অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઝીકા વાઈરસ

ઝીકા વાઈરસ

”zika

હાલમાં ઝીકા વાઈરસે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે. દુનિયાના ઘણા દેશો ઝીકા વાઈરસની ઝપટમાં આવી ગયા છે અને ઘણા લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે.નામ ઝીકા આફ્રિકાના દેશ યુગાન્ડાના ઝીકા ફોરેસ્ટ પરથી આવેલ છે. ઝીકા વાઇરસે અમેરિકા ખંડના આરોગ્ય નિષ્ણાંતોને ચિંતાતુર કરી મૂક્યા છે. તેની અસર તરત સામે નહીં આવતી હોવાથી ઇબોલા કે તેના જેવા અન્ય વાઇરસ કરતા તે વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ યુદ્ધના ધોરણે જાગૃતિ અભિયાન શરૂ કરી દીધું છે. પણ તેના નિષ્ણાંતો પણ તેના મૂળ કાર અને સારવારને લઈને સંતૃષ્ટ નથી. ખાસ કરીને ઝીકા વાઈરસનો ચેપ લાગવાનું કારણ એન્ડીઝ મચ્છરોના કરડવાનું છે.આ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે.જીકા વાઈરસ સંક્રમિત એન્ડીઝ મચ્છર કરડવાથી ફેલાય છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) ના જણાવ્યાં અનુસાર, ઓકટોબર ૨૦૧૫ પછી,અમેરિકા અને તેના પ્રદેશો ઉપરાંત બીજા કેટલાંક દેશોમાં ઝીકા વાઈરસની હાજરીની સુચના મળી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) સુચના પ્રમાણે ઝીકા વાઈરસના ચેપને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.

ડબલ્યુએચઓનું માનવું છે કે વર્ષના અંત સુધીમાં આ વાઇરસ 40 લાખ લોકોને પોતાની ઝપેટમાં લઈ શકે છે. ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરમાં સગર્ભા સ્ત્રીઓને બે ડઝન જેટલા દેશોનો પ્રવાસ નહીં કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

ઝીકા વાઇરસના લક્ષણોના વિશે અત્યાર સુધી સૌથી નક્કર પુરાવા માત્ર એટલા છે કે બ્રાઝીલના કેટલાક નવજાત શિશુઓના માથાનો આકાર સામાન્ય કરતા નાનો છે તથા તેમના મગજને નુકસાન પહોંચેલું છે. ડિસીઝ કન્ટ્રોલ સેન્ટરના અધિકારીઓ મહિલાઓને સમયાંતરે ચેકઅપ કરાવવાની અપીલ કરી છે. આ વાઇરસને વિશે મળેલી જુદી-જુદી માહિતીઓને એકત્ર કરીને ન્યૂયોર્ક ટાઇમ્સને કેટલાક ‘અઘરા સવાલો’ મળ્યા છે. જેના જવાબ હાલ તો નાના છે. જાણો શું છે સવાલ અને તેના જવાબ

ઝીકા વાઇરસ શું છે?

પશ્ચિમીગોળાર્ધમાં મળી આવેલો ઝીકા વાઇરસનો આ પ્રથમ કેસ છે. મચ્છરના કારણે ફેલાતા ચેપ જેવા કે ડેન્ગ્યૂ, યલો ફીવર, વેસ્ટ નીલ વાઇરસની જેમ આ પણ ખતરનાક છે, પણ કેટલા અંશે તે હજુ સ્પષ્ટ થયું નથી.
આફ્રિકા અને એશિયામાં તેને કોમન માનવામાં આવે છે. પશ્ચિમી ગોળાર્ધમાં ગત મે સુધીમાં તે ક્યારેય જોવા મળ્યો નહોતો. છેલ્લા કેટલાક મહિનામાં બ્રાઝિલના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. અત્યાર સુધી જગતના કોઈ પણ મહાદ્વીપ તેને લગતા ચેપના કેસ જોવામાં આવ્યા નથી. આપણા જેવા ઘણા અન્ય લોકો છે જેમની રોગપ્રતિકારક ક્ષમતા આ વાઇરસના ચેપ સામે આપણું રક્ષણ કરે છે.
અમેરિકા ખંડના અંતરિયાળ વિસ્તારોમાં ઝીકાની અસર વધારે જોવા મળી રહી છે. વિજ્ઞાનીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જો કોઈ મહિલા ઝીકા વાઇરસથી ગ્રસ્ત બાળકને જન્મ આપે છે તો તેને અસ્થાયી લકવો પણ થઈ શકે છે.

કેવી રીતે ફેલાય છે ઝીકા વાઈરસ

એન્ડીઝ મચ્છરોના કારણે ઝીકા વાઈરસનો ચેપ ફેલાય છે. એન્ડીઝ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઝીકા  વાઈરસ સંક્રમિત એન્ડીઝ મચ્છર કરડવાથી ફેલાય છે. WHO એ ઝીકા વાઈરસને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.

ક્યાં જોવા મળ્યા હતા આ મચ્છર ?

એન્ડીઝ મચ્છરો કરડવાના કારણે ઝીકા વાઈરસનો ચેપ ફેલાય છે. એન્ડીઝ મચ્છરો  ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.ડેન્ગ્યું તાવ, ચિકનગુનિયા અને પીળિયો તાવ જેવી બિમારીઓ પણ આ એન્ડીઝ મચ્છરો ફેલાવે છે.

જાણો કયા છે ઝીકા વાઇરસના લક્ષણો

ઝીકા વાઈરસના લક્ષણોમાં  તાવ આવવો,ચામડી પર ફોડલા થવા, માંસપેશીઓમાં દુઃખાવો થવો અને આંખોમાં બળતરાં થવી જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે.ડેન્ગ્યુ તાવની જેમ મંદ બિમારી આવે છે અને તેને કોઈ દવાથી મટાડી શકાતો નથી.ઝીકા વાઈરસ દ્વારા ચેપનું જોખમ સમગ્ર જનસંખ્યાની સાથે સાથે ગર્ભવતી મહિલાઓને પણ છે.

શિશુના મગજ પર કેવી રીતે અસર?

નિષ્ણાંતો હજુ પણ સમજી શક્યા નથી કે વાઇરસ નવજાત શિશુના મગજ પર કેવી રીતે હુમલો કરે છે અથવા તો તેના મગજ પર થતી અસર માટે આ વાઇરસને શા માટે કારણરૂપ માનવું જોઈએ.

નવજાત શિશુઓના માથાના નાના આકાર માટે આ વાઇરસને જવાબદાર ઠેરવી શકાય છે. તેના કારણે એમના મગજને નુકસાન પહોંચી રહ્યું છે. ગત ઓક્ટોબરમાં ઉત્તર બ્રાઝિલમાં આ બાબત સામે આવી હતી. ત્યારે ડોક્ટરો પણ અસરગ્રસ્ત શિશુઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અન્ય ફેક્ટરમાં એવું માનવામાં આવે છે કે અન્ય વાઇરસોના ચેપના કારણે આમ બની શક્યું હોય શકે છે. અથવા તો તેના પર અન્ય વાઇરસોની અસર વધારે હતી. સંશોધકોનું એવું પણ માનવું છે કે માત્ર ઝીકા વાઇરસથી આમ બનવું શક્ય નથી.

શું છે માઇક્રોસેફલી?

તેના કારણે નવજાત શિશુના માથાનો આકાર જન્મથી જ નાનો હોય છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થના ડૉ. કોન્સ્ટેટાઇન સ્ટ્રોટકિસના જણાવ્યા પ્રમાણે સામાન્યપણે 15 ટકા શિશુઓના માથાનું કદ નાનું હોય છે. પણ તેમને ચેપગ્રસ્ત માની શકાય નહીં. કેટલાક કેસમાં ગર્ભાવસ્થા દરમ્યાન શિશુના મગજનો પૂરતો વિકાસ થયો હોતો નથી. અથવા તો તેમના જીવનના પ્રારંભના ચાર વર્ષમાં તેમના મગજનો વિકાસ થયો હોતો નથી. આવા બાળકોમાં બૌદ્ધિકતા અથવા તો સાંભળવામાં મુશ્કેલી પડતી હોય છે.

માઇક્રોસેફલીમાં ભ્રુણમાં ચેપની શક્યતા હોય છે. જ્યારે ગર્ભવતી મહિલા આલ્કોહોલનું સેવન કરતી હોય, કુપોષિત હોય કે ડાયાબીટીક હોય ત્યારે પણ માઇક્રોસેફલીની આશંકા રહે છે. જો શિશુના જીવનના પ્રથમ વર્ષમાં વિકાસમાં અવરોધ સર્જાય છે તો શક્ય છે કે પ્રસૂતિ વખતે મગજમાં ઈજા થઈ હોઈ શકે છે. તેથી નાના માથાની સમસ્યાનો ઉપચાર શક્ય નથી.

સગર્ભા મહિલાઓએ ક્યાં જવું?

કેરેબિયન ટાપુ, મધ્ય તથા દક્ષિણ અમેરિકાના બે ડઝન જેટલા દેશમાં ન જવું. આ દેશોમાં સગર્ભા મહિલાઓને જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૅન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે કેનેડા અને ચિલીને બાદ કરતા આ વાઇરસ દરેક દેશમાં સ્થાનિક સ્તરે ફેલાયેલો છે. સીડીસી ડોટ જીઓવી સાઇટ પર આ દેશોની યાદી જાહેર કરાયેલી છે.

ચેપને કેવી રીતે ઓળખી શકાય?

આ ચેપના પ્રારંભિક લક્ષણો હોતા નથી, અથવા સામે આવ્યા નથી. તેથી તેનો ઉપચાર અત્યંત અઘરો છે. વૈજ્ઞાનિક સ્તરે તેને અત્યંત ખતરનાક માનવામાં આવતો નથી. સબંધિત દેશોમાં પાંચમાંથી એક વ્યક્તિમાં તેના લક્ષણો ઓળખી શકાયા છે. તેમાં તાપ, આંખો લાલ થવી, સાંધામાં પીડા, લાલ ચકામા પડવા વગેરે સામેલ છે. આ લક્ષણોના કારણે સામાન્યપણે કોઈને હોસ્પિટલમાં દાખલ કરાતા નથી. કારણ કે ઝીકાને લઈને હજુ સુધી કોઈ ટેસ્ટ ઉપલબ્ધ નથી. ડેન્ગ્યૂ અને યલો ફીવર સાથે તેનો સંબંધ ગાઢ નથી.

અસરગ્રસ્ત દેશોનો પ્રવાસ કર્યો હોય તો?

ખાસ કરીને મહિલાઓએ બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. તેઓ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવી શકે છે. કોઈ પણ પ્રકારના ચેપના સંકેતો મળે તો બ્લડની એડવાન્સ તપાસ કરાવવી જોઈએ. જો કે આ સલાહને લઈને હજુ મતભેદ છે. કારણ કે 80 ટકા અસરગ્રસ્તોમાં બીમારીના લક્ષણો મળ્યા નથી તથા મહિલા બીમાર નીકળી તો તેનું શિશુ તંદુરસ્ત હતું.

કઈ રીતે રક્ષણ મેળવશો ઝીકા વાઈરસથી ?

ઝીકા વાઈરસથી રક્ષણ મેળવવાનો સૌથી સરળ રીત મચ્છરોને નાબુદ કરીને તેઓને કરડતાં રોકવાની છે. યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરી મચ્છરોના પ્રાપ્તિસ્થાનોને ખતમ કરી દેવા જોઈએ.આખી બાયોવાળા કપડાં પહેરો,સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી અને મચ્છરના પ્રજનનસ્થાનો છે તેમાંથી પાણી દુર કરી કરીને ઝીકા વાઈરસથી બચી શકાય છે.

જયારે તમે ઊંઘો છો ત્યારે મચ્છરદાનીનો ઉપયોગ કરો. કુલરો,ટોપલીઓ અને બીજા પાત્રો કે જે મચ્છરના પ્રજનનસ્થાનો છે તેમાંથી પાણી દુર કરી નાખવું.જંતુનાશક સ્પ્રે અથવા ધુમાડો પણ અસરકારક થઈ શકે છે.

ઝીકા વાઈરસ માટે નથી કોઈ દવા કે રસી

ઝીકા વાઈરસ માટે કોઈ દવા કે રસી હાલના સમયમાં ઉપલબ્ધ નથી.આ વાઈરસની રસી શોધવા પ્રયત્ન ચાલે છે પરંતુ અસરકારક રસી માટે દશથી બાર વર્ષનો સમય નીકળી જાય તેમ છે.ઝીકા વાઈરસની અસરોવાળા દેશોની મુસાફરી કરવાથી બચવું જોઈએ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate