વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ન્યુમોનિયા

ન્યુમોનિયા વિશેની માહિતી આપવામાં આવી છે

પરિચય

ન્યુમોનિયા એક અથવા બંને ફેફસાંના સ્નાયુંઓ પર થતો સોજો છે.ફેફસાંની શ્વાસ નળીઓ કે જેને અલવેરી કહેવાય છે તેની અસર કરનારી પરિસ્થિતિ છે.સામાન્ય રીતે ચોક્કસ દવાઓ,ચેપના વાઈરસો,બેક્ટેરિયા અને સુક્ષ્મ જીવોના લીધે ચેપ લાગી શકે છે ૨૦૧૦ના યુનિસેફના આંકડા અનુસાર ભારતમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના આશરે ૩.૯૭ લાખ બાળકો ન્યુમોનિયાના કારણે મૃત્યું પામ્યાં હતાં.

લક્ષણો

સામાન્ય લક્ષણો સમાવિષ્ટ છે:

 • શ્વાસોશ્વાસમાં મુશ્કેલી થવી જેમ કે શ્વાસ ઝડપી કે ધીમા હોઈ શકે છે
 • ધબકારાં વધી જવાં
 • ઝડપી ધબકારા
 • તાવ આવવો
 • પરસેવો થવો અને કંપારી છૂટવી
 • ભૂખ ઓછી થવી
 • છાતીમાં દુઃખાવો થવો જે ન્યુમોનિયાના સામાન્ય લક્ષણો તરીકે જોડાયેલ છે:
 • ઉધરસ વખતે લોહી નીકળવું
 • માથાનો દુઃખાવો
 • થાક લાગવો
 • ઉબકા થવા
 • ઉલટી થવી
 • સસણી થવી

કારણો

ન્યુમોનિયા મુખ્યત્વે બેક્ટેરિયા કે વાઈરસના ચેપને લીધે ફેલાય છે.ઘણાં કિસ્સામાં તે ફૂગ અને પરોપજીવી દ્વારા પ્રસરે છે.

બેક્ટેરીયલ ન્યુમોનિયા: ૫૦% થી વધુ કેસોમાં ન્યુમોનિયા થવાનું સૌથી સામાન્ય કારણ બેક્ટેરિયા છે.જે સ્ટ્રેપ્ટોકોકસ (CAP) ના લીધે થાય છે, અન્ય સમૂહજૂથના બેક્ટેરિયામાં હેમોફિલીસ ઇન્ફ્લુંએન્ઝા, ચાલમોડેફિયા, ન્યુમોનિયા અને માઈકોપ્લાઝમા ન્યુમોનિયાનો સમાવેશ થાય છે.

વાઈરલ ન્યુમોનિયા: રહિનો વાઈરસો,કોરોના વાઈરસો ઇન્ફ્લુંએન્ઝા વાઈરસ અને પેરા ઇન્ફ્લુંએન્ઝા વાઈરસનો સમાવેશ થાય છે.

ફૂગનો ન્યુમોનિયા: મોટા ભાગે તે હિસ્ટોપ્લાઝમા, કેપ્સુલેટુમ, બ્લાસ્ટોમાઈસીસ, ન્યુઓફોરમન્સ, ન્યુમોસિષ્ટિસ,જીરોવેસી અને કોસીડાયોડેટ ઈમીટીસના કારણે થાય છે.

નિદાન

ન્યુમોનિયાની બિમારી માટે વહેલી તકે નિદાન કરીને સારવાર કરાવવી ખુબ જ મહત્વપૂર્ણ છે.જો રોગના લીધે મેન્જાઈટીસ કે લોહીના પ્રવાહમાં ચેપ જેવું હોય,શંકા હોય તો લોહી કે મગજના પ્રવાહીનો નમુનો લઈને તપાસ કરવા માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે.બિમારીની ગંભીરતા જાણીને તેના કારણોના આધારે સારવારમાં બદલાવ લાવવા માટે મહત્વપૂર્ણ છે.ન્યુમોકોકેલની રોગોના કિસ્સામાં એન્ટીબાયોટિક દવાઓની મદદથી ગંભીર બિમારીઓમાં સારવાર મેળવી શકાય છે.

જો ન્યુમોકોકલ બેક્ટેરિયા બિમારીમાં આકુળ રીતે જોવા મળે છે તેઓનો વિકાસ (સુસંસ્કૃત રીતે) ઝડપથી થઈ શકે છે.ક્યારેક શારીરિક તપાસ દ્વારા લોહીનું નીચું દબાણ,હદયના ધબકારા વધી જવાં કે ઓછો ઓક્સિજન મળવાની શક્યતા રહે છે.શ્વાસો શ્વાસ સામાન્ય કરતાં વધુ ઝડપી બની શકે છે અને આ અન્ય લક્ષણોની પહેલાં એક કે બે દિવસ સુધી આવી શકે છે.

વ્યવસ્થાપન

સરળ આરામદાયક દુઃખનાશક દવાઓ (એન્ગલેસીસ) જેમ કે આઈબ્રુફેન એન્ટી બાયોટિક્સને પૂરતા પ્રવાહી માટેની વ્યવસ્થા કરશે.તે બેક્ટેરીયલ ન્યુમોનિયાને સુધારવા માટે એન્ટી બાયોટિક્સની જરૂરિયાત રહે છે.

જટિલતાઓ

ન્યુમોનિયા સાથે સંકળાયેલી જટિલતાઓ:

 • ફેફસાં ખવાઈ જવા (પ્લેરિસી)  :ફેફસાં ખવાઈને બળતરા આવી શકે છે જેથી ફેફસાંમાં સોજો આવી શકે છે જેથી તમારાં ફેફસાં વચ્ચે પાતળા સ્તરના પોલાણથી બે ભાગમાં વિભાજીત થાય છે.
 • સેપ્ટીસેમિયા:ન્યુમોનિયાની બીજી કેટલીક ગંભીર જટિલતાઓ લોહીમાં ઝેર થવું જેને સેપ્ટીસેમિયા તરીકે ઓળખાય છે.

સ્ત્રોત : રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વાર

3.01612903226
Pratik Doshi May 23, 2020 09:27 AM

ન્યૂમોનિયા રોગ ને ફેલાવનાર બેક્ટેરિયા માટે સંવર્ધન માધ્યમ તરીકે કયું દ્રાવણ હોય છે?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top