇનસ માથાનો દુખાવો સાઇનસ ચેપ કે એલર્જીનું પરીણામ હોઈ શકે છે. મોટેભાગે શરદી કે ફ્લુ પછી થતા સાઇનસ માથાનો દુખાવો તમારા નાકની પાછળ અને ઉપર આવેલા સાઇનસ માર્ગો (વાયુ કોટરો)ના સોજાના પરીણામે થાય છે. સાઇનસ ભરાય જતાં કે તેમને ચેપ લાગતાં વધતું દબાણ તમારું માથુ દુખાડે છે. આ પીડા સામાન્યપણે તીવ્ર અને સતત રહે છે અને સવારે તેનો પ્રારંભ થાય છે અને તમે વાંકા વળો ત્યારે પીડા વધે છે.
માઇગ્રેઇન માથાનો દુખાવો વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે, પરંતુ તે સામાન્યપણે માથાની એક અથવા બંને બાજુએ તીવ્ર પીડા દ્વારા તેમજ મોટેભાગે તેની સાથે સંકળાયેલા અન્ય લક્ષણો દ્વારા વ્યક્ત થાય છે. અન્ય લક્ષણોમાં બકારી અને ઉલ્ટી, હળવી સંવેદનશીલતા અને દ્રષ્ટિમાં ફેરફાર, ચક્કર આવવા, તાવ અને ઠંડી લાગવીનો સમાવેશ થઈ શકે છે.
નોંધ: જો તમને વારંવાર તીવ્ર માથાનો દુખાવો થતો હોય તો, તમારા લક્ષણો, માથાના દુખાવાની તીવ્રતા અને તમે કઈ રીતે પીડા સાથે પનારુ પાડો છો તેની નોંધ રાખો. આ રેકોર્ડ તમારા ડૉક્ટરને બતાવો.
સ્ત્રોત: Mayo Clinic
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/1/2020